આજનો વિચાર
- બીજા ની સાથે એવું વર્તન કરો જેવા વર્તન ની તમે તેની પાસે અપેક્ષા રાખો છો .
બોર્ડ દ્વારા ૪ માર્ચના રોજ વિદ્યાર્થીઓને હોલ ટિકીટનું વિતરણ કરવામાં આવનાર છે
શિક્ષણ બોર્ડ અને આરોગ્ય વિભાગ દ્વારા
તકેદારીના પગલા લેવાનું નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે બોર્ડ દ્વારા ૪
માર્ચના રોજ વિદ્યાર્થીઓને હોલ ટિકીટનું વિતરણ કરવામાં આવનાર છે ત્યારે
વિદ્યાર્થીઓને સ્વાઈન ફ્લૂને અટકાવવા તથા તેની જાણકારી માટેની પત્રિકાઓનું
વિતરણ કરવામાં આવશે. સાથોસાથ હોલ ટિકીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને
આર્યુવેદીક ઉકાળો અને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ૧૨
માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા વખતે આરોગ્ય વિભાગ દ્વારા દરકે પરીક્ષા
સેન્ટર પર માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓને
ફ્લૂના લક્ષણો જણાશે તેમણે તથા શિક્ષકોએ પરીક્ષા વખતે ફરજીયાત માસ્ક
પહેરવાનો રહેશે. શિક્ષણ બોર્ડની ૧૨ માર્ચથી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા વખતે સ્વાઈન ફ્લૂના રોગચાળાને ધ્યાનમાં લઈને રાજ્યના આરોગ્ય વિભાગના કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્વાઈન ફ્લૂને અટકાવવા તથા તેના રોગને અટકાવવાની જાણકારી આપતી પત્રિકાઓનું વિતરણ આરોગ્ય વિભાગ દ્વારા દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકીટ સાથે કરવામાં આવશે. ઉપરાંત તેની સાથે વિદ્યાર્થીઓને આર્યુવેદીક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું પણ વિતરણ હોલ ટિકીટ સાથે કરાશે. ૧૨ માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા વખતે પરીક્ષા કેન્દ્રો પર માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સ્વચ્છતા જાળવવા સફાઈની ખાસ વ્યવસ્થા કરવામાં આવે તેવી સુચના દરેક ડીઈઓને આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષાના દિવસે ફ્લૂના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફરજીયાત માસ્ક પહેરવાનો રહેશે. બોર્ડના ચેરમેન આર.આર. વરસાણીએ જણાવ્યું હતું કે, બોર્ડના વિદ્યાર્થીઓ હોલ ટિકીટ લેવા માટે જશે ત્યારે પત્રિકાઓનું વિતરણ કરાશે, આર્યુવેદીક ઉકાળા અને હોમિયોપેથીક દવા આપવામાં આવશે. |
Gujarat Information Department has Published Gujarat Rozgaar Samachar
of the day of 04-03-2015,Download Gujarat Rozgaar Samachar For
Govt.jobs of Gujarat.
Download Gujarat Rozgaar Samachar E Paper : Click Here