HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

24 માર્ચ, 2016

 

Newબિન આદિજાતિ વિસ્તારની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના જુન-૨૦૧૫થી ક્રમિક / વધારાના વર્ગો મંજુર કરેલ હોય તેવી શાળાઓની યાદી
Newઆદિજાતિ વિસ્તારની બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના જુન-૨૦૧૫થી ક્રમિક / વધારાના વર્ગો મંજુર કરેલ હોય તેવી શાળાઓની યાદી.
Newસ્વનિર્ભર (નોન ગ્રાન્ટેડ) શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય આપવા માટેનું અરજીપત્રક
 કેન્‍દ્રીય કર્મચારીઓને હોળીની ગીફટ : DAમાં ૬%નો વધારો
કેન્‍દ્રીય કેબીનેટે લીધો નિર્ણય : મોંઘવારી ભથ્‍થુ ૧૧૯ ટકાથી વધીને ૧૨૫ ટકા થયું : જાન્‍યુઆરી-૨૦૧૬થી લાગુઃ ૫૦ લાખ કેન્‍દ્રીય કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્‍શનરોને કાળઝાળ મોંઘવારીમાં રાહત : ત્રણ મહિનાનું એરીયર્સ મળશે : તિજોરી ઉપર ૮ હજાર કરોડનો બોજો મોદી સરકારે કેન્‍દ્રીય કર્મચારીઓને હોળીની મોટી ગીફટ આપી છે. કેન્‍દ્રીય કેબીનેટે આજે કેન્‍દ્રીય કર્મચારીઓ - પેન્‍શનરોને મળતા મોંઘવારી ભથ્‍થામાં ૬ ટકા વધારાને મંજૂરી આપી છે. હવે કેન્‍દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્‍થુ ૧૧૯ ટકા થી વધીને ૧૨૫ ટકા થઇ ગયું છે. વધેલું મોંઘવારી ભથ્‍થુ ૧લી જાન્‍યુઆરી ૨૦૧૬થી લાગુ થશે.
   આજે વડાપ્રધાન મોદીના નેતૃત્‍વમાં મળેલી કેન્‍દ્રીય કેબિનેટની બેઠકમાં ૬ ટકા મોંઘવારી ભથ્‍થુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. કેન્‍દ્ર સરકાર અંતર્ગત કામ કરતા ૫૦ લાખ કર્મચારીઓ અને ૩૦ લાખ પેન્‍શનરોને આ વધેલા મોંઘવારી ભથ્‍થાનો લાભ મળશે. તેઓને ત્રણ મહિનાનું એરીયર્સ પણ મળશે.
   આ પહેલા સપ્‍ટેમ્‍બર ૨૦૧૫માં કેન્‍દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્‍થુ ૧૧૩ ટકાથી વધારીને ૧૧૯ ટકા કરવામાં આવ્‍યું હતું જે જુલાઇ ૨૦૧૫થી લાગુ થયું હતું.
   કેન્‍દ્રીય કર્મચારીઓ અને પેન્‍શનરોને આ લાભ આપવા માટે સરકારની તિજોરી ઉપર ૮ હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે. અત્રે એ પણ નોંધનીય છે કે, સરકારે કેન્‍દ્રના કર્મચારીઓને ટુંક સમયની અંદર સાતમાં વેતનપંચનો લાભ પણ આપવાનો છે.
   કેન્‍દ્રીય કેબિનેટના નિર્ણય બાદ વિવિધ રાજય સરકારો પણ પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્‍થામાં વધારાનો લાભ આપશે.

GUJCET Registration 2016 


Mission Revenue Talati Book Download Free  
Revenue Talati Model paper 1 To 10  

Get Update Easy