HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

11 એપ્રિલ, 2015

http://hamaraforums.com/uploads/post-19280-1220068692.jpg 

છેલ્લા ત્રણ વર્ષથી ઓછું પરિણામ લાવતી સ્કૂલોને નોટિસ ફટકારાશે ગાંધીનગર ખાતે મળેલી ડીઈઓ-ડીપીઈઓની બેઠકમાં નિર્ણય > શિક્ષકોને હાજર નહીં કરનારી સ્કૂલોને પણ નોટિસો મોકલાશે

છેલ્લા ત્રણ વર્ષથી ૩૦ ટકા કરતા ઓછું પરિણામ લાવતી સ્કૂલો પર તવાઈ આવશે. આવી સ્કૂલોને નોટિસ ફટકારી તેમની સ્કૂલો સરકાર હસ્તક કેમ ન લઈ લેવી તે અંગે ખુલાસો પુછવામાં આવશે. ગાંધીનગર ખાતે ડીઈઓ અને ડીપીઈઓની બેઠક મળી હતી, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન અને ચિત્ર સ્પર્ધાને લઈને પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ગાંધીનગર ખાતે રાજ્યના તમામ ડીઈઓ અને ડીપીઈઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખરાબ પરિણામ લાવતી સ્કૂલો પર તવાઈ લાવવાનું નક્કી કરાયું હતું. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી ૩૦ ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોને નોટિસ ફટકારવાનું નક્કી કરાયું છે. આ સ્કૂલોને નોટિસ ફટકારી તેમની સ્કૂલો રાજ્ય સરકાર હસ્તક કેમ ન લઈ લેવી તે અંગે ખુલાસો પુછવામાં આવશે. જો સ્કૂલો યોગ્ય ખુલાસો નહીં કરી શકે તો તેમની સ્કૂલો સરકાર હસ્તક લેવાની કાર્યવાહી કરાશે.
આ ઉપરાંત રાજ્યમાં ભરતી બોર્ડ બનાવ્યા બાદ શિક્ષકો અને આચાર્યોની નિમણૂકો બાદ તેમને ઓર્ડર ઈશ્યુ કરાતા હતા. જોકે ઘણી સ્કૂલો આ શિક્ષકો અને આચાર્યોને હાજર કરતી ન હતી. જોકે હવે સરકારે આવી સ્કૂલો સામે લાલઆંખ કરતા જે સ્કૂલો શિક્ષકો-આચાર્યને હાજર નહીં કરે તેમને નોટિસ ફટકારવાનું નક્કી કર્યુ છે.જ્યારે તાજેતરમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવનારા વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાએ બોલાવી પાંચ દિવસની તાલીમ અપાશે અને ત્યાર બાદ ફરીથી તેમની ચિત્ર સ્પર્ધા યોજાશે તે અંગે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. બેઠકમાં સ્વચ્છતા અભિયાનનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. જેમાં સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા એટલે કે મે માસમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.

પ્રોવિડન્ટફંડ ખાતામાં જમા થયું કે નહીં તેનો SMS હવે દર મહિને મોકલશે.પ્રોવિડન્ટ ફંડ કચેરી હવે નવી સિસ્ટમને અમલમાં મૂકશે

૨૦મી એપ્રિલ પહેલાં કર્મચારીના ઈ-મેઈલ IDને મોબાઈલ નંબર પ્રોવિડન્ટ ફંડ કચેરીને મોકલશે .ર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડમાં જમા થતી રકમ અંગે તેમને દર મહિને અપડેટ મળી રહે તે માટે પ્રોવિડન્ટ ફંડ કચેરીએ કંપનીઓને તથા ફેક્ટરીના માલિકોને તેમને ત્યાં કામ કરતાં દરેક કર્મચારીઓના મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી પ્રોવિડન્ટ ફંડ કમિશનરની વટવા ઑફિસને મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડની અમદાવાદ કચેરીની પેટા કચેરી વટવાથી દરેક કંપનીઓને આ માહિતી મોકલી આપવાની જાણ કરતાં એસએમએસ કરવામાં આવ્યા છે.
કામદારોનો યુનિવર્સલ એકાઉન્ટ નંબરની ફાળવણી કરીને એક્ટિવેટ કરવા માટે દરેક કર્મચારીઓના મોબાઈલ નંબર અને ઇ-મેઈલ આઈડી મંગાવ્યા છે. તેના પર તેમને દર મહિને તેમના પ્રોવિડન્ટ ફંડમાં કેટલા નાણાં જમા થયા અને તેમનું બેલેન્સ કેટલું છે તેની વિગતો જણાવવામાં આવશે. પરિણામે નિવૃત્તિ ટાણે તેમના પીએફના નાણાં જમા જ ન થયા હોવાનો આઘાત સહન કરવાની નોબત આવશે નહિપ્રોવિડન્ટ ફંડની વટવા કચેરીએ તેના કાર્યક્ષેત્રમાં આવતી કંપનીઓ અને ફેક્ટરીઓન આ સંદેશા મોકલી આપ્યા છે. ૨૦મી એપ્રિલ પહેલા દરેક કર્મચારીઓની વિગતો મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. બીજી તરફ ફેક્ટરીના માલિકોનું કહેવું છે કે માસિક રૃા. ૫૦૦૦થી ૧૦૦૦૦નો પગાર મેળવતા કામદારો પાસે કાયમી ધોરણે મોબાઈલ નંબર ન હોવાની શક્યતા છે. પરિણામે તેમને તેમના એસએમએસ મળશે કે નહિ તે એક મહત્વની બાબત છે. આ સ્થિતિમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડ અંગેની માહિતી ભળતી જ વ્યક્તિને પહોંચી જવાની અને તેનો દુરુપયોગ થવાની સંભાવના હોવાનું પણ કેટલીક કંપનીઓનું કહેવુ છે. બીજું, વર્કરને જે વિગતો એસએમએસથી મોકલવામાં આવશે તે વિગતો અંગ્રેજી ભાષામાં હશે, આ વિગતો તેઓ સમજી શકશે કે કેમ તે મોટો સવાલ છે. જોકે હવે હિન્દી ભાષામાં પણ એસએમએસ મોકલી શકાય છે.

ગાયત્રી મંત્રનો અર્થ

gaytri mantra
 
ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).

એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સારા માર્ગે દોરે.

1. ઈશ્વરના પ્રાણવાન, દુ:ખ રહિત, આનંદ સ્વરૂપ, તેજસ્વી, શ્રેષ્ઠ, પાપરહિત, દેવગુણ સંપન્ન સ્વરૂપનું ધ્યાન કરવાનું તાત્પર્ય એ છે કે આ જ ગુણોને આપણે પોતાની અંદર લાવીએ. આપણા વિચાર અને સ્વભાવને એવો બનાવીએ કે ઉપર્યુક્ત વિશેષતાઓ આપણા વ્યાવહારીક જીવનમાં પરિલક્ષિત થવા લાગે. આ રીતની વિચારધારા, કાર્ય પધ્ધતિ તેમજ અનુભૂતિ મનુષ્યની આત્મિક અને ભૌતિક સ્થિતિને દિવસે દિવસે સમુન્નત બનાવતી જાય છે.

2. ગાયત્રી મંત્રના બીજા ભાગમાં પરમાત્માને પોતાની અંદર ધારણ કરવાની પ્રતિજ્ઞા છે. તે બ્રહ્મ, દિવ્ય ગુણ સંપન્ન પરમાત્માને સંસારના કણ કણમાં જોવાથી મનુષ્ય દરેક સમયે ઈશ્વરની પાસે સ્વર્ગીય સ્થિતિમાં રહેતો હોય તેવો અનુભવ કરે છે.

3. મંત્રના ત્રીજા ભાગમાં સદબુધ્ધિનું મહત્વ સૌથી વધારે હોવાની માન્યતાને સમર્થન આપવામાં આવ્યું છે. ભગવાનને એ જ પ્રાર્થના કરવામાં આવે છે કે તમે અમારી બુદ્ધિને સન્માર્ગ પર પ્રેરિત કરી દો. કેમકે આ એક એવી મહાન ભગવાનની કૃપા છે કે તેના પ્રાપ્ત થવાથી અન્ય સુખ સમૃધ્ધિ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

બ્રેઇલ લિપિના શોધક : લુઇસ બ્રેઇલ
ઈશ્વરે જે લોકોને આંખ આપી છે અને જેમની પાસે અક્ષરજ્ઞાાન છે તેમના માટે વાંચન સરળ વસ્તુ છે, પણ જેમની પાસે આંખો નથી તેમના માટે વાંચન એક કલ્પના બરાબર હતું. આજે નેત્રહીન લોકો પણ બ્રઇલ લિપિને આભારી સરળતાથી વાંચી શકે છે. બાળમિત્રો, બ્રેઇલ લિપિના શોધક કોણ છે તે શું તમે જાણો છો? ૪ જાન્યુઆરી, ૧૮૦૯માં ફ્રાન્સમાં જન્મેલા લુઇસ બ્રેઇલે માત્ર આઠ વર્ષની ઉંમરમાં એક અકસ્માતમાં આંખ ગુમાવી દીધી હતી. તેઓ એક સાધારણ બાળક નહોતા. તેમણે બ્રેઇલ લિપિની શોધ કરવા પાછળ તેમના જીવનનાં આઠ વર્ષ ગાળ્યાં હતાં. તેમની ધીરજ અને મહેનતને પરિણામે ૧૮૨૯માં તેમણે એક એવી લિપિ વિકસાવી હતી કે જેની મદદ વડે નેત્રહીન લોકો પણ સરળતાથી વાંચી શકે. તેમણે કાગળ પર બિંદુઓનો એવી રીતે ઉપસાવ્યા હતા કે જેને આંગળી દ્વારા સ્પર્શી ચક્ષુવિહીન લોકો પ્રત્યેક અક્ષરને ઓળખી કાઢી શકે.
બ્રેઇલ લિપિ ઘડવાનો વિચાર લુઇસને કેપ્ટન ચાર્લ્સ બાર્બર નામના એક નિવૃત્ત સેના અધિકારી પાસેથી મળ્યો હતો. રોયલ ઇન્સ્ટિટયૂટ ફોર બ્લાઇન્ડ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન લુઇસને ખબર પડી કે એક નિવૃત્ત સેના અધિકારીએ એવી લિપિ વિકસાવી હતી કે જે રાતના અંધારામાં પણ સ્પર્શ વડે વાંચી શકાય. તેમણે આ લિપિ એટલા માટે વિકસાવી હતી કે સૈનિકો કોઈ સંદેશો રાત્રિના સમયે પણ સ્પર્શ વડે વાંચી શકે. લુઇસે તેમની સ્કૂલના પાદરી પાસે ચાર્લ્સ બાર્બરને મળવાની રજૂઆત કરી અને તેમની મુલાકાત માટે વ્યવસ્થા કરી આપી. સ્વયં ચાર્લ્સ જ્યારે લુઇસને મળ્યા ત્યારે તેનો આત્મવિશ્વાસ જોઈને દંગ થઈ ગયા. તેમણે લિપિ અંગેનું જ્ઞાાન આપ્યું. તે પછી લુઇસને બ્રેઇલ લિપિના સંશોધન પાછળ આઠ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. એ જાણીને ખરેખર આશ્ચર્ય થાય કે નેત્રહીન વ્યક્તિએ બ્રેઇલ લિપિની શોધ કરી છે.
 જે પછી ઈ.સ. ૧૮૫૪માં સમગ્ર ફ્રાન્સમાં બ્રેઇલ સિસ્ટમનો ઉપયોગ અંધજનો માટે થવા લાગ્યો હતો.


Get Update Easy