સરકારે
નિમેલા ૨૬ આચાર્યોને શાળાઓ હાજર કરતી નથી
ઉમેદવારો ધક્કા ખાઇ રહ્યા છે
સ્કૂલ કમિશનરની સૂચના બાદ DEO એ જાન્યુ.માં શાળાઓને આદેશ કર્યો
પણ તેનું પાલન થતું
અમદાવાદ, ગુરુવારગુજરાત સરકારે HTAT નાં મેરિટમાં આવેલા લગભગ ૩૦ થી ૩૨ ઉમેદવારોને અમદાવાદની વિવિધ શાળાઓમાં નિમણૂક આપી હતી. પરંતુ હજુસુધી ૨૬ ઉમેદવારોને શાળાઓએ આચાર્યપદે નિમણૂક આપી હાજર કર્યા નથી. આવા ઉમેદવારો ડીઇઓ કચેરીમાં ધક્કા ખાઇ રહ્યા છે. ડીઈઓએ જાન્યુઆરી મહિનામાં જ આવી શાળાઓને લેખિતમાં આચાર્યોને હાજર કરવાનો આદેશ આપ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢના એક મહિલા ઉમેદવારોની ભરતીનાં મુદ્દે તેને હાજર કરવાનું જજમેન્ટ આપ્યું હતું. જેને પગલે સ્કૂલ કમિશનરે રાજ્યનાં તમામ ડીઈઓને આદેશ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે સરકારે નિમેલા ૭૦૦ આચાર્યોને શાળાઓમાં હાજર કરાવવાની કાર્યવાહી કરવી. જે શાળાઓએ ઉમેદવારોને હાજર નથી કર્યા તેની સામે શું પગલા લીધા તેનો રીપોર્ટ પણ મંગાવાયો હતો. જેને પગલે ડીઈઓએ પણ ૩જી જાન્યુઆરી ૨૦૧૫નાં રોજ આવી શાળાઓને આદેશ કર્યો હતો કે આપની શાળામાં પસંદ થયેલા ઉમેદવારોને ૭ દિવસમાં હાજર કરવા. નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.
ડીઈઓએ એવી નોંધ પણ મૂકી હતી કે જો હાઈકોર્ટની અવગણના થાય તો તેની જવાબદારી ટ્રસ્ટી મંડળની રહેશે. આવા આદેશ બાદ લગભગ ચાર થી પાંચ શાળાઓએ આચાર્યોને હાજર કર્યા હતા. જેમાં સરકારના ભરતી બોર્ડને કોર્ટમાં પડકારનારા સંચાલક નારણ પટેલે જ પોતાની શાળામાં આચાર્યને હાજર કરી દીધા હતા !!! જયારે બીજી શાળાઓમાં તે સંચાલકો તેને અનુસરતા નથી.
દરમિયાનમાં સરકારે જેની નિમણૂકો માટેનાં આદેશો કર્યા છે અને છતાં શાળા સંચાલકો તેને હાજર નથી કરતા કે સ્વીકારતા નથી એવા ૨૬ ઉમેદવારો ડીઈઓ કચેરીના ધક્કા ખાઇ રહ્યા છે. આમ છતાં હજુ આવા સંચાલકો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
Gujarat Revenue Department 1800 New Vacancies Related Official NewsCLIK HERE
તમારા ગામ ની માહિતી તથા હવામાન ઓનલાઈન જોવા અહી કિલક કરો
ગુજરાતનુ એક એવુ હાઈ-ફાઈ ગામ જ્યા દરેક ઘરમાં છે ઈંટરનેટ
રાજ્યભરમાં સાંસદ અને ધારાસભ્યો દ્વારા
આદર્શ ગામ અને એમા પણ સ્વચ્છતાને અગ્રતાનો નિર્ધાર છેલ્લા કેટલાય સમયથી થઇ
રહ્યો છે પણ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી 15 કિમી દૂર આવેલ બાદલપરા ગામ
સીસીટીવી કેમેરા અને વાયફાય કનેકટીવીટીથી સજ્જ છે. જ્યારે આ ગામમાં વર્ષોથી સ્વચ્છતાનો ધ્યેયમંત્ર અમલમાં
છે. અને ખરા અર્થમાં મહીલાનું અહિં રાજ પણ ચાલે છે. આ ગામની વિશેષતા એ છે
કે ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતા આ ગામની સતા મહિલાઓનાં હામથાં
છે અને સરપંચ સહિત તમામ મહિલા સદસ્યો ગામનાં વિકાસ માટે હંમેશા તત્પર રહે
છે.
આટલુ જ નહિં આ ગામનાં તલાટીમંત્રી પણ મહિલા છે.ગામમાં ક્યાંય પણ ગંદકી નજરે
પડતી નથી તેમજ શેરીએ શેરીએ ગંદકી ન થાય તે માટે ડસ્ટબીનો મુકવામાં આવેલ છે
અને પીવાના પાણીની સમસ્યા નથી. બાદલપરા ગામનાં પુરૂષો મહિલાઓને પણ પુરૂષ
સમવડી ગણે છે. અનેટલે માત્ર મહિલા સરપંચ નહિં પરંતુ તમામ સભ્યો પણ મહિલા
સાથે પંચાયતો કારોભાર મહિલાઓએ સંભાળ્યો છે.
ગીર સોમનાથ જીલ્લાના સમરસ મહીલા બોડી ઘરાવતા બાદલપરા ગામને મહીલા સરપંચ અને
સભ્યો એ બનાવ્યું અત્યાઘુનીક સુવિઘા સજજ ગામ, ગામને સુરક્ષા ની દ્રષ્ટીએ
સી.સી. કેમેરાથી સજજ કર્યું તો ઘરે ઘરે ઇન્ટરનેટ ના વપરાશ માટે આખા ગામ ને
વાઇફાઇ કનેકટીવી ઉપલબ્ઘ કરાવી, સ્વચ્છતા, સુવિઘા અને સુરક્ષા ની દ્રષ્ટીએ
રાજયમાં નમુનેદાર ગામ તરીકે ઉભરી આવતું બાદલપરા ગામ....
આ છે ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ થી ૧૫ કી.મી દૂર સરસ્વતી નદીને કાંઠે વસેલું બાદલપરા ગામ....
જયારે આ ગામની મુલાકાત લીઘી ત્યારે કહેવા માત્ર તાલુકા ના ગામ એવું બાદલપરા ગામ શહેર ની સુવિઘાને પણ ઝાખપ લાગાડી રહયું હોવાનુ નજરે પડયું....
જયારે આ ગામની મુલાકાત લીઘી ત્યારે કહેવા માત્ર તાલુકા ના ગામ એવું બાદલપરા ગામ શહેર ની સુવિઘાને પણ ઝાખપ લાગાડી રહયું હોવાનુ નજરે પડયું....
જી હા... અાજે જયારે મેટ્રો સીટી પણ સંપુર્ણ પણે વાઇફાઇ કનેકટવીટ, કે
સી.સી. ટીવી કેમેરા થી સજજ નથી ત્યારે કદાચ ગુજરાત ભરનું એક માત્ર ગામ
બાદલપરા ગામ માં આ બંન્ને અત્યાઘુનીક સુવિઘા થી સંપુર્ણ સજજ છે.
આપને જાણીને નવાઇ થશે ગુજરાત ની પ્રથમ મહીલા સમરસ બોડી ઘરાવતા આ ગામની સતા
મહીલાઅો ના હાથ માં છે અને સરપંચ સહીત તમામ મહીલા સદસ્યો ગામના વિકાસ માટે
હંમેશા તત્પર રહે છે આટલુ જ નહી આ ગામના તલાટી મંત્રી પણ મહીલા છે
મહીલા શકિત નું અનેરૂં ઉદાહરણ પુરૂ પાડતા આ ગામના સરપંચ ભાવનાબેન બારડે
સંદેશ ન્યુઝ સાથે ની વાચચીત માં જણાવ્યું હતું કે આજે વિશ્વ ઇન્ફોર્મેશન
ટેકનોલોજી માં હરણફાળ ભરી રહયું છે ત્યારે અમારૂ ગામ કેમ પાછળ રહે...? ગામ
ને દસ થી વઘુ સી.સી. ટી.વી કેમેરા ની ત્રીજી આંખ થી સુરક્ષીત કરાયું છે તો
ઘરે ઘરે ઇન્ટરનેટ માટે સંપુર્ણ ગામ ને વાઇફાઇ કનેકટીવીટી થી સજજ કરાયું છે
સ્વચ્છતા, સૂવિઘા, અને સુરક્ષા ઘરાવતા બાદલપરા ગામ માં સ્વચ્છતા ઉડીને આંખે
વળગે છે વર્ષ ૨૦૦૭ માં આદર્શગામ બાદ માં નિર્મળગામ, સો ટકા શૈાચાલય સહીતા
ના એવોર્ડ આ ગામે હાંસલ કર્યા છે, ગામ ની મહીલા બોડી ને પુરૂષો દવારા પણ
પુરતુ સર્મથન આપી વિકાસ માં મદદરૂપ બને છે ગામ માં ઘુમ્રપાન પર પ્રતિબંઘ છે
અને દંડ ની જોગવાઇ છે.
૧૮૦૦ ની વસ્તી ઘરાવતું ગામ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહયું, સો ટકા
શૈાચાલય સહીત સ્વચ્છ, સુઘડ અને સુરક્ષીત ગામ, વિકાસ કાર્યો માં પૂરૂષો નો
પણ સંપુર્ણ સહકાર સાંપડી રહયો છે
પંચાયતી રાજ ની સ્થાપના કાળ થી ગામના સહીયારા પ્રયાસો ના કારણે કયારેય
ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાઇ નથી, ગામમાં પાણી નો મહતમ બચાવ કરવો અને
સંપુર્ણ સ્વચ્છતા માટે વર્ષ ૨૦૦૧ થી ગામ દ્રઢ સંકલ્પ બન્યું હતુ અને આજે
જયારે દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી એ સ્વચ્છતા અભિયાન છેડયું છે
ત્યારે બાદલપરા ગામ ગૈારવ અનુભવી રહયું છે
બાદલપરા ગામના પુરૂષો મહીલાઅો ને પણ પુરૂષ સમાોવડી ગણે છે એટલે માત્ર મહીલા
સરપંચ નહી તમામ સભ્યો પણ મહીલા સાથે પંચાયત નો કારભાર મહીલાઅોને સોંપ્યો
છે ત્યોર મહીલાઅો પુરૂષ થી પણ ચડયાતો વિકાસ કરી શકે તેનું ઉદાહરણ બાદલપર
ગામ પુરૂ પાડે છે
ગામ ની આવનારી પેઢી માં પાન માવા ગુટખા નું વ્યસન ન આવે તે માટે ગામના
વડીલો એ ચીંતા હાથ ઘરી અને ગામના યુવાનો ને વ્યસન મુકત કરવા ઝૂંબેશ ઉપડ
જેમાં મહદ અંશે સફળતા પ્રાપ્ત થઇ આજે ગામ માં કયાંય પાન માવા ગુટકા મળતા
નથી અને પાનમાવા ખાતા પકડાય તો રૂા. ૫૦૦ નો દંડ ફટકારવામાં આવે છે.
ગામ માં વ્યસન મુકતીના અભિયાન માં ગામના યુવાનો હોંશભેર જોડાય અને આજે
નીરોગી અને તંદુરસ્તી અનુભવે છે તો ગામ માં વાઇફાઇ કનેકટીવીટી ના કારણે
હરતા ફરતા ગમે ત્યાં ઇન્ટરનેટ સુવિઘા થી યુવાનો ખુશ થયા છે
સરસ્વતી નદીના કાંઠે વસેલું બાદલપરા ગામ ના વોકળાને સુંદર સરોવાર માં
પરીવર્તીત કરી ત્યાં તહેવારો સમયે નૈાકાવિહાર સહીત ની સુવિઘાઅો ઉપલબ્ઘ
કરવામાં આવી છે તો બાળકો માટે રમણીય અને રમતગમત ના સાઘનો થી સજજ બગીચાનું
પણ નિમાર્ણ કરવામાં આવ્યું, ગામ માં દરેક મકાનો પર ભીંતસુત્રો તેમજ આર્કષક
તૈલી ચીત્રો દોરેલા છે તેમજ સમગ્ર ગામને જયારે સામુહીક જાણકારી આપવાની હોય
ત્યોર દરેક શેરી મહોલ્લા માં સાઉન્ડ સીસ્ટમ પણ ઉપલબ્ઘ છે, ગામ ની એક પણ
શેરી માં ગંદકી નજરે પડતી નથી, ગામને મહીલા સતાઘીશો એ વીજળી, પાણી, રસ્તા
જેવી પ્રથમીક સુવિઘાની સાથે વાઇફાઇ અને સી.સી.ટીવી કેમેરા થી સજજ કરી
અત્યઘુનીક બનાવી નમુનેદાર ગામ તરીકે પ્રસ્થાતીત કર્યુ છે.