બોર્ડે તેની વેબસાઇટ પર ટોપર્સની ઉતરવહીઓ મૂકી
- શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર જ
- ધો.૧૦ તેમજ સાયન્સના સેમેસ્ટર બે અને ચારના વિદ્યાર્થીઓ પરીક્ષામાં લખવાની પદ્ધતિ જાણી શકશે
ગુજરાત
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચથી ધો.૧૦- ધો.૧૨ સાયન્સની પરીક્ષા શરૃ થઇ
રહી છે. પરીક્ષા આપી રહેલા ૧૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થાય તે માટે
બોર્ડે ગત વર્ષની પરીક્ષામાં ટોપર્સ આવેલા વિદ્યાર્થીઓની ઉતરવહીઓને પોતાની
સતાવાર વેબસાઇટ પર મુકી દીધી છે. જેના પરથી વિદ્યાર્થીઓ પરીક્ષામાં કેવી
રીતે લખવું તેની પદ્ધતિ જાણી શકશે.
ધો.૧૦-૧૨નું વર્ષ કારકિર્દી ઘડતર માટે ખુબ મહત્વનું છે. ઘણા ગરીબ
પરિવારના માતા-પિતા પોતાના સંતાનો માટે પેટે પાટા બાંધીને ભણાવતા હોય છે.
ખાનગી ટ્યુશનો પાછળ મોટો ખર્ચ કરે છે. આમ છતાં ઘણા વિદ્યાર્થીઓને પૂરતા
માર્કસ આવી શકતા નથી. રીઝલ્ટ આવ્યા બાદ હજારો વિદ્યાર્થીઓ એવો દાવો કરતા
હોય છે કે અમે સાચુ જ લખ્યું હતું છતાં અમને ઓછા માર્કસ મળ્યા છે. જ્યારે
બોર્ડના ટોચના અધિકારીઓ કહે છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી ફરિયાદ ઘણા
વર્ષોથી કરી રહ્યા છે. જે તદ્ન સાચી નથી.
વાસ્તવિકતા એ છે કે પ્રશ્નને યોગ્ય રીતે સમજવાનો હોય છે અને તે મુજબ
તેનો મુદ્દાસર જવાબ આપવાનો હોય છે. પેપર તપાસનારા શિક્ષકો તો તેમને જે
લખ્યું હશે તેને આધારે માર્કસ આપશે અને મૂલ્યાંકન કરાતું હોય છે. અમે
બોર્ડની વેબસાઇટ પર ધો.૧૦ના મુખ્ય પાંચ વિષયો તેમજ વિજ્ઞાાન પ્રવાહની
સેમેસ્ટર-૨ અને ૪ની પરીક્ષામાં ૯૫ ટકાથી વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની
આખી ઉતરવહીઓ મુકી દેવામાં આવી છે. ધો.૧૦ની દરેક વિષયની પાંચ-પાંચ જ્યારે
વિજ્ઞાાનની પણ ૩થી ૪ ઉતરવહીઓ મુકાઇ છે. આ ઉતરવહીઓ જોઇને વિદ્યાર્થીઓ
પરીક્ષામાં લખવાની પદ્ધતિ શીખી શકશે.



મહાત્મા ગાંધી - પુણ્ય તિથિ - 30મી જાન્યુઆરી
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ
હતા. મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા ભારતની આઝાદીની ચળવળના
નેતા અને રાષ્ટ્રપિતા હતા. તેમણે બ્રીટીશ રાજમાંથી આઝાદી મેળવવાની ભારતની
ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ
શાંતિમય પરિવર્તનની ઝાખી કરાવે છે ...