HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

29 જાન્યુઆરી, 2016

નિશ્ચિત સંખ્યા કરતા વધુ વિદ્યાર્થીના ફોર્મ ભરતી શાળાઓને નોટીસ

ભાવનગર, બુધવાર
બોર્ડ દ્વારા ભાવનગર સહિત રાજ્યની ૮૦૦ જેટલી શાળાને નોટીસ અપાતા વ્યાપક ચર્ચા
આગામી બોર્ડની પરીક્ષાને લઈ રેગ્યુલર વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરાયા હતા પરંતુ વર્ગ સંખ્યા કરતા વધુ ફોર્મ ભરાયા હોવાનું બોર્ડના ધ્યાન પર આવતા બોર્ડ દ્વારા અંદાજીત ૮૦૦ જેટલી શાળાઓને નોટીસ આપી હોવાનું જાણવા મળેલ છે.
મળેલી વિગતો મુજબ બિનસરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા અને ઘટાડા અંગેની સુચનાઓ બહાર પડાઈ છે અને વર્ગદીઠ વિદ્યાર્થી પ્રવેશ સંખ્યા નિશ્ચિત કરાઈ છે. મહત્તમ રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વિદ્યાર્થીઓની પ્રવેશ સંખ્યા વધતા જે-તે ધોરણના વધારાના વર્ગ મંજુરી માંગવી જોઈએ વર્ગદીઠ મહત્તમ વિદ્યાર્થી સંખ્યા ૬૦ની નિયત કરાઈ છે. જ્યારે તાજેતરમાં બોર્ડની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી દરમ્યાન કેટલીક શાળાઓ દ્વારા ૬૦ના સ્થાને ૮૦, ૧૦૦, કે ૧૩૦ જેટલા ફોર્મ ભરાયા હોવાનું જણાયું છે. તેથી વર્ગ સંખ્યા ન હોવા છતાં વિદ્યાર્થીની સંખ્યા વધુ હોવાનું જણાયું છે અન ેતેમ છતાં વર્ગ વધારા અંગેની પણ કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાનું જણાતા અને ડીઈઓની મંજુરી પણ નહીં મેળવેલ હોય ભાવનગર સહિત રાજ્યની અંદાજે ૮૦૦ જેટલી સ્કુલોને નોટીસ અપાઈ હોવાનું જણાયું છે. જોકે ઉક્ત હકીકત ઓનલાઈન એન્ટ્રી થતા સામે આવી છે ત્યારે આ અંગે પણ બોર્ડ હરકતમાં આવ્યું છે અને આવી શાળાને વધુ સંખ્યા માટે વર્ગ વધારાની જરૃરી પ્રક્રિયા કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ જવા પામી છે.
 IITRAM CCC Examination - Result : 07,08,11,12,13/01/2016  Declared

RESULT : CLICK HERE & VIEW




સ્ટિવન હોકિગ પરગ્રહવાસીઓની શોધ શરૃ કરી
રશિયન અબજોપતિ યુરી મિલનરે સૂર્યમાળામાં પૃથ્વી સિવાય બીજે ક્યાંય પણ જો સજીવસૃષ્ટિ, ખાસ તો આપણે જેને એલિયન્સ કહીએ છીએ એ હોય તો તેનું
સંશોધન કરવાના હેતુથી અબજો ડોલરનું દાન આપ્યું હતું અને તેમાં મહાન વિજ્ઞાાની સ્ટિવન હોકિગનો સાથ લીધો હતો. હોકિંગની નિગરાની હેઠળ
ચાલનારા ૧૦ કરોડ ડોલરના આ પ્રોજેક્ટમાં ૧૦ વર્ષ સુધી અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિની ચકાસણી માટે વિવિધ સંશોધનો હાથ ધરાશે.  પ્રોજેક્ટ અંતર્ગત
સૂર્યમાળાની બહાર આવેલી ૧૦૦ જેટલી આકાશગંગામાંથી આવતા રેડિયો તરંગોનો ગહન અભ્યાસ કરાશે અને એના મારફતે એલિયન્સનો સંકેત મેળવવાની
કવાયત કરાશે.  સૂર્ય જેવા તારાની આજુબાજુ સૂર્યમંડળમાં પૃથ્વી સિવાયના ગ્રહો વિકસ્યા હોય તો ક્યાંક  સજીવ સૃષ્ટિ પણ પાંગરી હશે એવી શક્યતાને
ધ્યાનમાં રાખીને વર્ષોથી ચાલતા સર્ચ એક્સ્ટ્રાટેરિટેરિયલ ઈન્ટેલિજન્સ (સેટી) પ્રોજેક્ટના ભાગરૃપે જ એલિયન્સની શોધનો પ્રોજેક્ટ ચલાવાશે.  વિશ્વના
વિશાળકાય રેડિયો ટેલિસ્કોપ વડે બ્રહ્માંડમાં પરગ્રહવાસીના અસ્તિત્વ અને તેમના સંદેશાઓ શોધવાની મથામણ કરતા આ નવા પ્રોજેક્ટને હાલ પૂરતું બ્રેકથુ્ર
લિંસન નામ આપવામાં આવ્યું છે.

ગુજરાતના અમદાવાદ અને સુરતનો સમાવેશ ઃ ૫૦૦ કરોડની સહાય મળશે

- સ્માર્ટ સિટીના પહેલાં તબક્કે પસંદ કરાયેલા ૨૦ શહેરમાં
- અમદાવાદમાં અમલ કરવા SPV નામની અલગ કંપની રચાશે
દર વર્ષે ૧૦૦ કરોડ કેન્દ્ર, ૫૦ કરોડ રાજ્ય, ૫૦ કરોડ મ્યુનિ.ના મળી ૨૦૦ કરોડ ખર્ચાશે
અમદાવાદ, ગુરૃવાર

વડાપ્રધાને દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કરી તેના પ્રારંભિક તબક્કામાં ૨૦ સ્માર્ટ સિટીની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના બે શહેરોનો સમાવેશ થાય છે. ૧લા ક્રમે ભૂવનેશ્વર, ચોથા ક્રમે સુરત અને છઠ્ઠા ક્રમે અમદાવાદનો સમમાવેશ થાય છે. બીજા અને ત્રીજા તબક્કે અન્ય ૪૦-૪૦ શહેરોની જાહેરાત કરાશે. અમદાવાદ મ્યુનિ.ને પાંચ વર્ષે દર વર્ષે ૧૦૦ કરોડના હિસાબે ૫૦૦ કરોડ રૃપિયા સ્માર્ટ સિટીનો વિકાસ કરવા માટે મળશે.

દર વર્ષે કેન્દ્ર સરકાર ૧૦૦ કરોડ આપશે. તે ઉપરાંત ૫૦ કરોડ રાજ્ય સરકાર અને ૫૦ કરોડ મ્યુનિ.ના ભંડોળમાંથી મળીને ૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. આ યોજનાનો અમલ કરવા માટે એસપીવી - સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ નામની રિવરફ્રન્ટ અને જનમાર્ગ જેમ કંપનીની રચના કરશે. સ્માર્ટ સિટીનો અમલ થતાં લોકોની સુવિધામાં વધારો થવા સાથે એક સ્થળેથી બીજા સ્થળે જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું સરળ બનશે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઈન્ટીગ્રેટેડ ટ્રાન્ઝીક પ્લેટફોર્મની સુવિધા પુરી પડાશે જેમાં બીઆરટીએસ, એએમટીએસ બસો ઉપરાંત સંકલનમાં રાખેલી રીક્ષા કે ટેક્ષી અને ભવિષ્યમાં ઊભી કરાનારી મેટ્રોને સાંકળી લેવામાં આવશે. એક ટિકિટ કે પાસથી પ્રવાસી સરળતાથી એકબીજા વાહનમાં જઇ શકશે. પ્રવાસીને ઘાટલોડિયાથી નરોડા જવું હોય તો ક્યાં તેને કેટલા વાહન બદલવું પડશે તે જણાવાશે અને બસ ના હોય ત્યાં તે ઉતરે ત્યારે તેના રીક્ષા કે ટેક્ષી તૈયાર હશે.


આ ઉપરાંત કમાન્ડીંગ કન્ટ્રોલ સેન્ટર હશે જ્યાંથી તમામ બાબતોનું મેનેજમેન્ટ થઇ શકશે. કયા પાણીના સ્ટેશનમાં કેટલું પાણી છે અને કઇ સોસાયટીમાં કેટલું ગયું, ગટરના કયા પંપીંગ સ્ટેશન કઇ ક્ષમતાથી ચાલી રહ્યાં છે, વગેરે સ્કાર્ડા દ્વારા જાણી શકાશે. પોલિસ અને ઈમર્જન્સી સેવાઓ સાથે આ કન્ટ્રોલરૃમ જોડાયેલો રહેશે. સીસીટીવી ડેટા ટ્રાન્સફર વગેરે માટે ઓપરેશન ઓપ્ટીકલ ફાયબરનું નેટવર્ક ઊભું કરાશે. દુનિયાના તમામ સ્માર્ટ સિટીમાં આ પ્રકારની સુવિધા હોય છે.
ઉપરાંત એરિયા પ્રમાણે રિડેવલપ કરાશે. પહેલાં તબક્કે ગાંધીઆશ્રમ વિસ્તારને વિકસાવવામાં આવશે. રામાપીરના ટેકરાની ઝૂંપડપટ્ટીને પીપીપી ધોરણે ઝૂંપડું ત્યાં મકાનમાં ફેરવાશે. આરટીઓથી અખબારનગર બીઆરટીએસની બન્ને તરફ ૪ની એફએસઆઇ મળવાની હોવાથી ટીઓઝેડમાં ભવિષ્યમાં થનાર વિકાસ અને તે માટે જરૃરી ગટર, પાણી, રોડ, સ્ટ્રોર્મવોટર ડ્રેનેજનું ઈન્ફ્રાસ્ટ્રકચર વગેરે બાબતોનો વિકાસ કરવામાં આવશે. માળખાકિય સેવાઓનો વ્યાપ, ચુસ્તતા, ભાવિ જરૃરિયાત વર્તમાન ઉપયોગીતા વગેરે બાબતોને  આવરી લેવામાં આવશે.

Get Update Easy