આજનો વિચાર
The distance between who I am and who I want to be is separated only by my actions and words.
-Unknown
JEE Main Answer key 2015 (04-04-2015)
Answer Key ,Exam Held on Date:04-04-2015.
- JEE Main 2015 Answer Key :
JEE (Main) 2015 Papers | Question Papers | Answers Key | Text Solutions | Video Solutions |
JEE (Main) Code-A (English) | Download | Download | Wait | View |
JEE (Main) Code-A (Hindi) | Wait | Download | Wait | View |
JEE (Main) Code-B (English) | Download | Download | Wait | View |
JEE (Main) Code-B (Hindi) | Download | Download | Wait | View |
JEE (Main) Code-C (English) | Download | Download | Wait | View |
JEE (Main) Code-C (Hindi) | Download | Download | Wait | View |
JEE (Main) Code-D (English) | Download | Download | Wait | View |
JEE (Main) Code-D (Hindi) | Wait | Download | Wait | View |
USEFULL FULL FORMS FOR COMPUTER.
Full Form Of Some technical Words
◆ VIRUS - Vital Information Resource UnderSeized.
◆ 3G -3rd Generation.
◆ GSM - Global System for Mobile Communication.
◆ CDMA - Code Divison Multiple Access.
◆ UMTS - Universal MobileTelecommunication System.
◆ SIM - Subscriber Identity Module .
◆ AVI = Audio Video Interleave
◆ RTS = Real Time Streaming
◆ SIS = Symbian OS Installer File
◆ AMR = Adaptive Multi-Rate Codec
◆ JAR = Java Archive
◆ JAD = Java Application Descriptor
◆ 3GPP = 3rd Generation Partnership Project
◆ 3GP = 3rd Generation Project
◆ MP3 = MPEG player lll
◆ MP4 = MPEG-4 video file
◆ AAC = Advanced Audio Coding
◆ GIF= Graphic InterchangeableFormat
◆ JPEG = Joint Photographic Expert Group
◆ BMP = Bitmap
◆ SWF = Shock Wave Flash
◆ WMV = Windows Media Video
◆ WMA = Windows Media Audio
◆ WAV = Waveform Audio
◆ PNG = Portable Network Graphics
◆ DOC =Document (MicrosoftCorporation)
◆ PDF = Portable Document Format
◆ M3G = Mobile 3D Graphics
◆ M4A = MPEG-4 Audio File
◆ NTH = Nokia Theme (series 40)
◆ THM = Themes (Sony Ericsson)
◆ MMF =Synthetic Music Mobile Application File
◆ NRT = Nokia Ringtone
◆ XMF = Extensible Music File
◆ WBMP = Wireless Bitmap Image
◆ DVX = DivX Video
◆ HTML = Hyper Text Markup Language
◆ WML =Wireless Markup Language
◆ CD -Compact Disk.
◆ DVD - Digital Versatile Disk.
◆ CRT - Cathode Ray Tube.
◆ DAT - Digital Audio Tape.
◆ DOS - Disk Operating System.
◆ GUI -Graphical User Interface.
◆ HTTP - Hyper Text Transfer Protocol.
◆ IP - Internet Protocol.
◆ ISP - Internet Service Provider.
◆ TCP - Transmission Control Protocol.
◆ UPS - UninterruptiblePower Supply.
◆ HSDPA -High Speed Downlink PacketAccess.
◆ EDGE - Enhanced Data Rate for
◆ GSM- [GlobalSystem for Mobile Communication] Evolution.
◆ VHF - Very High Frequency.
◆ UHF - Ultra High Frequency.
◆ GPRS - General PacketRadio Service.
◆ WAP - Wireless ApplicationProtocol.
◆ TCP - Transmission ControlProtocol.
◆ ARPANET - Advanced Research Project Agency Network.
◆ IBM - International Business Machines.
◆ HP - Hewlett Packard.
◆ AM/FM - Amplitude/ Frequency Modulation.
◆ WLAN - Wireless Local Area Network
નકારાત્મક સંદેશાઓને નકારવા (કેલિડોસ્કોપ)
નોર્મન કઝીન્સ નામના વિદ્વાને મન અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચેનો અનુબંધ સમજાવતાં ત્રણ પુસ્તકો લખ્યાં છેઃ (૧) એનેટોમી ઓફ એન ઇલનેસ (૨) ધી હિલિંગ હાર્ટ અને (૩) હેડ ફર્સ્ટ - ધી બાયોલોજી ઓફ હોપ. નકારાત્મક અને હકારાત્મક સૂચનો કે માન્યતાઓ કેવાં પરિણામો સર્જે છે એનાં બે તદ્દન સાચાં અને ખૂબ જ સચોટ ઉદાહરણ કઝીન્સના પુસ્તક 'ધી હિલિંગ હાર્ટ'ની પ્રસ્તાવના લખનાર ડો. બર્નાર્ડ લોને (એમડી) પોતાની એ પ્રસ્તાવનામાં નોંધ્યા છે.હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અને પીટર બેન્ટ બ્રિહામ હોસ્પિટલમાં લાઇબ્રેરિયન તરીકે નોકરી કરતી પ્રૌઢ વયની એક સ્ત્રી મિસિસ એસ.નો કિસ્સો એમણે લખ્યો છે. એ હોસ્પિટલમાં હૃદયરોગના સુખ્યાત ડોક્ટર એસ.એ. લેવિન દર અઠવાડિયે ર્કાિડયાક ક્લિનિકમાં રાઉન્ડ લેતા. એ વખતે એમના હાથ નીચે પોસ્ટ ડોક્ટરેટ માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (ડોક્ટરો) પણ એમની સાથે જ રહેતા. મિસિસ એસ.ને હૃદયની જમણી બાજુના વાલ્વમાં તકલીફ હતી. એને કારણે તેનું હૃદય ધીમે ધીમે નબળું પડી રહ્યું હતું. (લો ગ્રેડ કન્જેસ્ટિવ હાર્ટ ફેઇલ્યોર) એની ઘૂંટી પાસે સોજા આવી જતા હતા. શ્વાસની તકલીફ પણ રહેતી હતી. એવી સ્થિતિ છેલ્લાં દસેક વર્ષથી હતી, પરંતુ તકલીફ વધે ત્યારે દવાખાનામાં દાખલ થઈને સારવાર લેતી હતી.
ડો. લેવિન એને સારી રીતે ઓળખતા હતા, એટલે રાઉન્ડમાં નીકળે ત્યારે સ્વાભાવિક જ તેની સાથે થોડા મીઠા શબ્દોની આપ-લે કરી લેતા હતા. દર્દીઓ માટે ડો. લેવિનનો શબ્દ 'આખરી' ગણાતો. મિસિસ એસ.ને પણ ડો. લેવિનના શબ્દોમાં એવી જ શ્રદ્ધા હતી.
એક વાર મિસિસ એસ. જ્યારે પોતાના રોગ માટે સારવાર લેતી હતી, ત્યારે ડો. લેવિન તેમના અઠવાડિક રાઉન્ડમાં નીકળ્યા. મિસિસ એસ. સામે જોઈને હસ્યા. એના હૃદયની તપાસ કરી. થોડી વાતો કરી અને સાથેના ડોક્ટર-વિદ્યાર્થીઓને કહ્યું, "મિસિસ એસ.ને ટીએસ છે."
એટલું કહીને એ તો ચાલ્યા ગયા, પણ મિસિસ એસ.ની સ્થિતિ એ શબ્દો સાંભળતાં જ એકદમ ગંભીર થઈ ગઈ. એના શ્વાસોચ્છ્વાસ વધી ગયા, નાડીના ધબકારા દોઢસો જેટલા થઈ ગયા અને પરસેવે રેબઝેબ થઈ ગઈ. એની પાસે ઊભેલા પોસ્ટ ડોક્ટરેટ માટે અભ્યાસ કરતા ડોક્ટર બર્નાર્ડ લોનને એથી મૂંઝવણ થઈ કે થોડી વારમાં એકાએક દર્દીની સ્થિતિ એવી કેમ થઈ ગઈ! મિસિસ એસ.ને એમણે પૂછયું તો હાંફતાં હાંફતાં એ બોલી, "ડોક્ટર લેવિને 'ટીએસ' કહ્યું એ તમે સાંભળ્યું નહીં?"
એ ભલી, પણ અર્ધજ્ઞાાન ધરાવતી સ્ત્રી ટીએસનો અર્થ 'ર્ટિમનલ સિચ્યુએશન'- દર્દનો આખરી તબક્કો છે એમ સમજી હતી. ડોક્ટર લોેને એને સમજાવવા ઘણી કોશિશ કરી કે ટીએસનો અર્થ 'ટ્રાઇકસ્પિડ સ્ટેનોસિસ' થાય. જમણી બાજુનો વાલ્વ સાંકડો થવાને કારણે એમ થતું હતું, પણ પેલી તો લાઇબ્રેરિયન હતી અને પોતે કરેલો અર્થ જ એને બરાબર લાગતો હતો. ડોક્ટર બર્નાર્ડ લોન માત્ર એને હિંમત આપવા માટે જ કહેતા હતા એમ એ માનતી હતી.
દર્દીને ડો. લેવિનના શબ્દો ઉપર વિશ્વાસ હતો એટલે ડો. બર્નાર્ડ લોન ડો. લેવિનને શોધીને, પાછા બોલાવી લાવવા દોડયા, પણ એટલી વારમાં એ તો રાઉન્ડ પૂરો કરીને બીજે ચાલ્યા ગયા હતા.
થોડા દિવસો પછી પેલી સ્ત્રી ઘણી સારવાર કરવા છતાં મૃત્યુ પામી. એના દર્દ ઉપર કોઈ દવા, કોઈ સારવાર કામયાબ ન નીવડી. બીજો એનાથી તદ્દન ઊલટો કિસ્સો છે.
હૃદયરોગના ભારે હુમલાથી પીડાતા એક દર્દીની ગંભીર સ્થિતિ જોઈને હવે મુખ્ય ડોક્ટર બનેલા ડોક્ટર બર્નાર્ડ લોને સાથેના ડોક્ટરોને કહ્યું કે, મિ. બી.ને 'હોસલમ વેરી લાઉડ થર્ડ-સાઉન્ડ ગેલપ' છે. એ સાંભળી સાથેના ડોક્ટરોએ માથાં હલાવી હા પાડી.
એ દર્દીના હૃદયના ધબકારા ખૂબ જ ઝડપી અને બેકાબૂ હતા, રિધમ અસ્તવ્યસ્ત હતું, ફેફસાં ભરેલાં હતાં, શ્વાસોચ્છ્વાસમાં એટલી તકલીફ હતી કે ઓક્સિજન આપવો પડતો હતો. સ્થિતિ ખરેખર ગંભીર હતી. ડોક્ટરોની ભાષામાં 'થર્ડ-સાઉન્ડ ગેલપ' એટલે હૃદયની સ્થિતિ ઘણી ખરાબ કહેવાય, ઘણી જ ખરાબ કહેવાય. દર્દી ઓક્સિજન નીચે હતો એટલે ડોક્ટરોની વાતચીત બરાબર સાંભળી શકતો નહોતો, છતાં એ વાતચીત સાંભળ્યા પછી એની સ્થિતિ આશ્ચર્યજનક રીતે સુધરવા લાગી અને થોડા સમય પછી સાજો થઈ જતાં તેને દવાખાનામાંથી રજા આપવામાં આવી.
એ દર્દી દવાખાનામાંથી છૂટો થયા પછી જ્યારે ડોક્ટર બર્નાર્ડ પાસે આવ્યો ત્યારે એને એવી સરસ સ્થિતિમાં જોઈને ડોક્ટરને પોતાને આશ્ચર્ય થયું. પોતાનો આનંદ વ્યક્ત કરીને આટલા જલદી સાજા થઈ જવા પાછળનું રહસ્ય એમણે દર્દીનું પૂછયું ત્યારે તેણે કહ્યું, "બીજી તો મને કશી ખબર પડતી નથી, પરંતુ તમે (ડો. બર્નાર્ડ) જ્યારે સાથેના ડોક્ટરોને 'હોલસમ - ગેલપ' વિશે વાત કરી ત્યારે મને લાગ્યું કે, હવે હું બચી ગયો છું, કારણ કે ડોક્ટર દર્દી સાથે વાત કરે ત્યારે ખોટું આશ્વાસન આપે, પણ અંદરોઅંદર વાત કરે ત્યારે તો સાચું જ બોલે. મને થયું કે, મારું હૃદય જો 'હોલસમ - ગેલપ'થી ધડકતું હોય તો તેની સ્થિતિ એકદમ સુધરી હોવી જોઈએ, એ કૂદકા મારે એટલું મજબૂત હોવું જોઈએ! બસ, તરત જ મને હિંમત આવી ગઈ!"
ઉપરનાં બે ઉદાહરણો માનવીના મનની અગાધ શક્તિ અને નકારાત્મક અને હકારાત્મક સંદેશાઓના પરિણામે શરીરને આદેશ આપીને તેણે સર્જેલા આશ્ચર્યની સાબિતી છે.
એ જ રીતે જો પ્રયત્ન કરે તો નકારાત્મક સૂચનો ટાળીને અને સર્જનાત્મક સૂચનોનો ઉપયોગ કરીને માણસ પોતે પોતાના જીવનમાં આશ્ચર્યો સર્જી શકે છે અને સામાન્ય રીતે આંબી ન શકાય એવી સફળતા પામી શકે છે.
નકારાત્મક અને ખંડનાત્મક સૂચન કેવાં ખતરનાક પરિણામો સર્જે છે અને હકારાત્મક સૂચન કેવું સુખદ આશ્ચર્ય સર્જે છે તેનાં બે સાચાં ઉદાહરણ આપણે જોયાં. એવા બીજા અનેક બનાવોને નોંધી શકાય છે. કેન્સર જેવા ભયંકર દર્દમાંથી તદ્દન સાજા થઈ ગયાના અને માનસિક આઘાતને કારણે સાજા સારા માણસો બીમાર પડી ગયાના કે મૃત્યુ પામ્યાના ઘણા બનાવો બન્યા છે અને બનતા રહે છે. નોર્મન કઝીન્સે પોતાનાં પુસ્તકોમાં એવા ઘણા બનાવોની નોંધ કરી છે.
કઝીન્સે એમના પુસ્તક 'બાયોલોજી ઓફ હોપ'માં લખ્યું છે કે, એક સ્ત્રીને એના ડોક્ટરે કહ્યું કે, એની કિડની તદ્દન ખલાસ થઈ ગઈ છે, ત્યારે તે સાંભળતાં જ પેલી સ્ત્રી આઘાતને કારણે તદ્દન બહેરી થઈ ગઈ!
બીજી એક વાત એમણે લખી છે કે, એઇડ્સ વિશે સંશોધન કરી રહેલી ડો. સોલોમન અને એમના સાથીદારોએ એવા દર્દીઓ શોધી કાઢયા હતા, જે લોકો એમને રોગ થયાને સાત-આઠ વર્ષ વીતી ગયાં પછી પણ જીવંત હતા, એટલું જ નહીં સાન ફ્રાન્સિસ્કોમાં સંશોધન કરી રહેલાં એ સંશોધકોએ નોંધ્યું છે કે, એવા રોગીઓના શરીરમાં રોગપ્રતિકારક 'ટી. સેલ્સ' વધવાને કારણે એમની પ્રતિકારક શક્તિમાં વધારો થયો હતો.
આ વસ્તુ સાબિત કરે છે કે, નકારાત્મક સંવેદનાઓ શરીરને ભાંગી નાખે છે, જ્યારે હકારાત્મક કે સર્જનાત્મક સંવેદનાઓ શરીરની શક્તિમાં આશ્ચર્યકારક વધારો કરે છે.
અને એનો આધાર આગળ કહ્યું તેમ માણસના મનની સ્થિતિ કેવી છે તેના ઉપર હોય છે. જેનું મન આઘાત અનુભવે એનું શરીર પણ એ આઘાતને વશ થાય છે. જેનું મન પ્રસન્ન થાય એનું શરીર પણ પ્રફુલ્લ થઈ જાય છે અને મનની સ્થિતિનો આધાર 'મુખ્યત્વે' એને બહારથી મળતા સંદેશાઓ ઉપર રહે છે. જે રીતે રાજધાનીમાં બેઠેલા સત્તાધારીની સ્થિતિ, રાજ્યમાંથી આવતા સંદેશાઓ, સૂચનો વગેરેથી બદલાયા કરે છે.
અને માણસ માટે આ વાત ખૂબ જ મહત્ત્વની છે. બીજાં પ્રાણીઓ જે કરી નથી શકતાં તે કામ માણસ પોતાના બુદ્ધિપૂર્વકના પ્રયત્નોથી કરી શકે છે. નકારાત્મક સંદેશાઓની ધારને તે બૂઠી કરી શકે છે અને હકારાત્મક સંદેશાઓ ઘૂંટીને, એના ઉપર મનન કરીને, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને એની શક્તિને વધારી શકે છે. નકારાત્મક સંદેશાઓને ભૂંસી શકે છે, આલેખી શકે છે.