નાયબ
મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતુ કે ૩પ૦૦૦ જેટલા વર્ગ-૪ના
કર્મચારીઓને ૩પ૦૦ની મર્યાદામાં બોનસ ચુકવવા રાજય સરકારે નિર્ણય લીધો છે.
પંચાયત, બોર્ડ
નિગમને પણ લાભ થશે. તેમણે જાહેરાત કરી હતી કે સફાઇ કામદારોનું નોકરી
દરમિયાન આકસ્મીક મોત થાય તો તેઓને ઉંચક રકમ નહી પરંતુ રહેમરાહે નોકરી
મળશે. તેમણે કહ્યુ હતુ કે, ૧૬ર
નગરપાલિકાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં સફાઇ કામદારો મોટી સંખ્યામાં રોજમદાર
છે તેઓને કાયમી કરવા માટે હવેથી રાજય સરકારની પરવાનગી લેવી નહી પડે. મહેકમ
૪૮ ટકાની મર્યાદામાં કાયમી કરી શકાશે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજયના
આઠ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્રના ધોરણે એક ટકા મોંઘવારી
ભથ્થામાં વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. ૮.ર૦ લાખ જેટલા
કર્મચારીઓ અને પેન્શનરોને ૧-૭-ર૦૧૭થી રોકડમાં મોંઘવારી ભથ્થુ ચુકવવામાં
આવશે. સરકારે કર્મચારી વર્ગની દિવાળી સુધારી દીધી છે.