HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

7 એપ્રિલ, 2015

http://www-wales.ch.cam.ac.uk/~wales/CCD/Thomson2/gif/560.gif 
 આત્મશ્રદ્ધા “જ્ઞાન“માંથી જન્મે છે . તમારી જાતને ઓળખો .તમો તમોને જ જેટલા ઓળખતા જશો , તેટલી તમારી ક્ષતિઓ દૂર થતી જશે , તેટલાં તમે વધુ સંયમિત બનશો , તેટલાં જ તમે વધુ સતેજ બનશો . આમ તમારી જાતને જ ઘડો અને તે તમારી વિષે જેટલું કહેશે તેટલું તમો ગમે તેટલો દાવો કરશો પણ કોઈ તેને ધરશે જ નહીં . તમારે જ તમારી જાતને સિદ્ધ કરવાની છે . પરંતુ તે માટે તમારામાં જ શ્રધ્ધા રાખો .

રાજ્યના કર્મચારીઓ આનંદો... મકાન બાંધવા હવે મળશે ૧૫ લખ : કાર ખરીદવા હવે ૨.૫ને બદલે ૫ લાખ મળશે
મકાન - વાહન ખરીદવા ઇચ્છુક કર્મચારીઓને રાહત
   અમદાવાદ તા. ૭ : રાજયના સરકારી કર્મચારીઓને મકાન કે વાહન ખરીદવા માટે અપાતી પેશગી (એડ્વાન્સ)ની રકમમાં બમણો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે હવે ૧૫ લાખ અને નવી કાર ખરીદવા માટે ૫ લાખ સુધીની રકમ પેશગી પેટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના નાણાં વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર આદેશો પણ કરી દેવાયા છે.
   પેશગી  : મકાન બાંધવા ૭.૫ ને બદલે ૧૫ લાખ, કાર ખરીદવા ૨.૫દ્ગચ બદલે ૫ લાખ મળશે
   નાણાં વિભાગે બહાર પાડેલા ઠરાવ પ્રમાણે સરકારી કર્મચારીઓને હાલ મકાન બાંધકામ માટે ૭.૫૦ લાખ રૂપિયા પેશગી તરીકે અપાય છે. જે વધારીને ૧૫ લાખ કરવામાં આવ્યા છે. નવા મકાન કે ફ્લેટના બાંધકામ કરવાના હેતુ માટે કર્મચારીના છઠ્ઠા પગારપંચના ધોરણે ૫૦ માસિક મૂળ પગાર અથવા મકાનની અપેક્ષિત કિંમત અથવા ૧૫ લાખ એ ત્રણમાંથી ઓછી હોય તે રકમ અપાશે.
   આ ઉપરાંત વાહન ખરીદી માટે પણ પેશગીની રકમ બમણી કરાઇ છે. અત્યારસુધી મોટરસાઈકલ પેશગી મહત્ત્।મ ૩૦ હજાર રૂપિયા અને મોટરકાર માટેની પેશગી ૨.૫૦ લાખ રૂપિયા સુધી અપાતી હતી જેના બદલે હવે મોટરસાઈકલ માટે કર્મચારીના મૂળ છ પગાર અથવા વાહનની કિંમત અથવા રૂ.૬૦ હજારમાંથી ઓછી હોય તે રકમ તેમજ મોટર કાર માટે રૂ.૫ લાખ મંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે. વાહન ખરીદી ખર્ચમાં થયેલા વધારાને ધ્યાને લઇને સરકાર દ્વારા પેશગીમાં બમણો વધારો કરીને કર્મચારીઓને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે.
    શિક્ષણની નવી નીતિ માટેનું મંથન રાજય સરકારે હાથ ધર્યું
   કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણની નવી નીતિ લાવવામાં આવી રહી છે. આમાં નક્કી કરાયેલા ૨૩ જેટલા મુદ્દાઓ પર અભિપ્રાયો આપવા માટે રાજય સરકારોને કેન્દ્ર સરકારે તાકીદ કરી છે. આથી ગુજરાત સરકાર દ્વારા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓથી લઇને ધારાસભ્યો તેમજ પ્રાથમિક સ્કૂલથી યુનિવર્સિટીઓના નિષ્ણાંતોના અભિપ્રાયો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ પ્રથા સામે અનેક વિવાદો ચાલે છે. કેન્દ્ર સરકારે પણ નવી શિક્ષણ નીતિ લાવવાની ગતિવિધિ હાથ ધરી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ૨૩ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા છે.
      મકાન રિપેરિંગની રકમ પણ બમણી
      મકાન મરામત પેશગીની રકમ પણ બમણી કરવામાં આવી છે. મકાન મરામત માટે રૂ.૧ લાખ સુધીની પેશગીની રકમ અપાતી હતી જયારે હવેથી ૪૦ માસિક પગાર અથવા રૂ.૨ લાખ પૈકી જે રકમ ઓછી હોય તે મંજૂર કરવામાં આવશે.
      ૫.૫ લાખ કર્મચારીઓ લાભ મળશે
      સત્તાવાર આંકડા મુજબ, વિવિધ સરકારી ખાતાઓમાં કુલ ૧,૯૩,૭૮૯ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. સરકાર સહાયિત સંસ્થાઓ અને જાહેર ક્ષેત્રોમાં કુલ ૫,૫૭,૧૦૨ કર્મચારીઓ છે. દ્યર અને વાહન ખરીદવા પેશગીની રકમ વધારાનો લાભ તબક્કાવાર અપાશે.

 ચિત્રપરીક્ષા-૨૦૧૪ પરીણામ જાહેરનામું

HTAT primary exam detail :-

રાજ્ય ની પ્રાથમિક શાળા માં આચાર્ય ની ભરતી માટે HTATપરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે..શિક્ષણકાર્ય ને વધુ સારી રીતે ન્યાય આપી શકાય એ હેતુથી Headteachers Aptitude Test દ્વારા પ્રાથમિક વિભાગ ના આચાર્ય ની પસંદગી કરવાની સરકાર ની જોગવાઈ આવાકાર્દાયક અને પ્રશંશનીય પગલું છે .

જેનું માળખું નીચે મુજબ છે..

પરીક્ષાની તેયારી માટે માળખા પ્રમાણે તૈયારી કરી શકાય.
આ પરીક્ષા બે વિભાગ માં લેવાશે, જેમાં તમામ પ્રશ્નો ફરજીયાત રહેશે.
વિભાગ ૧
૭૫ ગુણ
વિભાગ ૨
૭૫ ગુણ
કુલ ગુણ                  ૧૫૦
સમય                     ૧૨૦ મિનીટ
વિભાગ ૧ (ત્રણ પેટા વિભાગ છે..)
(1) સામાન્ય જ્ઞાન ને લગતા પ્રશ્નો

- ભારતીય બંધારણ, મૂળભૂત હક્કો અને ફરજો

- રાજનીતિ અને શાસનતંત્ર (રાજ્ય અને દેશ) પ્રવાહો અને માળખું
- ગણિત, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ
- ખેલકૂદ અને રમતો
- સંગીત અને કળા
- રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ૨૦૦૫ (આર ટી આઈ)
- ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ (આર ટી આઈ)
- મહાન વિભૂતિઓ (દેશ) વર્તમાન પ્રવાહ, અને આનુસંગિક બાબતો

(2) વહીવટી સંચાલન :

- ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓનું કાર્ય તેમજ આંતર સંબંધો.
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭
- ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો ૧૯૪૯
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (નિયમન) અધિનિયમ ૧૯૮૪
- ગુજરાત શૈક્ષણિક સંસ્થા (પૂર્વ પ્રાથમિક, અને પ્રાથમિક શીક્ષંક તાલીમ કોલેજ) નિયમો ૧૯૮૪
- નેશનલ કોઉંનશીલ ફોર ટીચર એજ્યુકેશન એક્ટ ૧૯૯૩
- શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ , શિક્ષણમાં નુતન પ્રવાહો, શિક્ષણ સુધારણા , અને પહેલ (રાજ્ય અને દેશ કક્ષાએ)
- રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્ચા ૨૦૦૫
- અન્ય પ્રાથમિક શિક્ષણ પીટીસી અને બીએડ ના અભ્યાસક્રમ મુજબ

(3) મેથડો લોજી અને એજ્યુકેશન સાયકોલોજી

- રીઝનીંગ એબીલીટી અને લોજીકલ રીઝનીંગ , ડેટા ઇન્ટર પ્રિતેશન સાથે

વિભાગ – ૨
આ વિભાગ માં પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવશે. પરંતુ તેના કઠિનતા મુલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ (ધોરણ ૯ અને ૧૦) પ્રમાણે રહેશે. પરંતુ દરેક વિષયનું ગુણ ભારાંક સમાન રહે તે જરૂરી નથી.
(આ કસોટી માં બંને વિભાગ માં જુદા જુદા ઓછા માં ઓછા ૫૦ ટકા ગુણ અને બંને મળી ઓછા માં ઓછા ૬૦ ટકા મેળવેલ હશે. તો જ પાસ ગણાશે. અનામત ઉમદેવાર માટે ૫૫ ટકા ગુણ મેળવીને ઉર્તીણ થવાનું રહેશે.)


Get Update Easy