CCC EXAM RESULT VERIFICATION Result Verification
આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીથી થાય છે અધ...ધ ફાયદા
Just For Helth આયુર્વેદ
પ્રમાણે ગાયના દૂધથી બનતાં ઘીમાંથી જરૂરી પોષક તત્ત્વો,
ફેટિ
એસિડ, એન્ટિબેક્ટેરિઅલ,
એન્ટિફંગલ, એન્ટિઓક્સિડેન્ટ
અને એન્ટિવાયરલ વગેરે જેવાં
તત્ત્વો મળે છે. આ એક ઔષધિ છે અને જે લોકો આ ધીનું સેવન કરે છે તે
વૃદ્ધાવસ્થામાં થતી બીમારીથી બચે છે. જો તમે
સ્વસ્થ છો તો તમે આ ઘી તો લઈ શકો
છો પરંતુ જો તમે નબળાઈ અનુભવતા હોવ કે બીમાર હોવ તો તમે ડોક્ટર સાથે
વાત કરીને જ આ ઘી લઈ શકો છો. આયુર્વેદ પ્રમાણે
ગાયના દૂધમાંથી બનેલું ઘી સ્વાસ્થ્ય
માટે લાભપ્રદ છે. ગાયના ઘીના સેવનથી થતાં ફાયદા જાણીએ.
આ કારણોને લીધે ગાયનું ઘી કેન્સર જેવી બીમારીમાં
પણ લાભ આપે છે.
1. જે
લોકોને અશક્તિ અનુભવાતી હોય તો તેમણે એક ગ્લાસ દૂધમાં એક ચમચી ગાયનું
ઘી અને ખાંડ નાંખીને પીવું જોઈએ.
2. જો હાથ
કે પગના તળિયા પર બળતરા થતાં હોય તો ઘીની માલિશ કરવાથી ફાયદો
થશે.
3. ઘીના
સેવનથી ચહેરાની ચમક પણ વધે છે.
4. ઘીથી
ચહેરાનો મસાજ કરી શકો છો સાથે વાળની માલિશ પણ કરી શકો છો. આવું
કરવાથી ત્વચા અને વાળની સમસ્યા ઓછી થાય છે.
5. ત્વચા
પર કોઈ ડાઘ પડી ગયો હોય તો તમે એની પર ઘી લગાવવાથી ફાયદો થાય છે.
6. ઘીના
નિયમિત સેવનથી તમને પેટ સંબંધી સમસ્યામાંથી છૂટકારો મળે છે.
7. એડકી
આવતી હોય ત્યારે અડધી ચમચી ગાયનું ઘી ખાઈ લો તો એડકી બંધ થઈ જશે.આજનો વિચાર
- આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો સાચું મનમાં બોલે છે, અને…
ખોટું બુમો પાડી ને બોલે છે…!!!