આજનો વિચાર
- ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.
સેમ.-૧
અને સેમ.-૨ના પુસ્તકો હવે ભાવ-૧ અને ભાગ-૨ તરીકે ઓળખાશેઃ વિદ્યાર્થીઓએ
સમગ્ર વર્ષ પુસ્તકો સાથે રાખવા પડશે : સેમેસ્ટર સિસ્ટમમાં સેમેસ્ટર પુર્ણ
થયા બાદ પુસ્તકો વિદ્યાર્થીઓ બાજુ પર મુકી દેતા હતાઅમદાવાદ
તા.૭ : સરકાર દ્વારા ધોરણ-૯થી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ ચાલુ વર્ષથી જ રદ
કરવાનો નિર્ણય લીધો છે. જોકે ચાલુ વર્ષ માટે નવા પુસ્તકો તૈયાર થઈને
બજારમાં આવી ગયા હોઈ વાલીઓમાં પુસ્તકો બદલાશે કે કેમ તેને લઈને મુંઝવણ ઉભી
થઈ હતી. જોકે સેમેસ્ટર સિસ્ટમ રદ થવાના લીધે પુસ્તકોમાં કોઈ જ ફેરફાર થશે
નહીં. હાલમાં જે પુસ્તકો છે તે જ પુસ્તકોના આધારે અભ્યાસ કરાવવામાં આવશે.
આમ, સેમેસ્ટર સિસ્ટમ રદ થવાના લીધે વિદ્યાર્થીઓને આખુ વર્ષ બંને સેમેસ્ટરના
પુસ્તકો ભણવા પડશે.
પ્રાપ્ત
માહિતી અનુસાર ધોરણ-૯થી ૧૨માં સેમેસ્ટર સિસ્ટમ રદ થયા બાદ પુસ્તકોને લઈને
અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. જે અંગે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પણ
સ્પષ્ટતા કરવામાં આવી હતી. પાઠ્યપુસ્તક મંડળના જણાવ્યા પ્રમાણે સેમેસ્ટર
સિસ્ટમ હેઠળ તૈયાર કરાયેલા પુસ્તકોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં. જે
પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે છે તે જ પુસ્તકોના આધારે અભ્યાસ કરાવવામાં આવશે.
માત્ર સેમેસ્ટર-૧ના પુસ્તકો હશે તે ભાગ-૧ તરીકે અને સેમેસ્ટર-૨ના પુસ્તકો
હશે તે ભાગ-૨ તરીકે ઓળખાશે.
અગાઉ
જયારે સેમેસ્ટર પૂરુ થતું હતું ત્યારે વિદ્યાર્થીઓ તે સેમેસ્ટરના પુસ્તકો
ઉંચકીને બાજુ પર મુકી દેતા હતા. પરંતુ હવે તેમણે તે પુસ્તકો આખું વર્ષ
પોતાની સાથે રાખવા પડશે અને તેના આધારે વાર્ષિક પરીક્ષા લેવામાં આવશે. આમ,
બે સેમેસ્ટરના પુસ્તકોની તૈયારી બાદ વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષા આપવાની
રહેશે. સેમેસ્ટર સિસ્ટમ રદ થયા બાદ આ વર્ષે પુસ્તકોમાં કોઈ જ ફેરફાર થશે
નહીં અને જે પુસ્તકો હાલમાં ઉપલબ્ધ છે તે જ પુસ્તકોના આધારે વર્ષ અભ્યાસ
કરાવાશે.
પુરવણી પુસ્તિકા જૂનના અંત સુધી
સાયન્સનો
રાજયનો અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશનના અભ્યાસક્રમમાં સામાન્ય
તફાવત છે. ફીઝીકસ અને મેથ્સમાં નહીંવત ફેરફાર છે, જયારે કેમેસ્ટ્રીમાં ૫
ટકા અને બાયોલોજીમાં ૨૦ ટકા ફેરફાર છે. જેથી નીટની પરીક્ષાને લઈ બોર્ડ
દ્વારા જે પોઈન્ટમાં તફાવત જણાઈ રહ્યો છે તે મુદ્દાઓને આવરી લઈને
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુરવણી તૈયાર કરી છે. ગુજરાતના ૧૫ અને સેન્ટ્રલ
બોર્ડના ૧૫ નિષ્ણાંતોની ટીમે મળીને આ પુરવણી પુસ્તિકા તૈયાર કરી છે. આ
પુસ્તિકા વિદ્યાર્થીઓને જૂનના અંત સુધીમાં પહોંચતી કરી દેવામાં આવશે. જેથી
નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડશે નહીં.
ધોરણ-11-12 વિજ્ઞાન પ્રવાહ –રસાયણશાસ્ત્ર
|
|||
પ્રકરણવાઇઝ મટિરિયલ્સ
|
|||
સિમેસ્ટર - 1 : મટિરિયલ્સ
|
|||
1
|
રસાયણ વિજ્ઞાનની
પાયાની સંકલ્પનાઓ
|
||
2
|
પરમાણ્વીય બંધારણ
|
||
3
|
તત્વોનું વર્ગીકરણ
અને ગુણધર્મોમાં આવર્તિતા
|
||
4
|
રેડોક્ષ પ્રક્રિયાઓ
|
||
5
|
હાઇડ્રોજન
|
||
6
|
S-વિભાગના તત્વો (આલ્કલી અને આલ્કલાઇન અર્થ
તત્વો)
|
||
7
|
કાર્બનિક રસાયણ
વિજ્ઞાનના પાયાના સિધ્ધાંતો
|
||
સિમેસ્ટર - 3 : મટિરિયલ્સ
|
|||
1
|
ઘન અવસ્થા
|
||
2
|
દ્રાવણો
|
||
3
|
વિદ્યુતરસાયણ
|
||
4
|
તત્વોના અલગીકરણ માટેના
સામાન્ય સિધ્ધાંતો અને પધ્ધતિઓ
|
||
5
|
P-વિભાગના તત્વો (ભાગ-II)
|
||
6
|
હેલોઆલ્કેન અને
હેલોએરિન સંયોજનો
|
||
7
|
આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો
|