HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

14 ઑક્ટોબર, 2015

આજનો વિચાર

An unexamined life is not worth living. - Socrates
 
 ખાનગી ઉમેદવારોની પરીક્ષા બાબતખાનગી ઉમેદવારોની ધો-૧૦/૧૨ ની ૨૦૧૬ ની પરીક્ષા અલગ થી લેવા બાબત 
               CLIK HERE P D F

 
ધો.૧૦ અને ધો.૧૨ ફ્રોમ ભરવા બાબતCLIK HERE P D F


धोरण -१० - १२ मा अभ्यासकरनार विद्यार्थी नी शिष्यवृति माटे
               अही किलक करो अने फॉर्म ऑन्लाइन छे. 


ગુજરાત હવે દેશનું પ્રથમ શૈક્ષણિક નેટવર્ક શરૂ કરશે
વંદે ગુજરાત અંતર્ગત ૧૬ ટીવી ચેનલોનું આજે ગાંધીનગર ખાતેથી લોકાર્પણ : ડિઝીટલ ગુજરાતની નવી મોટી સિદ્ધીઃ નવી ૧૬ ચેનલોનું લોકાર્પણ કરવામાં આવશે.
    મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલ આવતીકાલ બુધવાર તા.૧૪ ઓક્‍ટોબરના રોજ ગાંધીનગર ખાતેથી  ભારતાના સૌ પ્રથમ એવા વિશાળ શૈક્ષણિક ટેલિવિઝન નેટવર્ક વંદે ગુજરાત અંતર્ગત નવી ૧૬ ટી.વી. ચેનલોનું લોકાર્પણ કરશે અહને ગતિશીલ ગુજરાત વિકાસનું એક નવું જ સોપાન સર  કરશે. આ પ્રસંગે મંત્રી મંડળના સભ્‍યો પણ ઉપસ્‍થિત રહેશે. વદે ગુજરાત ટેલીવિઝન નેટવર્ક અંતર્ગત શરૂ થવારી આ ૧૬ ચેનલો દ્વારા રાજયના વિદ્યાર્થીઓ, યુવાનો, કારીગરો, ખેડુતો, શ્રમિકો અને મહિલાઓ સહિત રાજયના તમામ નાગરિકો જરૂરિયાત મુજબ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી  શકશે. આ નેટવર્કને કારણે કોઈપણ નાગરિક પોતાને ઉપયોગી એવું શિક્ષણ ટીવી નેટવર્ક ના માધ્‍યમથી મેળવી શકશે. આ  સુવિધાને કારણે પ્રાથમિક થી ઉચ્‍ચકક્ષાનું શિક્ષણ હવે ધરનાં ડ્રોઈગરૂમ સુધી પહોંચશે. તાલીમબદ્ધ શિક્ષકો- તજજ્ઞો દ્વારા આ શિક્ષણ અપાતું હોઈ રાજયના વિદ્યાર્થીઓ-નાગરિકો શ્રેષ્‍ઠ ગુણવત્તાવાળું શિક્ષણ આ નેટવર્ક દ્વારા મેળવી શકાશે. યુવાનોના કૌશલ્‍યવર્ધન માટે આ ટીવી નેટવર્ક દ્વારા ખાસ માર્ગદર્શન મળશે. એટલું જ નહીં, સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ વિશેની માહિતી અને પરીક્ષાનું માર્ગદર્શન પણ આ ટીવી નેટવર્ક ચેનલો દ્વારા પ્રાપ્ત થશે. આ ૧૬ ચેનલોના ટીવી નેટવર્કથી સૌથી મહત્‍વનો ફાયદો ખેડુતોને થશે. ખેતીવાડીના કાર્યક્રમો - કળષિ માર્ગદર્શન સીધા ખેડુતોના ધર સુધી ખેડુતોના પર સુધી તેમની ભાષામાં પહોંચશે. આ ચેનલો દ્વારા વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમના વધુને વધુ પ્રસાર માટે પણ પ્રયાસો થશે. આ ૧૬ ચેનલોના વિશાળ નેટવર્કથી ગુજરાત રાજયમાં શૈક્ષણિક ક્રાંતિ આવશે. શિક્ષણમા ગુણવત્તાનુ વર્ધન થશે. ટી.વી. ચેનલ દ્વારા જ મફત શિક્ષણ મળવાને  કારણે વિદ્યાર્થીઓના માતા-પિતાને ર્આથિક બોજો ધટશે અને ધરબેઠાં અભ્‍યાસના કારણે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો થશે. ખાસ કરીને સ્‍પર્ધાત્‍મક  પરીક્ષાના માર્ગદર્શનને કારણે યુવાનો વધુને વધુ સ્‍પર્ધાત્‍મક બની સફળ થશે. આ ચેનલ નેટવર્કથી ખેતી, પશુપાલન, મત્‍સ્‍યોઉદ્યોગની શ્રેષ્‍ઠ પદ્ધતિઓનું માર્ગદર્શન મળશે. ખેડુત જ્ઞાન  સમળદ્ધ બનશે. આ ઉપરાંત રાજય સરકારના  પ્રજાકલ્‍યાણલક્ષી જન અભિયાનો પ્રત્‍યે જનજાગળત્તિ સાધીને   વધુ ને વધુ લોકોને પ્રેરિત કરી શકાશે અને પ્રવળત્ત પણ કરી શકાશે. આરોગ્‍યક્ષેત્રે હવે તબીબી શિક્ષણ, જનજાગળત્તિ ઉપરાંત  ટેલિમેડિસીન દ્વારા શ્રેષ્ઠ સુવિધાઓ મળશે. મહિલા સશ્‍કિતરણને નવો વેગ મળશે.નાગરિકોમાં ડિજીટલ લિટરસી આવવાને કારણે ડીઝીટલ ગુજરાતનું સર્જન વધુ સરળ બનશે. શિક્ષણની વંચિતો પણ હવે ઓપન-સ્‍કુલ યુનિર્વસિટી દ્વારા શિક્ષણ મેળવી શકાશે. ગવર્નન્‍સમાં લોકોની સીધી ભાગીદારી વધશે. આ પ્રકારના વિશાળ ટીવી નેટવર્કને કારણે રાજય સરકારની સર્વ સમાવેશક વિકાસ યાત્રા ને એક નવું જ બળ મળશે. 
માધ્‍યમિક શિક્ષકોની ભરતી નહીં જ કરાય તો તાળાબંધી
આગામી ૨૫મી ઓક્‍ટોબર સુધીમાં માધ્‍યમિક શાળામાં શિક્ષકોની ભરતી અંગે નિર્ણય જાહેર ન કરાય તો આંદોલનઃ શાળા સંચાલક મંડળના અધિવેશનમાં ચિમકી
   અમદાવાદ, તા.૧૩: ગુજરાત રાજ્‍યની ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળાઓમાં કુલ ૯૮૦૪ શિક્ષકોની છેલ્લા અઢી વર્ષથી ધટ છે. આ મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆતો કરવામં આવી હોવા છતાં આજ દિન સુધી માધ્‍યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી.ત્‍યારે આગામી ૨૫મી  ઓક્‍ટોબર સુધીમાં  માધ્‍યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે સરકાર નિર્ણય તાજેતરમાં મળેલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના અધિવેશનમાં જાહેર   કરાયો હતો. પ્રાપ્‍ત થતી માહિતી મુજબ તાજેતરમાં રાજકોટનાં રતનપર ખાતે  ગુજરાત રાજય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા સંચાલક મંડળનું અધીવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં રાજયની ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળાઓમાં શિક્ષકોની ધટ ઉપરાંત શાળાઓને મળતી ગ્રાન્‍ટમાં મૂકાયેલ કાય, વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્‍યા ધટાડવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્‍યું હતું. કે છેલ્લા અઢી વર્ષથી રાજયની પાંચ હજાર માધ્‍યમિક શાળાઓમાં એક પણ શિક્ષકની ભરતી કરવામાં આવી હતી. જેના કારણે ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળાઓમાં ૯૮૦૪ શિક્ષકોની  જગ્‍યાઓ ખાલી પડેલ છે. એટલે કે સરેરાશ દરેક સ્‍કુલમાં બે શિક્ષકોની ધટ જોવા મળી રહી છે. જેના કારણે શિક્ષણ કાર્ય ચલાવવું મુશ્‍કેલ  બન્‍યું છે. આવા સંજોગોમાં જો આગામી ૨૫મી ઓક્‍ટોબર સુધીમાં શિક્ષકોની ભરતી માટે કાર્યવાહી શરૂ કરવામાં નહી આવે તો શાળા સંચાલકો દ્વારા તાળાબંધીના આક્રમક્ર કાર્યક્રમ સાથે સરકાર સામે લડતનાં મંડાણ કરવામાં આવશે. આ ઉપરાંત શાળા સંચાલક મંડળ દ્વારા વર્ગદીઠ ૪૦ને બદલે ૬૦ વિદ્યાર્થીઓ રાખવાની મંજુરી આપવા તેમજ પરીણામ આધારીત ગ્રાન્‍ટ નિતી નાબુદ કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. સાથે જ સ્‍વનિર્ભર માધ્‍યમિક શાળાઓ માટે ચોક્કસ નિતી ધડવાની  માંગ કરવામાં આવી છે.

Get Update Easy