Joint Entrance Examination (Main) 2017
CENTRAL BOARD OF SECONDARY EDUCATION
Admision Notification-2017 Click Here
મોબાઇલના કારણે કાંડા ઘડિયાળનો યુગ આથમી રહ્યો છે કે પછી... નવી સજાવટ સાથે આવી રહ્યો છે?
કાંડા ઘડિયાળો આજે
પાનના, ચાના ભાવે વેચાઇ રહી છે. ઘડિયાળની આ ક્રાંતિ ચીનના કારણે છે. જે
રીતે મોબાઇલ ફોને ક્રાંતિ કરવા માંડી છે એ ઉપરથી લાગે છે કે ઘડિયાળનો યુગ
આથમવા ભણી છે. જોકે સેલફોન સામે ટકવા માટે ઘડિયાળોના નિર્માતાઓ નવી-નવી
ટેક્નિકવાળી ઘડિયાળો તો બનાવે જ છે
જ્યાં
જાવ ત્યાં આજકાલ કાંડા ઘડિયાળો ઢગલાબંધ મળે છે. ફુટપાથ ઉપર, દુકાનોમાં,
છાપા કે મેગેઝીનની જેમ હાથમાં રાખીને ફેરિયાઓ, ઘડિયાળો વેચાતી હોય છે. એ પણ
મુંબઈ-અમદાવાદમાં કે વડોદરા-સુરત જેવા શહેરોમાં જ નહીં પણ સિંગાપુરથી
માંડી બેંગકોક, દુબઈ, ઇજિપ્ત (કેરો), ન્યુયોર્ક, પેરીસ વગેરેમાં પણ આ
ઘડિયાળો પાનના ભાવે, ચાના ભાવે વેચાઈ છે.ઘડિયાળની આ ક્રાંતિ ચીનના કારણે
છે.અને ઘડિયાળો પાછી કેટલી સસ્તી? એકવાર પહેરીને ફેંકી દો તો પણ મોંઘી ન
પડે!ચીનની પહેલાં સ્વીટ્ઝર્લેન્ડની જ ઘડિયાળો આવતી. જપાન પણ ઊભું થયું એટલે
જપાનની બેત્રણ બ્રાન્ડથી બજાર ભરાવા લાગ્યું.પણ જપાન અને સ્વીટ્ઝર્લેન્ડે
તો ઘડિયાળોમાં જગતને લૂંટયા જ કર્યું હોય એવું ચીને દેખાડી દીઘું. અરે,
ઘડિયાળનો સામાન્ય પટ્ટો પણ રૃા. ૪૦, રૃા. ૫૦, ૬૦, ૧૦૦, ૧૫૦, ૨૩૦, ૩૦૦ સુધી
વેચાતો! જ્યારે ચીને એ પટ્ટાના બાપ જેવા પટ્ટા રૃા. ૧૦ની ઘડિયાળ સાથે આપવા
માંડયા! અને પટ્ટામાં પણ કેવી વિવિધતા! ઘડિયાળોમાં પણ કેવી વિવિધતા! જેમ
કરોડો માણસો છે પણ કોઈના ચહેરા એક-સરખા નથી હોતા... એવી વિવિધતા ચીનની
કરોડો ઘડિયાળોમાં!... લાખો ઘડિયાળ પડી હોય પણ એક જૂઓ અને એક ભૂલો! મગજ ભમી
જાય! રૃા. ૧૦ થી માંડી ૫૦૦ રૃા. સુધીની ચીનની ઘડિયાળો!પાછી બોલતી ઘડિયાળ!
..ટોકીંગ વૉચ! એટલે કે દર કલાકે સમય બોલે અને વચ્ચે જરૃર હોય અને ચાંપ દાબો
એટલે કલાક અને મિનિટ બોલે! મોતીમાં ઘડિયાળ, વીંટીમાં ઘડિયાળ અને કીચેનમાં
પણ ઘડિયાળ!
ખરેખર,
સ્વીટ્ઝર્લેન્ડે અને ઘડિયાળના વેપારીઓએ જનતાને લૂંટી જ છે! ભલે એ ઘડિયાળો
માણસને જિંદગીભર કપડાં ક્યાં કોઈ જિંદગીભર એક જ પહેરે છે? બૂટ-ચપ્પલ પણ કોઈ
એક જ જિદંગીભર પહેરે છે? તો ઘડિયાળ શા માટે પહેરવી?
ચીને તો લોકોને પાંચ, દસ, પંદર ઘડિયાળ રાખતા કરી દીધા છે! જેમ કપડાં બદલો
એમ ઘડિયાળ પણ બદલો!ભારતમાં વચ્ચે એક દસકો એવો આવેલો કે બજારમાં ઘડિયાળ જ ન
મળે! દાણચોરીથી ઘડિયાળો આવે અને છાનામાના વેચવી પડે! ઘડિયાળો પકડવા પણ
દરોડા પડે અને તોડ થાય. એવી દાણચોરીની ઘડિયાળો વેચનારા પણ માલામાલ ત્યારે
થઈ ગયેલા.એ વખતે ભારત સરકારે એના એક કારખાનામાં ઘડિયાળો બનાવવાનું શરૃ
કર્યું અને એચએમટી બ્રાન્ડની એ ઘડિયાળો ઘૂમ વેચાઈ.એચએમટી પાછળ તાતાએ
ઘડિયાળો બનાવવા માંડી. હવે એચએમટી બંધ થઈ ગઈ છે અને તાતા ચારેબાજુ પથરાયેલી
છે. આજે ભારતમાં દર વર્ષે ૪,૪૦,૦૦,૦૦૦ ઘડિયાળો વેચાઈ છે. એ ઘડિયાળોની
કિંમતની માર્કેટ વેલ્યુ લગભગ રૃા. ૩૦,૦૦,૦૦,૦૦,૦૦૦ છે.કાંડા ઘડિયાળ તો પછી
આવી... બાકી પહેલાં ખિસ્સા ઘડિયાળ હતી. ગાંધીજીના એક પ્રતિક તરીકે એવી
ખિસ્સા ઘડિયાળ કેડ ઉપર લટકતી હોય છે.કાંડા ઘડિયાળ સૌપ્રથમ આવી ૧૮૬૮ની
સાલમાં સ્વીટ્ઝર્લેન્ડની પટેક ફિલીપ નામની કંપનીએ એ શોધેલી. શરૃમાં કાંડા
ઘડિયાળ મહિલાઓના એક ઘરેણા તરીકે ઉપયોગમાં લેવાતી હતી.પુરૃષોના કાંડા ઉપર એ
પહેલા વિશ્વયુદ્ધ એટલે ૧૯૧૪ પછી આવી! પુરુષો માટેની કાંડા ઘડિયાળ ૧૯૦૪માં
ફ્રાન્સના બુઈ કાર્ટિયરે બનાવેલી.આપણે ત્યાં પણ પુત્રીને પરણાવતી વખતે
ઘડિયાળ અનિવાર્યપણે આપવાનો રિવાજ હતો. આજે તો પુત્રીઓ દસ વર્ષની થાય કે
ઘડિયાળ પહેરતી થઈ ગઈ છે પણ ત્યારે પુત્રી પરણે પછી જ ઘડિયાળ ભાળતી અને એય
પહેરતી તો કોઈ સારા પ્રસંગે.કોમ્પ્યુટરે જેમ દરેક ક્ષેત્રમાં ક્રાંતિ કરી
છે એમ ઘડિયાળમાં પણ ક્રાંતિ કરી છે. દા.ત. એલજી કંપનીએ ગયા વર્ષે
સેલફોનવાળી ઘડિયાળ બજારમાં મુકી છે. મોબાઈલ ફોન તો ઘડિયાળવાળા આવેજ છે પણ આ
તો ઘડિયાળમાં મોબાઈલ ફોન! આ ફોન ઘડિયાળમાં ૧.૪૩ ઇંચનો સ્ક્રીન છે અને
કેમેરા પણ છે. એ કેમેરા વીડીયો પણ છે અને સ્ટીલ પણ છે. એમાં એમપી૩ પ્લેયર
છે અને બ્લ્યુટુથ પણ છે. ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ ૩૦૦ ડોલરની કિંમતમાં
સેલફોન ઘડિયાળ બજારમાં મુકેલી.જો કે આજકાલ સૌથી મોંઘી ઘડિયાળોમાંની એક
ઘડિયાળ લુઈસ મોઈનેટ મેજીસ્ટ્રીઅલ છે. એની કિંમત ૮,૬૮,૦૦૦ ડોલર છે. (૧ ડોલર
એટલે ૫૦ રૃા.નો હિસાબ ગણવો... જો કે હમણાંથી ૪૫ રૃા. ભાવ છે) એ સ્વીસ
ઘડિયાળ છે પણ એ ૨૦૦૦ વર્ષ પહેલાં ઉલ્કાએ ધરતી પર પાડેલી ખાડામાંથી નીકળેલા
ખનીજોમાંથી બનાવેલી છે.એવી મોંઘી બીજી ઘડિયાળ ડોલર ૮,૦૦,૦૦૦ની કિંમતની છે.
બ્લેસપેઈન ૧૭૮૫ ગ્રેન્ડ કોમ્પલીકેશન નામની એ ઘડિયાળનું કેસ પ્લેટિનમ
ધાતુનું ૨૨ એમએમનું બનાવેલું છે અને એનો પટ્ટો મઘરના ચામડાનો બનાવેલો છે.
(એટલે ૪ કરોડ રૃા. થયા)
ડોલર ૭,૪૦,૦૦૦ની કિંમતની ઘડિયાળ 'બ્રિજેટ' બ્રાન્ડની ખિસ્સા ઘડિયાળ છે. એ
૧૮ કેરેટ સોનાની બનેલી છે. (એટલે રૃા. ૩,૭૦,૦૦,૦૦૦ થયા)''ઓડીમાર્સ પીગોટ
ગ્રેન્ડ કોમ્લીક્શેન'' નામની ઘડિયાળ ડોલર ૫,૨૬,૦૦૦ની કિંમતની છે એમાં જે
કેલેન્ડર છે એ અઠવાડિયું, મહિનો, દિવસ, ચન્દ્રની સ્થિતિ અને લીપઇયર બતાવે
છે. (એટલે રૃા. ૨,૬૩,૦૦,૦૦૦ થયા)''હબલોટ બ્લેક કેવિયર બેન્ગ'' નામની ઘડિયાળ
છે જે ૧૦,૦૦,૦૦૦ ડોલરની છે. (એટલે ૫ કરોડ રૃપિયા થયા) એમાં ૨૪ જ્વેલ છે.
એનો પટ્ટો રબ્બરનો છે પણ એમાં ૧૮ કેરેટ વ્હાઈટ ગોલ્ડના તાર છે અને ૩૦
ડાયમન્ડ છે.એવી સંપૂર્ણ ડાયમન્ડની ઘડિયાળ 'ધી ચોપાર્ડ સુપર આઈસક્યુબ' નામની
છે. એ રૃા. ૨૫,૫૦,૦૦,૦૦૦ની છે એમાં ૬૬ કેરેટના ડાયમન્ડ જડેલા છે.એક બીજી
ઘડિયાળ રૃા. ૭,૪૫,૦૦,૦૦૦ની છે. એ પેલી પહેલી કંપની 'પેટેકમ ફીલીપ સ્કાયમૂન
ટર્બિલોન'ની છે.
એમાં ૬૮૬ પાર્ટસ છે અને ૪૨.૮ એમએમનું પ્લેટીનમનું કેસ છે. આવી ફક્ત બે જ
ઘડિયાળ દર વર્ષે મળે છે. એમાં એક પ્લેટીનમની હોય છે અને બીજી ગોલ્ડની હોય
છે.ડોલર ૧૦,૪૦,૦૦૦ની 'વશરોન કોન્સ્ટેનટીન ટુર ડી લીલી' નામના ઘડિયાળ છે.
એમાં ૮૩૪ પાર્ટસ છે અને એનું કેસ ૪૭ એમએમ ડાયામીટરનું છે. સ્વીટઝર્લેન્ડના
ઘડિયાળ બનાવનારાઓ આ ઘડિયાળ બનાવતા ૧૦,૦૦૦ કલાક લે છે.પેલી પેટેક્સ ફિલીપની
'પ્લેટીનમ વર્લ્ડટાઈમ' નામની ઘડિયાળ છે એ ડોલર ૪૦,૦૦,૦૦૦ની છે. એ ૨૪ કલાકના
દર કલાકના વખતે બોલે છે અને દિવસે તથા રાત્રે જૂદા જૂદા ટોન છે.ડોલર
૧,૧૦,૦૦,૦૦૦ની કિંમતની એજ કંપનીની 'સુપર કોમ્પ્લીકેશન' નામની ઘડિયાળ છે. એ
સંપૂર્ણ સોનાની છે અને આગળ-પાછળ બન્ને બાજુ જોઈ શકાય છે.'ચોપાર્ડ' નામની
ઘડિયાળ ડોલર ૨૫૦૦૦૦૦૦ કિંમતની છે. એમાં ૧૫ કેરેટના પિક્ન રંગના ડાયમન્ડ
જડેલા છે, ૧૨ કેરેટના બ્લુ અને ૧૧ કેરેટના વ્હાઈટ ડાયમન્ડ છે.
ડોલર
૪૯૦૦૦૦૦૦૦ દુનિયાની મોંઘામાં મોંઘી ઘડિયાળ છે. એમાં ચંગેજખાનની લડાઈનું
ચિત્ર અને આંકડા સોનાના છે.જો કે બજારનો એક અંદાજ એવો છે કે જે રીતે મોબાઈલ
ફોને ક્રાંતિ કરવા માંડી છે એ ઉપરથી લાગે છે કે ઘડિયાળનો યુગ આથમવા ભણી
છે.દરેક સેલફોનમાં ઘડિયાળ તો હોય જ છે. છતાં સેલફોન સામે ટકવા માટે
ઘડિયાળોના નિર્માતાઓ નવી નવી ટેકનીકવાળી ઘડિયાળો તો બનાવે જ છે. દા.ત. એક
ઘડિયાળ એફએમ રેડિયોવાળી પણ કાઢવામાં આવી છે.