પરીક્ષા પહેલા સીસીટીવીનું પ્રમાણપત્ર આપવું જ પડશે
પ્રાયોગિક
પરીક્ષાનું પણ વિડિયો રેર્કોંડિગ : વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર પરીક્ષા
પહેલા શાળાઓ માટે કેટલીક શરતો રહેશે : બધી જરૂરી માહિતી આપવી પડશે
અમદાવાદ,તા.
૨૫,આગામી ૩૦મી ઓક્ટોબરથી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની સેમેસ્ટર પરીક્ષાનો
પ્રારંભ થઇ રહ્યો છે. આ પરીક્ષા સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાની બાજ નજર નીચે
જ લેવામાં આવનાર છે ત્યારે પરીક્ષા શરૂ થાય તે પહેલા પરીક્ષા કેન્દ્ર
ધરાવતી દરેક શાળાઓએ સીસીટીવી કેમેરા અંગેના સર્ટી ડીઈઓ ઓફિસમાં ફરજિયાતપણે
રજૂ કરવા પડશે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૩૦ ઓક્ટોબરથી વિજ્ઞાન પ્રવાહની
સેમેસ્ટર પરીક્ષા લેવામાં આવનાર છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાની
તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર-૧ની
પરીક્ષાનો સમય બપોરના ૩ થી ૫.૩૦ કલાકનો રહેશે. તેવી જ રીતે સેમેસ્ટર-૩ની
પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦થી ૧ કલાક વચ્ચેનો રહેશે. આ પરીક્ષા શરૂ- થાય
તેના અડધા કલાક પહેલા વિદ્યાર્થીઓએ ફરજિયાત પણે પરીક્ષા કેન્દ્ર ખાતે
પહોંચી જવાનું રહેશે. આ પરીક્ષા પણ બોર્ડની અન્ય પરીક્ષાઓની જેમ
સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવાની યોજના તૈયાર કરી દેવામાં આવી
છે. જે અંતર્ગત દરેક શાળાઓએ પરીક્ષા શરૂ થાય તે પહેલા સીસીટીવી અંગેના
પ્રમાણપત્ર ડીઇઓ ઓફિસમાં જમા કરાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે
૧૫થી ૨૫ ઓક્ટોબર શાળા કક્ષાએ લેવામાં આવેલ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક
પરીક્ષાનું પણ ફરજિયાત પણે રેર્કોંિડગ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
રાજ્યની મોટાભાગની શાળાઓ પ્રાયોગીક પરીક્ષાઓ લીધા વિના જ વિદ્યાર્થીઓને
માર્ક્સની લ્હાણી કરતી હોવાની ફરિયાદ શિક્ષણ બોર્ડને મળી હતી. જેના પગલે આ
નિર્ણય લેવામાં આવ્યો હતો. અંતર્ગત પ્રાયોગિક પરીક્ષાનું વિડિયો
રેર્કોંિડગ બોર્ડને મોકલી આપવાનું રહેશે જેની ચકાસણીમાં જો કોઇ શાળા
પ્રાયોગિક પરીક્ષામાં લાપરવાહી દાખવતી નજરે પડશે તો તેની સામે કાર્યવાહી
કરવામાં આવશે.
મારી નજર પત્થરને મીણ કરે છે,
પહાડોને ઉથલાવીને ખીણ કરે છે;
ડરાવે છે ભોળા ખલાસીને સાગર,
મારાં હલેસા સમંદરને ફીણ કરે છે.
જીવનમાં
સફળતા મેળવવા આત્મવિશ્વાસએ ગુરૂચાવી છે.આપણાં માટે કોઇ કામ અશક્ય નથી; પણ
તેના માટે આત્મવિશ્વાસની જરૂર પડે છે;આત્મવિશ્વાસ કોઇ પણ અઘરાં કામને આસાન
બનાવે છે.