વિશ્વ ડાયાબિટીસ દિવસ
Blue-circle-usage-guidelines.pdf |
૧૪ નવેમ્બરને વિશ્વભરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . યુનાઇટેડ નેશન્સએ ૨૦૦૬ માં રીઝોલ્યુશન પસાર
કરીને ૧૪ નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે જાહેર કર્યું છે. ૧૪ નવેમ્બરની
પસંદગી કરવા માટેનું કારણ ડૉ ફ્રેડરિક બેન્ટિંગ છે . ડૉ ફ્રેડરિક બેન્ટિંગે
૧૯૨૧માં ઇન્સ્યુલીનની શોધ કરી હતી.
સૌ પ્રથમ વિશ્વ ડાયાબિટીસ દિવસ ૧૪ નવેમ્બર ૨૦૦૭માં ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વ ડાયાબિટીસ દિવસે વિશ્વભરમાં ડાયાબીટીસના દર્દીઓને ડાયાબીટીસ અંગે
જાગૃત કરવામાં આવે છે. વિશ્વભરમાં ૨૦૦ મિલિયનથી વધુ ડાયાબીટીસના દર્દીઓ
છે. લક્ષણો
અગાઉ આ રોગનું નિદાન આટલું સરળ અને ઝડપી ન હતું જેટલું આજે સરળ છે. અગાઉ
ડાયાબિટીસના રોગના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધુ હતી. કારણ કે પૂરતી
પરેજી અને સારવારનો અભાવ હોવાથી દર્દીઓ મોતનાં શરણે જતાં હતાં. આ રોગ આજે
સાયલેન્ટ કિલર તરીકે ઓળખાય છે. પેનક્રિયાસ ગ્રંથિમાં વિકાર થવાથી, લોહીમાં /
પેશાબમાં શુગરનું પ્રમાણ વધવાથી રોગીની સ્થિતિ ગંભીર બને છે. જે ઘાતક અને
મારક બને છે. જ્યારે લોહીમાં શુગર વધી જાય તો દર્દી બેહોશ થાય છે.
કારણો (૧) વધારે ભોજન કરવું.
(ર) પરેજી ન પાળવામાં આવે.
આ પ્રકારને પ્રકાર – ૧ ડાયાબિટીસ કહે છે. આ રોગથી દર્દીને જ્યારે ઈજા થાય, હાર્ટએટેક આવે, ઓપરેશન કરવામાં આવે ત્યારે ઈન્ફેક્શન થાય. ત્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય અને દર્દી બેહોશ થઈ જાય.
પ્રકાર – ૨ ડાયાબિટીસમાં અથવા વગર ઈન્સ્યૂલિન પર નિર્ભર ડાયાબિટીના દર્દીની આવી અવસ્થા બને છે.
શું ધ્યાન રાખશો ?
બ્લડમાં શુગરને નિયંત્રણમાં રાખો.
બીપી અને રક્તવસાની નિયમિત તપાસ કરાવો. જો વધે તો સારવાર કરાવો.
દર વર્ષે આંખની તપાસ કરાવો. આ તપાસ અંધારામાં કરવી જરૃરી. ઘણી વાર આંખના ફોટા પણ લેવામાં આવે છે.
પગ અને ત્વચાની તપાસ કરાવવી. ઈજા દરમિયાન ચેપ લાગે તો કાળજી રાખવી.
ધૂમ્રપાન બંધ કરો. હાઈ બીપીમાં વ્યસનોથી દૂર રહો.
કિડનીની તપાસ કરાવો. લોહી – પેશાબના નમૂના લઈ તપાસ કરાવવી.
લોહીમાં શુગર ઓછી થવી
મગજને મળતી ઊર્જા ગ્લુકોઝના કારણે મળે છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝ ઓછું થાય ત્યારે તેને હાઈપોગ્વાયસીમિયા કહે છે. તેનાથી મગજને પૂરતી ઊર્જા ન મળે ત્યારે મગજની કામ કરવાની શક્તિ પર અસર પડે છે. ઊંઘ વધુ આવે, થાક લાગે, ચીડિયાપણું જેવાં લક્ષણો છે. હૃદયના ધબકારા વધે છે. કંપનો થાય તેવી અનેક સમસ્યા.
કારણો
વધુ પડતી ડાયાબિટીસના દવાઓ / ગોળીઓ લેવાથી.
વધુ પડતું ઈન્સ્યૂલિન લેવાથી
ભોજન ન લેવું.
વધારે પરિશ્રમ, વધારે કેલેરી બળવી.
વધુ પડતો આલ્કોહોલ.
વધુ વ્યાયામ, ઓછું ભોજન લેવાથી.
લક્ષણો
શરીરનું સમતોલન ગુમાવવું, ધબકારા વધવા, ગભરાટ, માથામાં દુઃખાવો, કંપન, બેચેની થવી, જીવ ગભરાવો, ઊલટીઓ થવી, ઊબકા આવવા, આંખોમાં ઝાંખપ, ઓછું દેખાવું, નશા જેવી બેહોશીની હાલત.
કેવી રીતે બચશો?
લોહી – પેશાબની તપાસ નિયમિત રીતે કરાવતા રહો. ખીસ્સામાં ખાટી – મીઠી ગોળીઓ રાખવી અને જરા પણ થાક લાગે ત્યારે ગોળીઓ લેવી.
ડિપ્રેશનથી ડાયાબિટીસ
ડિપ્રેશન – સ્ટ્રેસના કારણે ટાઈપ – ૨ ડાયાબિટીસ થાય. સ્થૂળતા અને આળસુપણાના કારણે પણ ડાયાબિટીસની સમસ્યા વકરે છે. આવા દર્દીએ કેન્સરની તપાસ પણ સમયાંતરે કરતા રહેવું જરૃરી છે.
યોગાભ્યાસ
બે વાર સૂર્યનમસ્કાર કરો – આસનો – કમર ચક્રાસન, પશ્ચિમોત્તાનાસન, યોગામુદ્રા, વજ્રાસન, પવન મુક્તાસન, હસી પાદોત્તાનાસન વગેરેનોે અભ્યાસ કરવો.
ત્રણ અઠવાડિયા પછી…
ઉષ્ટ્રાસન, સુપ્ત વજ્રાસન, સલભાસન, ધનુરાસન, હલાસન, મકરાસન, સર્વાંગાસન વગેરે કરવાં. આસનો પછી પાંચ મિનિટ શવાસન કરો.
પ્રાણાયામ
કપાલભાતિ, નાડીશોધન, ભસ્ત્રિકા, ઉડ્ડિયાન બંધ લગાવવાનો અભ્યાસ કરવો. અગ્નિસાર ક્રિયા શ્વાસ બહાર કાઢવો. પેટને અંદર લઈ ઉડ્ડિયાન બંધ લગાવો. ગરમ – ઠંડા શેક સાંજે લેવા. ઘરે ૧૦ – ૧૫ બાદ યોગ નિદ્રા કરો.
આહારની પરેજી
મેંદાની રોટલી, ચોખા, છોતરાં વગરની દાળો, તળેલી, શેકેલી ચીજો વધુ પ્રમાણમાં ભોજન, મરી – મસાલાવાળો ખોરાક ન લેવો.
સાંજે કાળા મરી, આદું, ઈલાયચી અને તુલસીની ચા દૂધ નાખી લઈ શકાય.
શરીર ભારે ચરબીવાળું હોય તો ફળ, શાકભાજીઓને સલાડ લેવો. એક વાર જ ભોજન લેવું.
પ્રસન્ન ચિત્ત રાખો. માનસિક તણાવથી દૂર રહો. કલેશ – કંકાસ – ઝઘડો વગેરેથી દૂર રહો. ભોજન કર્યા પછી તરત જ ભારે પરિશ્રમ ન કરો.
ખાંડ – મીઠાઈ ઓછી કરો. શાક, ફળો, લસાડ, જ્યૂસ, કારેલાનો રસ, મેથીનો રસ, આમળાનો રસ, લીંબુ, ચોકર, છોતરાંવાળી દાળ, સંતરાં, અનાનસ, જાંબુ વગેરે લેવા.
બે ભાગ ઘઉં અને એક ભાગ જવ, ચણા, સોયાબીન વગેરેનો લોટ દળી તેમાં મેથી, બથુઆ વગેરે ભેગા કરીને મીક્ષરમાં વાટી લો. આ મીક્ષરને ૬થી ૮ કલાક રાખી મૂકો. તેની સાંજે એક કે બે રોટલી લો. તેની સાથે ફળો, શાકભાજીનો સલાડ લો. એક વાડકી દહીં વગેરે લો.