HOW TO FILL OMR SHEET in SSC Exam
નમસ્કાર ...મિત્રો
અહી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને તેનું નિરિક્ષણ કાર્ય
કરશે તેવા ખંડ નિરક્ષક મિત્રો માટે આ વિડીયો ઉપયોગી બનશે આ વીડીયો જોયા
પછી વિદ્યાર્થીઓ ને OMR Sheet થતી ભૂલોને નિવારી શકાશે અને તેનું ખોટું
મુલ્યાંકન થતું અટકશે આ વિડીયો વિધાર્થીઓને એક વાર જરૂર બતાવશો .
૩ લાખ વિદ્યાર્થીઓને ટયુશન ફીઃ ૧૯ લાખ છાત્રોને પાઠય પુસ્તકો અપાશેઃ વર્ગ ૩-૪ માટે ઇન્ટરવ્યુ નહિઃ ૧૦૦ ટકા સાક્ષરતાના ગામોને ઇનામગાંધીનગર તા. ર૩ : નાણામંત્રી સૌરભ પટેલે બજેટ પ્રવચનમાં જણાવેલ કે પ્રાથમિક શાળાઓના તમામ ૯ર લાખ બાળકોને સર્વગ્રાહી સુવિધાઓ પુરી પાડવાના હેતુથી શિષ્યવૃત્તિ, ગણવેશ, પાઠય પુસ્તકો પુરા પાડવામાં આવશે.
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના તમામ ૧૯.૬૦ લાખ વિદ્યાર્થીઓને વિના મુલ્યે પાઠય પુસ્તકો પુરા પાડવામાં આવશે.
ઉચ્ચ શિક્ષણના આશરે ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને ટયુશન ફી સહાય, હોસ્ટેલ ખર્ચ સહાય, સાધન સહાય પુરી પાડવામાં આવશે.
સરકારી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નિર્ધાર.
સરકારી તંત્રમાં યુવા શકિતનો તેમજ તેમના દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી ઝડપી સેવા ઉપલબ્ધ કરાવવા માટે અમારી સરકારે એક જ વર્ષમાં ૬૬,૦૦૦ જગ્યાઓ ભરવાનો નિર્ધાર કર્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તાર તથા સામાન્ય નાગરીક લક્ષી સેવાઓ પુરી પાડતા વિવિધ સંવર્ગો, જેવા કે શિક્ષક, ગ્રામ સેવક, તલાટી, આરોગ્ય કર્મચારી, પોલીસ, વન રક્ષકને પ્રાધાન્ય આપવામાં આવશે. ભરતી માટે યુવાનોને જિલ્લા કક્ષાએ તાલીમ આપવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. વર્ગ-૩ અને વર્ગ-૪, ની જગ્યાઓ ભરવા માટે મૌખિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.
આગામી વર્ષે વિવિધ સંવર્ગની શિક્ષણ ક્ષેત્રની ર૦૪૦૦, પોલીસ તંત્રમાં ૧૭ર૦૦, આરોગ્ય ક્ષેત્રની ૭૮૦૦, મહેસુલી તંત્રમાં ૭૮૦૦, વન વિભાગમાં ૧૬૦૦, ઇજનેરી સંવર્ગમાં ૧ર૦૦, હિસાબી સંવર્ગમાં ૧૧૦૦ અને જૂનીયર કલાર્કની ૩૦૦૦ જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે.
આ ઉપરાંત, અનુદાનિત સંસ્થા અને જાહેર સાહસોમાં મોટી સંખ્યામાં ભરતી કરવાનું આયોજન.
શિક્ષણ વિભાગ હેઠળ પ્લાન સહિત કુલ જોગવાઇ રૂ. ર૩૮૧પ.૭૪ કરોડ
રાજયના દરેક બાળકને પ્રાથમિક શિક્ષણનો અધિકાર મળી રહે તે સુનિヘતિ કરવાની સાથે ગુણવત્તાયુકત શિક્ષણના ધ્યેયને સાકાર કરવા માટે અમારી સરકાર પ્રતિબધ્ધ છે. જેના માટે રૂ. ૪૦૮ર.પપ કરોડનું આયોજન જેમાં,
ગુણોત્સવની સફળતાના પરિણામે શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારણા થયેલ છે, જેને વધુ પ્રોત્સાહીત કરવા, જિલ્લામાં એ અને એ-+ ગ્રેડ મેળવતી શાળાઓને પુરસ્કાર આપવા માટેની નવી યોજના માટે કુલ જોગવાઇ રૂ. ૧પ.૩૦ કરોઙ