૨૩ ડિસેમ્બરે યોજાનારી સભામાં ધો-૧૦માં ગણિતનો સમય વધારવા પ્રશ્ન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી સામાન્ય સભા ૨૩ ડિસેમ્બરે મળશે. સભામાં બોર્ડના સભ્યોએ પોતાના પ્રસ્તાવો અને પ્રશ્નો બોર્ડને મોકલી આપ્યા છે. જેમાં એક સભ્યએ એલ.સી. અંગેના બે પ્રસ્તાવો રજૂ કર્યા છે. જ્યારે ધો-૧૦માં ગણિતમાં સમય વધારવા અને પરીક્ષાના ફોર્મ વહેલા ભરાતા હોઈ તે બીજા સત્રમાં ભરાય તે અંગે પણ પ્રશ્નો પુછાયા છે.
આ સભામાં બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટ દ્વારા ત્રણ પ્રસ્તાવો રજૂ કરાયા છે. જેમાં ધો-૧૨નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી એલ.સી. લઈ ગયા બાદ જો એલ.સી. ખોવાઈ જાય ત્યારે તેને સોગંદનામુ કરવું પડતું હોઈ સમય, શક્તિ અને નાણાંનો વ્યય થાય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થી કે વાલી સોગંદનામા પ્રકારની બાંહેધરી સાદા કાગળમાં આપે તો તેને એલ.સી. આપવું જોઈએ તેવો પ્રસ્તાવ રજૂ કરાયો છે. જ્યારે શિક્ષણ બોર્ડની બેઠકો વખતે પ્રેસ પ્રતિનિધિઓને પ્રવેશ આપવામાં આવે તે અંગે પ્રસ્તાવ કરાયો છે. જ્યારે ડો. પ્રિયવદન કોરાટે ધો-૧૦માં ગણિત વિષયને લઈને પ્રશ્ન ઊભો કર્યો છે. તેમણે પ્રશ્ન કર્યો છે કે ધોરણ-૧૦માં OMR પધ્ધતિમાં તમામ વિષયો માટે સરખો સમય ફાળવાય છે ત્યારે ગણિતમાં ગણતરી કરવાની થતી હોવાથી ગણિત વિષય પુરતો સમય વધારવાનું બોર્ડ વિચારે છે કે કેમ તે અંગે જવાબ માંગ્યો છે. ઉપરાંત બોર્ડની પરીક્ષા માટેના આવેદનપત્રો વર્ષની શરૂઆતમાં જ ભરાઈ જતાં હોઈ ફોર્મ ભરાયા બાદ વિદ્યાર્થીઓ શાળામાં આવતા નથી જેથી પરીક્ષાના ફોર્મ બીજા સત્રમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ભરાય તે અંગે બોર્ડ વિચારે છે કે કેમ તેવો પ્રશ્ન પુછ્યો છે. બોર્ડના સભ્ય વાલા ખેરે સાયન્સ સેમેસ્ટરની પરીક્ષામાં આન્સર કીમાં ભૂલના કારણે ગ્રેસિંગ આપવાનું નક્કી કરાયું છે કે કેમ તે અંગે પ્રશ્ન કર્યો છે. ઉપરાંત બોર્ડ સભ્ય ડો. હરેશકુમાર વાઢેળે પ્રશ્ન કર્યો હતો કે, જુલાઈમાં બોર્ડના ચૂંટાયેલા સભ્યોની મુદ્દત પૂરી થાય છે ત્યારે નવા જિલ્લાઓ અમલમાં આવવાના લીધે મતદાર યાદી તૈયાર કરવાની કાર્યવાહી કરવાની થાય તો બોર્ડ મતદારયાદી તૈયાર કરવાનું વિચારે છે કે કેમ તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે.
ગાંધીનગર તા. ૧૭ : રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા
તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને અપાતા ‘શ્રેષ્ઠ શિક્ષક
પારિતોષિક' પસંદગી માટેના માપદંડોમાં ફેરફાર કરાયા છે. સુધારેલા માપદંડોમાં
શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો-આચાર્યો
માટે ગુણોત્સવમાં ઓછામાં ઓછા એ અથવા બી ગ્રેડ મેળવ્યા હોય તેવી શાળાઓના
શિક્ષકો-આચાર્યો તેમજ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષક માટે પોતાના
વિષયનું બોર્ડનું પરિણામ જે વિભાગ માટે અરજી કરી હોય તેમાં છેલ્લા ત્રણ
વર્ષમાં ૮૦ ટકાથી વધુ અને શાળાનું પરિણામ ૮૦ ટકાથી વધુ હોવું જોઈએ.
શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકમાં પસંદગી માટેની સુધારેલી જોગવાઈ મુજબ શિક્ષકો, સી.આર.સી, કેળવણી નિરીક્ષક ઉપરાંત આ વખતે બી.આર.સી., મદદનીશ કેળવણી નિરીક્ષકનો પણ સમાવેશ કરાયો છે. સરકારી પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટે ૧૫ વર્ષનો અનુભવ જરૂરી છે. માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો, સી.આર.સી, બી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષક (માધ્યમિક) અને કેળવણી નિરીક્ષક માટે કુલ ૧૫ વર્ષના અનુભવમાં જે તે જગ્યા ઉપરનો ૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ. અપંગ કેટેગરી માટે ૧૫ વર્ષનો શિક્ષક તરીકેનો અનુભવ નક્કી કરવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારની પસંદગી માટે પ્રથમવાર રાજયમાં ૪ સુધારેલી જોગવાઇ મુજબ ઝોનની રચના કરવામાં આવી છે. ઝોન-૧ના શહેરી વિસ્તારવાળા ૭ જિલ્લાઓમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર અને જૂનાગઢ; ઝોન-૨ના નવા ૭ જિલ્લાઓમાં અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકા; ઝોન-૩ના ૯ જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ તેમજ ઝોન-૪ના ૧૦ જિલ્લાઓમાં મહેસાણા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર અને કચ્છનો સમાવેશ થાય છે.