HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

27 ઑક્ટોબર, 2015

http://www.commentsyard.com/wp-content/uploads/2015/08/Sharad-Purnima-Pic.jpg

શરદ પૂર્ણિમા વ્રતનુ મહત્વ

ધાર્મિક પરંપરાઓને કારણે અનેક વ્રતોમાંથી એક વ્રત શરદ પૂર્ણિમા વ્રત માનવ જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ આસો માસની પૂર્ણિમા આખા વર્ષમાં આવનારી બધી પૂનમોમાંથી એક શ્રેષ્ઠ પૂનમ માનવામાં આવે છે.  આ શરદ પૂર્ણિમા ઉપરાંત કોજાગરી પૂર્ણિમા અને રાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. આ દિવસે ચંદ્રમાંનું પૂજન કરવુ ખૂબ જ લાભપ્રદ માનવામાં આવે છે. આ દિવસ અનેક લોકો ગંગા, નર્મદા જેવી અન્ય પવિત્ર નદીમાઅં સ્થાન કરી વિધિ વિધાનથી પોતાના આરાધ્ય દેવની પૂજા - પાઠ કરે છે તે ચન્દ્ર દેવની પણ આરાધના કરે છે. આ ખૂબ જ શુભ દિવસ હોય છે. આ શરદ ઋતુની પ્રથમ પૂર્ણિમા હોય છે. તમારે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરી કથા સાંભળવી અને લોકોને સંભળાવવી જોઈએ. એવુ કહેવાય છે કે આ દિવસે ચંદ્રમાં પૃથ્વીની ખૂબ નિકટ આવી જાય છે. 
જાણો કેવી રીતે  ઉજવે છે શરદ પૂર્ણિમા 
1. શરદ પૂર્ણિમાના દિવસે સવારે બ્રહ્મમુહુર્તમાં ઉઠીને સ્નાન કરો. ખુદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને તેમને સુંદર વસ્ત્ર અને આભૂષણોથી સુશોભિત અને સુસજ્જિત કરવા જોઈએ. ત્યારબાદ તમે ભગવાનને આસન આપો. 
2. તમને જોઈએ કે તમે અંબ, આચમન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નૈવૈદ્ય, તામ્બૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી તમારા આરાધ્ય દેવનુ વિધિ પૂર્વક પૂજન કરો. 
3. ગાયના દૂધની ખીર બનાવો અને પૂરીઓ બનાવીને અર્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાવો. ત્યારબાદ વ્રત કથા સાંભળો. 
4. વ્રત કથા સાંભળવા માટે એક લોટામાં પાણી ભરીને અનાજ અને કેરીના પાનને લઈને એક કળશની સ્થાપના કરો અને તે કળશની રોરી અને ચોખા સાથે વંદના કરો. 
5. ત્યારબાદ તમે ભગવાનનુ તિલક અને પૂજન કરી ચોખાના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો. કથા પૂર્ણ થયા પછી લોટામાં મુકેલ જળથી ચંદ્રમાને અર્ધ્ય આપો. 
6. આ દિવસે તમે ચદ્રની રોશનીના આધારે સોયમાં દોરો જરૂર પહેરાવો. 
7. જો તમે પૂર્ણ ચંદ્રમાં જ્યારે આકાશની વચ્ચે સ્થિત હોય એ સમયે તેનુ પૂજન કરવાથી તમે આખુ જીવનભર નિરોગી રહે શકે છે. 
8. રાત્રે જ ખીરથી ભરેલ પાત્રને ખુલી ચાંદનીમાં મુકી દો. બીજા દિવસે ખીરને પ્રસાદ રૂપમાં સૌને આપો અને ખુદ પણ ગ્રહણ કરો. શરદ પૂર્ણિમાનુ આ વ્રત કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે. 

Automated teller machine (એ.ટી.એમ)

ATM

એ.ટી.એમ.ને તો બધા ઓળખે જ છે. લોકો જેને બોલચાલની ભાષામાં ‘ઓલ ટાઇમ મની’ કહે છે તે ખરેખર ‘ઓટોમેટેડ ટેલર મશીન’ એટલે કે સ્વયં સંચાલિત કેશિયર છે. આ ટેક્નોલોજીનું વિચારબીજ જન્મે તુર્કી વૈજ્ઞાનિક લ્યુથર જ્યોર્જે  છેક ઇસ. ૧૯૩૯માં વાવ્યું હતું.
વર્તમાન એ.ટી.એમ. વાપરવા માટે એક કાર્ડ હોય છે જેની એક બાજુ ખાતેદારનું નામ, કાર્ડ નંબર વગેરે સંદર્ભ માહિતી હોય છે. જ્યારે બીજી બાજુ ઘેરા કથ્થઇ રંગની એક ચુંબકીય પટ્ટી ઉપરાંત બીજી કેટલીક માહિતી-સૂચનાઓ છાપી હોય છે.ચુંબકીય પટ્ટી પર વિવિધ માહિતી અંકિત કરવામાં આવે છે જેમ કે બેંકનો નંબર, ખાતેદારનો નંબર વગેરે. જ્યારે કાર્ડ મશીનમાં ભરાવીએ ત્યારે કાર્ડ રીડરનો ઉપયોગ કરી મશીન સઘળી માહિતી વાંચે છે. માહિતી વાંચવા માટે જુદી જુદી સાંકેતિક ભાષાની જરૂર પડે છે.એ.ટી.એમ. મશીન એક ડેટા ટર્મિનલ છે. ડેટા ટર્મિનલ યજમાન (હોસ્ટ) સર્વર (પ્રોસેસર) સાથે સંપર્ક કરી માહિતીનો વિનિમય કરે છે. કાર્ડની ચુંબકીય પટ્ટી પરની માહિતી તેમજ પીનકોડ હોસ્ટ સર્વર પર મોકલે છે. ચાંચિયાઓથી બચવા માટે બધી જ માહિતીનો વિનિમય સાંકેતિક (એન્ક્રીપ્ટેડ) ભાષામાં જ થાય છે.
૧૯૬૧માં સીટી બેન્ક ઓફ ન્યુયોર્ક માં પ્રાયોગિક ધોરણે મુકવામાં આવ્યું હતું ,પરંતુ છ મહિનામાં જ ગ્રાહકો એ આને નકારી કાઢ્યું હતું.
૧૯૬૬ માં ટોક્યો તથા જાપાનમાં પણ ઉપયોગ કરાયો હતો.
૧૯૬૭, ૨૭ જૂન લંડનમાં બકેર્લ બેન્કે પ્રયોગ કર્યો હતો.

automated teller machine (ATM) નો ઇતિહાસ જાણવા માટે અહી ક્લિક કરો

માફી માંગવાની રીત


સ્પેનના વિજ્ઞાનીઓ ધ્વારા કરવામાં આવેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે તમે જયારે કોઈ ગુસ્સે ભરાયેલી વ્યક્તિના કાનમાં સોરી કહેવા માંગતા હોય તો જમણા કાનમાં કહેવું. આમ કરવાથી સામેની વ્યક્તિ પાસેથી માફી મળવાની સંભાવના વધી જશે.આનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે જયારે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે તેનો જમણો કાન ડાબા કાનની સરખામણીમાં વધુ યોગ્ય રીતે વાતને સાંભળી શકે છે.એટલે ડાબા કાનમાં તમે સોરી કહો  ત્યારે  બની શકે તે વ્યક્તિ ખુબ ગુસ્સામાં તમારી વાત સારી રીતે સાંભળી ન શકે.તમારી વાત સારી રીતે સંભળાઈ જાય તો માફી મળવાની સંભાવના વધી જ જાય.

ગુજરાતમાં સૌથી મોટું

  • જિલ્લો (વિસ્તાર): કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિમિ
  • જિલ્લો (વસતી): અમદાવાદ , વસતી, ૫૮,૦૮,૩૭૮
  • પુલઃ ગોલ્ડન બ્રીજ  (ભરુચ  પાસે નર્મદા નદી  પર), લંબાઇ: ૧૪૩૦ મીટર
  • મહેલઃ લક્ષ્મી વિલાસ પેલેસ , વડોદાર
  • ઔધ્યોગિક સંસ્થા: રિલાયન્સ
  • ડેરી: અમુલ ડેરી ,આણંદ
  • નદી: નર્મદા
  • યુનિવર્સીટી: ગુજરાત યુનિવર્સીટી.
  • સિંચાઇ યૉજના: સરદાર સરોવર
  • બંદર: કંડલા
  • હૉસ્પિટલઃ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ
  • શહેરઃ અમદાવાદ
  • રેલવે સ્ટેશન: અમદાવાદ
  • સરોવરઃ નળસરોવર (૧૮૬ ચો .કિમિ)
  • સંગ્રહસ્થાનઃ બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  • પુસ્તકાલયઃ સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  • દરિયાકિનારો: જામનગર, ૩૫૪ કિમિ
  • લાંબી નદી: સાબરમતી, ૩૨૦ કિમિ
  • ઊંચુ પર્વતશિખરઃ ગોરખનાથ (દત્તાત્રેય)ગીરનાર , ઊચાઇ ૧,૧૭૨ મીટર
  • વધુ મંદિરો વાળુ શહેરઃ પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરો
  • મોટી પ્રકાશન સંસ્થા: નવનીત પ્રકાશન
  • મોટુ ખાતર કારખાનુ: ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃ ચાવજ, પો. નર્મદાનગર, ભરુચ
  • ખેત ઉત્પાદન બજારઃ ઊંઝા , મહેસાણા
  • ભારત નો સૌથી લાંબો ૧૬૦૦ કિ.મી. દરિયાકાંઠો
  • સૌથી વધુ ૪૨ બંદર
  • રાજયમાં ૧૩ એરપોર્ટ
  • ૫૫ સેઝ
  • ૮૩ કલસ્ટર્સ ઉત્પાદન
  • ૨૨૦૦ કિ.મી. ગેસ ગ્રીડ
  • વિશ્વમાં ત્રીજુ મોટું ડેનીમ ઉત્પાદક
  • નર્મદા કેનાલ એ વિશ્વની સૌથી મોટી સિંચાઇ કેનાલ
  • વિશ્વમાં ઇસબગુલનું સૌથી વધું ઉત્પાદન
  • વિશ્વનું સૌથી મોટું ડાયમન્ડ પ્રોસેસીંગ હબ
  • રિલાયન્સ-જામનગર રિફાઇનરી એ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી ગ્રાસરૂટ રિફાઇનરી.

ગુજરાત વિશે વધુ જાણવા માટે અહી ક્લિક ક

ગુજરાતનાં મ્યુઝિયમો

(૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા.
-આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે.
(૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા.
-આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે.
(૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ.
-ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા.
આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે.
(૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્થ મ્યુઝિયમ,વડોદરા.
-તેમાં સ્વાસ્થ્ય અને આરોગ્યને લગતાં નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૫) મેડિકલ કોલેજનું મ્યુઝિયમ,વડોદરા.
-મેડિકલ કોલેજમાં એનેટોમી,ફાર્મેકોલોજી,ટોક્સીલોજી,પેથોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિન.આમ ચાર વિભાગોનાં ચાર મ્યુઝિયમ છે.આ ઉપરાંત વડોદરામાં એગ્રીક્લ્ચર મ્યુઝિયમ પણ હાલમાં થયેલ છે.સદરહુ મ્યુઝિયમમાં ખેતી વિષયક માહિતીનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૬) મ્યુનિસિપલ મ્યુઝિયમ-સંસ્કાર કેન્દ્ર , અમદાવાદ.
-ગુજરાત મ્યુઝિયમ સોસાયટી સંચાલિત આ મ્યુઝિયમમાં એન.સી.મહેતા સંગ્રહ છે,જેમાં લઘુચિત્રો તથા હસ્તપ્રતોનાં લઘુચિત્રો સંગ્રહેલાં છે.અહિં ઘણીવાર વિભિન્ન હંગામી પ્રદર્શનો પણ યોજાતા હોય છે.
(૭) ભો.જે.વિધ્યાભવન- અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ, અમદાવાદ.
-આ સંદર્ભ મ્યુઝિયમ છે અને તેમાં હસ્તપ્રતો,તાડપત્રો, સિક્કઓ,ફોસિલો વગેરે પ્રાચિન અવશેષો પ્રદર્શિત કરેલા છે.
(૮) કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્ષટાઈલ, અમદાવાદ.
-ગુજરાતમાં કાપડને લગતું આ એક માત્ર મ્યુઝિયમ છે.તેથી તે ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.તે ખાનગી મ્યુઝિયમ છે અને તેમાં મુખ્યત્વે કાપડ અને ભારતનાં વિશિષ્ટ પોશાકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૯) બી.જે.મેડિકલ કોલેજનું મ્યુઝિયમ, અમદાવાદ.
-તેમાં એનેટોમી,પેથોલોજી, ફોર્મેકોલોજી, હાઈજીન અને ફોરેન્સિક મેડિસિન-આ પ્રત્યેક વિભાગને પોતપોતાના વિષયોના નમૂના દર્શાવતું મ્યુઝિયમ છે.
(૧૦) ગાંધી સ્મારક સંગ્રહાલય,સાબરમતી, અમદાવાદ.
-આ મ્યુઝિયમને પર્સોનેલિયાં-મ્યુઝિયમાં મુકી શકાય કારણકે તેમાં ફ્ક્ત ગાંધીજીની તસવીરો,ગાંધીજી વિષેનું સાહિત્ય અને તેમના જીવનકાળ દર્મ્યાનનાં તેમના અવશેષો એટલે કે તેમની અંગત વસ્તુઓ પ્રદર્શિત કરેલાં છે.
-આ ઉપરાંત, અમદાવાદમાં એલ.ડી.ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજીમાં નાનું સરખું મ્યુઝિયમ છે;તેમાં મુખ્યત્વે જૈન સંસ્કૃતિની વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
-પ્રાકૃતિક ઈતિહાસ વિષયક મ્યુઝિયમ પણ અમદાવાદમાં કાંકરિયા પાસે પ્રાણીસંગ્રહાલયમાં છે.
-તે ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠમાં ટ્રાઈબલ અને ઈથનોલોજીકલ મ્યુઝિયમ છે,જેમાં ગુજરાતનાં આદિવાસીઓ અને જનજાતિઓનો પહેરવેશ તથા મોડેલો વગેરેનો સંગ્રહ રાખવામાં આવેલ છે.

(૧૧) સાપુતારા મ્યુઝિયમ, સાપુતારા.
-મ્યુઝિયમમાં મુખ્યત્વે માનવજાતિશાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઈતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
(૧૨) સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત.
-તેમાં કલાવિષયક વસ્તુ પ્રદર્શિત કરેલી છે.
(૧૩) આર્ટ એન્ડ આર્કિયોલોજી મ્યુઝિયમ, વલ્લભવિધ્યાનગર.
-તેમાં કલા અને પુરાતત્વ વિધ્યાને લગતી વસ્તુઓનો સંગ્રહ છે.
-તે ઉપરાંત આણંદમાં એગ્રીકલ્ચરલ મ્યુઝિયમ પણ આવેલુ છે.
(૧૪) કચ્છ મ્યુઝિયમ, ભુજ.
– આ મ્યુઝિયમને બહુહેતુક પ્રકારનાં મ્યુઝિયમમાં મુકી શકાય.કારણકે તેમાં વિભિન્ન વિષયોની વિવિધ વસ્તુઓને પ્રદર્શિત કરી છે.
(૧૫) વોટસન મ્યુઝિયમ , રાજકોટ.
-વડોદરા પછીનું મહત્વનું મ્યુઝિયમ આ છે,જે બહુહેતુક છે.
(૧૬) દરબારહોલ મ્યુઝિયમ, દીવાનચોક, જૂનાગઢ.
– આ પણ એક બહુહેતુક મ્યુઝિયમ છે.
(૧૭) જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ, જૂનાગઢ.
-તેમાં કલા, પુરાતત્વ વિધ્યા, પ્રાકૃતિક ઈતિહાસનાં નમૂનાં છે.
(૧૮) બાર્ટન મ્યુઅઝિયમ , ભાવનગર.
-તેમાં શિલ્પો, શિલાલેખો, તામ્રપત્રો, સંસ્કૃત હસ્તપત્રો,વલભીના માટીકામનાં નમૂનાઓ,ધાતુની પ્રતિમાઓ,તૈલચિત્રો,ફોસિલો વગેરેનો સંગહ છે.
(૧૯) ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ, ભાવનગર.
-તેમાં ગાંધીજીની અંગ વસ્તુઓ , તસવીરોનો સંગ્રહ છે.
(૨૦) લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર.
-તેમાં માનવશાસ્ત્રને લગતાં નમૂનાઓનો સંગ્રહ છે.
(૨૧) જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટિઝ, જામનગર.
– તેમાં કલા અને પુરાતત્વવિષયક વસ્તુઓનો સંગ્રહ છે.
(૨૨) પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ.
– આ મ્યુઝિયમ પુરાતત્વવિધ્યાવિષયક છે.
(૨૩) શ્રી ગીરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી.
-તેને મ્યુઝિયમ સ્વરૂપે મુકેલ છે.
(૨૪) ગાંધી મેમોરીયલ રેસીડેન્સિયલ મ્યુઝિયમ, પોરબંદર.
-તેમાં ગાંધીજીનાં જીવનનો ઈતિહાસ દર્શાવવામાં આવેલો છે.
(૨૫) ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય, કપડવંજ.
-જે બાળકો માટે છે.
(૨૬) રજનીપરીખ આર્ટસ કોલેજ, આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, ખંભાત.
-જેમાં ખંભાત આર્કિયોલોજી વિષય અંગેનો સંગ્રહ કરવામાં આવેલો છે.

Get Update Easy