HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

1 ફેબ્રુઆરી, 2016

દ્રષ્ટિ ભ્રમ

આજનો વિચાર

  • ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે. 

ગુજરાત યુનિવર્સિટી નો મહત્વનો નિર્ણય

તમામ કોલેજમાંથી INTERNAL પરીક્ષા રદ

210 COLLEGES ના 3 લાખ વિદ્યાર્થીઓ ને પરીક્ષા માંથી મુક્તિ.

બીજા સત્ર થી અમલી

INTERNAL પરીક્ષા ને બદલે 25 માર્ક્સ નું ASSIGENMENT આપવું પડશે.

 

NPS- NSDL APP
DOWNLOAD KARVA MATE

હવે મોબાઈલ માં જ મેળવો તમારી CPF કપાત ની તમામ માહિતી

https://play.google.com/store/apps/details?id=nps.nps
 

 મિત્રો આપણી સમક્ષ ઉભેલ બાળક જીજ્ઞાસા થી ઉભરાતો સમુદ્ર છે તે દરોજ નિત નવા સવાલોનો આપણા પર મારો ચલાવે છે અને આવા સમયે આપણે તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીએ તો બાળકની આંતરિક શક્તિઓ સોળે કળાએ ખીલી ઉઠે છે.વધુમાં આપણે જો તેમને વિચારવા માટેની કૈક પ્રવૃત્તિ આપીએ તો તો સોનામાં સુગંધ ભળી સમજો.એટલે આજે અહી બાળકો ની વિચાર શક્તિ ખીલે તે માટેની કેટલીક દ્રષ્ટિ ભ્રમની પ્રવૃત્તિ રજુ કરી છે જે આપના બાળકોને જરૂર વિચારતા કરી મુકશે
1-
સૌ પ્રથમ નીચે આપેલ ચિત્ર જુઓ.તેમાં વચ્ચે ની છોકરી કઈ દિશામાં ફરી રહી છે? જવાબ આપો તે પહેલા ડાબી તરફ ની છોકરી ને જુઓ અને પછી વચ્ચેની છોકરીને જુઓ.કઈ ફરક લાગ્યો? જો હજુ નવાઈ જોવી હોય તો જમણી તરફની છોકરીને જોઇને પછી વચ્ચેની છોકરીને જુઓ.હવે વચ્ચેની છોકરીની ફરવાની દિશામાં કઈ ફરક લાગે છે?જવાબ તમે જ શોધીને તમારા બાળકોને માનસિક કસરત કરાવજો

Spinning Silhouette Dancer
2-હવે નીચે આપેલા ચિત્રો જુઓ.આ બધા ચિત્રો સ્થિર જ છે.પરંતુ તમે જયારે તેની આજુ બાજુ નજર ફેરવશો એટલે જાણે કે આ ચિત્રોમાં જીવ આવ્યો તેવું લાગશે અને તમારી નજરની સાથે સાથે આ ચિત્રો હલન ચલન કરતા હોય તેવું લાગશે.છે ને મજાની કરામત ?

3-નીચેની ઈમેજ જુઓ.તેમાં જે પટ્ટી છે તેનો રંગ ખાસ જુઓ.હવે કાળા રંગના ટપકા પર નજર રાખી પટ્ટી ને જોવાનો પ્રયત્ન કરો.પટ્ટીના રંગમાં કઈ ફરક લાગ્યો?
Grey vs Blue Stripes 
4-નીચેના ચિત્રમાં બંને આડી રેખાઓ સમાંતર છે? ના......તમે કદાચ ના જ કહેશો પણ ખરેખર બંને રેખાઓ સમાંતર જ છે.વિચારીને કહેજો

5-નીચેના ચિત્રમાં ચોરસ પરફેક્ટ લાગે છે? કદાચ તમે કહેશો કે ના.પણ બધા જ ચોરસ પરફેક્ટ જ છે 

મિત્રો આવી અન્ય દ્રષ્ટિ ભ્રમની ઘણી પ્રવૃત્તિ દ્વારા તમે તમારા વિદ્યાર્થી નું મગજ ચકરાવે ચડાવી શકો છો અને અંતે તેમને વિચારતા પણ કરી શકો છો
Blogger Tips and Tricks


Get Update Easy