HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

22 માર્ચ, 2015

આજનો સુવિચાર:-
મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી, જાગૃતિ છે.
-ધૂમકેતુ

 SSC Answer key of Social Science 18/3/2015

 SSC Answer key of English 20/3/2015
સફળતાનું રહસ્ય મનમાં સંઘરાયેલું છે (કેલિડોસ્કોપ)

 
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
કેટલીક મર્યાદાઓ માણસ વારસામાં લઈને જન્મે છે. કેટલીક એના ઉછેરને કારણે પેદા થાય છે. કેટલીક એને જીવનમાં મળેલાં આઘાતો અને નિષ્ફળતાઓને કારણે એ પોતે સ્વીકારી લે છે. એ બધી મર્યાદાઓને જેટલા પ્રમાણમાં એ પાર કરી શકે એટલી સફળતા એને એના જીવનમાં મળી શકે. અને આ કામ વત્તાઓછા પ્રમાણમાં બધી જ વ્યક્તિઓ કુદરતી રીતે જ કરતી હોય છે. જેને તેમાં ઓછી સફળતા પ્રાપ્ત થાય છે તેને જીવનમાં પણ ઓછી સફળતા પ્રાપ્ત થાય છે. જે તેમાં વધુ સફળ થાય છે તે જીવનમાં પણ વધુ સફળ થાય છે, પરંતુ કેટલીક વ્યક્તિઓ પોતાની એવી મર્યાદાઓને જીવનભર ઓળંગતી જ રહે છે અને સફળતાનાં નવાં નવાં શિખરો સર કરતી રહે છે.
અંધારામાં જતાં ડરતો-ફફડતો મોહન નામનો ડરપોક છોકરો પોતાની એ મર્યાદાને પાર કરીને એટલે ઊંચે પહોંચી જાય છે કે, બિલકુલ નિર્ભય બનીને, મૃત્યુ સામે પણ જરાય થડક્યા વિના અડગતાથી ઊભા રહેનાર મહાત્મા ગાંધી તરીકેનો જાણે નવો અવતાર ધારણ કરે છે. પોતાના ભયને જીતીને પોતે તો અભય બને જ છે, એટલું જ નહીં, પોતાની એ શ્રદ્ધા બીજા હજારો માણસોમાં સીંચીને એમના ભયને પણ એ દૂર કરે છે. અનેક મર્યાદાઓ સાથે જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી નામની સામાન્ય વ્યક્તિ પોતાની એ મર્યાદાઓને પાર કરી મહાત્મા ગાંધી નામે એક મહામાનવ બને છે. માણસ કેટલી હદે વિકસી શકે છે એનું જીવંત દૃષ્ટાંત છે. મહાત્મા ગાંધીના જીવનની દરેક પળ જાણે વિકાસની પળ છે. દરેક પળે એ એક યા બીજા ક્ષેત્રમાં વિકસ્યા કરે છે અને સફળ જીવન તરફ પ્રગતિ કરે છે.
સુકલકડી શરીરવાળા ગાંધી શારીરિક રીતે કાંઈ બળવાન નહોતા, પરંતુ એમનું મનોબળ ભલભલાને મહાત કરી શકે એવું મજબૂત હતું. એમની સફળતાનું રહસ્ય એમના અપ્રતિમ મનોબળમાં રહેલું હતું. એ વસ્તુ સિદ્ધ કરે છે કે, માણસના મનમાં અમાપ, અપાર શક્તિ પડેલી છે અને સફળતા પ્રાપ્ત કરવા માટે કોઈ પણ માણસ એનો સમુચિત ઉપયોગ કરી શકે છે.
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનું એકમાત્ર સાધન માણસનું પોતાનું શરીર છે અને એ શરીર મનને વશ છે. જેનું મન ફફડે છે એનું શરીર ધ્રૂજે છે. જેનું મન અડગ રહે છે એનું શરીર પણ અડગ રહે છે. જેનું મન વ્યાકુળ હોય છે, એનું શરીર અકળાય છે. જેનું મન પ્રસન્ન હોય છે, એનું શરીર પણ પ્રફુલ્લ હોય છે. મન માલિક છે. શરીર તાબેદાર છે. મનને કેળવીને માણસ પોતાના શરીર પાસેથી અસાધારણ કામો લઈ શકે છે.
મજબૂત મનોબળવાળી વ્યક્તિઓ દુર્ગમ પહાડો ચડી શકે છે, તોફાની મહાસાગર ઓળંગી શકે છે, નાયગરા જેવા ધોધ ઉપર દોરડું બાંધી હેરતભર્યા પ્રયોગો કરી શકે છે. મનને કેળવીને માણસ અશક્ય લાગે એવાં કામો કરી શકે છે. માણસના જીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર એનું મન છે. મન ઉપર કાબૂ મેળવીને એ ગમે તેવી મર્યાદાઓને ઓળંગી શકે છે, નિષ્ફળતાને સફળતામાં પલટી શકે છે.
- પરંતુ મન ઉપર કાબૂ મેળવવો કઈ રીતે?
કારણ કે, મન તો અર્જુન કહે છે એમ ચંચળ છે. એના ઉપર કાબૂ મેળવવો તે વાયુ ઉપર કાબૂ મેળવવા કરતાં પણ દુષ્કર છે અને છતાં, હજારો વર્ષથી માણસ એ પ્રયત્ન કરતો જ રહ્યો છે. એ જાણે છે કે કામ મુશ્કેલ છે, પરંતુ સાથે સાથે એ પણ જાણે છે કે એ સાવ અશક્ય પણ નથી અને એ કામ કરવામાં લાભ એ છે કે, જેટલા પ્રમાણમાં એમાં એ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એટલો લાભ એ મેળવી શકે છે. મન એ તો સોનાની ખાણ છે. જેટલા પ્રમાણમાં માણસ એ ખોદી શકે છે એટલા પ્રમાણમાં એનો લાભ પામી શકે છે. એમાંથી પ્રાપ્ત થયેલી ઝીણામાં ઝીણી રજ પણ માણસને ઉપયોગમાં આવી શકે છે.
શરીર અને મન બને સંકળાયેલાં છે, પરંતુ શરીર નક્કર છે, મન નક્કર નથી. શરીરને જોઈ શકાય છે, સ્પર્શી શકાય છે. મન અદૃશ્ય રહે છે. શરીર પાસે અમુક પ્રમાણમાં આપણી ઇચ્છા મુજબ કામ આપણે કરાવી શકીએ છીએ. મન ઉપર એવું કોઈ જોર ચાલતું નથી. પ્રયત્ન કરવાથી શરીરને સ્થિર રાખી શકીએ છીએ, મનને સ્થિર કરવાનું મુશ્કેલ હોય છે.Get Update Easy