Provisional Approve New Secondary School list 4.3.2015
વૈજ્ઞાનિક રીતે હોળીનું મહત્વ

તહેવારોનું ધાર્મિક મહત્વ
હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. પરંતુ હોળી દહન એ વાતનું
પ્રતિક છે કે માણસ પોતાના મનના ખરાબ વિચારોને હોળીની આગની અંદર સળગાવી દે.
આનાથી મન નિર્મળ રહેશે અને ભક્ત પ્રહલાદની જેમ આગની અંદરથી તપેલા સોનાની
જેમ નિખરીને નીકળશે.
વસંત આવવાની ખુશીમાં ઝાડના સુકાયેલ પાંદડા અને લાકડાઓને એકઠાં કરીને સળગાવી દેવા જ તેનો ઉદ્દેશ્ય રહ્યો હશે. પરંતુ અત્યારે તો લોકો દ્વારા મોંઘા લાકડાને સળગાવવામાં આવે છે. આ હોળીનું વિકૃત સ્વરૂપ છે. બીજા દિવસે હોળીની અગ્નિમાં ઘઉંના ડુંડા શેકવાનો રિવાજ છે. આનું કારણ એ છે કે આ દિવસોમાં ઘઉંનો પાક તૈયાર થઈ જાય છે. નવા પાકને અગ્નિના દેવતાને સમર્પિત કરવાની સાથે સાથે તે પણ સાબિત થાય છે કે આ વખતનો પાક કેવો છે?
હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ તન-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે તેથી હવે ગરમ પાણીથી નહાવાની કોઈ જ જરૂરત નથી. હવે ઠંડા પાણીથી નહાવામાં કોઈ જ નુકશાન નથી.

હોળીમાં આ પાંચ બાબતોને કરો સ્વાહા

અહંકાર
જ્યાં સુધી તમારા મનમાં અહંકાર હશે ત્યાં સુધી કોઈ પણ વાતનો આનંદ
તમે માણી શકશો નહીં. માનવી કરતાં વધારે વજનદાર તેનો અહંકાર હોય છે.
અહંકારથી ઘેરાયેલો માનવીને અપમાન અને ઉપેક્ષા જ સહન કરવા પડતા હોય છે.
મહાકવિ ટાગોરે કહ્યું છે કે નદીનો એક કિનારો કહે છે કે, દુનિયામાં
જેટલું સુખ છે એ બધું જ સામે કિનારે રહેલંુ છે. નદીનો બીજો કિનારો કહે છે
કે જેટલું સુખ છે તે બધું જ સામે કિનારે જ છે. જીવનમાં કંઈક આવું જ બનતું
હોય છે. માનવી જે નામ દામ મેળવવા અથવા જે મેળવીને દંભ કરે છે તે તેને
અહંકારી બનાવી દે છે. જેનું પરિણામ તમને સ્વજનો અને સ્નેહીજનોથી દૂર કરી દે
છે. આ હોળી પર હોળીદહનની સાથે અહંકારની પણ મુક્તિ થાય તેવું કાર્ય કરીને
જોજો, જીવનનો સાચો આનંદ પામી શકશો.
ઈર્ષા
ઈર્ષા એટલે શું? બીજા પાસે કંઈક છે અને તમારી પાસે
તે નથી અથવા તો બીજા પાસે તમારા કરતાં વધારે છે અને તમારી પાસે નથી કે પછી
બીજા પાસે જે નથી અને તે સુખી છે, જે તમારાથી સાંખી શકાતું
નથી. વિશ્વમાં થયેલાં યુદ્ધોના પાયામાં અહંકાર અને ઈર્ષા રહેલાં છે. ઈર્ષા
સંબંધને કોતરીને ખાઈ જાય છે. ઈર્ષા વેરભાવના જન્માવે છે. સ્વાભાવિક છે કે
ઈર્ષા અવકાશમાં રહેતા એલિયન માટે નથી જ થવાની, જે આપણી ઈર્ષાનો ભોગ બને છે તે સ્વજન અથવા તો સ્નેહીજન કે આપણી આસપાસ વસતા લોકોમાંથી જ હોઈ શકે. ઈર્ષા પરોપજીવી જેવી છે, જે આપણા મનમાં રહીને બીજાના અહિત અંગે વિચારીને આપણામાં દિવસે દિવસે મોટી થાય છે, વિકસે છે અને આપણને અંદરથી ખલાસ કરી નાખે છે. જીવનનો સાચો આનંદ માણવો હોય તો ઈર્ષાને પણ સ્વાહા કરવી જરૂરી છે.
શંકા
શંકા વિજ્ઞાનના સાદા નિયમ જેવી છે, જેમાં પ્લસ + માઇનસ = માઇનસ જ થાય છે. તો વળી શંકાનો કોઈ જ ઇલાજ નથી. શંકા એક નાના બીજ જેવું કાર્ય કરે છે, જેમાં
સમય પસાર થતાં ઉકેલ ન આવે તો તે વટવૃક્ષ માનવીના સંબંધનો ભોગ લઈને જ રહે
છે. સૌથી વધુ શંકાનો ભોગ પતિ-પત્નીના સંબંધા બનતા હોય છે. વાસ્તવિકતાથી દૂર
આપણા મનોજગતમાં જન્મેલી કોઈ વાત કેટલે અંશે સાચી છે કે ખોટી તેની ખાતરી
થાય કે ન થાય પણ તે વાતનો ડર તમારામાં શંકા જન્માવે છે. આજે ઓટલાપ્રથાનંુ
સ્થાન વોટ્સ એપ અને કિટી પાર્ટીએ ભલે લઈ લીધું છે. નારી મોડર્ન બની છે, ટેક્નોસેવી થઈ છે, પણ
તેના મૂળભૂત ગુણો કરતાં પણ તેના દુર્ગુણો ત્યજી શકી નથી. જેને પરિણામે આજે
તેમના સામાન્ય ગ્રૂપ ચેટમાં પણ જરા નજર કરો તો ખ્યાલ આવશે કે વાતનો દોર
હજુ ત્યાં જ છે. મારો પતિ આમ કરે છે, તે મારાથી જૂઠું બોલે છે, મારા
પાર્ટનરને સવાલો ગમતા નથી કે પેલી આશનાના પતિને એક ગર્લફ્રેન્ડ પણ છે જેવી
વાતો સમયની સાથે તમારા મગજને પણ ખરાબ કરે છે. બીજાની વાત સાંભળીને અંગત
સંબંધો પર કરાયેલી શંકા અનેક હસતા બોલતા પરિવારને ટુકડામાં વહેંચી દે છે.
સંંબંધને સાચવવો હોય તો સામેવાળાને મુક્ત છોડી દો. શંકા-કુશંકા સંબંધ
વિકસાવતા નથી, પણ લાગણીનંુ છેદન જ કરે છે.
કુટેવ
તુંડે તુંડે મર્તિભિન્ના... એમ વ્યક્તિએ વ્યક્તિએ ટેવ અને કુટેવ
પણ અલગ હોય છે. માનવી જન્મની સાથે બધું શીખીને જન્મતો નથી. સારું કે ખરાબ
શીખવવા માટે માતા-પિતા પણ આજીવન સાથે રહેતાં નથી. દરેક માણસ સર્વગુણ સંપન્ન
હોય તે શક્ય નથી. દરેકમાં સારી અને ખરાબ આદતો વત્તાઓછા પ્રમાણમાં હોય છે.
તેમજ દરેક વ્યક્તિએ સારા-ખરાબની વ્યાખ્યા જુદી હોવાની. આથી સીધું અને સરળ
ગણિત લગાવીએ તો સૌથી ઓછા લોકોને નુકસાન પહોંચાડે તેવી આદતો વિકસાવો. વ્યસન
અને કુટેવો વ્યક્તિના વ્યક્તિત્વ અને જીવનને રુંધી નાખતા હોય છે, એને છોડવામાં જ શાણપણ છે.
અંધશ્રદ્ધા
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. જ્યાં
શ્રદ્ધા પૂરી થાય છે ત્યાંથી જ અંધશ્રદ્ધા જન્મે છે. માત્ર શિક્ષિત થવાથી
અંધશ્રદ્ધાથી મુક્ત થઈ શકાતું નથી. અભણ કરતાં ભણેલા અભણો વધારે અંધશ્રદ્ધા
ધરાવતા હોય છે. એમાંય ખાસ કરીને મહિલાઓમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે જોવા
મળે છે. અજ્ઞાાનતા અને વૈજ્ઞાાનિક અભિગમના અભાવને કારણે જ અંધશ્રદ્ધા
પનપતી હોય છે, ત્યારે મહિલાઓએ કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા કે
અંધશ્રદ્ધા પ્રેરિત પરંપરાનો ત્યાગ કરવો જોઈએ. વસંતના આગમનની છડી પોકારતો આ
તહેવારનો મહિમા ઘણો મોટો છે. કુદરત જાણે ઋતુરાજ વસંતનું સામૈયું કરતી હોય
તેમ ખીલી ઊઠે છે. અન્ય પર્વની માફક આ આનંદનું પર્વ પણ ઋતુઓના સન્માનનું
પ્રતીક છે. એમાં ધાર્મિક ભાવનાનો સુભગ સમન્વય છે. રિફ્રેશિંગનું કામ કરતા આ
તહેવારોનો આભાર માનીએ એટલો ઓછો છે.અંતે એક વાત... આ વખતે ફેમિલી અને
ફ્રેન્ડ સાથે મળો ત્યારે હાથમાં સેલફોન નહીં પણ અબીલ, ગુલાલ રાખજો.