આજનો વિચાર
- “વિશ્વાસ” વગર નો “સંબંધ” “નેટવર્ક” વગર ના “મોબાઈલ” જેવો છે. કારણ કે “નેટવર્ક” વગર ના “મોબાઈલ” માં લોકો “ગેમ” રમવા માંડે છે.
pdf ફાઇલ ડાઉનલોડ માટે અહી ક્લિક કરો |
Windows 10ના યૂઝર્સ માટે માઈક્રોસોફ્ટ લાવ્યું વાઈ-ફાઈ ફીચર, જાણવા કરો ક્લિક
29
જુલાઈએ માઈક્રોસોફ્ટ Windows-10ને લોન્ચ કરવાનું છે. હાલના સમયમાં
માઈક્રોસોફ્ટ Windows-10નું ટેક્નિકલ પ્રિવ્યૂમાં મૂળ સ્વરૂપમાં નવા
ફીચર્સને અપડેટ કરી રહ્યું છે. માઈક્રોસોફ્ટે પોતાના લેટેસ્ટ બિલ્ડમાં એક
નવું ફીચર -વાઈ ફાઈ સર્વિસ લોન્ચ કર્યું છે, જે માત્ર સિએટલના Windows-10
યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવ્યું છે. માઈક્રોસોફ્ટનું નવું ફીચર લેટેસ્ટ 10166
બિલ્ડ પર આધારિત છે, જે ટૂંક સમયમાં આવનાર છે.
માઈક્રોસોફ્ટની સર્વિસ Windows-10 મારફતે આ નવું ફીચર વાઈ-ફાઈ
હોટસ્પોટને સરળ બનાવશે. આ ફીચરના માધ્યમથી Windows-10ના યુઝર્સ વિભિન્ન
પ્રોવાઈડર પાસેથી વાઈ-ફાઈ સર્વિસ ખરીદી શકશે. આ ફીચરની સાથે રજિસ્ટર્ડ
થયેલા હોટ-સ્પોટ, ‘Buy Wi-Fi from Windows Store’ની સાથે જોડાયેલ હશે.
જેનાં કારણે યુઝર ડેબિટ-ક્રેડિટ કાર્ડ, માઈક્રોસોફ્ટ ગિફ્ટ કાર્ડ અને
કેરિયર બિલિંગના પૈસા ભરી શકશે.
પાતળા થવું હોય તો રોજ માત્ર આ 7 નિયમઅપનાવો, હઠીલી ચરબી ઓગળશે
-પાણી
આપણા શરીર માટે અત્યંત મહત્વનો ભાગ ભજવે છે શરીરમાં યોગ્ય માત્રામાં
પાણી હોય તો શરીર અનેક રોગોથી મુક્ત રહે છે.
પરંતુ શું તમે જાણો છો કે શરીર સુડોળ
અને ઘાટીલું રાખવામાં પણ પાણી એટલું જ જરૂરી છે. જેથી નવા વર્ષમાં
વધુથી વધુ પાણી પીવાનો નિયમ બનાવો. ભરપૂર
માત્રામાં પાણીનું સેવન કરવાથી શરીરના
ટોક્સિન્સ દૂર થાય છે અને મેટાબોલિઝ્મ પણ ઠીક રહે છે. જેથી દરરોજ
ઓછામાં ઓછું આઠ ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ.
- બજારમાં
મળતાં જાત-જાતના પીણાં પીવાની ટેવ લોકોમાં વધતી જઈ રહી છે. જે
સ્થૂળતા વધારવામાં એક મૂળભૂત કારણ છે. આ પીણાઓમાં
કોલ્ડ્રિંક્સ, ચા,
કોફી આ
બધાં પીણાઓનો સમાવેશ થાય છે અને વધુ માત્રામાં આ
પીણાઓનું સેવન આપણા શરીર માટે
હાનિકારક હોય છે. જે શરીરમાં ચરબીને વધારે છે અને સ્વાસ્થ્યને પણ
નુકસાન પહોંચાડે છે.
- આજકાલની
જીવનશૈલીમાં લોકોને રાહતના બે પળ મળતાં નથી. એક બીજાથી આગળ જવાની
હોડમાં લોકો પાસે સમય જ નથી રહ્યો. જેથી ઘર,
કામકાજ અને અનેક પ્રકારના
અન્ય ટેન્શન વ્યક્તિને અંદરોઅંદર બાળ્યા કરે છે
અને વ્યક્તિ હમેશાં ચિંતામાં
રહે છે. પરંતુ આ ચિંતા શરીર માટે શત્રુ હોય છે જે વજનમાં વધારો
કરે છે. ટેન્શન શરીરમાં કોર્ટિસોલનું સ્તર વધારે
છે. જેના કારણે પેટના ભાગ પર
તેજીથી ફેટ વધે છે. સાથે જ તણાવમાં પણ વધારો થાય છે. જેથી પોતાની જાત
માટે સમય કાઢો અને શાંત ચિત્તે પોતાના વિશે
વિચારો.
-જો સવારે નિયમબદ્ધ રીતે
દરરોજ ખાલી પેટે પાણીમાં લીંબુ નાખીને તેનું સેવન
કરવામાં આવે તો સ્થૂળતામાંથી નિજાત મેળવી શકાય
છે. ઠંડીમાં નવશેકા પાણીમાં લીંબુ
અને મધ નાખીને તેનું સેવન કરવાથી શરીર ઘાટીલું અને તંદુરસ્ત બને છે.
-ફાઈબર એક એવું તત્વ છે જે શરીરમાં
કાર્બોહાઈડ્રેટ્સને પાચન ધીમું કરવામાં
મદદ કરે છે. આ સિવાય તે શરીરમાં ફેટી એસિડને જમા
થવાથી પણ રોકે છે જેથી તમારા
ભોજનમાં ફાઈબરનો ઉપયોગ જરૂર કરવો. ફાઈબરને કારણે પાચન દુરસ્ત રહે છે
અને સારું પાચનતંત્ર ચરબી જમા થવા દેતું નથી.
-રોજ સવારે ઓછામાં ઓછું અડધો કલાક તો ચાલવા જવું જ
જોઈએ. સાથે ઝડપથી ચાલવું એ
વજન ઘટાડવાનો સૌથી કારગર અને સરળ રસ્તો છે. 45 મિનિટની
સેરથી 300 કેલેરી
ઘટે છે.
- તેળલું
અને તેલ મસાલાવાળો ખોરાક ન લેવાનો નિયમ બનાવો. સાથે જ કેલેરી
બેલેન્સ સાથેના ફુડ ખાવા માટેનો ચાર્ટ તૈયાર કરો
જેથી તમને ખ્યાલ રહે કે શેમાંથી
કેટલી કેલેરી મળે છે.
આ સાત
નિયમ અનુસરવાથી તમે ચોક્કસ જાડામાંથી પાતળા થઈ જશો પરંતુ આ નિયમોનું પાલન નિયમબદ્ધ રીતે કરવું.