આજનો વિચાર
- વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ નો ઠરાવ : GUJCETની પરીક્ષા બાબતે
બિન સરકારી અનુદાનિત શાળાઓને ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા બાબતે
ધો-૧૧/૧૨ વિજ્ઞાનપ્રવાહ પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર અંગે
JEE માટે આધાર કાર્ડ ફરજિયાત
આધાર કાર્ડ અને સ્કૂલ રેકર્ડની વિગતોમાં વિસંગતતા હશે તો પણ
ફોર્મ નહીં ભરાય
આધાર કાર્ડ હશે તેવા વિદ્યાર્થીઓ જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડ દ્વારા ૨ એપ્રિલ,૨૦૧૭ના રોજ લેવામાં આવનારી JEE મેઈનની પરીક્ષાના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના નાગરિક હોય તેવા વિદ્યાર્થીઓ પાસે આધાર કાર્ડ હશે તો જ તેઓ JEE મેઈનની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આટલું જ નહીં, વિદ્યાર્થીની સ્કૂલની વિગત અને આધાર કાર્ડની વિગતો મેચ થતી ન હોય તો તે સંજોગોમાં પણ તે પરીક્ષા આપવાથી વંચિત રહી શકે છે. આમ, આગામી ૧ ડિસેમ્બરથી JEEની પરીક્ષા માટે ભરાનાર આવેદનપત્રોને લઈ મુશ્કેલીઓ સામે આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર CBSE બોર્ડ દ્વારા JEE મેઈનની પરીક્ષા ૨ એપ્રિલ, ૨૦૧૭ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ૧ ડિસેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થશે અને ૨ જાન્યુઆરી સુધી ચાલશે. જ્યારે વિદ્યાર્થીઓ ૩ જાન્યુઆરી સુધી ફી જમા કરાવી શકાશે. હવે જ્યારે ૧ ડિસેમ્બરથી વિદ્યાર્થીઓ JEE માટે ઓનલાઈન ફોર્મ ભરશે ત્યારે તેમને નવી સમસ્યાનો સામનો કરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા JEE મેઈનની પરીક્ષા માટે આધાર કાર્ડ ફરજિયાત કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે, વિદ્યાર્થી પાસે આધાર કાર્ડ હશે તો જ તે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત આધાર કાર્ડની વિગત અને સ્કૂલ રેકર્ડની વિગતમાં વિસંગતતા હશે તો પણ તે ફોર્મ ભરી શકશે નહીં. જેના પગલે હવે આવા વિદ્યાર્થીઓએ JEE મેઈનની પરીક્ષા આપવા માટે આધાર કાર્ડ નહીં હોય તો ફરજિયાત આધાર કાર્ડ બનાવવું પડશે. સેન્ટ્રલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અંગે જે સૂચના આપી છે, તેમાં જણાવ્યું છે કે, ભારતના નાગરિક હોય તેવા તમામ ઉમેદવારો પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. જેઈઈ મેઈન-૨૦૧૭ના ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ જેઈઈ મેઈનની વેબસાઈટ પર પોતાનો આધાર નંબર, નામ, જન્મ તારીખ, અને જાતિની વિગત ભરવાની રહેશે, જે આધારના ડેટા સાથે મેચ કરવામાં આવશે. જો આ ડેટા મેચ નહીં થાય તો વિદ્યાર્થી જેઈઈ મેઈનની પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે નહીં. જેથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, આધાર કાર્ડ પર પોતાનું નામ, જન્મ તારીખ અને જાતિની વિગતો સ્કૂલની વિગતો સાથે મેચ થતી હોય તેની ચકાસણી કરી લે. જો આ વિગતોમાં વિસંગતતા હોય તો આધાર કાર્ડ અથવા તો સ્કૂલની વિગત જેમાં સરળતા હોય તેમાં સુધારો કરાવી લેવો.