HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

31 ઑક્ટોબર, 2015

" રાષ્ટ્રીય એકતા દિન " - 31 ઓક્ટોબર

આજનો વિચાર

  • આ જગતમાં કોઈ કોઈનો મિત્ર પણ નથી કે શત્રુ . શત્રુતા અને મિત્રતા કેવળ વ્યવહારથી જ થાય છે.

" રાષ્ટ્રીય એકતા દિન " - 31 ઓક્ટોબર 
સરદાર વલ્લભભાઇ પટેલના જન્મદિનની " રાષ્ટ્રીય એકતા દિવસ " તરીકે ઉજવણી 
Image result for rashtriya ekta diwas
સરદાર વલ્લભભાઇ પટેલ
Image result for rashtriya ekta diwas

સરદાર વલ્લભભાઈ પટેલ
Sardarpatel.jpg
જન્મની વિગત ઓક્ટોબર ૩૧, ૧૮૭૫ નડીઆદ, ગુજરાત, ભારત
મૃત્યુની વિગત ડિસેમ્બર ૧૫ ૧૯૫૦ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
મૃત્યુનું કારણ હ્રદયરોગનો હુમલો
રહેઠાણ કરમસદ
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ સરદાર
નાગરીકતા ભારતીય
વ્યવસાય વકિલાત
વતન કરમસદ
ખિતાબ ભારત રત્ન (૧૯૯૧ - મરણોપરાંત)
ધર્મ હિન્દુ
જીવનસાથી ઝવેરબા
સંતાન મણિબેન પટેલ, ડાહ્યાભાઈ પટેલ
માતા-પિતા લાડબા, ઝવેરભાઈ પટેલ
 ભારતની એકતાના શિલ્‍પી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ
<br />ભારતની એકતાના શિલ્‍પી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ
   નૂતન ભારતના નિર્માતા, ભારતની એકતાના શિલ્‍પી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતની પ્રજાના હૃદયમાં ચિરંજીવ વિભૂતિરૂપે પ્રસ્‍થાપિત થયા છે.
   વલ્લભભાઈ પટેલનો જન્‍મ ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ મુકામે સને ૧૮૭૫ના ઓકટોબરની ૩૧ મી તારીખે થયો. એમના માતા પિતા લાડબાઈ અને ઝવેરભાઈ પટેલ ખેડૂત કુટુંબના હતા. પ્રાથમિક શિક્ષણ વતન કરમસદમાં લીધું. મેટ્રિક પરીક્ષા નડીયાદની માધ્‍યમિક શાળામાંથી પસાર કરી. વલ્લભભાઈએ ડિસ્‍ટ્રીકટ પ્‍લીડરની પરીક્ષા પાસ કરી ગોધરામાં વકીલાત શરૂ કરી, ૧૮ વર્ષની ઉંમરે એમના ઝવેરબાઈ સાથે લગ્ન થયા. લગ્નજીવન દરમ્‍યાન મળીબેન અને ડાયાભાઈ નામે બે સંતાનો થયા. બેરીસ્‍ટરીની છેલ્લી પરીક્ષા ઈંગ્‍લેન્‍ડમાં આપી ૫૦ પાઉન્‍ડનું રોકડ ઈનામ મેળવ્‍યું.
   વલ્લલભાઈ ગાંધીજીને પહેલ વહેલા ૧૯૧૭માં મળ્‍યા. ગોધરામાં ગુજરાત રાજકીય પરીષદના મંત્રી નિમાયા અને અમદાવાદ મ્‍યુનિસિપાલીટીના સભ્‍ય અને પ્રમુખ બન્‍યા. રેલ રાહત, દુષ્‍કાળ રાહત, મરકી ઉપદ્રવ વખતે તેના નિવારણ માટે સફળ કામગીરી બજાવી ૧૯૧૮મા ખેડા સત્‍યાગ્રહનું સંચાલન કર્યુ. ગાંધીજીની અસહકારની લડતમાં જોડાયા. ૧૯૨૩માં બોરસદ સત્‍યાગ્રહ થયો. ૧૯૨૮મા મોટા પાયા પર બારડોલી સત્‍યાગ્રહ થયો. બારડોલી સત્‍યાગ્રહમાં અજેય સંકલ્‍પ બળ, દ્રઢતા, કુનેહ લોખંડી શિસ્‍તનો આગ્રહને કારણે બારડોલી સત્‍યાગ્રહમાં વલ્લભભાઈની જીત થઈ અને પ્રજાને તેમને ‘સરદાર'ના ઈલ્‍કાબથી નવાજ્‍યા. ૧૯૩૦મા દાંડીકૂચે દેશની પ્રજામા નવચેતના અને આત્‍મશ્રધ્‍ધા જગાડી. સરકારી નિમકના ગોદામો પર સત્‍યાગ્રહ થયો. પરદેશી કાપડની દુકાને અને દારૂના પીઠા પર બહેનોએ પિકેટીંગ કર્યું. આ સત્‍યાગ્રહની સફળતામાં સરદાર સાહેબનું મહત્‍વનું યોગદાન હતું.
   ૭ મી માર્ચ ૧૯૩૦મા તેમની જાહેરસભામાંથી ધરપકડ થઈ અને કારાવાસમાં ધકેલાયા. કરાંચી ખાતે ૪૬માં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. સરકાર વિરોધી આંદોલનોમાં નેતૃત્‍વ લેવા બદલ યરવડા જેલમાં ગાંધીજી સાથે ૧૬ માસ સુધી નજર કેદ રહ્યા. ૧૯૪૦માં ફરીથી સાબરમતી જેલમાં ગયા. ૧૯૪૨મા ‘હિન્‍દ છોડો' ચળવળમાં ભાગ લેવા બદલ મહારાષ્‍ટ્રના અહમદનગર કિલ્લામાં કેદી તરીકે મોકલાયા.
   ૧૯૪૬માં ભારતીય બંધારણ સભામાં પ્રથમવાર ભાગ લીધો અને ભારત સ્‍વતંત્ર થતા ૧૯૪૭માં નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે જવાબદારી સંભાળી સરદાર વલ્લભભાઈ પટેલના અધ્‍યક્ષ પદે દેશી રાજ્‍યોની સમસ્‍યાના ઉકેલ માટે નવા રીયાસતી ખાતાની રચના થઈ. સરદાર પટેલને પાંચસો સાઠ ઉપર દેશી રાજ્‍યોને ભારતીય સંઘ સાથે જોડવાની સમસ્‍યા હલ કરવામાં આવી. એ એમના જીવનની સૌથી મહત્‍વની ઘડી હતી. દેશી રાજ્‍યોનું કુનેહપૂર્વક અને દ્રઢતાથી ભારતીય સંઘ સાથે એકીકરણ કર્યુ. દેશી રજવાડાઓને સમજાવવા માટે તેમની ઉદાર દિલની રાજકીય દ્રષ્‍ટિની લોર્ડ માઉન્‍ટ બેટને પણ ખૂબ વખાણ કર્યા હતા.
   સરદારશ્રીના જીવનમાંથી આજની યુવા પેઢીને ઘણુ શીખવાનું છે. વિલિનીકરણના સમગ્ર કાર્યમાં તેમણે અખંડ ભારતના શિલ્‍પી તરીકે, નૂતન ભારતના નિર્માતા તરીકે જે અગત્‍યની ભૂમિકા ભજવી હતી તે જોતા સમગ્ર ભારત હંમેશા તેમનું ઋણી છે. ગાંધીજીએ કહ્યુ છે ‘વલ્લભભાઈ મને ન મળ્‍યા હોત તો જે કામ થયુ છે તે ન જ થાત એટલો બધો શુભ અનુભવ મને એમનાથી મળ્‍યો છે'.
   ગુજરાતની ધરતીના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતિ આપણા સૌને તેમના મહામુલા આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરવા, દ્રઢ મનોબળ કેળવીને રાષ્‍ટ્રીય ઐકય, અખંડિતતા અને અસ્‍મિતાનું જતન કરવાના સંકલ્‍પની પુનઃ યાદ અપાવે છે.

Get Update Easy