HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

25 ફેબ્રુઆરી, 2016

રવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક

આજનો વિચાર

Eighty percent of success is showing up.   -Woody Allen
 
ધોરણ-10 અને 12ની રિસીપ્ટનું આજે વિતરણ
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૬માં લેવામાં આવનારી ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તથા સાયન્સ ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની રિસીપ્ટનું ૨૫ ફેબ્રુ.એ જિલ્લાના વિતરણ સ્થળો પર ૧૧થી ૪ સુધી વિતરણ કરાશે.
શાળાઓએ તેમના જિલ્લાના વિતરણ કેન્દ્રો પરથી રિસીપ્ટ મેળવી લેવાની રહેશે. રિસીપ્ટ મેળવી લીધા બાદ સ્કૂલોએ વિદ્યાર્થીઓને તરત જ રિસીપ્ટ વહેંચવાની રહેશે. નિયત તારીખે જે સ્કૂલો વિતરણ સ્થળોએથી રિસીપ્ટ મેળવશે નહીં તેમને બીજા દિવસે વિતરણ સ્થળેથી અથવા તો ડીઈઓ કચેરી ખાતેથી રિસીપ્ટ મેળવવાની રહેશે. જે સ્કૂલોએ શિક્ષકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તે સ્કૂલોને બોર્ડ દ્વારા હોલ ટિકીટ મોકલવામાં આવશે નહીં.
  

રવિશંકર મહારાજ - ગુજરાત રાજ્યના ઉદઘાટક

રવિશંકર મહારાજ

 પૂર્વભૂમિકા :-


રવિશંકર શિવરામ વ્યાસ એ ગુજરાતના ભારતીય સ્વાતંત્રય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરિકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વતંત્રતા સંગ્રામનું આયોજન કર્યું. રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને રૂ. ૧ લાખનો રવિશંકર મહારાજ એવોર્ડ આપવામાં આવે છે.
જન્મ અને બાળપણ :- 
રવિશંકર શિવરામ વ્યાસનો જન્મ ૨૫ ફેબ્રુઆરી ૧૮૮૪ મહાશિવરાત્રીના રોજ ખેડા જિલ્લાનાં રઢુ ગામમાં ઔદિચ્ય (ટોળકીયા) બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું. તેમણે ૬ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક, વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે. સુરજબા સાથે તેમના લગ્ન થયા હતા. 
ઐતિહાસિક તવારીખ :-
 • નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
 • 1920–સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના, આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા
 • 1921–મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત
 • 1923–બોરસદ સત્યાગ્રહ, હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
 • 1926–બારડોલી સત્યાગ્રહ, છ મહીના જેલવાસ
 • 1930–દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
 • 1942-ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ, જેલવાસ
 • જેલમાં ગામઠી ગીતા સમજાવતા
 • આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત
 • બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
 • 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
 • 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો!
 • આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તેય માત્ર ખીચડી!
 • પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
 • 1960 1 લી મે–ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
 • 1984 સુધી જે કોઇ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોગંદવિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી હતી
 • 1975–કટોકટીનો વિરોધ                                   
રચનાઓ :-

 • મહારાજની વાતો
 • વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ–યશવંત શુકલ
 • માણસાઇના દીવા–ઝવેરચંદ મેઘાણી

સન્માન :-
 • ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે.
અવસાન :- 
 • ૧ જુલાઇ ૧૯૮૪ના દિવસે ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું દુ:ખદ અવસાન થયું.
 તલાટીની પરીક્ષામાં જવલંત સફળતા માટે નીચે ક્લિક કરો 
English grammar
Materials Name Download
Articles Download
Singular and Plural Download
Direct indirect   Download

Get Update Easy