HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

18 નવેમ્બર, 2015


૭મું વેતનપંચ ર૦મીએ રિપોર્ટ સુપરત કરશે
કેન્‍દ્રીય કર્મચારીઓનો પગાર ૧પ% વધશે

   નવી દિલ્‍હી તા.૧૭ : સાતમુ પગાર પંચ ર૦ નવેમ્‍બરે નાણા મંત્રાલયને પોતાની ફાઇનલ રિપોર્ટ સોંપશે. ૧ જાન્‍યુઆરી ર૦૧૬ દરમ્‍યાન તેની ભલામણો લાગુ પડશે. તેની ભલામણોથી કેન્‍દ્ર સરકારના ૪૮ લાખ એમ્‍પ્‍લોયી અને પ૪ લાખ પેન્‍શનધારકોને લાભ મળશે. સુત્રોના જણાવ્‍યા મુજબ સાતમું પે કમીશન કર્મચારીઓને પગારમાં ૧પ ટકા સરેરાશ વધારો આપશે.
   માનવામાં આવી રહ્યુ છે કે, ૯૦૦ પેઇઝની આ રિપોર્ટમાં ગ્રુપ-એના અંતર્ગત આવતી સેવાઓમાં સમાનતાની સલામ આપવામાં આવી છે. કેન્‍દ્ર સરકારમાં ઉંચા પદો પર કાબેલ અધિકારીઓ માટે આ સલાહ આપવામાં આવી છે. પેનલ ફેબ્રુઆરી-ર૦૧૪માં નિમાર્ણ કરવામાં આવ્‍યુ હતુ અને તેને ૧૮ મહિનામાં રિપોર્ટ સોંપવાનું કહેવામાં આવ્‍યુ હતુ. જો કે ઓગષ્‍ટમાં સરકારે ફાઇનલ રિપોર્ટ સોંપવા માટે તેને ચાર મહિનાનો એટલે ડિસેમ્‍બર સુધીનું એકસટેન્‍શન આપ્‍યુ હતુ.
   આ રિપોર્ટમાં સરકારી કર્મચારીઓની સર્વિસ કંડીશનમાં સુધારા ઉપરાંત તેના વેતન અને ભથ્‍થા અંગે રિવાઇઝ કરવાનો સુઝાવ આપવામાં આવ્‍યો છે. આ રિપોર્ર્ટથી પબ્‍લીક સેકટરના એમ્‍પ્‍લોયીઝ અને કેન્‍દ્ર સરકારની સ્‍વાયત સંસ્‍થાઓના કર્મચારીઓ પર પણ અસર થશે. આ રિપોર્ટ અનુસાર જ પોતાના એમ્‍પ્‍લોયીઝના પગારમાં સુધારો થશે.
   પેનલ બનતા પહેલા જ ગ્રુપ-એ હેઠળ આવતી ૩૬ સંસ્‍થાનોના કમીશન સાથે બરાબરીની માંગ કરી હતી ઉપરાંત તેઓએ મેરીટના આધારે પોસ્‍ટીંગની માંગ પણ કરી હતી. આઇએએસના અધિકારીઓએ પણ કર્મચારી મંત્રાલય અને કેબીનેટ સચિવાલયને પોતાની માંગો મોકલી હતી. તેઓનું કહેવુ હતુ કે, તેઓને આપવાના અતિરિકત ફાયદાઓ મળવા જોઇએ.

 ઘો ૧૦ અને ઘો ૧૨ ( સામાન્ય પ્રવાહ)નાં આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ બાબતે

ધોરણ-૧૦ : આવેદનપત્રમાં સુધારાની તારીખ ૮મી રહેશે
ધોરણ-૧૨માં આવેદનપત્રની અંતિમ તારીખ ૧૧મી : ઓનલાઈન સુધારા માટે કોઈપણ પ્રકારની લેટ ફી લાગશે નહીં : ફોર્મ ભરાઈ જશે તે મુજબની જ ફી લેવામાં આવશે

   ­અમદાવાદ, તા.૧૬,ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તમામ શાળાઓને માર્ચ ૨૦૧૬ની બોર્ડની પરીક્ષાના આવેદન પત્રમાં ઓનલાઈન સુધારા કરવા માટેની અંતિમ તારીખ અંગે માહિતી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ-૧૦ના આવેદન પત્રમાં સુધારા કરવાની તથા લેટ ફી સાથે આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ આઠમી ડિસેમ્‍બર રહેશે જ્‍યારે ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહના આવેદનપત્રમાં સુધારા કરવાની તથા લેટ ફી સાથે આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ ૧૧મી ડિસેમ્‍બર રહેશે. પરીક્ષાના આવેદનપત્રોમાં સુધારા કરવા માટે આચાર્યોની મંજુરીનું ટિક માર્ક કાઢી નાંખીને સુધારા કરી શકાશે. ત્‍યારબાદ ફરીથી આચાર્યોની મંજુરીનું ટિક માર્ક કરી દેવાનું રહેશે. જો પ્રિન્‍સીપાલની મંજુરીનું ટિક માર્ક રહેશે નહીં તો આવેદન પત્રો બોર્ડ દ્વારા સ્‍વિકારવામાં આવશે નહીં.
   લેટ ફી તથા લેટ ફી સમયગાળાની વાત કરવામાં આવે તો સ્‍લેબ-૧માં લેટ ફી ૨૫૦ રૂપિયા રહેશે અને ધોરણ-૧૦માં આ ગાળો નવમી નવેમ્‍બરથી ૧૮મી નવેમ્‍બર વચ્‍ચેનો રહેશે. બોર્ડ દ્વારા અંતિમ તારીખ બાદ કોઈપણ પ્રકારના સુધારાને સ્‍વિકારવામાં આવશે નહીં. બોર્ડ દ્વારા જણાવાયું છે કે આવેદનપત્રોમાં કોઈપણ પ્રકારના સુધારાઓ નક્કી કરવામાં આવેલી તારીખોના ગાળામાં જ કરી શકાશે. અત્રે નોંધનીય છે કે, શાળાઓ દ્વારા ભરવામાં આવતા ચલણની એન્‍ટ્રી બોર્ડ દ્વારા બેંક સાથે ચકાસવામાં આવે છે. ભરવામાં આવેલી રકમ બાદ અંતિમ તારીખ સુધી બાકી રહેતી ચલણની એન્‍ટ્રી કરી શકાશે. બોર્ડની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. ઓનલાઈન સુધારા માટે કોઈપણ પ્રકારની લેટ ફી લાગશે નહીં. જે તારીખે ફોર્મ ભરાયું હશે તે મુજબની જ ફી લાગશે. પરંતુ અંતિમ તારીખ બાદ કોઈપણ પ્રકારના સુધારાઓ સ્‍વિકારાશે નહીં.


Get Update Easy