HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 ઑગસ્ટ, 2014

યુવા ગણેશના યુવાનો માટેના ફંડા

આજનો સુવિચાર :-
કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે.
- પૂ. પાંડુરંગ શાસ્ત્રી 


યુવા ગણેશના યુવાનો માટેના ફંડા


આધુનિક અને કોમ્પિટિશનના યુગમાં આજના યુવાનોને જાગૃતિ, એકાગ્રતા, બુદ્ધિ મેળવવા ગણેશજીને યાદ કરવા પડે. ગણેશજી આજના યુવાનોને ઘણું બધું શીખવે છે. આજના જમાનામાં ગણપતિના માર્ગે યુવાનો ટોપ સુધી પહોંચી શકે છે.

(1) બુદ્ધિથી મળે કામયાબી : ‘એક આઈડિયા જો બદલ દે આપકી જિંદગી.’ આજે માત્ર એક આઈડિયાનો જમાનો છે. બિલ ગેટ્સના માત્ર એક આઈડિયાએ તેને વિશ્ર્વનો ધનાઢ્ય બનાવ્યો. ગણેશજીએ પણ માત્ર પોતાની બુદ્ધિથી - એક વિચારથી જીત મેળવી હતી. તેમના વિવાદનો પ્રસંગ તમને યાદ જ છે ને!જ્યારે તેમનાં માતાપિતાએ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું તો ગણેશજીએ માત્ર આઈડિયાનો જ ઉપયોગ કર્યો. કાર્તિકેય તો બુદ્ધિ વાપર્યા વિના પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા પણ ગણેશજીએ માતાપિતાનું પૂજન કર્યું અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી અને જીતી ગયા. આજના વિદ્યાર્થીઓએ ગણેશજીના આ ઉપાયનો ઉપયોગ કરવાની જ‚ર છે. આજનો જમાનો કંઈક અલગ કરવાનો છે. ગણેશજીએ કંઈક અલગ કરી બતાવ્યું, જેથી તે પૂજનીય બન્યા. સ્પર્ધાના આ યુગમાં આગળ આવવા આજના યુવાને આવી બુદ્ધિમત્તા વાપરવી જોઈએ. ચીલાચાલુ રસ્તા છોડીને સફળતાનો બીજો માર્ગ પકડો. માત્ર બુદ્ધિ વાપરો અને સફળ થાવ.

(2) નિષ્ઠા રાખો, પ્રામાણિકતા કેળવો : ગણેશજી શીખવે છે કે નિષ્ઠા રાખો અને પ્રામાણિકતાથી કાર્ય કરો. સફળતા મળશે. પાર્વતીજીએ ગણેશજીને દ્વારપાળનું કામ સોંપ્યું તો ગણેશજીએ જીવનના અંત સુધી તે ઈમાનદારીપૂર્વક નિભાવ્યું. અંતે શંકર ભગવાને ઝૂકવું પડ્યું અને ગણેશજીને પુન: જીવિત કરી તેમને વિઘ્નહર્તા બનાવ્યા.

આજના યુગના યુવાનોએ તેમને મળેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાપૂર્વક પૂરી કરવી જોઈએ. આજના જમાનામાં નિષ્ઠા, મહેનત અને પ્રામાણિકતા સફળતાનો મૂળ મંત્ર છે.

(3) : ગણેશજીનું સ્માર્ટ વર્ક જ તેમને પૂજનીય બનાવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિથી, બુદ્ધિથી સરસ રીતે કામ પાર પાડવું એ ગણેશજીની વિશેષતા છે. આજના યુવાને પણ ધૈર્ય પૂર્વક સ્માર્ટ વર્ક કરી સફળતા મેળવવી જોઈએ. કામમાં સ્વચ્છતા હશે તો સફળતા મળતાં વાર નહિ લાગે.
(4) વ્યવહારિક કુશળતા : ગણપતિ પાસે અદ્ભુત વ્યવહારિક કુશળતા છે. તેમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. એટલે કે એક બાજુ સફળતા અને બીજી બાજુ સમૃદ્ધિ આ બંને વચ્ચે તાલમેલ બેસાડવાથી જ વ્યક્તિ સફળ થાય છે. કહેવાનો મતલબ સફળતા મળ્યા બાદ વ્યવહાર બદલાવો જોઈએ નહિ. યુવાનો માટે મહેનત સાથે સારો વ્યવહાર પણ ખૂબ જ‚રી છે. જો વ્યવહારમાં કુશળતા નહિ હોય તો સફળતા વધારે ટકશે નહિ. તેથી ગણેશજી જેવું સંતુલન રાખતાં આજના યુવાનોએ શીખવું જોઈએ.

ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર


કહેવાય છે કે એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો. આથી બંને ભાઈ માતા-પિતા પાસે ગયા. માતા-પિતાએ કહ્યું અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે. આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો. આથી કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે કોઈ વ્યક્તિ માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે. ગણેશજીનો આ તર્ક સૌએ સ્વીકાર્યો અને વિશ્ર્વકર્માજીની બે પુત્રી રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગણેશજીનાં લગ્ન થયાં.

ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર

કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી, પણ તેનું આલેખન ગણેશજીએ કર્યું છે. એવું પણ કહેવાય છે કે ભગવાન પરશુરામ સાથેના યુદ્ધ દરમિયાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. ત્યાર પછી ગણેશજીએ એ તૂટેલા દાંત વડે મહાભારતનો ગ્રંથ લખ્યો. મહર્ષિ વેદવ્યાસ ત્વરિત રચના કરનારા કવિ હતા. આથી તેમણે જ્યારે મહાભારતની રચના કરવાની કલ્પ્ના કરી ત્યારે બ્રાએ ત્વરિત લેખન થાય તે માટે ગણેશજી પાસે લખાવવાનું સૂચન કર્યુ. આમ મહર્ષિ વેદવ્યાસ મહાભારત બોલતા ગયા અને ગણપતિ તે લખતા ગયા. આથી ગણેશજી પૃથ્વીના પહેલા સ્ટેનોગ્રાફર પણ બની ગયા હતા. વિશેષતા એ છે કે ગણપતિએ શરત કરેલી કે એમની કલમ થોભવી ન જોઈએ, સામે વેદવ્યાસે શરત મૂકી કે ગણેશ સમજ્યા વિના ન લખે. તેથી મહાભારતમાં થોડા થોડા અંતરે વેદ વ્યાસે અઘરા શ્ર્લોક મૂક્યા છે, જેથી શ્ર્વાસ લેવાનો સમય મળે.

ગણેશજીનાં અનેક વાહનો...

એક માન્યતા અનુસાર ગણેશનું સ્વરૂપ અને વાહનો પણ બદલાતાં રહ્યાં છે. સત્યયુગમાં ગણેશને દસ હાથ હતા અને તેમનું વાહન સિંહ હતું. ત્રેતા યુગમાં તેમને છ હાથ અને વાહન મોર હતું. દ્વાપર યુગમાં તેમનું મુખ હાથીનું અને તેમને ચાર ભુજા હતી અને કળિયુગમાં તેમના બે હાથ અને મૂષક તેમનું વાહન થયો. સત્યયુગ અને ત્રેતાયુગમાં ‘વિનાયક’ અને દ્વાપર તથા કળિયુગમાં ગણેશજી ‘ગજાનન’ કહેવાયા.
ઉંદર તેમનું વાહન કઈ રીતે બન્યો?


એવું કહેવાય છે કે, પ્રાચીન સમય દરમિયાન સુમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો એક સરસ આશ્રમ હતો. તેમની પત્ની અત્યંત સુંદર, સ્વ‚પવાન અને મોહક હતી. તેનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ યજ્ઞ માટે લાકડાં લેવા જંગલમાં ગયા.

મનોમયી આશ્રમમાં કામ કરી રહી હતી. તે વખતે કૌંચ નામનો એક દુષ્ટ ગંધર્વ આશ્રમમાં આવ્યો અને તેણે ઋષિની પત્ની મનોમયીનો હાથ પકડી લીધો. તે જ સમયે ઋષિ પણ ત્યાં આવી પહોંચ્યા. ઋષિએ ગંધર્વને શાપ આપતાં કહ્યું કે તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડ્યો છે, આથી તું મૂષક (ઉંદર) બનીને આ ધરતી પર અવતાર પામીશ અને જિંદગીભર ચોરી કરીને પેટ ભરીશ. ઋષિના આ શાપથી ગંધર્વ ગભરાઈ ગયો અને તેણે ક્ષમા માંગી. આથી ઋષિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ નહીં જાય. પણ દ્વાપર યુગમાં ગણપતિનો જન્મ થશે ત્યારે તું તેમનું વાહન બની જઈશ, જેથી દેવગણ અને લોકો પણ તારું સન્માન કરવા લાગશે.

વ્યક્તિત્વ આકર્ષક અને આકાર પ્રેરણાદાયી

શંકર ભગવાને ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે વ્યક્તિ કોઈ પણ કાર્યની શ‚આત કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરશે તેના કામમાં કોઈ પણ વિઘ્ન નહિ આવે. આથી ગણપતિને વિઘ્નહર્તા પણ કહેવાય છે. ગણેશજીનું વ્યક્તિત્વ તો આકર્ષક છે જ પણ તેમનો આકાર અને તેમનાં અંગો પણ પ્રેરણાદાયી અને ઉપદેશક છે.

ગણેશજીનું મોટું માથું કહે છે કે આપણે સારા વિચારો કરીએ, વધારેમાં વધારે શીખીએ. વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. મોટું માથું એટલે જ્ઞાનથી ભરપૂર. આપણા દરેક અંગ કરતાં જ્ઞાન‚પી મસ્તક મોટું હોવું જોઈએ. ગણેશજીની નાની પણ વેધક, અણિયાળી આંખો કહે છે કે આપણે દિશાહીન થવાનું નથી પણ એકાગ્રતા મેળવી આપણી આંખને માત્ર અને માત્ર લક્ષ્ય પર કેન્દ્રિત કરવાની છે. દરેક કામ ઝીણવટથી કરી બાજ જેવી નજર રાખવી કે જેથી સમય પહેલાં સંકટોને નિહાળી શકાય. ગણેશજીના મોટા કાન કહે છે કે સૌનું સાંભળો અને પોતાના બુદ્ધિ-ચાતુર્યથી કામ લો. ગણેશજીનું લાબું નાક (સૂંઢ) હમેશાં આજુબાજુના વાતાવરણને સૂંઘી પરિસ્થિતિનો અંદાજ મેળવી લે છે. ગણેશજીનું મોટું પેટ કહે છે કે આપણે સારું ખરાબ બધું જ પચાવી જઈએ. સફળતાથી અભિમાન ન આવવું જોઈએ અને નિષ્ફળતાથી હતાશ ન થવું જોઈએ. ગણેશજીનું વાહન ઉંદર પણ તર્ક-વિતર્કમાં નંબર વન છે. તેનું કતરણ દુનિયામાં બેજોડ છે. મૂષકના આ ગુણે જ તેને ગણપિતનું વાહન બનાવ્યો છે. આ જ રીતે ગણેશજીનું આંતરિક ‚પ પણ એટલું જ પ્રેરણાદાયી છે.
  

Get Update Easy