HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

16 ડિસેમ્બર, 2015

New Changes in Semester I and III examination Answer key 2015

દેશમાં નવી શિક્ષણ નીતિ ઘડાઈ રહી છે જેના માટે કેન્દ્રની નેશનલ એજ્યુકેશન પોલીસી કમિટીના ચેરમેન સહિતના પાંચ સભ્યોની ટીમે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગલે જઈ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની મુલાકાત લીધી હતી જ્યાં ૪૫ મિનિટ સુધી આ ટીમે શિક્ષણના વિવિધ પ્રશ્નો પર ચર્ચા- વિચારણા કર્યા બાદ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટેના ઉપાયો હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.
RTE, શિક્ષકો સહિતના વિવિધ પ્રશ્નો કેવી રીતે ઉકેલવા અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ બનાવવાના ઉપાયો હાથ ધરાશે
જે ચર્ચા થઈ હતી તેમાં મુખ્યત્વે રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદામાં રહીને સારી રીતે અમલ કરવો, શિક્ષકોના જાતજાતના પ્રશ્નો ઉકેલવા તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શું કરી શકાય તેની ચર્ચા- વિચારણા થઈ છે. આ બધામાં વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રમાં રખાયું હતું. જો તેઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે તો જ તેઓ પોતે આર્થિક રીતે પગભર થઈ શકશે અને સમાજની સેવા કરી શકશે. આગામી ૨૦ વર્ષ પછીના વિદ્યાર્થીઓ કેવા હોવા જોઈએ તેનું અનુમાન પણ કરાયું હતું.
કમિટીના ચેરમેન સુબ્રમણ્યમે ગુજરાતના વિવિધ પ્રોજેક્ટો જેમાં ખાસ કરીને કન્યા કેળવણી, ગુણોત્સવ, પ્રવેશોત્સવની સફળતાથી પ્રભાતિ થઈ તેની વાતો કરી છે. ખુદ મુખ્યમંત્રી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે પ્રયત્નશીલ હોવાનું તેમજ એજ્યુકેશન માટે સરકાર ગુજરાતમાં સારો સપોર્ટ આપતી હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ ઉચ્ચ અધિકારીઓને શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ધ્યાન આપવા તેમજ પોઝિટીવ સુચનો કરવાનું જણાવ્યું હતું. સરકાર શિક્ષણ માટે તમામ મદદ કરશે એવી ખાતરી પણ આપી હતી. આ મિટિંગમાં શિક્ષણ સચિવ, સ્કૂલ કમિશ્નર તથા અન્ય અધિકારીઓ જોડાયા હતા.
બીજી બાજુ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગોવા એમ પાંચ રાજ્યોના શિક્ષણ સચિવો પણ કમિટીને મળ્યા હતા. દરેક રાજ્યના સચિવ દ્વારા પોતાના રાજ્યમાં જે કોઈ મુશ્કેલીઓ કે સમસ્યા છે તેની રજૂઆતો કરી હતી. ખાસ કરીને શિક્ષકોની ભરતી, રજાના પ્રશ્નો વગેરેની વાતો મુખ્ય હતી. ઉપરાંત વહીવટી કાર્યવાહીમાં થતા સરકારી હસ્તક્ષેપ અંગે પણ રજૂઆત કરી હતી.
કોલેજ તથા યુનિવર્સિટીના VC ઓને સ્વાયત્તતાની ફરજ બજાવવા દેવી જોઈએ તો જ તેઓ સક્રિય થઈને કામગીરી કરી. નિયંત્રણો ન હોવા જોઈએ બપોર પછી કેન્દ્રીય ટીમને ગુજરાતના શિક્ષણવિદો સાથે પણ મુલાકાત કરી હતી.
 જેમાં કમિટીએ આ નવી શિક્ષણ નીતિ માટે સૂચનો મંગાવ્યા હત. હવે આવતીકાલે મંગળવારે ટીમ અમદાવાદની વિવિધ સ્કૂલોની મુલાકાત લેશે. સવારે મીઠાખળીમાં આવેલી મહાત્મા ગાધી ઇન્ટનેશનલ સ્કૂલ, છારોડીની સ્માર્ટ સ્કૂલની તેમજ બપોર પછી મણિનગરની કેટલીક સ્લમ સ્કૂલોની મુલાકાત લેશે.
 

2015 : Great Discoveries

૧. મંગળ પર જીવન હોઈ શકે છે.
૨. અંતરિક્ષમાં એક સુપરવોઇડ-કોલ.
૩. પૃથ્વી જેવો જ બીજો ગ્રહ કેપ્લર.
૪. પ્લુટો પર પાણીનાં જળાશયો.
પૃથ્વીવાસીઓ માટે મંગળ એક રહસ્યમય ગ્રહ રહ્યો છે. છેલ્લાં ૧૦ હજાર વર્ષથી પૃથ્વી પર વિચરતા અને પશુઓ ચારતા ભરવાડોએ રાત્રિના સમયે અત્યંત ઉત્સુકતાપૂર્વક આકાશમાં ચમકતા તારા અને ગ્રહોને નિહાળ્યા છે. રાત્રે ખરતા તારાઓ, ઉલ્કાઓ અને પૂંછડિયા તારાને તે ભારે વિસ્મયપૂર્વક જોતા આવ્યા છે. મંગળ એ રાતા ગ્રહ તરીકે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં તેને રેડ પ્લેનેટ કહે છે. જયોતિષીઓ લોકોને મંગળનાં નામે ડરાવતા આવ્યા છે પરંતુ વૈજ્ઞાાનિકો માટે મંગળ એક રસપ્રદ ગ્રહ છે.
નાસાએ તાજેતરમાં જ મંગળ અંગે કેટલીક રસપ્રદ માહિતી પહેલી જ વાર વિશ્વ સમક્ષ ઉપલબ્ધ કરાવી છે. નાસાએ મંગળ પર સંશોધન માટે માર્સ મિશન મોકલ્યું હતું. નાસાની ખોજ પ્રમાણે આજથી લગભગ ચાર બિલિયન વર્ષ પૂર્વે સૂર્ય-પવનોને કારણે મંગળ પરનું વાતાવરણ નાશ પામ્યું હતું. આ ખોજ પ્રમાણે પહાડો પરથી ખારું પાણી નીચેની તરફ વહેતું હોવાનું જણાયું છે. નાસાનાં માર્સ મિશને છેલ્લા એક વર્ષમાં જે તસવીરો મોકલી છે તેના આધારે આ ફલશ્રુતિ પ્રાપ્ત થઈ છે. આ સંશોધન બાદ મંગળ પરનું અભિયાન હવે એક નવા જ યુગમાં પ્રવેશી રહ્યું છે.
વિશ્વના સહુથી સુપ્રસિદ્ધ અવકાશયાત્રી ક્રિસ હેડફિલ્ડનું આ મંતવ્ય છે. તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરના સહુથી પ્રથમ કેનેડિયન કમાન્ડર હતા. આ આંતરરાષ્ટ્રીય સ્પેસસ્ટેશન દર ૯૨ મિનિટે પૃથ્વીની આસપાસ ચક્કર લગાવે છે, તેમણે જે અનેક તસવીરો પૃથ્વીને મોકલી હતી તે તસવીરો હવે સોશિયલ મીડિયા પર મુકાતાં તેમને અનેક પ્રશંસાપુષ્પો મળી રહ્યાં છે. ક્રિસ હેડફિલ્ડ કેનેડામાં ટોરોન્ટો ખાતે રહે છે.
૨૦૧૫નાં વર્ષની જે શ્રેષ્ઠ ખોજ છે તે આ પ્રમાણે છે.
(૧) એપ્રિલ ૨૦૧૫ : અંતરિક્ષવાસીઓને અંતરિક્ષમાં એક સાવ ખાલી એવું ક્ષેત્ર મળ્યું હતું જેને સુપરવોઇડ પણ કહે છે. અત્યાર સુધીમાં મળેલું આ બિગેેસ્ટ ઓબ્જેક્ટ કહેવાય છે, તે કોલ્ડ સ્પોટ તરીકે પણ જાણીતું છે, અત્યારે તે સાવ ખાલી છે પરંતુ તેમાં ૧૦ હજાર ગેલેક્સીઝ સમાવી શકાય એટલું તે વિશાળ છે.
(૨) જુલાઈ ૨૦૧૫ : ધી કેપ્લર સ્પેસ ટેલિસ્કોપે પૃથ્વી જેવો જ એક ગ્રહ શોધી કાઢયો, તે હવે કેપ્લર તરીકે પણ ઓળખાય છે, તે પૃથ્વીથી ૧,૪૦૦ પ્રકાશવર્ષ દૂર છે અને પૃથ્વીથી ૬૦ ગણો પહોળો છે.
(૩) સપ્ટેમ્બર ૨૦૧૫ : નાસાએ ઘોષણા કરી કે, મંગળ પર પ્રવાહી સ્વરૂપે પાણી અસ્તિત્ત્વ ધરાવે છે. મંગળ પર ઉનાળામાં પાણી ઉપરના વિસ્તારોમાંથી નીચે વહેતું જણાયું છે. આ કારણે થિયરીકલી મંગળ પર જીવન સંભવિત છે.
(૪) ઓક્ટોબર ૨૦૧૫ : નાસાના ન્યૂહોરાઇઝન સ્પેસક્રાફટે શોધી કાઢયું કે, પ્લુટો નામના ગ્રહ પર પણ પાણીનાં કેટલાંક તળાવો છે. આ જળાશયો લાલ રંગના બરફની જેમ સચવાયેલાં છે. આ ગ્રહની આસપાસ ઊડતાં અંતરિક્ષયાને એવું પણ શોધી કાઢયું છે કે પ્લુટોની આસપાસનું વાતાવરણ પૃથ્વીનાં જેવું જ ભૂરું છે.
આ ૨૦૧૫નાં વર્ષનાં લેટેસ્ટ સંશોધનો છે.
આમ તો અંતરિક્ષને આંબવાની સ્પેસ-રેસ ૬૦ના દાયકાથી શરૂ થઈ હતી. સહુથી પહેલાં રશિયાએ સ્પુટનિક નામનું યાન અંતરિક્ષમાં મોકલી વિશ્વને ચોંકવી દીધું હતું. તેમાં લાયકા નામની બિલાડીને અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી, તે પછી અમેરિકાએ અંતરિક્ષ સંશોધનમાં પોતાની સર્વોપરીતા સિદ્ધ કરવા ચંદ્ર પર અંતરિક્ષયાન મોકલ્યું અને નીલ આર્મસ્ટેંગ અને બઝ આલ્ડ્રાન નામના બે અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર પર મોકલ્યા હતા. આ રશિયા અને અમેરિકા વચ્ચેનું એક પ્રકારનું શીત યુદ્ધ જ હતું. વર્ષો બાદ એ શીત યુદ્ધ સમાપ્ત થઈ ગયું. આજે અમેરિકા અને રશિયા ઘણાં અંતરિક્ષ સંશોધનમાં એકબીજાના સાથી છે, એ કારણે જ હવે નવાં સંશોધનો વિશ્વને પ્રાપ્ત થઈ રહ્યાં છે. પૃથ્વીવાસીઓને એ વાત જાણવામાં હંમેશાં રસ રહ્યો છે કે શું આ બ્રહ્માંડમાં આપણે એકલા જ છીએ ? શું બીજા ગ્રહો પર આપણાં જેવા અથવા તો આપણાંથી જુદા પ્રકારના માનવજીવો વસે છે ?
કેનેડિયન અવકાશયાત્રી ક્રિસ હેડફિલ્ડ કહે છે : "હવે આપણી પાસે વધુ બહેતર ટેલિસ્કોપ છે. અંતરિક્ષમાં ચમકતા તારાઓની આસપાસના સંખ્યાબંધ ગ્રહોને આપણે જોઈ શકીએ છીએ. તે કેટલા દૂર છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ, એટલું જ નહીં, હવે આપણે બીજી ગેલેક્સીઓ પણ જોઈ શકીએ છીએ અને તે ગેલેક્સીઓમાં કેટલા તારા છે તે પણ ગણી શકીએ છીએ. બ્રહ્માંડમાં આપણી પૃથ્વી જેવા અને જેટલા બીજા કેટલા ગ્રહો છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ." આવું આજ પહેલાં કદી શક્ય બન્યું નથી. ૨૦૧૫નું વર્ષ જ એક એવું વર્ષ રહ્યું છે કે જ્યારે મંગળ એ સૂકો ગ્રહ નથી પરંતુ તેના પર પાણી છે તેનો મજબૂત પુરાવો આપણને મળ્યો છે.
મંગળ પર રોવર નામનું એક વાહન ઉતારવામાં આવ્યું છે. આ વિહિકલ મંગળ પરના ઊબડખાબડ રસ્તાઓ પર ચાલી શકે છે, તેની પર અનેક સેન્સર્સ લગાડવામાં આવેલાં છે તે મંગળ પરનાં હવામાન, તાપમાન, મંગળની ભૂમિમાં રહેલાં તત્ત્વોથી માંડીને પાણી વિષેની રસપ્રદ માહિતી અને તસવીરો પૃથ્વી પરના કંટ્રોલરૂમને મોકલે છે. આ સંશોધનોના આધારે વૈજ્ઞાાનિકો એવી ધારણા પર આવ્યા છે કે, મંગળ પર બેક્ટેરિયા જીવી શકે તેવી લાઇફસપોર્ટ સિસ્ટમ તો છે જ.
અંતરિક્ષયાત્રી ક્રિસ હેડફિલ્ડ કહે છે કે, મંગળ પર ભલે જળાશયોના સ્વરૂપમાં નહીં પરંતુ ભેજવાળી જમીનનાં પાતળાં પડ પર પાણી છે તે સંશોધન 'ગેમ ચેન્જર' હશે, કારણ કે જ્યાં પાણી છે ત્યાં જીવન છે, પછી ભલે તે કોઈ પણ સ્વરૂપમાં હોઇ શકે છે જ્યાં ઉષ્ણતા છે અને પાણી છે ત્યાં જીવન છે. અલબત્ત, મંગળ પર કોઈ જીવન છે તેનો કોઈ આધાર-પુરાવો આપણી પાસે નથી પરંતુ હવે પાણીનાં અસ્તિત્વને કારણે મંગળ પરનું સંશોધન એક નવા જ તબક્કામાં પ્રવેશે છે અને ત્યાં જીવનની ખોજ માટે એક કડી તો પ્રાપ્ત થઈ જ છે.
કેનેડિયન અંતરિક્ષયાત્રી ક્રિસ હેડફિલ્ડ હાલ નિવૃત્ત જીવન ગાળે છે પરંતુ અંતરિક્ષમાં રહેલા ગ્રહોનાં સંશોધન માટે તેઓ આશાવાદી છે. તેઓ કહે છે : "આ બ્રહ્માંડમાં આપણે તો સાવ સૂક્ષ્મ કણ જેવા છીએ. આપણે યુનિવર્સનું કેન્દ્ર પણ નથી. બ્રહ્માંડમાં આપણા જેવા અસંખ્ય ગ્રહો અને તારા છે. એ બધા આપણાથી અત્યંત દૂર છે છતાં દૂર દૂર ટમટમતા તારાઓની કે ગ્રહોની દુનિયા કેવી છે તે જાણવાની ઉત્સુકતાનો અંત કદી આવવાનો નથી. અંતરિક્ષમાં ડોકિયું એ એક પ્રકારની ફેન્ટાસ્ટિક વોયેજ છે.

Get Update Easy