HAPPY GANESH CHATURTHI
SEE ME IN MY EYE |
!…ગણેશજીના રૂપો અનેક…!
ગણેશજી છે, કર્તા-હર્તા
એ તો સૌના વિગ્નહર્તા
બુધ્ધિનાં સ્વામી છે,
રિધ્ધિ-સિધ્ધિનાં સ્વામી છે,
લાભ-શુભનું પ્રતિક છે,
નમ્રતાનું પ્રતિક છે,
મુષક જેનું વાહન છે,
શુભ ઘડીમાં પ્રથમ આહવાન
મસ્તક જેનું હાથીનું
યુધ્ધમાં છે. મહારથી,
શિવ-શિવાનો દુલારો છે,
પ્યારો એને મોદક છે,
નંદી-ગણોમાં રાજા છે,
જગ આખાનો મહારાજા છે,
દેવોમાં પ્રથમ પૂજ્ય એવા,
બિરાજો સૌના દિલમાં સુક્ષ્મ સ્વરૂપે
જ્યારે જીવનમાં ચારે બાજુ સંકટ હોય અને
તેમાથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાય તો ગૌરીપુત્ર ગજાનનની આરાધના તરત જ
ફળ આપે છે. ભગવાન ગણેશની સાત્વિક સાધનાઓ એકદમ સરળ અને પ્રભાવી હોય છે.
જેમા વધુ વિધિ વિધાનની પણ જરૂર નથી હોતી ફક્ત મનમાં ભાવ હોવા માત્રથી ગણેશ
પોતાના ભક્તને દરેક સંકટમાંથી બહાર કાઢે છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ બતાવે
છે.
ગણેશ ગાયત્રી મંત્ર
ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।
આ ગણેશ ગાયત્રી મંત્ર છે. આ મંત્રનો રોજ
શાંત મનથી 108 વાર જાપ કરવાથી ગણેશજીની કૃપા થાય છે. સતત 11 દિવસ સુધી ગણેશ
ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના પૂર્વ કર્મોનુ ખરાબ ફળ ખતમ થઈ જાય
છે અને ભાગ્ય તેની સાથે થઈ જાય છે.
તાંત્રિક ગણેશ મંત્ર
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।
ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।
આમ તો આ એક તાંત્રિક મંત્ર છે જેની
સાધનામાં કેટલીક ખાસ વસ્તુઓ પર ધ્યાન આપવુ પડે છે. પણ રોજ સવારે મહાદેવજી,
પાર્વતીજી અને ગણેશજીની પુજા કર્યા બાદ આ મંત્રનો 108 વખત જાપ કરવાથી
વ્યક્તિના સમસ્ત સુખ-દુખ તરત જ ખતમ થઈ જાય છે. પણ આ મંત્રના પ્રયોગના સમયે
વ્યક્તિને પુર્ણ સાત્વિકતા રાખવાની હોય છે અને ગુસ્સો, માંસ, મદિરા
પરસ્ત્રી સાથે સંબંધોથી દૂર રહેવાનુ હોય છે.
ગણેશ કુબેર મંત્ર
ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।
જો વ્યક્તિ પર ખૂબ જ કર્જ વધી ગયુ હોય અને
આર્થિક મુશ્કેલીઓ વારંવાર પરેશાન અને દુખી કરવા માંડે ત્યારે ગણેશજીની પૂજા
કર્યા પછી ગણેશ કુબેર મંત્રનો નિયમિત રૂપે જાપ કરવાથી વ્યક્તિનુ કર્જ
ભરપાઈ કરવાની શરૂઆત થઈ જાય છે અને ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે જેનાથી
વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે.
What is Jan Dhan Yojana ?