GTU CCC EXAM OCT-2015 TO NOV-2015 RESULT DECLARED:
GTU CCC EXAM OCT-2015 TO NOV-2015 RESULT DECLARED:
રાજ્યોમાં યુજીસી જેવી બોડીની તરફેણ થશેગુજરાત
શિક્ષણનીતિ અંગે સૂચનો કરશે : શિક્ષણની ગુણવત્તાને સુધારવાના હેતુસર
રાજ્ય સરકાર શ્રેણીબદ્ધ અસરકારક ભલામણો કેન્દ્ર સરકારને કરી શકેઅમદાવાદ,તા. ૧૪,શિક્ષણની
ગુણવત્તાને સુધારવાના હેતુસર રાજ્ય સરકાર શૈક્ષણિક અને વહિવટી કામગીરીમાં
સુધારો લાવવા માટે રાજ્યોમાં હાયર એજ્યુકેશન કાઉન્સિલની રચના કરવાનું
સુચન કરવાના મૂડમાં છે. યુનિર્વસિટીની શૈક્ષણિક અને વહિવટી કામગીરીમાં
સુધારો લાવવા માટે ગુજરાત સરકાર રજુઆત કરવાના મૂડમાં છે. આ ઉપરાંત ગુજરાત
સરકાર તેમને વધારે શૈક્ષણિક સ્વાયત્તા આપવાનો મુદ્દો પણ ઉઠાવે તેવી
શક્યતા દેખાઈ રહી છે. શ્રેણીબદ્ધ ભલામણો ગુજરાત સરકાર તરફથી કરવામાં આવનાર
છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને અન્ય ભલામણો પણ મોકલે તેમ માનવામાં
આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા
નવી શિક્ષણનીતિ તૈયાર કરવા માટે રાજ્યો પાસેથી મહત્વપૂર્ણ સૂચનો
માંગવામાં આવ્યા છે. વધુમાં રાજ્ય સરકાર એવી પણ ભલામણ કરી શકે છે કે,
યુનિર્વસિટી ગ્રાન્ટ કમિશન યુજીસીની સત્તાઓ રાજ્ય
ઉચ્ચ શિક્ષણ કાઉન્સીલને આપી દે. આ કાઉન્સીલ પાસે એવી સત્તાઓ રહેશે.
પરંતુ યુજીસી મુખ્ય કન્ટ્રોલિંગ ઓથોરિટી તરીકે રહેશે. રાજ્ય સરકાર એવી
પણ ભલામણ કરી શકે છે કે, યુનિર્વસિટીઓને તેમની સક્રિય ભાગીદારી સાથે તેમના
પર્ફોમન્સ ઉપર આધારિત ગ્રાન્ટ આપવામાં આવે. સાથે-સાથે અન્ય કેટલીક
સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે. ગુજરાત સરકાર પાસે અન્ય કેટલીક ભલામણો
પણ રહેલી છે. ગુજરાત તમામ રાજ્યોમાં યુજીસી જેવી બોડીની તરફેણ કરે છે.
ગુણવત્તામાં સુધારો લાવવા માટે રાજ્ય શૈક્ષણિક સંસ્થાઓ ઉપર નિરીક્ષણ
કરવાની જવાબદારી કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓને આપવામાં આવે તેવી રજુઆત પણ
કરશે. રાજ્ય સરકાર દ્વારા આના માટે આઈઆઈટી આરએએમ પર નિરીક્ષણ કરનાર આઈઆઈટી
ગાંધીનગરનો દાખલો આપી શકે છે. આ સંદર્ભમાં સરકારી દસ્તાવેજો સાબિતી આપે
છે કે, રાજ્ય ઇચ્છે છે કે, ફેકલ્ટી, રિસર્ચ પ્રોજેક્ટની આપ-લે પણ
યુનિર્વસિટી અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વિગતવાર રીતે ભરવામાં
આવે. રાજ્ય સરકાર તેના સભ્યો અથવા તો સંસ્થાઓને પણ રાજ્ય
યુનિર્વસિટીના અભ્યાસમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી રજુઆતના મૂડમાં
છે.
|
|||||||
|
|||||||
|
Always remember that the future comes one day at a time.
-Dean Acheson
ડાહ્યા અને અનુભવી માણસને કોઈએ પૂછયું, "સફળ જીવન માટે સૌથી જરૂરી શું ?"
"સાહસ, હિંમત અને ધીરજ."
"પૈસા અને બુદ્ધિનું શું ?"
"સાહસ, હિંમત અને ધીરજ હોય તો પૈસા મેળવી શકાય, સારા સલાહકારો
રાખીને એમની બુદ્ધિનો ઉપયોગ કરી શકાય, પરંતુ પૈસા કે સલાહકારો કોઈ
વ્યક્તિમાં સાહસવૃત્તિ, હિંમત કે ધીરજ પ્રેરી ન શકે. પૈસાથી સાહસ કે ધીરજ ખરીદી ન શકાય."
"ધારો કે કોઈ વ્યક્તિમાં સાહસવૃત્તિ ન હોય તો તે નિષ્ફળ જાય ?"
"ના... પણ એનું જીવન એટલે અંશે ઊણું રહે."
"તો પણ એવું જ."
"અને ધીરજ ન હોય તો ?"
"એ નિષ્ફળ જ જાય. સફળ જીવન માટે ધીરજ સૌથી જરૂરી વસ્તુ છે.
માણસમાં સાહસવૃત્તિ અને હિંમત હોય તો એ આંધળુકિયાં કરે પણ ધીરજ ન હોય તો
કોઈ સાહસ સફળ ન થાય. સફળતા માટે સાહસવૃત્તિ હોવી જરૂરી છે. સાહસવૃત્તિ હોય
તો જ કશુંક નવું કરવાનું તેને મન થાય અને હિંમત હોય તો જ તેના ઉપર અમલ કરી
શકે પણ ધીરજ હોય તો જ તેને પાર ઉતારી શકે, જો ધીરજ ન હોય તો આરંભે શૂરા થઈને ઘણાં માણસો વચ્ચે જ કામને છોડી દે અથવા તો ઉતાવળા થઈને કામ બગાડી નાખે."જીવનમાં ધીરજ આવી અગત્યની વસ્તુ છે પણ માણસ સ્વભાવે જ અધીરિયો છે. કોઈ પણ કામ શરૂ કર્યા પછી તેના માટે ધીરજપૂર્વક રાહ જોવાની ક્ષમતા ઘણા ઓછા માણસોમાં હોય છે. આ બાબતમાં હિટલરને યાદ રાખવાની જરૂર છે. હિટલર ચાલાક હતો, સાહસિક હતો, હિંમતબાજ હતો, બધી રીતે જબરો હતો પણ સ્વભાવે ઉતાવળો અને આકળો હતો અને ઇતિહાસકારો કહે છે કે, એના એ દુર્ગુણોએ જ એનો નાશ કર્યો.
ગયા વિશ્વયુદ્ધમાં ધીરજ બાબતમાં એક ટુચકો બહુ જ પ્રચલિત બન્યો હતો. એ ટુચકો અહીં નોંધવાનું મન થઈ જાય છે.
હિટલરે ફ્રાન્સ જીતી લીધું ત્યાર પછી એટલે કે જુલાઈ ૧૯૪૦માં માત્ર એક ઇંગ્લેન્ડ જીતવાનું જ બાકી રહ્યું હતું. કહે છે કે એ વખતે હિટલરે ચર્ચિલને એનો કોઈક ઉકેલ શોધી કાઢવા માટે પોતાને એકલા મળી જવાનું કહ્યું. ચર્ચિલ હિટલરને મળવા પેરિસ ગયો. એ મુલાકાત તદ્દન ખાનગી હતી. એરપોર્ટ પરથી ચર્ચિલને સીધો ફ્રાન્સમાં પ્રમુખના રાજમહેલમાં લઈ જવામાં આવ્યો. એક હોજના કાંઠે તરત જ ટેબલ-ખુરશી ગોઠવાઈ ગયાં અને હિટલર, મુસોલિની અને ચર્ચિલ મંત્રણા માટે બેઠા. હિટલરનો સ્વભાવ અતિશય ઉતાવળો અને ઉશ્કેરાટભર્યો હતો. ત્રણેય જણાએ હજી તો ચા-પાણી પીવાનું શરૂ કર્યું કે તરત જ હિટલરે ચર્ચિલને કહ્યું, "મિ. ચર્ચિલ, તમે જાણો છો કે આખું યે યુરોપ મેં જીતી લીધું છે. તમારા માટે હવે કોઈ આશા રહી નથી, જો તમારે વધારે સૈનિકોનાં લોહી ન રેડવાં હોય તો શરણાગતિ સ્વીકારી લો. મેં એ માટે દસ્તાવેજ તૈયાર જ રાખેલ છે. તમે સહી કરો એટલે તરત જ યુદ્ધ પૂરું થયાની જાહેરાત આપણે કરી દઈએ."
ચર્ચિલ તો અખૂટ ધીરજવાળો માણસ હતો. તેણે ચમચીમાં ખાંડ લઈ પોતાના કપમાં નાખી અને ધીમેધીમે ઓગાળવા માંડી અને પછી હળવેથી કહ્યું, "અમે ઇંગ્લેન્ડનાં લોકો લડાઈ હારી ગયાં હોઈએ એમ માનતા નથી."
હિટલર તો એ સાંભળતાં જ ઉશ્કેરાઈ ગયો. "કેવી મૂર્ખ જેવી વાત કરો છો! તમારી પાસે હવે રહ્યું છે શું?"
ચર્ચિલે ફરી ધીમેથી માથું ધુણાવ્યું, "અમારે ત્યાં ઇંગ્લેન્ડમાં એવો રિવાજ છે કે કોઈ પણ બાબતમાં મતભેદ ઊભો થાય ત્યારે અમે તેનો નિકાલ સિક્કો ઉછાળીને કે શરત મારીને કરીએ છીએ."
હિટલરે તરત કહ્યું, "હું શરત મારવા તૈયાર છું."
ચર્ચિલે કહ્યું, "શાસનમાં જે હારે તે લડાઈ હારી ગયો કહેવાય."
હિટલરે તરત કહ્યું, "કબૂલ, બોલો તમારી શરત કેવી છે ?"
ચર્ચિલે થોડી વાર પાણીમાં તરતી એક મોટી માછલી સામે જોયા કર્યું અને પછી કહ્યું, "કોઈ પણ જાતનાં માછલી પકડવાનાં સાધન વિના જે કોઈ આ માછલીને હોજ બહાર કાઢી દે તે શરત જીત્યો ગણાય."
હિટલર તો ખુશ થઈ ગયો. તેણે કહ્યું, "લાગી. પહેલો પ્રયત્ન કોણ કરશે ?"
ચર્ચિલે એ જ ધીરજથી કહ્યું, "તમે."
હિટલરે તરત જ પોતાની રિવોલ્વર લીધી અને નિશાન તાકીને માછલી પર ગોળી છોડી, પરંતુ નિશાન ખાલી ગયું. ચર્ચિલે તેને બીજો પણ એક ચાન્સ આપ્યો,
છતાં પણ માછલીને ગોળી વાગી નહીં. હિટલરે ગુસ્સાથી રિવોલ્વર ફગાવી દીધી અને બાજુમાં બેઠેલ મુસોલિનીને કહ્યું, "દોસ્ત, મને ખબર છે કે તમે તરવામાં ખૂબ જ હોશિયાર છો, હવે આપણી જીતનો આધાર તમારા ઉપર છે. તે હોજમાં ડૂબકી મારીને માછલીને પકડી લાવો તો આપણે જીતી જઈએ." મુસોલિનીએ તુરત જ પોતાનાં કપડાં ઉતાર્યાં અને હોજમાં ડૂબકી મારી.
ચર્ચિલ તો એ બધો જ વખત બેઠો બેઠો ચા પીતો હતો.
મુસોલિનીએ માછલી પકડવા ખૂબ જ પ્રયત્નો કર્યા, પરંતુ માછલી એના હાથમાંથી છટકતી જ રહી. અંતે તે હાંફતો હાંફતો ખાલી હાથે હોજ બહાર નીકળી આવ્યો.
હિટલરે હવે ગુસ્સાથી ચર્ચિલ સામે જોયું અને કહ્યું, "અચ્છા મિસ્ટર ચર્ચિલ, હવે તમે માછલી પકડવાનાં કોઈ પણ સાધન વિના એ માછલીને કઈ રીતે હોજ બહાર કાઢો છો એ હું જોવા માગું છું."
ચર્ચિલે કશુંયે બોલ્યા વિના પોતાના ચાના કપમાં પડેલી ચમચી લઈને તે હોજમાં બોળી અને તેનાથી પાણી ઊલેચીને બહાર ફેંક્યું, બીજી વાર પણ તેણે એમ જ કર્યું, ત્રીજી વાર પણ એમ જ કર્યું, ચોથી વાર પણ એમ જ કર્યું, એ જોઈને હિટલર એકદમ ઉશ્કેરાઈ ગયો. "આ શી રમત આદરી છે ?"
"હું જાણું છું કે આમાં ઘણો સમય લાગશે." ચર્ચિલે શાંતિથી કહ્યું, "પરંતુ એક વખત આ જ રીતે આખોય હોજ ઉલેચાઈ જશે અને માછલી બહાર નીકળી આવશે અને આ જ રીતે એક દિવસ અમે લડાઈ જીતી જઈશું."