HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 માર્ચ, 2016

21 માર્ચ- વિશ્વ વન દિન

આજનો વિચાર

ભગવાન આપણી બધી ઈચ્છા તુરંતજ પૂરી નથી કરતા, પરંતુ તે આપણી બધી ભૂલોની સજા પણ તુરંતજ નથી આપતા.
 21 માર્ચ- વિશ્વ વન દિન
 Image result for world forest day


વિશ્વ વન દિવસ 21 March
દર વર્ષે માર્ચ ૨૧નાં રોજ આખા વિશ્વમાં વિશ્વ વન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વનો દ્વારા મળતા અગણિત લાભો,પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે. વનોને કઇ રીતે જાળવવા જોઇએ તથા તેને નુકશાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઇ રીતે કરવું જોઇએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે.
ઇ.સ. ૧૯૭૧ માં મળેલી ૨૩મી "યુરોપિયન કોન્ફેડરેશન ઓફ એગ્રીકલ્ચર" ની સામાન્ય સભામાં આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. જેને "યુનાઇટેડ નેશન્સ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન" (Food and Agriculture Organization) દ્વારા પણ સહકાર મળ્યો.
નવેમ્બર ૨૦૦૫માં "ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO)" (Food and Agriculture Organization) એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મીનીટે ૨૫ હેક્ટર એટલેકે ૩૬ ફુટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો નાશ થઇ રહ્યો છે. જો આ જ ઝડપે વનોનો નાશ થવાનો ચાલુ રહેશેતો કદાચ એક દિવસ પૃથ્વી વનવિહોણી બની જશે. ભારતનાં સંદર્ભમાં જોઇએ તો વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી ૩૩% જમીન વનવિસ્તાર ધરાવતી હોવી જોઇએ,જેની સામે આજે ફક્ત ૧૨% જમીન વનવિસ્તાર ધરાવે છે.આથી આપણે ફક્ત વનોને બચાવવાનાંજ નથી પરંતુ વનવિસ્તાર પણ વધારવાની જરૂર છે.
 પૂર્વભૂમિકા :-

ઔદ્યોગિક ક્રાંતિ પછી વિશ્વના પર્યાવરણમાં ઘણા બધા  ફેરફારો થયા છે. પ્રદુષણ એક સમસ્યા બની ગઈ છે. હજારો વર્ષ પેહલા માણસ પ્રકૃતિના ખોળે જીવતો. પ્રકૃતિ સાથે એનું જીવન જોડાયેલું હતું. આજે માણસ પ્રકૃતિથી વિખોટો પડી ગયો હોય એવું લાગે છે. વન પણ પ્રકૃતિનો એક ભાગ છે.
વિશ્વ વન દીન :-
1972થી 21 માર્ચે વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય વિષવવૃત ઉપર આવે છે. અને વિશ્વમાં દિવસ અને રાત્રીનો સમય એક સરખો હોય છે. વસંતનું આગમન થાય છે. આ દિવસનો આરંભ અને અંત જમીન, જ્યોત અને શિક્ષણને વરેલી આપણી સંસ્કૃતિએ વૃક્ષ ઉછેરને આપણા જીવનનો અભિન્ન અંગ તરીકે લેખાવી તેનો મહિમા ગાયો છે. વિજ્ઞાન માનવીમાં વિકાસનું માધ્યમ છે, પરંતુ વૈજ્ઞાનિક મર્મને પરખ્યા વિના પ્રકૃતિનું સતત શોષણ કરી બ્રહ્મમાંડને આંબી જવાના મિથ્યાભિમાની માનસને કારણે વનોની સમૃદ્ધિ અને સમતુલા જોખમાય છે.
ભારત અને જંગલો :-
     ભારતની સૌથી મૂલ્યવાન કુદરતી સંપતિઓમાં તેના ભવ્ય વનોનો સમાવેશ થાય છે  ભારતમાં જંગલોનો વિસ્તાર ૬૭૧.૫ લાખ હેક્ટર છે, જે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 23 ટકા જેટલો થાય છે
     ભારતમાં આબોહવાની પરિસ્થિતિઓના તફાવતને કારણે, જમીનોના પ્રકારોને કારણે અને જમીન રૂપરેખાના કારણે પ્રદેશે-પ્રદેશે અલગ પડતા જંગલો અને કુદરતી વનસ્પતિના અનેક પ્રકારો ધરાવે છે.
ભારતમાં જંગલોના પ્રકારો
  •  ઉષ્ણકટિબંધીય લીલા જંગલો
  •  ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો
  •  સૂકા કાંટાળા જંગલો
  • ભરતી-ઓટના જંગલો
  • હિમાલય ક્ષેત્રના ડુંગરાળ જંગલો
     ગુજરાતમાં કુલ જમીનના 10 ટકા જેટલા વિસ્તારમાં જંગલો આવેલા છે.
વિશ્વ વન દિને કરી શકાય તેવી પ્રવૃતિઓ
  • શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવો
  • વૃક્ષોનું મહત્વ દર્શાવતા સુવાક્યો લખવા દા. ત. વૃક્ષ વાવો વરસાદ લાવો
  • ગુજરાતમાં થતા વિશિષ્ટ વૃક્ષોની માહિતી આપવી જે નીચે આપેલ છે. ભીતપત્ર પર માહિતી મુકવી. પ્રાર્થનામાં પણ માહિતી આપી શકાય.
  • ગુજરાત રાજ્યમાં વિશિષ્ટતા ધરાવતા વૃક્ષો
આમળા :- નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે શ્રીમતી ડાહીબેન રાવજીભાઈ પટેલના ખેતરમાં આવેલું આમળાનું વૃક્ષ ભારત દેશનું સૌથી મોટું વૃક્ષ હોવાથી સને 1997નાં વર્ષમાં 'મહાવૃક્ષ' જાહેર થયેલ છે. ભારત સરકારના વન પર્યાવરણ મંત્રાલય દ્વારા ₹ 25 હજારનો પુરુસ્કાર તથા પ્રશસ્તિપત્ર આ વૃક્ષને મળેલ છે. આ વૃક્ષના ફળ 4 થી 5 સે.મી. જેટલા વ્યસનાં થાય છે. દર વર્ષે 500 થી 600 કિલોગ્રામ આમળાના ફળ આ વૃક્ષ આપે છે.
લીંબળો :- મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે શ્રી મુન્સફખાન પઠાણના ખેતરની બાજુમાં આવેલી મીરાં સૈયદઅલી દાતારની દરગાહ પાસે આવેલા લીમળાના વૃક્ષને 1996માં 'મહાવૃક્ષ' પુરુસ્કાર મળેલ છે. આ વૃક્ષનો ઘેરાવો 5.21 મીટર છે.
આંબો :- આંબાનું એક વિશિષ્ટ વૃક્ષ ઉમરગામ તાલુકાના સંજાણ ગામે આવેલું છે. જેની ઉંમર 1300 વર્ષ જેટલી છે.
વડ :- સુરતમાં તાપી નદીના કાંઠે અશ્વિનીકુમાર સ્મશાન ગૃહમાં આવેલું અશ્વિની વડ, ભરૂચ જિલ્લાના નદી કાંઠે આવેલું કબીરવળ.
કણજી :- આ વૃક્ષ જાંબુઘોડાથી 15 કી.મી. ના અંતરે સંખેડાના ઝંડ ગામે 'ઝંડ હનુમાનજી' ના મંદિર તથા 'ભીમની ઘંટી' પાસે આવેલું છે.
ચેર :- ચેરના વૃક્ષ દરિયાકિનારે ઉગે છે. ભુજથી આશરે 60 કી.મી. દૂર લોડાય ગામની નજીક શ્રાવણ કાવાડીયા નામની ધાર્મિક જગ્યા આવેલી છે. આ સ્થળ દરિયાકિનારા થી દૂર હોવા છતાં ત્યાં ચેરના વૃક્ષી અસ્તિત્વ ધરાવે છે. તેથી આ સ્થળે ભૂતકાળમાં દરિયો કે ખાડી હોવાની શક્યતા દર્શાવે છે.
પીળો કેસૂડો (ખાખરો) :- કેસરી રંગવાળા કેસૂડાં રાજ્યમાં સર્વત્ર જોવા મળે છે. પરંતુ સફેદ કે પીળા ફુલોવાળો કેસૂડો ભાગ્યેજ જોવા મળે છે. ગીરના જંગલોમાં ઝાંખીયા વિસ્તારમાં અને સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં પીળા કેસુડાના અમુક વૃક્ષો જોવા મળે છે.
Image result for world forest day
વિશ્વ વન  દિનની અધ્યતન pdf  માહિતી અહી  ક્લિક કરો

Get Update Easy