HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 ઑગસ્ટ, 2014

યુવા ગણેશના યુવાનો માટેના ફંડા

આજનો સુવિચાર :-
કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે.
- પૂ. પાંડુરંગ શાસ્ત્રી 


યુવા ગણેશના યુવાનો માટેના ફંડા


આધુનિક અને કોમ્પિટિશનના યુગમાં આજના યુવાનોને જાગૃતિ, એકાગ્રતા, બુદ્ધિ મેળવવા ગણેશજીને યાદ કરવા પડે. ગણેશજી આજના યુવાનોને ઘણું બધું શીખવે છે. આજના જમાનામાં ગણપતિના માર્ગે યુવાનો ટોપ સુધી પહોંચી શકે છે.

(1) બુદ્ધિથી મળે કામયાબી : ‘એક આઈડિયા જો બદલ દે આપકી જિંદગી.’ આજે માત્ર એક આઈડિયાનો જમાનો છે. બિલ ગેટ્સના માત્ર એક આઈડિયાએ તેને વિશ્ર્વનો ધનાઢ્ય બનાવ્યો. ગણેશજીએ પણ માત્ર પોતાની બુદ્ધિથી - એક વિચારથી જીત મેળવી હતી. તેમના વિવાદનો પ્રસંગ તમને યાદ જ છે ને!જ્યારે તેમનાં માતાપિતાએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તો ગણેશજીએ માત્ર આઈડિયાનો જ ઉપયોગ કર્યો. કાર્તિકેય તો બુદ્ધિ વાપર્યા વિના પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા પણ ગણેશજીએ માતાપિતાનું પૂજન કર્યું અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી અને જીતી ગયા. આજના વિદ્યાર્થીઓએ ગણેશજીના આ ઉપાયનો ઉપયોગ કરવાની જ‚ર છે. આજનો જમાનો કંઈક અલગ કરવાનો છે. ગણેશજીએ કંઈક અલગ કરી બતાવ્યું, જેથી તે પૂજનીય બન્યા. સ્પર્ધાના આ યુગમાં આગળ આવવા આજના યુવાને આવી બુદ્ધિમત્તા વાપરવી જોઈએ. ચીલાચાલુ રસ્તા છોડીને સફળતાનો બીજો માર્ગ પકડો. માત્ર બુદ્ધિ વાપરો અને સફળ થાવ.

(2) નિષ્ઠા રાખો, પ્રામાણિકતા કેળવો : ગણેશજી શીખવે છે કે નિષ્ઠા રાખો અને પ્રામાણિકતાથી કાર્ય કરો. સફળતા મળશે. પાર્વતીજીએ ગણેશજીને દ્વારપાળનું કામ સોંપ્યું તો ગણેશજીએ જીવનના અંત સુધી તે ઈમાનદારીપૂર્વક નિભાવ્યું. અંતે શંકર ભગવાને ઝૂકવું પડ્યું અને ગણેશજીને પુન: જીવિત કરી તેમને વિઘ્નહર્તા બનાવ્યા.

આજના યુગના યુવાનોએ તેમને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક પૂરી કરવી જોઈએ. આજના જમાનામાં નિષ્ઠા, મહેનત અને પ્રામાણિકતા સફળતાનો મૂળ મંત્ર છે.

(3) : ગણેશજીનું સ્માર્ટ વર્ક જ તેમને પૂજનીય બનાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિથી, બુદ્ધિથી સરસ રીતે કામ પાર પાડવું એ ગણેશજીની વિશેષતા છે. આજના યુવાને પણ ધૈર્ય પૂર્વક સ્માર્ટ વર્ક કરી સફળતા મેળવવી જોઈએ. કામમાં સ્વચ્છતા હશે તો સફળતા મળતાં વાર નહિ લાગે.
(4) વ્યવહારિક કુશળતા : ગણપતિ પાસે અદ્ભુત વ્યવહારિક કુશળતા છે. તેમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે કે એક બાજુ સફળતા અને બીજી બાજુ સમૃદ્ધિ આ બંને વચ્ચે તાલમેલ બેસાડવાથી જ વ્યક્તિ સફળ થાય છે. કહેવાનો મતલબ સફળતા મળ્યા બાદ વ્યવહાર બદલાવો જોઈએ નહિ. યુવાનો માટે મહેનત સાથે સારો વ્યવહાર પણ ખૂબ જ‚રી છે. જો વ્યવહારમાં કુશળતા નહિ હોય તો સફળતા વધારે ટકશે નહિ. તેથી ગણેશજી જેવું સંતુલન રાખતાં આજના યુવાનોએ શીખવું જોઈએ.

ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર


કહેવાય છે કે એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો. આથી બંને ભાઈ માતા-પિતા પાસે ગયા. માતા-પિતાએ કહ્યું અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે. આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો. આથી કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે કોઈ વ્યક્તિ માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીનો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્ર્વકર્માજીની બે પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીનાં લગ્ન થયાં.

ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર

કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું છે. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા. આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પ્ના કરી ત્યારે બ્રાએ ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખાવવાનું સૂચન કર્યુ. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિ તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા. વિશેષતા એ છે કે ગણપતિએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ, સામે વેદવ્યાસે શરત મૂકી કે ગણેશ સમજ્યા વિના ન લખે. તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદ વ્યાસે અઘરા શ્ર્લોક મૂક્યા છે, જેથી શ્ર્વાસ લેવાનો સમય મળે.

ગણેશજીનાં અનેક વાહનો...

એક માન્યતા અનુસાર ગણેશનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતાં રહ્યાં છે. સત્યયુગમાં ગણેશને દસ હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતા યુગમાં તેમને છ હાથ અને વાહન મોર હતું. દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને ચાર ભુજા હતી અને કળિયુગમાં તેમના બે હાથ અને મૂષક તેમનું વાહન થયો. સત્યયુગ અને ત્રેતાયુગમાં ‘વિનાયક’ અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ‘ગજાનન’ કહેવાયા.
ઉંદર તેમનું વાહન કઈ રીતે બન્યો?


એવું કહેવાય છે કે, પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો એક સરસ આશ્રમ હતો. તેમની પત્ની અત્યંત સુંદર, સ્વ‚પવાન અને મોહક હતી. તેનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડાં લેવા જંગલમાં ગયા.

મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી. તે વખતે કૌંચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો. તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. ઋષિએ ગંધર્વને શાપ આપતાં કહ્યું કે તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે, આથી તું મૂષક (ઉંદર) બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ. ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માંગી. આથી ઋષિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ નહીં જાય. પણ દ્વાપર યુગમાં ગણપતિનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે.

વ્યક્તિત્વ આકર્ષક અને આકાર પ્રેરણાદાયી

શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શ‚આત કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરશે તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહિ આવે. આથી ગણપતિને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષક છે જ પણ તેમનો આકાર અને તેમનાં અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે.

ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણે સારા વિચારો કરીએ, વધારેમાં વધારે શીખીએ. વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. મોટું માથું એટલે જ્ઞાનથી ભરપૂર. આપણા દરેક અંગ કરતાં જ્ઞાન‚પી મસ્તક મોટું હોવું જોઈએ. ગણેશજીની નાની પણ વેધક, અણિયાળી આંખો કહે છે કે આપણે દિશાહીન થવાનું નથી પણ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર અને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે. દરેક કામ ઝીણવટથી કરી બાજ જેવી નજર રાખવી કે જેથી સમય પહેલાં સંકટોને નિહાળી શકાય. ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાના બુદ્ધિ-ચાતુર્યથી કામ લો. ગણેશજીનું લાબું નાક (સૂંઢ) હમેશાં આજુબાજુના વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે. ગણેશજીનું મોટું પેટ કહે છે કે આપણે સારું ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ. ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક-વિતર્કમાં નંબર વન છે. તેનું કતરણ દુનિયામાં બેજોડ છે. મૂષકના આ ગુણે જ તેને ગણપિતનું વાહન બનાવ્યો છે. આ જ રીતે ગણેશજીનું આંતરિક ‚પ પણ એટલું જ પ્રેરણાદાયી છે.
  

30 ઑગસ્ટ, 2014

જાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર

જાણો ગણપતિના મુખ્ય બાર નામ અને ચાર અવતાર



શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિ ને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

શ્રી ગજાનનનું હાથીનું મસ્ત્ક વિશાળતા સુચવે છે. માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુધ્ધિશાળી ગણાય છે. જો માનવ બુધ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્યથ વિકાસ સાધી શકે. હાથીના કાન સૂપડા જેવા હોય છે. અર્થાત અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દયે છે અને કચરો ધુળ વગરે ને બહાર ફેકી દયે છે તેજ રીતે કાન ઉપર અથડાતા સત્યુ-અસત્યનની વાતોમાંથી સત્યફ વાતોનું જ શ્રવણ કરવું. શ્રી ગજાનન તેના હાથીના મસ્તસકની ઝીણીઆંખો દ્વારા સમસ્તી સંસારને ખુબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્મકમાં સૂક્ષ્મ વસ્તું પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી. હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્તુૂઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્યણનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્વંજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે. ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્યનવી વસ્તુ ઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે. આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિધ્ધિસિધ્ધીણના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્ધીય પણ સાંપડે છે.
 
શ્રી ગણેશ સ્તુતિ



જયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે.
પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય....
લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય....
ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....
બ્રહ્માદિક સુરધ્યાવત મન મેં, ઋષિ મુનિ ગણ સબ દાસ તુમ્હારે. જય....
બ્રહ્માનન્દ સહાય કરો નિત, ભક્તજનોં કે તુમ રખવારે. જય....

શ્રી ગણેશ સ્તુતિ (૨)

ગાઇએ ગણપતિ જગવંદન. શંકર સુવન ભવાનીનન્દન
સિદ્ધિ સદન ગજવદન વિનાયક. કૃપાસિન્ધુ સુંદર સબ લાયક
મોદક પ્રિય મુદ મંગલદાતા. વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા
માંગત તુલસીદાસ કર જોરે. વસહિં રામસિય માનસ મોરે


શુભમ્‌ ભૂયાત

સિંદૂરી મૂર્તિ વાલો વિષધર સિર પે ચંદ કી કોલ વાલો.
હત્તી સી સૂંડ વાલો ભૂખ હરિ દુર્વા એકલા દાંત વાલો.
લાડૂ અંકુશ વાલો વરદ પરશુ હે પાર્વતી શંભુ વાલો.
સિદ્ધિ સેવી દુંદાલો સકલ ભય હરે ચાર તો હાથ વાલો.


શ્રી ગણપતિ વંદના

ખર્વં સ્થૂલતનું ગજેન્દ્રવદનં લંબોદર સુન્દરં
પ્રસ્યન્દન્મદગન્ધલુબ્ધમધુપાયાલોલગણ્ડસ્થલમ્‌.
દન્તાઘાતવિદારિતારિરુધિરૈઃ સિન્દૂરશોભાકરં
વન્દે શેલસુતાસુતં ગણપતિં સિદ્ધપદં કામદમ્‌

મંત્રપુષ્પાંજલિ

યજ્ઞેન યજ્ઞમયજન્ત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્‌.
તે હ નાકં મહિમાનઃ સચન્ત યત્ર પૂર્વે સાધ્યાઃ સન્તિ દેવાઃ
રાજાધિરાજાય પ્રસહ્યસાહિને નમો વયં વૈશ્રવણાય કુર્મહે.
સ મે કામાન કામકામાય મહ્યં કામેશ્વરો વૈશ્રવણો દદાતુ
કુબેરાય વહશ્રવણાય મહારાજાય નમઃ.
ૐ સ્વસ્તિ સામ્રાજ્યં ભૌજ્યં સ્વરાજ્યં વૈરાજ્યં પારમેષ્તયં રાજ્યં
મહારાજ્યમાધિપત્મયં સમંતપર્યાયી સ્યાત્‌ સાર્વભૌમ સાર્વાયુષ આંતાદાપરાર્ધાત્‌
પૃથિવ્યૈ સમુદ્રપર્યન્તાયા એકરાડિતિ તદપ્યેષ
શ્લોકોઽભિગીતો મરુતઃ પરિવેષ્ટારો મરુતસ્યાવસન ગૃહે
આવિક્ષિતસ્ય કામપ્રેર્વિશ્વેદેવાઃ સભાસદ ઇતિ 
 
 HSC SEM-1 

29 ઑગસ્ટ, 2014

GANESH CHATURTHI

HAPPY GANESH CHATURTHI
SEE ME IN MY EYE


!…ગણેશજીના રૂપો અનેક…!
ganesha_symbolism1
ગણેશજી છે, કર્તા-હર્તા
એ તો સૌના વિગ્નહર્તા
બુધ્ધિનાં સ્વામી છે,
રિધ્ધિ-સિધ્ધિનાં સ્વામી છે,
lord ganesha 
લાભ-શુભનું પ્રતિક છે,
નમ્રતાનું પ્રતિક છે,

મુષક જેનું વાહન છે,
શુભ ઘડીમાં પ્રથમ આહવાન
GANESH JI 
મસ્તક જેનું હાથીનું
યુધ્ધમાં છે. મહારથી,

શિવ-શિવાનો દુલારો છે,
પ્યારો એને મોદક છે,

નંદી-ગણોમાં રાજા છે,
જગ આખાનો મહારાજા છે,

દેવોમાં પ્રથમ પૂજ્ય એવા,
બિરાજો સૌના દિલમાં સુક્ષ્મ સ્વરૂપે 

 
 

ગણેશજીના આ 3 મંત્ર જે 7 દિવસમાં તમારુ નસીબ બદલી નાખશે

ganesh puja
જ્યારે જીવનમાં ચારે બાજુ સંકટ હોય અને તેમાથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાય તો ગૌરીપુત્ર ગજાનનની આરાધના તરત જ ફળ આપે છે. ભગવાન ગણેશની સાત્વિક સાધનાઓ એકદમ સરળ અને પ્રભાવી હોય છે. જેમા વધુ વિધિ વિધાનની પણ જરૂર નથી હોતી ફક્ત મનમાં ભાવ હોવા માત્રથી ગણેશ પોતાના ભક્તને દરેક સંકટમાંથી બહાર કાઢે છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ બતાવે છે. 
ગણેશ ગાયત્રી મંત્ર 
ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।
 
આ ગણેશ ગાયત્રી મંત્ર છે. આ મંત્રનો રોજ શાંત મનથી 108 વાર જાપ કરવાથી ગણેશજીની કૃપા થાય છે. સતત 11 દિવસ સુધી ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના પૂર્વ કર્મોનુ ખરાબ ફળ ખતમ થઈ જાય છે અને ભાગ્ય તેની સાથે થઈ જાય છે. 
તાંત્રિક ગણેશ મંત્ર 
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।
ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।
આમ તો આ એક તાંત્રિક મંત્ર છે જેની સાધનામાં કેટલીક ખાસ વસ્તુઓ પર ધ્યાન આપવુ પડે છે. પણ રોજ સવારે મહાદેવજી, પાર્વતીજી અને ગણેશજીની પુજા કર્યા બાદ આ મંત્રનો 108 વખત જાપ કરવાથી વ્યક્તિના સમસ્ત સુખ-દુખ તરત જ ખતમ થઈ જાય છે. પણ આ મંત્રના પ્રયોગના સમયે વ્યક્તિને પુર્ણ સાત્વિકતા રાખવાની હોય છે અને ગુસ્સો, માંસ, મદિરા પરસ્ત્રી સાથે સંબંધોથી દૂર રહેવાનુ હોય છે. 
ગણેશ કુબેર મંત્ર 
ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।
જો વ્યક્તિ પર ખૂબ જ કર્જ વધી ગયુ હોય અને આર્થિક મુશ્કેલીઓ વારંવાર પરેશાન અને દુખી કરવા માંડે ત્યારે ગણેશજીની પૂજા કર્યા પછી ગણેશ કુબેર મંત્રનો નિયમિત રૂપે જાપ કરવાથી વ્યક્તિનુ કર્જ ભરપાઈ કરવાની શરૂઆત થઈ જાય છે અને ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે જેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે. 
  
 What is Jan Dhan Yojana  ?
 

28 ઑગસ્ટ, 2014

GPSC Math - Simple Interest / સાદુ વ્યાજ in Gujarati (Part - 1) & Reasoning Dise-Cube-Video



GPSC-Class 1&2 Rasoning-Dice ane Cube



લેખકો અને રચનાઓ


આજનો સુવિચાર:- યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. — રસ્કિન
 










મહાત્મા ગાંધીજીના જીવનના અગિયાર મંત્રો

ગાંધીજી વિશે  જેટલુ જાણો એટલુ ઓછુ છે. મહાત્મા ગાંધીજી આટલા મહાન હોવા છતા આટલા સંયમી કેવી રીતે હતા, તેમને પોતાનું જીવન સાદગીથી કેવી રીતે વીતાવ્યુ, આવા અનેક પ્રશ્નો તમારા મનમાં થતા હશે. ગાંધીજીના આદર્શ જીવનનું રહસ્ય તેમને પોતાના જીવનમાં અપનાવેલ 11 મંત્રોમાં છુપાયેલુ છે. જે માનવી જીવનમાં આ મંત્રો અપનાવી શકે છે તે એક સફળ માનવી બની શકે છે.

મહાત્મા ગાંધીજીના જીવનના અગિયાર મંત્રો

સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.

અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

અભય : નીડર રહેવું, નીડર બનવું.

સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.

સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.

સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.

 લેખકો અને રચનાઓ

સાહિત્ય-જનરલ નોલેજ 
  • અકબરનામા – અબ્‍દુલ ફઝલ

  • અભિજ્ઞાનશાકુંતલ – કાલિદાસ

  • અનટોલ્‍ડ સ્‍ટોરી – બી. એન. કૌલ

  • અવર ફિલ્‍મ્સ, ધેર ફિલ્‍મ્‍સ – સત્‍યજિત રે

  • આઇન-એ-અકબરી – અબુલ ફઝલ

  • આઝાદી – ચમન ન્‍હાલ

  • આનંદમઠ – બંકિમચંદ્ર ચેટરજી

  • ઇન્ડિયા થ્રુ એઇસજી – જદુનાથ સરકાર

  • ઇન્ડિયા ફ્રૉમ કર્ઝન ટુ નેહરુ ઍન્‍ડ આફ્ટર – દુર્ગાદાસ

  • ઉર્વશી – દિનકરજી

  • ઉત્તરરામચરિત – ભવભૂતિ

  • કામસૂત્ર – વાત્‍સયાયન

  • કાદંબરી – બાણભટ્ટ

  • કુમારસંભવ – કાલિદાસ

  • કૂલી – મુલ્‍કરાજ આનંદ

  • ગણદેવતા – તારાશંકર બંદોપાધ્‍યાય

  • ગાઇડ – આર. કે. નારાયણ

  • ગ્લિમ્‍પસીસ ઑફ વર્લ્‍ડ હિસ્‍ટ્રી – પંડિત જવાહરલાલ નેહરુ

  • ગીતા પ્રવચનો – વિનોબા ભાવે

  • ગીતા રહસ્‍ય – બાળ ગંગાધર ટિળક

  • ગીતાંજલી – રવીન્‍દ્રનાથ ટાગોર

  • ગોદાન – પ્રેમચંદજી

  • ચરકસંહિતા – ચરક ઋષિ

  • જજમેન્‍ટ – કુલદીપ નાયર

  • ટુ સર્વોદય – જયપ્રકાશ નારાયણ

  • નાટ્યશાસ્‍ત્ર – ભરતમુનિ

  • પંચતંત્ર – પંડિત વિષ્‍ણુ શર્મા

હિતોપદેશ – પંડિત વિષ્‍ણુ શર્મા
પ્રથમ પ્રતિશ્રુતિ – આશાપૂર્ણાદેવી
પ્રિઝન ડાયરી – જયપ્રકાશ નારાયણ
પ્રાચીન સાહિત્‍ય – રવીન્‍દ્રનાથ ટાગોર
પેસેજ ટુ ઇંગ્‍લૅન્‍ડ – નીરદ સી. ચૌધરી
બાબરનામા – બાબર
ભારતમાં અંગ્રેજી રાજ – પંડિત સુન્‍દરલાલ
મધુશાલા – ડૉ. હરિવંશરાય બચ્‍ચન
મહારાજા – દિવાન જર્મનીદાસ
રસ સિદ્ઘાંત – ડૉ. નગેન્‍દ્ર
રામાયણ – મહર્ષિ‍ વાલ્‍મીકિ
સત્‍યના પ્રયોગો – મહાત્‍મા ગાંધી
શૃંગારશતક – ભર્તૃહરી
રામચરિતમાનસ – તુલસીદાસ
રોઝિઝ ઇન ડિસેમ્‍બર – એમ. સી. ચાગલા
લાઇફ ડિવાઇન – મહ‍ર્ષિ‍ અરવિંદ
વી ધ પીપલ – નાની પાલખીવાલા
વ્‍હીલ ઑફ હિસ્‍ટ્રી – ડૉ. રામમનોહર લોહિયા
સર્વોદય દર્શન – દાદા ધર્માધિકારી
સેતાનિક વર્સિઝ – સલમાન રશ્‍દી
હંગરી સ્‍ટોન્‍સ – રવીન્‍દ્રનાથ ટાગોર
ડિસ્‍કવરી ઑફ ઇન્ડિયા – પંડિત જવાહરલાલ નહેરુ
તાઓ ઉપનિષદ – આચાર્ય રજનીશ
નિર્મલા – પ્રેમચંદજી
ન હન્‍તયે – મૈત્રેયીદેવી
દેવદાસ – શરદચંદ્ર
હિન્‍દુ વ્‍યૂ ઑફ લાઇફ – ડૉ. રાધાકૃષ્‍ણન્
રસ્વતીચંદ્ર – ગોવર્ધનરામ ત્રિપાઠી
નિશીથ – ઉમાશંકર જોષી
દુર્ગેશ નન્દિની – બંકિમચંદ્ર ચેટરજી
ભગવદ્ ગીતા – વેદ વ્‍યાસ
મહાભારત – વેદ વ્‍યાસ
માનવીની ભવાઇ – પન્નાલાલ પટેલ

27 ઑગસ્ટ, 2014

આજનો વિચાર

  1. સત્યોનો સૌથી શક્તિશાળી મિત્ર છે  સમય .
  2. સત્યનો સૌથી શક્તિશાળી દુશ્મન છે પૂર્વગ્રહ.
જ્ઞાન સપ્તાહ ના સચોટ આયોજન માટે શિક્ષણ વિભાગ નું ઓફીસીઅલ પેજ 

(ઈપીએફઓ)ની મંગળવારે મળેલી બેઠકમાં વ્યાજ દર 8.75 ટકા છે જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ની મંગળવારે મળેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2014-15 માટે પીએફ માટે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અત્યારની વ્યાજ દર 8.75 ટકા છે જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
 
Gujarat Technological University, Ahmedabad 
   CCC EXAMINATION REGISTRATION  

Next Session will be announced shortly on our site ccc.gtu.ac.in

Registration will be opening after the announcement on the website.

 c c c exam websait clik here

 

 


26 ઑગસ્ટ, 2014

સાચી જોડણી

suprabhat

 ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – આપની યાદી
આપની યાદી
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

      - ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 
પરીક્ષામાં જોડણીના પ્રશ્નો પૂછાય છે અહિયાં કેટલીક સાચી જોડણી માટે પ્રયત્ન કરેલ છે 
https://sites.google.com/site/kbp165blogspotcom/home/file/%E0%AA%B8%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%20%E0%AA%9C%E0%AB%8B%E0%AA%A1%E0%AA%A3%E0%AB%80%20.pdf?attredirects=0&d=1
સાચી જોડણી માટે ઉપરની ઈમેજમાં ક્લિક કરો 

સૂર્ય નમસ્કારથી રહો એકદમ ફિટ

અહી બતાવેલ એક્સરસાઈઝના 12 સ્ટેપ્સ સવારે કરો અને આખો દિવસ એનર્જીની સાથે કામ કરો. આ 12 સ્ટેપ્સ સૂર્યની 12 સ્થિતિઓ પર આધારિત છે. તેમા સૌથી પહેલા ઉગતા સૂરજને નમસ્કાર કરો. આ વોર્મિંગ અપ છે. તેને કર્યા બાદ તમે બીજા સ્ટેપ્સ એક પછી એક કરો. તેને કરવાથી મસલ્સમાં ખેંચ અને રીઢમાં લચીલુપન આવે છે. આ કમરને શેપ આપવા અને પાતળુ કરવામાં પણ મદદ કરે છે.

1. તમારા પગ અને પંજાને ભેગા કરીને સીધા ઉભા રહો. હથેળીઓને એ રીતે મેળવો જેવી કે તમે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યા હોય. સંતુલન બનાવી મુકો અને આરામથી શ્વાસ લો.

2. હવે શ્વાસ ખેંચીને હથેળીઓ જોડીલે રાખીને હાથ ઉપરની તરફ લઈ જાવ, કમર અને જાંઘમાં ખેંચ અનુભવ કરતા અને હાથને જોડતા જેટલુ શક્ય હોય તેટલા પાછળની તરફ ખેંચો. પગને સીધા મુકો અને ગરદન પણ એકદમ સીધી રાખો.

3. શ્વાસ છોડીને સામેની બાજુ નમો, તમારી હથેળીઓને પંજાની જેમ જમીન પર ટેકવો. તમારો ચેહરો ઘૂંટણની સામે મુકો અને ઘૂંટણ સીધા રાખો. તમારી હથેળીઓ દ્વારા જમીન પર દબાણ નાખવાનો પ્રયત્ન કરો. પછી આરામની મુદ્રામાં પરત આવો.

4. શ્વાસ ખેંચતા જમીન પર બેસેલ વધુ એક પગને વાળતા તમારા હાથની કોણી પાસે લાવો. સામેની તરફ સીધા જુઓ અને એક પગ પાછળની બાજુ ખેંચો, પીઠને પાછળની તરફ ખેંચો. તેના પગના જમીન સાથે અડાવો. પછી આરામની મુદ્રામાં આવો.

5. શ્વાસને રોકતા પગને પાછળની તરફ ખેંચો અને બંને પગને એક સાથે જોડીને મેળવો. હાથને સીધો મુકતા હથેળીઓને દબાવથી શરીરને ઉપર ઉઠાવો. સાથે જ પગના પંજાથી પણ શરીઅને ઉઠાવવામાં સપોટ આપો. શરીરને એક લાઈનમાં સીધો મુકો. નીચેની તરફ માથુ નમાવીને અને તમારા હાથને વચ્ચે જુઓ.

6. શ્વાસ છોડો, તમારી કોણીને વાળીને માથાને જમીન સાથે અડાવો, હથેળીઓ અને પંજા પર શરીરનો ભાર નાખતા શરીઅને સાચવો. પહેલા ઘૂંટણ પછી છાતીને જમીન સાથે અડાવો. પછી માથાને પણ જમીન સાથે અડાડો. પંજાને જમીન પર ટકાવતા નિતંબને થોડા ઉઠાવવાનો પ્રયત્ન કરો.

7. શ્વાસ ખેંચતા હથેળીઓના પ્રેશરથી કમર સુધી શરીરને ઉપર ઉઠાવો, પંજા, ઘૂંટણ અને પેટ જમીનથી અડાવો. પીઠ પર ખેંચ અનુભવ થશે અને પંજાની મદદથી શરીરને પાછળની તરફ ખેંચો.

8. શ્વાસ છોડતા નિંતબને ઉઠાવો. હથેળીઓ સામેની બાજુ જમીન પર અડેલી હોય અને પગને પંજાની મદદથી જાંઘને ઉઠાવતા ખેંચો. ઘૂંટણ સીધા મુકો, ગરદન અંદરની તરફ નમાવીને અને ચેહરાને પોતાના ઘૂંટણની સામે મુકો. આ સ્થિતિ એકદમ 'વી' શેપમાં હોવી જોઈએ.

9. શ્વાસ ખેંચીને જમીન પર બેસો. હાથને સીધા મુકતા હથેળીને જમીન પર મુકો. એક પ્ગને પાછળની તરફ ખેંચો અને એક પગને વાળીને તમારી સામે કોણીથી અડાવીને બંને હથેળીઓની વચ્ચે રાખો. સામેની બાજુ મુકો. પાછળના પગના ઘૂંટણ જમીનને અડેલો હોવો જોઈએ.


10. સીધા ઉભા થઈ જાવ. શ્વાસ છોડીને તમારી બંને હથેળીઓને જમીન પર ટકાવીને નમો. હવે તમારો એક પગ હથેળીઓની વચ્ચે રાખ્કો અને એક પગ આગળવાળા પગથી થોડો દૂર પાછળ મુકો.

11. શ્વાસ ખેંચતા બંને પંજા, પગને મેળવો અને સામેની બાજુ થોડા નમીને હાથને સામેની બાજુ ખેંચતા ખોલો. એ રીતે જે રીતે તમે હાથ વડે કોઈ સામાનને પુશ કરી રહ્યા હોય. નીચેની તરફ જુઓ. માથુ કોણીથી અડાવીને મુકો.

12. સીધા ઉભા રહી જાવ અને શ્વાસ છોડો. હાથને ઢીલા છોડી દો. આરામથી શ્વાસ લો.

Get Update Easy