HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

5 જૂન, 2016

વિશ્વ પર્યાવરણ દિન - World Environment Day

આજનો વિચાર

Life is what we make it, always has been, always will be. -Grandma Moses


 
 ૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે .........      

 સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને “”વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું.       ગ્લોબલ  વોર્મિંગ અને વાતાવરણમાં બદલાવ જેવી પ્રવર્તમાન પર્યાવરણીય સમસ્યાઓથી બચવા માટે કુદરતી સ્ત્રોતોનો મર્યાદિત ઉપયોગ કરી બિનપરંપરાગત ઊર્જાના સાધનોનો ઉપયોગ કરવો જરૂરી બનશે. કુદરતી રીતે આટલો મોટો વિશાળ દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોઇ આપણે પવન ઊર્જાનો ઉપયોગ કરી, પવનચક્કી દ્વારા વીજ ઉત્પાદન કરી વાતાવરણમાં કોલસા કે અણુથી ઉત્પાદન થતી ઊર્જા દ્વારા ફેલાતું પ્રદૂષણ રોકીને વિશ્વને પર્યાવરણીય સમસ્યાઓથી બચાવી શકીશું. 
 વિશ્વમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. મોટા ભાગની સિઝનો બદલાઈ ગઈ છે. ઠંડી લાંબા સમય સુધી ચાલે છે તો ભર ઉનાળામાં વરસાદ પણ પડી જાય છે. સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગના ભરડામાં ફસાઈ ગયું છે. આ સમયે જરૂર છે વધુને વધુ વૃક્ષો વાવવાની અને શક્ય હોય ત્યાં સુધી પ્રદુષણ અટકાવવાની. આપણે વિવિઘ ઘણા પ્રયત્નો કરીને વિશ્વમાંથી પ્રદુષણ અટકાવી શકીએ છીએ જ્યારે ગ્લોબલ વોર્મિંગ પણ ઘટાડવાના ઘણા ઉપાયો છે અને તેના માટે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી માત્ર મગજ દોડાવવાની જ જરૂર છે.
1. શક્ય હોય ત્યારે કાર અથવા બાઇકના બદલે પગપાળા અથવા સાઇકલનો ઉપયોગ કરવો .
2. ઇલેકટ્રોનિક વસ્તુઓ સ્ટેન્ડબાય મોડની બદલે અનપ્લગ કરી દો.
3. કચરો જ્યાં-ત્યાં નાંખવો નહીં.
4. સપ્તાહમાં કેટલાક દિવસ શાવરના બદલે ડોલમાં પાણી લઇને સ્નાન કરો.
5. દાંતણ અથવા દાઢી કરતી વખતે નળ ખુલ્લો ન રાખવો. તેના બદલે ડોલ અથવા ટબમાં પાણી ભરી રાખો
6. આપણા ઘરની જુની અને બિનઉપયોગી ચીજ-વસ્તુઓમાંથી ‘બર્ડ હાઉસ’ બનાવો. તેનાથી પક્ષીઓને સહારો મળશે.
7. જુની થઇ ગયેલી વસ્તુઓને રીસાઇકલ માટે આપો. આપણે જે ચીજોને ઉપયોગ કરીએ છીએ. તેમાંથી ૯૦ ટકા ચીજ-વસ્તુઓ રીસાઇકલ થઇ શકે છે.
8. બજાર જાવ ત્યારે આપણા ઘરેથી કાપડની થેલી લઇ જાવ. જેથી પ્લાસ્ટિકની થેલીની જરૂર ન પડે
9. શાળા-કોલેજે જવા માટે શક્ય હોય તો બસનો ઉપયોગ કરીએ -
10. એક છોડ વાવો, કારણ કે... - ૫૦ વર્ષમાં એક વૃક્ષ આપણને આટલું ઉપયોગી થાય છે ૧૭.૫૦ લાખ રૂપિયાનું ઓક્સિજનનું ઉત્પાદન, ૪૧ લાખ રૂપિયાનાં પાણીનું રિસાઈકલિંગ, ૩૦૦ વૃક્ષ મળીને નાશ કરી શકે છે એક પુખ્ત વ્યક્તિએ જીવનભર કરેલાં પ્રદૂષણનો, ૩૫ લાખ રૂપિયાનું વાયુનું પ્રદૂષણ નિયંત્રણ, ૩ કિલો કાર્બન ડાયોકસાઈડ શોષી લે છે દર વર્ષે, ૩ ટકા જેટલું તાપમાન ઓછું કરે છે, ૧૮ લાખ રૂપિયાના જમીનના કાપનો ખર્ચ અટકાવીને - ૩૦ અબજ મેટ્રિક ટન કાર્બન ડાયઓકસાઇડ આપણે એક વર્ષમાં છોડ્યો. એટલે કે દરરોજ ૮.૨ કરોડ મેટ્રિક ટન. જે અમેરિકનો દ્વારા છ મહિનાના ખોરાક બરાબર છે અને વર્ષભર ફેલાવનારા કચરાથી ત્રણ ગણી વધુ છે. એટલે કે, વૈશ્વિક તાપમાન ૨.૫ ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. ૨૦૨૦ સુધીમાં તેમાં ૩ ડિગ્રીનો વધારો થવાની શક્યતા દર્શાવાઇ રહી છે. હું શું કરું : સૌર, પવન પરમાણુ ઊર્જા અને પવન ઊર્જાનો ઉપયોગ કરી શકો છો. - ૨૯.૯૭ કરોડ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થયું વિશ્વભરમાં એક વર્ષમાં. મતલબ કે ૮ કરોડ બેરલ દરરોજ. જરૂરિયાત આ જ રીતે વધતી રહેશે તો આ વર્ષના અંત સુધીમાં તે ૯.૨૭ કરોડ બેરલ થશે, મતલબ કે વર્તમાન ગતિએ બેગણું થઈ જશે કાર્બન ગેસનું ઉત્સર્જન હું શું કરું.
11 પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઈલેકટ્રો. વાહનોનો ઉપયોગ વધુ કરો -
12 પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કપડાની બનેલી થેલી અથવા પેપર બેગનો ઉપયોગ કરી શકો છો. સામાન માટે કાગળની બનેલી બેગનો ઉપયોગ કરો જે રિસાઈકલ કરી શકાય છે.
13 ઉનાળામાં જે ફળ ખાઈએ છીએ તેના બી એવી જગ્યાએ ફેંકવા જ્યાં માટી અને ભેજ હોય. કારણ કે થોડા જ દિવસોમાં વરસાદ આવશે. આ બી છોડમાં ફેરવાઈ જશે. વરસાદ આવતા જ તે આપમેળે જ ઊગી નીકળશે અને જંગલનું વિસ્તરણ થશે.
14 કોઈપણ જુના ઇલેકટ્રોનિક ઉપકરણ ફેંકવા નહીં. તેનો ૯૦ ટકા ભાગ રિસાઇકલ થઈ શકે છે. - ટિસ્યુ પેપરના બદલે પાણીનો ઉપયોગ કરો. 


World Environment day
Ecologia.jpg
Official name UN World Environment Day
Also called Eco Day, Environment Day, WED
Observed by Worldwide
Type World wide
Significance This day is observed to create global awareness about environmental problems the world or a specific country is facing.
Date June 5
Next time 5 June 2017
Frequency annually
First time June 5 1974
Related to Environment, Pollution
 Image result for image gif world environment
Image result for image gif world environment


Get Update Easy