HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

2 ફેબ્રુઆરી, 2016

આજનો વિચાર

દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓંછી કરો.

 માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના તમામ શિક્ષકોનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવતું બોર્ડ
 લાયકાત વગરના શિક્ષકોની થઈ રહેલી આડેધડ ભરતી અને શિક્ષકોના થતાં શોષણને અટકાવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે અને તેનો અમલ પણ તાત્કાલીક અસરથી કરવામાં આવશે.
બોર્ડના નાયબ અધ્યક્ષે ગુજરાતની તમામ ગ્રાન્ટેડ, સેલ્ફ ફાયનાન્સ અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યોને આ અંગે પરિપત્ર પાઠવી જણાવ્યું છે કે. તમામ શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત રીતે કરવાનું રહેશે.
ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે જે તે શિક્ષકની શૈક્ષણિક લાયકાત, અનુભવ, તેમના દ્વારા લેવાતાં વિષય, કામનું ભારણ, શિક્ષકને ચૂકવાતો પગાર સહિતની તમામ વિગતો પુરી પાડવાની રહેશે. આવી વિગતો માટે શિક્ષણ બોર્ડે ખાસ પ્રકારનું ફોર્મેટ તૈયાર કયુર્ં છે અને તે ફોર્મેટમાં પ્રત્યેક શાળાના સંચાલકોને માહિતી આપવાની રહેશે.
બોર્ડને તમામ પ્રકારની માહિતી એકસાથે જ મળી રહે અને ફોર્મેટ સંબંધી જો કોઈ શાળાના સંચાલક કે આચાર્યને કોઈ પ્રકારની દ્વિધા હોય તો તેનું સ્પષ્ટીકરણ થઈ શકે તે માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની તાલીમ પણ આપવામાં આવશે. આગામી તા.3ને બુધવારે સવારે 11થી 1 વાગ્યા દરમિયાન બાયસેગ મારફતે શિક્ષક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની તાલીમ આપવામાં આવશે.
બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાના સંચાલનમાં અને ત્યારબાદ ઉત્તરવહીઓની ચકાસણીમાં મોટાભાગની શાળાના સંચાલકો અને આચાર્યો ‘સ્ટાફ નથી’ તેવું બહાનું આપીને જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે પરંતુ શિક્ષકોના ઓનલાઈન રજિસ્ટ્રેશન પછી શાળાના સંચાલકો અને આચાર્યો માટે આ પ્રકારની ‘છટકબારી’ પણ બંધ થઈ જશે. એટલું જ નહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકોની સંખ્યા કેટલી છે તેનો પણ ચોકકસ આંકડો મળી જશે.

કલ્પના ચાવલા - વ્યક્તિ વિશેષ

કલ્પના ચાવલા

જન્મ 
ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા નો જન્મ  જુલાઇ ૧૯૬૧ના રોજ થયો હતો. એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં 1 ફેબ્રુઆરી 2003ના રોજ માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.
     શિક્ષણ
       કલ્પના ચાવલા માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને ૧૯૮૨માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ ૧૯૮૨માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને ૧૯૮૪ માં એર્લિંગ્ટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગ માં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલા બીજી M.S. ડિગ્રી૧૯૮૬માં અને Ph.D.૧૯૮૮માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી.
     કારકિર્દી
બાદમાં તેમણે નાસા એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં તેણીએ વર્ટિકલ લઘુ ટેકઓફ અને લેન્ડિંગ ખ્યાલો પર CFD સંશોધન કર્યું. ૧૯૯૪માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી ત્યારબાદ કલ્પના ચાવલા માર્ચ ૧૯૯૫માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સ જોડાયા હતા અને તે ૧૯૯૬માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા. તેમનું પ્રથમ અવકાશી મિશન ૧૯ નવેમ્બરથી સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એસટીએસ ૮૭ ઉપર પ્રાઇમ રોબોટીક આર્મ આપરેટર તરીકે ફરજ બજાવી. અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબીયા એસટીએસ-૮૭માં ફ્લાઇટ ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરિક્ષયાત્રી વ્યક્તિ હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં ૧૦. કરોડ માઇલની મુસાફરી કરી અને ૩૭૨ કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા. એસટીએસ-૮૭ પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી. ૨૦૦૦માં તેણીએ એસટીએસ-૧૦૭ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવી હતી.


Get Update Easy