આજનો વિચાર
- તમે આવો ને સન્માન મળે એના કરતા તમે જાઓ ને તમારી ખોટ વર્તાય એવું કામ કરજો…
ગુણ સુધારણા કૌભાંડ: ૧૧ કોમ્પ્યુટર જપ્ત કરાયા
ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી બી.કોમ. સેમેસ્ટર-૬ની પરીક્ષાના ગુણ સુધારણા કૌભાંડમાં ફરિયાદ થતાં પોલીસે તપાસની કાર્યવાહી શરૂ કરી સર્વર સાથે ૧૧ કોમ્પ્યુટર કબજે કર્યા છે. પરીક્ષા નિયામકે નોંધાવેલી ફરિયાદમાં સિટી કોલેજ અને સરસપુર આર્ટ્સ-કોમર્સ કોલેજના ત્રણ વિદ્યાર્થી ઉપરાંત માર્કશીટની ડેટા એન્ટ્રી કરનાર શ્રી કોમ્પ્યુટર સામે કાવતરાપૂર્વક દસ્તાવેજો સાથે ચેડાં કરીને છેતરપિંડી આચરાયાનો આક્ષેપ કરાયો છે. યુનિવર્સિટી પોલીસનું કહેવું છે કે, કોમ્પ્યુટર કબજે કર્યા બાદ સોમવારે તપાસ કાર્યવાહીને વેગ મળશે. |