HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 ઑક્ટોબર, 2015

નવરાત્રિની શુભ કામનાઓ

http://www.premastrologer.com/Navratri/img/namaskar.gif

આજનો વિચાર

  • ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.


Bisag new 16 Channels Parameters
 
ધોરણ-૧૦ અને ૧૨ના ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા અલગ લેવા ક્‍વાયત
સંભવતઃ ડિસેમ્‍બર - જાન્‍યુ.માં આયોજન

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્‍યાર સુધી માર્ચમાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જોકે બોર્ડ દ્વારા હવે ખાનગી વિદ્યાર્થી અને રેગ્‍યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા અલગ અલગ લેવાની વિચારણા હાથ ધરી છે. સંભવત આ મુદ્દે જો નિર્ણય લેવાઈ જાય તો આ વખતથી જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવશે. માર્ચમાં માત્ર રેગ્‍યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવાનું અને ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા ડિસેમ્‍બર-જાન્‍યુઆરીમાં લેવાનું આયોજન થઈ રહ્યું છે. જોકે આ મુદ્દે હજુ નિર્ણય લેવામાં આવ્‍યો નથી, પરંતુ બોર્ડ હકારાત્‍મક રીતે આ દિશામાં આગળ વધી રહ્યું હોવાનું બોર્ડના સુત્રોએ જણાવ્‍યું હતું.
   પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં દરવર્ષે મોટી સંખ્‍યામાં ખાનગી વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત થતાં હોય છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચમાં રેગ્‍યુલર વિદ્યાર્થીઓની સાથે જ લેવામાં આવતી હોય છે. પરંતુ હવે આ વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચમાં રેગ્‍યુલર વિદ્યાર્થીનીઓની સાથે લેવાના બદલે અલગથી લેવાની દિશામાં બોર્ડે કવાયત હાથ ધરી છે. આ મુદ્દે સક્રિય વિચારણા ચાલી રહી છે અને સંભવત આ વખતથી જ તેનો અમલ શરૂ કરી દેવામાં આવે તેવી શક્‍યતાઓ પણ વર્તાઈ રહી છે. જોકે આ મુદ્દે હજુ સુધી સત્તાવાર નિર્ણય લેવાયો નથી. પરંતુ બોર્ડ ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા અલગથી લેવા માટે હકારાત્‍મક જણાઈ રહ્યું હોઈ નિર્ણય લેવાય તેમ સુત્રોએ જણાવ્‍યું હતું.
   અગાઉ માર્ચમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પરીક્ષા ઓક્‍ટોબરમાં લેવામાં આવતી હતી. જેથી માર્ચમાં મોટાભાગે રેગ્‍યુલર વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપતા હતા. પરંતુ ત્‍યાર બાદ ઓક્‍ટોબરની પરીક્ષા બંધ કરી જૂલાઈમાં પુરક પરીક્ષા શરૂ કરી હતી. જોકે તેમાં અમુક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકતા હોઈ અન્‍ય વિદ્યાર્થીઓ ફરી ત્‍યાર પછીના વર્ષે માર્ચમાં રેગ્‍યુલર વિદ્યાર્થીઓ સાથે પરીક્ષામાં ઉપસ્‍થિત રહેતા હતા. જોકે હવે બોર્ડ ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા જ અલગ લેવા માટે તૈયાર કરી રહ્યું છે. સંભવત ડિસેમ્‍બર-જાન્‍યુઆરીમાં ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા અલગથી લેવામાં આવે તેવી શક્‍યતા છે.
   એમ.એમ. પઠાણ (ઓએસડી, શિક્ષણ બોર્ડ) ધોરણ-૧૦ની પરીક્ષામાં આ વખતે ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા અલગથી લેવાની દિશામાં સક્રિય વિચારણા ચાલી રહી છે. જેમાં ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા ડિસેમ્‍બર-જાન્‍યુઆરીમાં લેવાનું આયોજન કરી શકાય કે કેમ તે દિશામાં હાલમાં ચર્ચા ચાલી રહી છે.
   જી.ડી. પટેલ (પરીક્ષા સચિવ, શિક્ષણ બોર્ડ) ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહના ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા પણ ધોરણ-૧૦ની જેમ અલગથી લેવાની વિચારણા ચાલી રહી છે. પરંતુ આ અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્‍યો નથી. જો અમલ થશે તો તમામ ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા અલગથી લેવાશે.
   માર્ચનું પરિણામ ઊંચું બતાવવા અલગ પરીક્ષા ? સુત્રોના જણાવ્‍યા પ્રમાણે ખાનગી વિદ્યાર્થી અને રેગ્‍યુલર વિદ્યાર્થી એક સાથે પરીક્ષામાં ઉપસ્‍થિત થાય ત્‍યારે જાહેર થતાં પરિણામમાં ખાનગી વિદ્યાર્થીઓના નીચા પરિણામના લીધે સમગ્ર પરિણામ પર અસર પડતી હોય છે. જેથી ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષા અલગથી લેવામાં આવે તો માર્ચમાં માત્ર રેગ્‍યુલર વિદ્યાર્થીઓ જ બાકી રહેતા હોઈ તેમનું પરિણામ ઉંચુ આવી શકે તે માટે આ કાર્યવાહી કરવાની દિશામાં પગલા લેવાઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
   પોણા ત્રણ લાખ ખાનગી વિદ્યાર્થી પરીક્ષા આપે છે બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહની પરીક્ષામાં ખાનગી વિદ્યાર્થીઓની સંખ્‍યા પણ ખુબ જ મોટી હોય છે. સુત્રોના જણાવ્‍યા પ્રમાણે પોણા ત્રણ લાખ જેટલા ખાનગી વિદ્યાર્થીઓ દરવર્ષે પરીક્ષામાં ઉપસ્‍થિત રહે છે. ૨૦૧૫માં માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧.૮૭ લાખ ખાનગી વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા. જયારે ધોરણ-૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૮૫ હજાર કરતા વધુ ખાનગી વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે

pavagadh
પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
મહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે 
પંખીડા ....... ઓ પંખીડા ...... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના સુથારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડા બાજઠ લાવો રે
બાજઠ લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ....... ઓ પંખીડા ......... પંખીડા ....... ઓ પંખીડા
ઓલ્‍યા ગામના કુંભારી વીરા વેલા આવો રે
મારી મહાકાળીને કહેજો રૂડા ગરબા લાવો રે
ગરબો લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને ...........
પંખીડા .......... ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના સોનીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને કાજે રૂડી નથની લાવો રે
નથની લાવો, સુંદર લાવો, વ્‍હેલા આવો રે
મારી મહાકાળીને જઈને કહેજો ગરબે ઘૂમે રે
પંખીડા ........ ઓ પંખીડા ........
ઓલ્‍યા ગામના ગાંધીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી ચુંદડી લાવો રે
લાલ લાવો, લીલી લાવો, પીળી લાવો રે
મારી મહાકાળી જઇને ............
પંખીડા ....... ઓ પંખીડા ..........
ઓલ્‍ય ાગામના માળીડા વીરા વ્‍હેલા આવો રે
મારી મહાકાળીના કાજે રૂડી માળા લાવો રે
માળા લાવો, ગજરા લાવો, સુંદર લાવો રે
મારી મહાકાળીને ..........

ગરબા-રાસ - ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના

Garba

ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
હો....ચમકતી ચાલ અને ઘૂઘરી ઘમકાર
હો....નૂપુરના નાદ સાથે તાળીઓના તાલ
 
ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
હો....મોગરાની વેણીમાં શોભે ગુલાબ
 
નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
હો....સોળે શણગાર સજી, રૂપનો અંબાર બની
હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી
આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

Get Update Easy