HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 ઑક્ટોબર, 2015

" રાષ્ટ્રીય એકતા દિન " - 31 ઓક્ટોબર

આજનો વિચાર

  • આ જગતમાં કોઈ કોઈનો મિત્ર પણ નથી કે શત્રુ . શત્રુતા અને મિત્રતા કેવળ વ્યવહારથી જ થાય છે.

" રાષ્ટ્રીય એકતા દિન " - 31 ઓક્ટોબર 
સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિનની " રાષ્ટ્રીય એકતા દિવસ " તરીકે ઉજવણી 
Image result for rashtriya ekta diwas
સરદાર વલ્લભભાઇ પટેલ
Image result for rashtriya ekta diwas

સરદાર વલ્લભભાઈ પટેલ
Sardarpatel.jpg
જન્મની વિગત ઓક્ટોબર ૩૧, ૧૮૭૫ નડીઆદ, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ડિસેમ્બર ૧૫ ૧૯૫૦ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુનું કારણ હ્રદયરોગનો હુમલો
રહેઠાણ કરમસદ
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ સરદાર
નાગરીકતા ભારતીય
વ્યવસાય વકિલાત
વતન કરમસદ
ખિતાબ ભારત રત્ન (૧૯૯૧ - મરણોપરાંત)
ધર્મ હિન્દુ
જીવનસાથી ઝવેરબા
સંતાન મણિબેન પટેલ, ડાહ્યાભાઈ પટેલ
માતા-પિતા લાડબા, ઝવેરભાઈ પટેલ
 ભારતની એકતાના શિલ્‍પી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ
<br />ભારતની એકતાના શિલ્‍પી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ
   નૂતન ભારતના નિર્માતા, ભારતની એકતાના શિલ્‍પી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની પ્રજાના હૃદયમાં ચિરંજીવ વિભૂતિરૂપે પ્રસ્‍થાપિત થયા છે.
   વલ્લભભાઈ પટેલનો જન્‍મ ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ મુકામે સને ૧૮૭૫ના ઓકટોબરની ૩૧ મી તારીખે થયો. એમના માતા પિતા લાડબાઈ અને ઝવેરભાઈ પટેલ ખેડૂત કુટુંબના હતા. પ્રાથમિક શિક્ષણ વતન કરમસદમાં લીધું. મેટ્રિક પરીક્ષા નડીયાદની માધ્‍યમિક શાળામાંથી પસાર કરી. વલ્લભભાઈએ ડિસ્‍ટ્રીકટ પ્‍લીડરની પરીક્ષા પાસ કરી ગોધરામાં વકીલાત શરૂ કરી, ૧૮ વર્ષની ઉંમરે એમના ઝવેરબાઈ સાથે લગ્ન થયા. લગ્નજીવન દરમ્‍યાન મળીબેન અને ડાયાભાઈ નામે બે સંતાનો થયા. બેરીસ્‍ટરીની છેલ્લી પરીક્ષા ઈંગ્‍લેન્‍ડમાં આપી ૫૦ પાઉન્‍ડનું રોકડ ઈનામ મેળવ્‍યું.
   વલ્લલભાઈ ગાંધીજીને પહેલ વહેલા ૧૯૧૭માં મળ્‍યા. ગોધરામાં ગુજરાત રાજકીય પરીષદના મંત્રી નિમાયા અને અમદાવાદ મ્‍યુનિસિપાલીટીના સભ્‍ય અને પ્રમુખ બન્‍યા. રેલ રાહત, દુષ્‍કાળ રાહત, મરકી ઉપદ્રવ વખતે તેના નિવારણ માટે સફળ કામગીરી બજાવી ૧૯૧૮મા ખેડા સત્‍યાગ્રહનું સંચાલન કર્યુ. ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા. ૧૯૨૩માં બોરસદ સત્‍યાગ્રહ થયો. ૧૯૨૮મા મોટા પાયા પર બારડોલી સત્‍યાગ્રહ થયો. બારડોલી સત્‍યાગ્રહમાં અજેય સંકલ્‍પ બળ, દ્રઢતા, કુનેહ લોખંડી શિસ્‍તનો આગ્રહને કારણે બારડોલી સત્‍યાગ્રહમાં વલ્લભભાઈની જીત થઈ અને પ્રજાને તેમને ‘સરદાર'ના ઈલ્‍કાબથી નવાજ્‍યા. ૧૯૩૦મા દાંડીકૂચે દેશની પ્રજામા નવચેતના અને આત્‍મશ્રધ્‍ધા જગાડી. સરકારી નિમકના ગોદામો પર સત્‍યાગ્રહ થયો. પરદેશી કાપડની દુકાને અને દારૂના પીઠા પર બહેનોએ પિકેટીંગ કર્યું. આ સત્‍યાગ્રહની સફળતામાં સરદાર સાહેબનું મહત્‍વનું યોગદાન હતું.
   ૭ મી માર્ચ ૧૯૩૦મા તેમની જાહેરસભામાંથી ધરપકડ થઈ અને કારાવાસમાં ધકેલાયા. કરાંચી ખાતે ૪૬માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. સરકાર વિરોધી આંદોલનોમાં નેતૃત્‍વ લેવા બદલ યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજર કેદ રહ્યા. ૧૯૪૦માં ફરીથી સાબરમતી જેલમાં ગયા. ૧૯૪૨મા ‘હિન્‍દ છોડો' ચળવળમાં ભાગ લેવા બદલ મહારાષ્‍ટ્રના અહમદનગર કિલ્લામાં કેદી તરીકે મોકલાયા.
   ૧૯૪૬માં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ લીધો અને ભારત સ્‍વતંત્ર થતા ૧૯૪૭માં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી સરદાર વલ્લભભાઈ પટેલના અધ્‍યક્ષ પદે દેશી રાજ્‍યોની સમસ્‍યાના ઉકેલ માટે નવા રીયાસતી ખાતાની રચના થઈ. સરદાર પટેલને પાંચસો સાઠ ઉપર દેશી રાજ્‍યોને ભારતીય સંઘ સાથે જોડવાની સમસ્‍યા હલ કરવામાં આવી. એ એમના જીવનની સૌથી મહત્‍વની ઘડી હતી. દેશી રાજ્‍યોનું કુનેહપૂર્વક અને દ્રઢતાથી ભારતીય સંઘ સાથે એકીકરણ કર્યુ. દેશી રજવાડાઓને સમજાવવા માટે તેમની ઉદાર દિલની રાજકીય દ્રષ્‍ટિની લોર્ડ માઉન્‍ટ બેટને પણ ખૂબ વખાણ કર્યા હતા.
   સરદારશ્રીના જીવનમાંથી આજની યુવા પેઢીને ઘણુ શીખવાનું છે. વિલિનીકરણના સમગ્ર કાર્યમાં તેમણે અખંડ ભારતના શિલ્‍પી તરીકે, નૂતન ભારતના નિર્માતા તરીકે જે અગત્‍યની ભૂમિકા ભજવી હતી તે જોતા સમગ્ર ભારત હંમેશા તેમનું ઋણી છે. ગાંધીજીએ કહ્યુ છે ‘વલ્લભભાઈ મને ન મળ્‍યા હોત તો જે કામ થયુ છે તે ન જ થાત એટલો બધો શુભ અનુભવ મને એમનાથી મળ્‍યો છે'.
   ગુજરાતની ધરતીના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિ આપણા સૌને તેમના મહામુલા આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરવા, દ્રઢ મનોબળ કેળવીને રાષ્‍ટ્રીય ઐકય, અખંડિતતા અને અસ્‍મિતાનું જતન કરવાના સંકલ્‍પની પુનઃ યાદ અપાવે છે.

30 ઑક્ટોબર, 2015

ગુજરાતનાં જોવા લાયક સ્થળો

આજનો વિચાર

  • દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓંછી કરો.
  
 New Affidavite for Private student





ગુજરાતનાં જોવાલાયક સ્થળો
ગુજરાતનાં જોવા લાયક સ્થળો વિષેની વિસ્તૃત માહિતી મેળવવા માટે જે-તે સ્થળના નામ પર ક્લિક કરો અને એ સ્થળ વિષેની માહિતી પ્રાપ્ત કરો 

 

Gujarat 1
ગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે. ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યા ઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
Gujarat 2ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતા ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશો ને રષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધીઅને પકિસ્તાન ને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારત નાં આર્થિક વિકાસમાં ખુબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.
શૈક્ષિણક સંસ્થાનો
Gujarat 6ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી શાળા ઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSHSEB) ના હવાલા માં આવે છે. જો કે, ગુજરાતમાંખાનગી શાળાઓ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટીફિકેટ એકઝામીનેશન(CISCE) દ્વારા પ્રમાણિત છે. ગુજરાતમાં 13 યુનિવર્સિટીઓ અને ચારકૃષિ યુનિવર્સિટીઓ છે.
અમદાવાદમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ(IIM-A) મેનેજમેન્ટના વિષયમાં દુનિયાની સૌથી ઉત્તમ સંસ્થાઓ માંની એક ગણાય છે. અહીંના સ્નાતકો દુનિયાની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાં અને અન્ય મહત્વની વિશ્વસ્તરીય કંપનીઓમાં ઊંચા હોદ્દાઓ પર ફરજ બજાવે છે.
Gujarat 7

વર્ષ ૨૦૦૮ માં ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી (IIT) ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવી.
આઈ.આઈ.ટી ગાંધીનગર એ આઈ.આઈ.ટી. બોમ્બે ધ્વારા ચલાવામાં આવે છે[૧૯]. આ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી અત્યારે કામચલાઉ રીતે સરકારી ઇજનેરી કોલેજ, ચાંદખેડા ખાતે ચલાવામાં આવે છે. આ આઈ.આઈ.ટી.ની પ્રથમ બેચ ૧ ઓગસ્ટ ૨૦૦૮ ના રોજ શરુ થઇ હતી.
સેપ્ટ યુનીવર્સીટી આર્કિટેક્ચર ક્ષેત્રે સમગ્ર એશિયા માં પ્રખ્યાત છે. આ ઉપરાંત ગુજરાત માં સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી(SVNIT), ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનીકેશન ટેક્નોલોજી(DAIICT), પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનીવર્સીટી(PDPU), લાલભાઈ દલપતભાઈ ઇજનેરી મહાવિદ્યાલય(LDCE) અને નિરમા યુનીવર્સીટી(NIT) જેવી પ્રખ્યાત ટેક્નોલોજીકલ સંસ્થાનો આવેલા છે.
સૌથી મોટુ
  • જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ[૨૩]
  • જિલ્લો (વસતી): અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮[૨૪]
  • પુલઃ ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
  • મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
  • ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
  • ડેરી: અમૂલ ડેરી, આણંદ
  • અમુલ ડેરી, આણંદ
  • મોટી નદી: નર્મદા, ૯૮૯૪ ચો.કિ.મી.
  • લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિ.મી.
  • યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સિટી.
  • સિંચાઇ યૉજના: સરદાર સરોવર બંધ
  • સરદાર સરોવર ડેમ
  • બંદર: કંડલા બંદર
  • હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  • શહેરઃ અમદાવાદ
  • રેલવે સ્ટેશન: અમદાવાદ
  • સરોવરઃ નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)[૨૫]
  • સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  • પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  • દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
  • ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)–ગિરનાર, ઊચાઇ ૧,૧૭૨ મીટર[૨૬]
  • વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો[૨૭]
  • મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
  • મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો
  • ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા, મહેસાણા જિલ્લો
Gujarat 5અર્થતંત્ર
ગુજરાત ભારતના સૌથી ધનિક રાજ્યોમાંનુ એક છે, તથા તેની માથાદીઠ સરેરાશ આવક જીડીપી ભારતના સરેરાશ જીડીપી કરતાં વધારે છે. રાજ્યની મુખ્ય પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને પેટ્રોલીયમનો સમાવેશ થાય છે.
ખંભાતના અખાત પાસે આવેલ શહેર સુરતએ વિશ્વભરના હીરાના વ્યાપાર તથા કારીગરી નું એક મુખ્ય કેન્દ્ર છે. ખંભાતના અખાત પર ભાવનગરની દક્ષીણ-પૂર્વ દીશામાં ૫૦ કીમીના અંતરે અલંગમાં દુનિયાનું સૌથી મોટું વહાણ ભાંગવાનું કારખાનું આવેલું છે. મહેસાણા શહેરમાં આવેલી દૂધસાગર ડેરી એ વિશ્વની સૌથીમોટી દૂધ ની બનાવટોના ઉત્પાદનની સંસ્થા છે. ગુજરાત, ભારતમાં દૂધના ઉત્પાદનમાં પ્રથમ સ્થાને આવે છે. મીઠાંનાં ઉત્પાદનમાં પણ તે આગળ પડતુ સ્થાન ધરાવે છે.
ભારતના અમુક સૌથી મોટા ઉદ્યોગો આવેલાં છે. રાજ્યની મુખ્ય ખેત પેદાશોમાં કપાસ, મગફળી, ખજૂર, શેરડી, અને દૂધ અને દુગ્ધ પેદાશોનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પન્નોમાં સિમેંટ અને પેટ્રોલ નો સમાવેશ થાય છે. કેટો ઈન્સ્ટીટ્યૂટ ના આર્થિક રિપોર્ટ અનુસાર ઔદ્યોગિક સ્વાતંત્ર્યની બાબતમાં ભારતીય રાજ્યોમાં તામિલનાડુ પછી ગુજરાત બીજા ક્રમે આવતું રાજ્ય છે.
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝના માલિકીની જામનગર રિફાઈનરી એ વિશ્વની સૌથી મોટી રિફાઈનરી છ
Gujarat 3હઝીરા ઈનડસ્ટ્રીઝ વિસ્તાર
રિલાયન્સ ઈનડસ્ટ્રીઝ એ જામનગરમા એક તેલ શુદ્ધિકરણ કારખાનું ચલાવે છે. આ કારખાનું નિશ્વનું સૌથી મોટું મૂળથી ખનિજ તેલ શુદ્ધ કરતું કારખાનું છે. આ સિવાય વિશ્વનું સૌથી મોટું જહાજચ્છેદન કારખાનું, (શીપબ્રેકીંગ યાર્ડ) અલંગમાં આવેલું છે. ભારતનું એક માત્ર પ્રવાહી રસાયણ બંદર દાહેજમાં આવેલું છે જેને ગુજરાત કેમીકલ પોર્ટ ટર્મિનલ કમ્પનીએ વિકસાવ્યું છે. ભારતમાં આવેલા ત્રણ પ્રાકૃતિક પ્રવાહી વાયુના ટાર્મિનલ પૈકીના બે ગુજરાતમાં (દાહેજ અને હજીરા) આવેલાં છે. આ સાથે બે અન્ય ટાર્મિનલ ને પીપવાઅને મુંદ્રામાં વિકસાવવાની યોજના છે. ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જેમાં રાજ્ય વ્યાપી ૨૨૦૦ ચો. કિમી ની ગૅસ ગ્રીડ ફેલાયેલી છે. રાજ્યના ૮૭.૯% રસ્તા ડામરના પાકા રસ્તા છે. ગુજરાતના ૯૮.૮૬% ગામડાઓ સર્વ ઋતુમાં વાપરી શકાય એવા પાકા રસ્તા વડે જોડાયેલા છે જે ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ગુજરાતના ૧૮૦૦૦ જેટલા ગામડાઓ પૈકી ૧૦૦% ટકા ગામડાઓને ગ્રામ જ્યોતિ યોજના હેથળ ૨૪ કલાક વિદ્યુત પુરવઠો અપાય છે. પ્રાકૃતિક ગૅસ આધારીત વિદ્યુત શક્તિના ઉત્પન્નમાં ગુજરાતનો ભારતમાં પ્રથમ ક્રમાંક આવે છે તેનો રાષ્ટ્રીય ફાળો ૮% છે. આણ્વીક વિદ્યુત ઉર્જાના ઉત્પન્નમાં ગુજરાત ભારતમાં બીજા ક્રમાંકે આવે છે. જેમાં તેનો રાષ્ટ્રીય ફાળો ૧% જેટલો છે.
પરિવહન
Gujarat 8હવાઈ પરિવહન
ગુજરાતમાં ૧૭ એરપોર્ટ છે. ગુજરાત નાગરિક વિમાન ઉડ્ડયન બોર્ડ (GUJCAB) એ ગુજરાતમાં વિમાન ઉડ્ડયન માટે જરૂરી આધારરૂપ વ્યવસ્થાના નિર્માણ માટે પ્રોત્સાહન આપે છે. બોર્ડના ચેરમેન પદે મુખ્યમંત્રી બિરાજે છે.
આંતરરાષ્ટ્રીય હવાઈમથક
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક(અમદાવાદ) – અનેક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઉડાનોનું અહીંથી સંચાલન થાય છે.

ભારતીય હવાઈમથક પ્રાધિકરણ હેઠળના પ્રાદેશિક હવાઈમથક
સુરત હવાઈમથક – મગદલ્લા રોડ પર આવેલ છે.
ભાવનગર હવાઈમથક – ભાવનગર શહેરથી ૯ કિમી દૂર આવેલ છે.
ડીસા હવાઈમથક – ડીસાથી ૫ કિમી દૂર આવેલ છે.
કંડલા હવાઈમથક(ગાંધીગ્રામ) – કચ્છ જિલ્લામાં ગાંધીગ્રામની નજીક કંડલામાં આવેલ છે.
કેશોદ હવાઈમથક((જુનાગઢ) – જુનાગઢ જિલ્લામાં કેશોદ શહેરથી ૩ કિમી દૂર આવેલ છે.
પોરબંદર હવાઈમથક – પોરબંદર શહેરથી ૫ કિમી દૂર આવેલ છે.
રાજકોટ હવાઈમથક – રાજકોટ શહેરથી ૪ કિમી દૂર આવેલ છે.
વડોદરા હવાઈમથક – સંકલિત ટર્મિનલ હવાઈમથક (વડોદરા).
‘ભારતીય હવાઈદળ હેઠળના હવાઈમથક ‘*ભુજ હવાઈમથક – આ હવાઈમથકનું તાજેતરમાં નામ બદલીને શ્યામજી કૃષ્ણ વર્મા કરવામાં આવ્યું છે.
જામનગર હવાઈમથક- જામનગર શહેરથી ૧૦ કિમી દૂર આવેલ છે.
નલિયા હવાઈદળ મથક – આ હવાઈમથક માત્ર સૈન્ય ઉપયોગ માટે જ છે.
રાજ્ય સરકાર હેઠળના હવાઈમથક
મહેસાણા હવાઈમથક – મહેસાણા શહેરથી ૨ કિમી દૂર આવેલ છે.
માંડવી હવાઈમથક
અમરેલી હવાઈમથક – તાલીમ માટેની હવાઈ પટ્ટી
ભવિષ્યના હવાઈમથક
ઝાલાવાડ હવાઈમથક- સુરેન્દ્રનગર વિસ્તાર માટે ભવિષ્યનું હવાઈમથક
ફેદરા (અમદાવાદ) – ભાલ વિસ્તારના ફેદરા ગામ નજીક સુચિત હવાઈમથક
અંબાજી(દાંતા), પાલનપુર, બનાસકાંઠા નજીક
પાલીતાણા
દ્વારકા

રેલ્વે પરિવહન
Gujarat 9ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વે ઝોનમાં ગુજરાતનો સમાવેશ થાય છે. વડોદરા રેલ્વે સ્ટેશન ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત અને ભારતનું ૪થા ક્રમનું સૌથી વધુ વ્યસ્ત રેલ્વે સ્ટેશન છે. તે મુંબઈ -દિલ્હી પશ્ચિમી રેલવેની મુખ્ય લાઈન પર આવેલ છે.અન્ય અગત્યના રેલ્વે સ્ટેશનોમાં અમદાવાદ રેલ્વે સ્ટેશન, સુરત રેલ્વે સ્ટેશન અને રાજકોટ રેલ્વે સ્ટેશનનો સમાવેશ થાય છે. ભારતીય રેલ્વે ગુજરાતમાંથી પસાર થતો દિલ્હી-મુંબઈ માર્ગ પર માલગાડી માટે સમર્પિત અલગ રેલ્વે માર્ગ બનાવવા માટે આયોજન કરી રહી છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલસેવા માટે ૧,૧૦૦ કરોડ રૂપિયાના મુલ્યની પરિયોજનાનો પ્રથમ તબક્કાનું કામ ચાલુ છે. પ્રથમ તબક્કો અમદાવાદ – ગાંધીનગર વચ્ચે ઉત્તર દક્ષિણ દિશામાં ૩૨.૬૫ કિમીનું અંતર આવરી લેશે.
Gujarat 10
દરિયાઈ પરિવહન
ગુજરાત રાજ્ય ભારતમાં ૧૬૦૦ કિમીનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. કંડલા બંદર પશ્ચિમી ભારતના સૌથી મોટા બંદરોમાનું એક છે. આ સિવાય ગુજરાતમાં નવલખી બંદર, મગદલ્લા બંદર, પીપાવાવ બંદર]], પોરબંદર બંદર અને ખાનગી માલિકીના મુદ્રા બંદર જેવા અગત્યના બંદરો આવેલા છે.
રોડ પરિવહન
સ્થાનિક પરિવહન
Gujarat 12
ગુજરાત રાજ્ય રોડ પરિવહન કોર્પોરેશન (GSRTC) એ ગુજરાત રાજ્યમાં તથા ગુજરાત અને પડોશી રાજ્યો વચ્ચે બસસેવા પૂરી પાડવા માટેની મુખ્ય જવાબદાર સંસ્થા છે. આ ઉપરાંત તે ગુજરાતના ગામડાઓને જોડતી બસસેવા, ગુજરાતના મોટા શહેરોને સીધી જોડતી ઇન્ટરસીટી બસસેવા, આંતરરાજ્યોને જોડતી બસસેવા, પાર્સલ સેવા તેમજ સુરત, બરોડા, ગાંધીનગર, અમદાવાદ અને વાપી જેવા શહેરોમાં સિટી બસસેવા પૂરી પાડે છે. શાળા, મહાવિદ્યાલયો, ઔધાગિક વિસ્તારો તથા તહેવારો માટે ખાસ બસોની સુવિધા પૂરી પાડે છે.
અમદાવાદની શહેરી બસ
Gujarat 13
અમદાવાદ, વડોદરા, ગાંધીનગર જેવા શહેરોમાં સિટી બસસેવાની વ્યવસ્થા પણ છે.
ઓટોરિક્ષા
ઓટોરિક્ષા ગુજરાતનું અગત્યનું અને વારંવાર વપરાતું પરિવહન સાધન છે. ગુજરાત સરકાર પ્રદુષણ ઘટાડવા સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપી રહી છે..

29 ઑક્ટોબર, 2015

COURAGE FOR STUDENTS by Sandeep Maheshwari

 

LIFE CHANGING FREELY

જીંદગીનીની અનમોલ ભેટ સૌ મિત્રોને 

MITRO SANDEEPMAHASESHWARI ( સંદીપમહેશ્વરી )જેનો પરિચય આપવો  મને  અધરો લાગે છે .
પરંતુ એણે જે સેમીનારો  કરી ઋષિ તુલ્ય નિસ્વાર્થભાવે પ્રયત્ન કર્યો છે તે દાદ માગી લે તેવો છે  આપના માટે પણ  તેના વિડ્યો લીંક નીચે મુકુ છું  આપ ડાઉનલોડ કરી સાંભળી દંગ રહી જાશો .

28 ઑક્ટોબર, 2015

ગણિતની 101 શોર્ટ કી ,राष्‍ट्रीय चिह्न

આજનો સુવિચાર:-
જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
                                                              -આલ્બર્ટ આઈંસ્ટાઈન



નમસ્કાર! મિત્રો .... ગણિત વિષયને સરળ બનાવવા સહજ પ્રયત્ન કરેલ છે.
     નીચેની ઇમેજ પર ક્લિક કરો અને પીડીએફ ડાઉનલોડ કરો 
             - Shorts cuts in Maths any one can do 

 

https://app.box.com/s/nn71os541ga0h1uimsutoan2o08c3fz9


भारत के बारे में जानें
About of INDIA

राष्‍ट्रीय चिह्न

इस खण्‍ड में आपको भारत की राष्‍ट्रीय पहचान के प्रतीकों का परिचय दिया गया है। यह प्रतीक भारतीय पहचान और विरासत का मूलभूत हिस्‍सा हैं। विश्‍व भर में बसे विविध पृष्‍ठभूमियों के भारतीय इन राष्‍ट्रीय प्रतीकों पर गर्व करते हैं क्‍योंकि वे प्रत्‍येक भारतीय के हृदय में गौरव और देश भक्ति की भावना का संचार करते हैं।

27 ઑક્ટોબર, 2015

http://www.commentsyard.com/wp-content/uploads/2015/08/Sharad-Purnima-Pic.jpg

શરદ પૂર્ણિમા વ્રતનુ મહત્વ

ધાર્મિક પરંપરાઓને કારણે અનેક વ્રતોમાંથી એક વ્રત શરદ પૂર્ણિમા વ્રત માનવ જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ આસો માસની પૂર્ણિમા આખા વર્ષમાં આવનારી બધી પૂનમોમાંથી એક શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવે છે.  આ શરદ પૂર્ણિમા ઉપરાંત કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ચંદ્રમાંનું પૂજન કરવુ ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે. આ દિવસ અનેક લોકો ગંગા, નર્મદા જેવી અન્ય પવિત્ર નદીમાઅં સ્થાન કરી વિધિ વિધાનથી પોતાના આરાધ્ય દેવની પૂજા - પાઠ કરે છે તે ચન્દ્ર દેવની પણ આરાધના કરે છે. આ ખૂબ જ શુભ દિવસ હોય છે. આ શરદ ઋતુની પ્રથમ પૂર્ણિમા હોય છે. તમારે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરી કથા સાંભળવી અને લોકોને સંભળાવવી જોઈએ. એવુ કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાં પૃથ્વીની ખૂબ નિકટ આવી જાય છે. 
જાણો કેવી રીતે  ઉજવે છે શરદ પૂર્ણિમા 
1. શરદ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સ્નાન કરો. ખુદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને તેમને સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સુશોભિત અને સુસજ્જિત કરવા જોઈએ. ત્યારબાદ તમે ભગવાનને આસન આપો. 
2. તમને જોઈએ કે તમે અંબ, આચમન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય, તામ્બૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી તમારા આરાધ્ય દેવનુ વિધિ પૂર્વક પૂજન કરો. 
3. ગાયના દૂધની ખીર બનાવો અને પૂરીઓ બનાવીને અર્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાવો. ત્યારબાદ વ્રત કથા સાંભળો. 
4. વ્રત કથા સાંભળવા માટે એક લોટામાં પાણી ભરીને અનાજ અને કેરીના પાનને લઈને એક કળશની સ્થાપના કરો અને તે કળશની રોરી અને ચોખા સાથે વંદના કરો. 
5. ત્યારબાદ તમે ભગવાનનુ તિલક અને પૂજન કરી ચોખાના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો. કથા પૂર્ણ થયા પછી લોટામાં મુકેલ જળથી ચંદ્રમાને અર્ધ્ય આપો. 
6. આ દિવસે તમે ચદ્રની રોશનીના આધારે સોયમાં દોરો જરૂર પહેરાવો. 
7. જો તમે પૂર્ણ ચંદ્રમાં જ્યારે આકાશની વચ્ચે સ્થિત હોય એ સમયે તેનુ પૂજન કરવાથી તમે આખુ જીવનભર નિરોગી રહે શકે છે. 
8. રાત્રે જ ખીરથી ભરેલ પાત્રને ખુલી ચાંદનીમાં મુકી દો. બીજા દિવસે ખીરને પ્રસાદ રૂપમાં સૌને આપો અને ખુદ પણ ગ્રહણ કરો. શરદ પૂર્ણિમાનુ આ વ્રત કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. 

Automated teller machine (એ.ટી.એમ)

ATM

એ.ટી.એમ.ને તો બધા ઓળખે જ છે. લોકો જેને બોલચાલની ભાષામાં ‘ઓલ ટાઇમ મની’ કહે છે તે ખરેખર ‘ઓટોમેટેડ ટેલર મશીન’ એટલે કે સ્વયં સંચાલિત કેશિયર છે. આ ટેક્નોલોજીનું વિચારબીજ જન્મે તુર્કી વૈજ્ઞાનિક લ્યુથર જ્યોર્જે  છેક ઇસ. ૧૯૩૯માં વાવ્યું હતું.
વર્તમાન એ.ટી.એમ. વાપરવા માટે એક કાર્ડ હોય છે જેની એક બાજુ ખાતેદારનું નામ, કાર્ડ નંબર વગેરે સંદર્ભ માહિતી હોય છે. જ્યારે બીજી બાજુ ઘેરા કથ્થઇ રંગની એક ચુંબકીય પટ્ટી ઉપરાંત બીજી કેટલીક માહિતી-સૂચનાઓ છાપી હોય છે.ચુંબકીય પટ્ટી પર વિવિધ માહિતી અંકિત કરવામાં આવે છે જેમ કે બેંકનો નંબર, ખાતેદારનો નંબર વગેરે. જ્યારે કાર્ડ મશીનમાં ભરાવીએ ત્યારે કાર્ડ રીડરનો ઉપયોગ કરી મશીન સઘળી માહિતી વાંચે છે. માહિતી વાંચવા માટે જુદી જુદી સાંકેતિક ભાષાની જરૂર પડે છે.એ.ટી.એમ. મશીન એક ડેટા ટર્મિનલ છે. ડેટા ટર્મિનલ યજમાન (હોસ્ટ) સર્વર (પ્રોસેસર) સાથે સંપર્ક કરી માહિતીનો વિનિમય કરે છે. કાર્ડની ચુંબકીય પટ્ટી પરની માહિતી તેમજ પીનકોડ હોસ્ટ સર્વર પર મોકલે છે. ચાંચિયાઓથી બચવા માટે બધી જ માહિતીનો વિનિમય સાંકેતિક (એન્ક્રીપ્ટેડ) ભાષામાં જ થાય છે.
૧૯૬૧માં સીટી બેન્ક ઓફ ન્યુયોર્ક માં પ્રાયોગિક ધોરણે મુકવામાં આવ્યું હતું ,પરંતુ છ મહિનામાં જ ગ્રાહકો એ આને નકારી કાઢ્યું હતું.
૧૯૬૬ માં ટોક્યો તથા જાપાનમાં પણ ઉપયોગ કરાયો હતો.
૧૯૬૭, ૨૭ જૂન લંડનમાં બકેર્લ બેન્કે પ્રયોગ કર્યો હતો.

automated teller machine (ATM) નો ઇતિહાસ જાણવા માટે અહી ક્લિક કરો

માફી માંગવાની રીત


સ્પેનના વિજ્ઞાનીઓ ધ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે તમે જયારે કોઈ ગુસ્સે ભરાયેલી વ્યક્તિના કાનમાં સોરી કહેવા માંગતા હોય તો જમણા કાનમાં કહેવું. આમ કરવાથી સામેની વ્યક્તિ પાસેથી માફી મળવાની સંભાવના વધી જશે.આનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે જયારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે તેનો જમણો કાન ડાબા કાનની સરખામણીમાં વધુ યોગ્ય રીતે વાતને સાંભળી શકે છે.એટલે ડાબા કાનમાં તમે સોરી કહો  ત્યારે  બની શકે તે વ્યક્તિ ખુબ ગુસ્સામાં તમારી વાત સારી રીતે સાંભળી ન શકે.તમારી વાત સારી રીતે સંભળાઈ જાય તો માફી મળવાની સંભાવના વધી જ જાય.

ગુજરાતમાં સૌથી મોટું

  • જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ
  • જિલ્લો (વસતી): અમદાવાદ , વસતી, ૫૮,૦૮,૩૭૮
  • પુલઃ ગોલ્ડન બ્રીજ  (ભરુચ  પાસે નર્મદા નદી  પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
  • મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદાર
  • ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
  • ડેરી: અમુલ ડેરી ,આણંદ
  • નદી: નર્મદા
  • યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સીટી.
  • સિંચાઇ યૉજના: સરદાર સરોવર
  • બંદર: કંડલા
  • હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  • શહેરઃ અમદાવાદ
  • રેલવે સ્ટેશન: અમદાવાદ
  • સરોવરઃ નળસરોવર (૧૮૬ ચો .કિમિ)
  • સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  • પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  • દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
  • લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિમિ
  • ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)ગીરનાર , ઊચાઇ ૧,૧૭૨ મીટર
  • વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
  • મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
  • મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરુચ
  • ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા , મહેસાણા
  • ભારત નો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠો
  • સૌથી વધુ ૪૨ બંદર
  • રાજયમાં ૧૩ એરપોર્ટ
  • ૫૫ સેઝ
  • ૮૩ કલસ્ટર્સ ઉત્પાદન
  • ૨૨૦૦ કિ.મી. ગેસ ગ્રીડ
  • વિશ્વમાં ત્રીજુ મોટું ડેનીમ ઉત્પાદક
  • નર્મદા કેનાલ એ વિશ્વની સૌથી મોટી સિંચાઇ કેનાલ
  • વિશ્વમાં ઇસબગુલનું સૌથી વધું ઉત્પાદન
  • વિશ્વનું સૌથી મોટું ડાયમન્ડ પ્રોસેસીંગ હબ
  • રિલાયન્સ-જામનગર રિફાઇનરી એ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી.

ગુજરાત વિશે વધુ જાણવા માટે અહી ક્લિક ક

ગુજરાતનાં મ્યુઝિયમો

(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.
-આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.
(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.
-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.
(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.
-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.
(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.
-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.
-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.
-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.
(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.
-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.
-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.
(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.
-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.

(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.
-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.
-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.
-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.
(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.
– આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.
(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.
-વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.
(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.
– આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.
(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.
-તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.
(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.
-તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.
(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
-તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.
(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.
-તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.
(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.
– તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.
(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.
– આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.
(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.
-તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.
(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.
(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-જે બાળકો માટે છે.
(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.

26 ઑક્ટોબર, 2015




 
પરીક્ષા પહેલા સીસીટીવીનું પ્રમાણપત્ર આપવું જ પડશે
પ્રાયોગિક પરીક્ષાનું પણ વિડિયો રેર્કોંડિગ : વિજ્ઞાન પ્રવાહની સેમેસ્‍ટર પરીક્ષા પહેલા શાળાઓ માટે કેટલીક શરતો રહેશે : બધી જરૂરી માહિતી આપવી પડશે
   અમદાવાદ,તા. ૨૫,આગામી ૩૦મી ઓક્‍ટોબરથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની સેમેસ્‍ટર પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષા સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાની બાજ નજર નીચે જ લેવામાં આવનાર છે ત્‍યારે પરીક્ષા શરૂ થાય તે પહેલા પરીક્ષા કેન્‍દ્ર ધરાવતી દરેક શાળાઓએ સીસીટીવી કેમેરા અંગેના સર્ટી ડીઈઓ ઓફિસમાં ફરજિયાતપણે રજૂ કરવા પડશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૩૦ ઓક્‍ટોબરથી વિજ્ઞાન પ્રવાહની સેમેસ્‍ટર પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાની તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહના સેમેસ્‍ટર-૧ની પરીક્ષાનો સમય બપોરના ૩ થી ૫.૩૦ કલાકનો રહેશે. તેવી જ રીતે સેમેસ્‍ટર-૩ની પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦થી ૧ કલાક વચ્‍ચેનો રહેશે. આ પરીક્ષા શરૂ- થાય તેના અડધા કલાક પહેલા વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે પરીક્ષા કેન્‍દ્ર ખાતે પહોંચી જવાનું રહેશે. આ પરીક્ષા પણ બોર્ડની અન્‍ય પરીક્ષાઓની જેમ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવાની યોજના તૈયાર કરી દેવામાં આવી છે. જે અંતર્ગત દરેક શાળાઓએ પરીક્ષા શરૂ થાય તે પહેલા સીસીટીવી અંગેના પ્રમાણપત્ર ડીઇઓ ઓફિસમાં જમા કરાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ૧૫થી ૨૫ ઓક્‍ટોબર શાળા કક્ષાએ લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનું પણ ફરજિયાત પણે રેર્કોંિડગ કરવાનો આદેશ આપવામાં આવ્‍યો હતો. રાજ્‍યની મોટાભાગની શાળાઓ પ્રાયોગીક પરીક્ષાઓ લીધા વિના જ વિદ્યાર્થીઓને માર્ક્‍સની લ્‍હાણી કરતી હોવાની ફરિયાદ શિક્ષણ બોર્ડને મળી હતી. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. અંતર્ગત પ્રાયોગિક પરીક્ષાનું વિડિયો રેર્કોંિડગ બોર્ડને મોકલી આપવાનું રહેશે જેની ચકાસણીમાં જો કોઇ શાળા પ્રાયોગિક પરીક્ષામાં લાપરવાહી દાખવતી નજરે પડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. 

 મારી નજર પત્થરને મીણ કરે છે,
  પહાડોને ઉથલાવીને ખીણ કરે છે; 
 ડરાવે છે ભોળા ખલાસીને સાગર,
મારાં હલેસા સમંદરને ફીણ કરે છે.
જીવનમાં સફળતા મેળવવા આત્મવિશ્વાસએ ગુરૂચાવી છે.આપણાં માટે કોઇ કામ અશક્ય નથી; પણ તેના માટે આત્મવિશ્વાસની જરૂર પડે છે;આત્મવિશ્વાસ કોઇ પણ અઘરાં કામને આસાન બનાવે છે.

Get Update Easy