Click Here |
કોલેજોમાં વિઘાર્થીઓને પ્રવેશ માટે કાઉન્સેલિંગ દરમિયાન તમામ પુરાવા સાથે
લઈ જવાની જરૂર નહિ પડે. આ માટે વિદ્યાર્થીઓ તેમનો આધારકાર્ડ નંબર જણાવશે
એટલે તેમના તમામ પુરાવા આપોઆપ વેરિફાઈ થઈ જશે. આ તમામ બાબત ડિજિટલ લોકર
દ્વારા શક્ય બનશે. આવી સુવિધાથી કાઉન્સેલિંગ દરમિયાન થતી પુરાવાની
હેરાફેરી અને દસ્તાવેજો ગુમ થઈ જવાની સમસ્યામાંથી છુટકારો મળશે.
વર્ષ ૨૦૧૫-૧૬ના શૈક્ષણિક સત્રથી કોલેજોમાં પ્રવેશ માટે આ યોજના લાગુ કરવામા આવી રહી છે. ડિજિટલ
લોકર લીન્ક કરવાથી કાઉન્સેલિંગની કામગીરી સરળ બની જશે. આ માટે
વિદ્યાર્થીઓએ તેમના તમામ પ્રમાણપત્ર અથવા આ પ્રકારના અન્ય દસ્તાવેજ
ડિજિટલ ફોર્મેટમાં ફેરવવા પડશે. ડિજિટલ લોકર એક પ્રકારે ઓનલાઈન ડિપોઝીટરી
છે. તે લોકર સંબંધિત વિદ્યાર્થીઓ અથવા અન્ય વ્યકિતના આધાર કાર્ડ સાથે
જોડાયેલું રહેશે. તેમા તમામ પ્રકારના પુરાવા સરળતાથી સંભાળીને રાખી શકાશે.
આધાર કાર્ડ ધારક કોઈપણ નાગરિક પોતાનું ડિજિટલ લોકર ખોલી શકે છે. આ સુવિધા વિના મૂલ્યે છે. સીબીએસઈ
દેશભરમાં પોતાના તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ ફોર્મેટમાં માર્કશીટ અને
પ્રમાણપત્ર આપશે. જોકે હાલ માહિતી અને ટેકનોલોજી વિભાગ તેમજ સીબીએસઈ મળીને
સંયુકત રીતે કામ કરી રહ્યા છે. અને જલ્દીથી આ પ્રકારના સર્ટિફિકેટ જોવા
મળશે.
વિદ્યાર્થીઓ માર્કશીટ સાથે તમામ પુરાવાને ઓનલાઈન સુરક્ષિત રાખી શકે છે. ડિજિટલ લોકર હેઠળ લોકોને ક્લાઉડ આધારિત અમુક જગ્યા આપવામા આવશે.
જયાં
તેઓ પોતાના અંગત દસ્તાવેજોને ડિજિટલ તરીકે રાખી શકશે. આની સાથોસાથ ડિજિ
લોકરને નેશનલ સ્કોલરશીપ પોર્ટલ સાથે પણ જોડવામા આવશે. તેના દ્વારા
વિદ્યાર્થીઓ સ્કોલરશિપ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.