HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

21 માર્ચ, 2015NTSE FINAL ANSWER KEY AND RESULTS DECLARED

 NTSE Merit List 


 NTSE CUT OFF MARKS DETAILS 

 NTSE FINAL ANSWER KEY 

GSHSEB: Science Semester 4 Official Answer key Declared

Gujarat Secondary and Higher Secondary Examination board is conducting Science Semester 4 On Various Exam centers.

Here is A link for official answer keys of  all subject March 2015 examination

To download answer key :- Click here
 HSC Semester 2 Hall ticket Distribution

 

Do You Know ? WhatsApp: 15 મીનિટનો કોલ તમને કેટલા રૂપિયામાં પડે?

ગેઝેટ ડેસ્ક:વોટ્સએપ કોલિંગ ફીચરનો અત્યારે બઝ છે. આ મુદ્દો કદાચ હવે નેટવર્ક કંપનીઓ માટે ચિંતાનું કારણ બની શકે છે. કોલિંગ ફીચર્સ ધીમે ધીમે ઘણા એન્ડ્રોઇડ યુઝર્સ સુધી પહોંચી રહ્યુ છે. અત્યારે આ ફીચર વોટ્સએપમાં ઓફિશિયલી હાજર નથી, પરંતુ દરરોજ અલગ અલગ યુઝર્સને આ ફીચરનો ઉપયોગ કરવા માટે વિન્ડો મળે છે, અને ઘણા યુઝર્સે તેનો ઉપયોગ કરવાનું શરુ પણ કર્યુ છે. અહીં એક ઉદાહરણ થી સમજાઇ જશે કે તમારે જો કદાચ 15 મિનિટનો કોલ કરવો હોય તો ખર્ચો કેટલો આવી શકે છે.
ગેમ ચેન્જર ફીચર-એસટીડી, લોકલ કે ઇન્ટરનેશનલ કોલ , દરેકમાં એક જ ચાર્જ લાગશે.
આમ તો વાયબર, સ્કાઇપ અને લાઇન જેવા એપ આ પ્રકારની સુવિધા સાથે ઉપલબ્ધ છે, પણ વોટ્સએપનું આ ફીચર ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. તેનાથી ફોન બિલ ખાસ્સી માત્રામાં ઘટી જશે તેની પુરી શક્યતા છે. ટેલીકોમ ઓપરેટર્સને આ પસંદ ભલે ના પડે, પણ સવાલ એ છે કે વોટ્સએપ કોલિંગ ફીચરથી ફોન કેટલા સસ્તા થઇ શકશે ? તેના માટે ચોક્કસપણે જે નેટવર્કનો ઉપયોગ યુઝર્સ કરી રહ્યા છે, તે મુખ્ય રોલ ભજવે છે. મુખ્ય બાબત એ છે કે જો તમે અનલિમિટેડ વાઇફાઇ બેન્ડવીથનો ઉપયોગ કરી રહ્યા હો, તો દરેક કોલ્સ તમને ફ્રીમાં પડશે! પણ જો તમે સેલ્યુલર ડેટાનો ઉપયોગ કરો છો, તો તેમાં થોડો ખર્ચો લાગશે, જે ફરી તમારા નેટવર્ક ઓપરેટરના ચાર્જીસ પ્રમાણે હશે.
આ મુદ્દે વાચકોને ડેટા ચાર્જીસનો એક આઇડીયા આપવા માટે અહીં માહિતી રજુ કરવામાં આવી છે, કે જો તમે વોટ્સએપ કોલ કરો છો, તો તમને કેટલો ખર્ચો થશે, જેને તમે તમારા નોર્મલ કોલિંગના ખર્ચા સાથે સરખાવી શકો છો. વીડિયો પર ક્લિક કરીને જાણી શકો છો તમારા કોલિંગનો ખર્ચો કેટલો થશે.
દાખલા તરીકે
એરટેલના 3જી નેટવર્ક પર
15 મિનિટ ISD અને STD કોલમાં જો 12 એમબી જેટલો ડેટા વપરાય.
મતલબ
રેગ્યુલર એરટેલ ઇન્ટરનેટ કનેક્શનના ચાર્જ પ્રમાણે (4 પૈસા / કેબી) 50 રૂ.નો ખર્ચો થાય.
જો કે યુઝર્સ મોટાભાગે આ પ્રકારના ડેટા ચાર્જ આપવાની જગ્યાએ ડેટા પ્લાન લઇ લે છે.
અહીં એક પ્લાનનું અંદાજિત કેલ્ક્યુલેશન આ પ્રમાણે છે.
પ્લાન- 1જીબી (મહિના માટે)
પ્લાનનો ચાર્જ- 250 રૂ.

તો 15 મિનિટના વોટ્સએપ કોલ માટે થતો ખર્ચ- રૂ. 3 થી પણ ઓછો.
આ પ્લાન પ્રમાણે 1 એમબી ડેટા માટે યુઝર્સને 25 પૈસાથી પણ ઓછો ખર્ચો થાય છે.
આ પ્રમાણે 4 એમબી ડેટા નો ખર્ચો 1 રૂ.થી પણ ઓછો અને કુલ ખર્ચો રૂ. 3 થી ઓછો.

VIDEO: હરણના બચ્ચાને બચાવવા સિંહે ખેલ્યો જીવસટોસટનો જંગ

 સામાન્ય રીતે સિંહ એવું પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કર્યા વગર ન જ છોડે. અહીં કલ્પના બહારની ઘટના બની ગઇ જ્યારે ખૂંખાર સિંહે એક હરણનો જીવ બચાવ્યો. આપને નવાઇ લાગશે પણ આ વાત સાચી છે.
અહીં સિંહ હુમલો કરવાની જગ્યાએ તેને વ્હાલ કરીને તેનો જીવ બચાવે છે.  આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે,  હરણ એક ખેતરમાં ફરી રહ્યુ હતુ ત્યારે શિકારની શોધમાં ફરતા અહીં આવી ચઢેલા સિંહે તેના પર હુમલો કર્યો હતો. જો કે, અન્ય એક સિંહે આ હુમલાથી હરિણના બચ્ચાને હેમખેમ બચાવી લીધું હતું અને ઘણા સમય સુધી તેની સાથે વ્હાલ પણ કર્યું હતું.
યુટ્યુબ પર શેર થયેલો આ વીડિયો અત્યાર સુધી 8,863,713 લોકો જોઇ ચુક્યાં છે.

Get Update Easy