HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

3 માર્ચ, 2015

SSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી



SSC Internal Marks 2015
SSC 2015 ઓન લાઇન માર્કસ એન્ટ્રી માટે અહી ક્લિક કરો 

TAT -SECONDARY & HIGHER SECONDARY BHARTI PROCESS CASE :-COURT NO CHUKADO.NAVU LIST BANAVVA AADESH.

 
  http://www.desiglitters.com/wp-content/uploads/7297/7297.gif 
http://4.bp.blogspot.com/-M6jOquEepWc/VLK1COnLi0I/AAAAAAAAITI/Dd2jnwOho60/s1600/happy%2Bholi%2B2015%2Bgif%2Banimation%2Bimages%2B2.gifhttp://pattniconnection.com/myPictures/holi+-+4.gif

હોળી : અધર્મ પર ધર્મના વિજયનું પર્વ

હોળી-ધુળેટી ઊજવવા પાછળ અનેક કથાઓ જોડાયેલી છે. જેમ કે, શંકર-પાર્વતી અને કામદેવની કથા, પૂતનાવધની કથા અને દુષ્ટ રાક્ષસી ઢૂંઢાના વધની કથા, પરંતુ સૌથી પ્રચલિત કથા પ્રહ્લાદના મોતના મુખમાંથી બચી જવાની છે.
હિરણ્યકશિપુ નામનો એક રાક્ષસ હતો. હિરણ્યનો અર્થ થાય છે સોનું, સુવર્ણ. હિરણ્યકશિપુને સર્વત્ર હિરણ્ય જ દેખાતું હતું. ભોગ જ તેના જીવનનો મુખ્ય હેતુ હતો. રાક્ષસ એટલે માથે શિંગડાં હોય, લાંબા દાંત હોય, લાંબા નખ હોય અને જેનો ચહેરો વિચિત્ર પ્રકારનો હોય તેવી છબિ બધાના મગજમાં હોય છે, પરંતુ વાસ્તવમાં રાક્ષસ સામાન્ય મનુષ્ય સમાન જ હોય છે. રાક્ષસનો અર્થ છે, 'ખાઓ, પીઓ અને મજા કરો'ની મનોવૃત્તિ ધરાવતો મનુષ્ય. જે ભૌતિક ભોગ ભોગવ્યા સિવાય કંઈ કરતો નથી. સ્વાર્થ ન હોય તો તે કોઈ કર્મ કરતો નથી. હિરણ્યકશિપુ આવી જ મનોવૃત્તિ ધરાવતો હતો. પોતાની પ્રજાના ભવિષ્ય તરફ તેણે દુર્લક્ષ્ય જ સેવ્યું હતું. તે પોતાની જાતને જ સર્વસ્વ અને ભગવાન માનતો હતો, તેથી તે બીજા ભગવાનનો કેવી રીતે સ્વીકાર કરે!
જે પ્રમાણે કાદવમાં જ કમળ ઊગે છે તેમ હિરણ્યકશિપુને ત્યાં દેવવૃત્તિ ધરાવનાર મહાન વિષ્ણુભક્ત પ્રહ્લાદનો જન્મ થયો. પ્રહ્લાદ જ્યારે માતાના ગર્ભમાં હતો ત્યારે તેની માતા નારદમુનિના આશ્રમમાં રહ્યાં હતાં. જ્યાં ગર્ભમાં જ તેના સંસ્કારોનું સિંચન થવા લાગ્યું. પ્રહ્લાદ ભગવદ્ભક્તિથી પૂર્ણ હતો. પ્રહ્લાદનો ઈશ્વરવાદ જો રાજ્યમાં સર્વત્ર ફેલાઈ જશે તો કોઈ પોતાને ભગવાન નહીં માને એમ વિચારીને હિરણ્યકશિપુએ પ્રહ્લાદને શામ, દામ, અને દંડ દ્વારા પ્રભુભક્તિ છોડવા અને પોતાને ભગવાન માનવા ઘણું સમજાવ્યો છતાં પણ પ્રહ્લાદમાં લેશમાત્ર પરિવર્તન ન આવ્યું. તેણે પ્રભુભક્તિને ન ત્યજી, તેથી હિરણ્યકશિપુએ તેને મારવાના અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ રહ્યા, તેથી હિરણ્યકશિપુની બહેન હોલિકાએ પોતાના ભાઈને એક ઉપાય બતાવ્યો. પ્રહ્લાદને અગ્નિમાં બાળી નાખવાનો. હોલિકાને વરદાન હતું કે જો તે સદ્વૃત્તિના મનુષ્યને પરેશાન નહીં કરે તો અગ્નિ તેને બાળી શકશે નહીં. લાકડાં, છાણાં વગેરેમાંથી બનાવેલ પ્રહ્લાદની મૃત્યુશય્યા પર હોલિકા તેને ખોળામાં લઈને બેસી ગઈ અને ચારે બાજુ આગ લગાવવામાં આવી.
ઈશ્વરની ઇચ્છા વગર પાંદડુંય ફરકી શકે ખરું! પરિણામ એ આવ્યું કે ઈશ્વરભક્ત પ્રહ્લાદને કોઈ વરદાન ન હોવા છતાં પણ અગ્નિ ન બાળી શકી, જ્યારે વરદાન મેળવેલ હોલિકા એ જ અગ્નિમાં ભસ્મીભૂત થઈ ગઈ. હોલિકાને અગ્નિએ બાળી એનું કારણ એ હતું કે હોલિકાની ભક્તિ નિષ્કામ નહીં, પરંતુ સકામ ભક્તિ હતી. સકામ ભક્તિથી મેળવેલું કોઈ પણ વરદાન સાર્થક થતું નથી. જ્યારે ઈશ્વરની નિષ્કામ ભક્તિ કરનારો અને સદ્વૃત્તિ ધરાવતો ભક્ત પ્રહ્લાદ હસતો-રમતો બહાર આવ્યો. જ્યારે વ્યક્તિ પ્રભુનિષ્ઠ, તપસ્વી કે પ્રભુભક્તિમાં ક્રિયાશીલ હોય તો કોઈ પણ ખરાબ શક્તિ કે વૃત્તિ તેનો સ્પર્શ પણ કરી શકતી નથી એવો સંદેશ આપણને હોલિકાદહન દ્વારા મળે છે.
હોલિકાદહનથી ખુશ થયેલા લોકોએ ઉત્સવ મનાવ્યો. આનંદના વાતાવરણમાં રત બનેલા લોકોએ એકબીજા પર રંગ-ગુલાલ ઉડાવવાનું શરૃ કર્યું તો કોઈકે ધૂળ ઉડાવવાનું શરૃ કર્યું અને તેમાંથી જ ધુળેટીનું સર્જન થયું.
રંગોત્સવની ઉજવણીની વિવિધતા
હોળી-ધુળેટી મનાવવા પાછળ કોઈ પણ કથા કે પરંપરા ભલે હોય, પરંતુ બંધે જ રંગો લગાવીને રંગોત્સવ જરૃર મનાવવામાં આવે છે. ભારતમાં વિવિધ જગ્યાએ હોળી ઉજવણીની વિવિધતા અને પરંપરાઓ વિશે જાણીએ.
ગુજરાતની હોળી-ધુળેટી
ગુજરાતનાં ગામડાઓ અને શહેરોમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના દિવસે છાણાં, લાકડાં, પૂળા વગેરેમાંથી હોળી તૈયાર કરવામાં આવે છે અને રાતે તેને પ્રગટાવવામાં આવે છે. લોકો હોળીની ફરતે જળ ભરેલા લોટામાંથી પાણી નાખીને પ્રદક્ષિણા કરે છે. હોળીમાં ધાણી, ખજૂર, મમરા વગેરે ચઢાવે છે. આખુંય વર્ષ નીરોગી રહેવાની પ્રાર્થના કરે છે અને લાડુ સહિતનું ભોજન કરે છે. બીજા દિવસે હોલિકાના બળી જવાની અને પ્રહ્લાદના બચી જવાની ખુશીમાં ધુળેટી મનાવવામાં આવે છે. લોકો એકબીજાને પાણી, કેસૂડાનું પાણી અને અબીલ, ગુલાલ સહિતના રંગોથી રંગે છે. ઘેરૈયાઓ ઘરે ફરી ફરીને ગોઠ માગે છે. જેમાં પૈસા, ખજૂર, ચોકલેટ એમ કંઈ પણ ગોઠ હોઈ શકે છે. હોળી-ધુળેટીમાં ગુજરાતભરમાંથી લાખો યાત્રાળુઓ પગપાળા યાત્રા કરીને ડાકોર રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા જાય છે.
રાજસ્થાનની હોળી
રાજસ્થાનમાં હોળીના દિવસે પરંપરાગત રીતે હોલિકાદહન કરવામાં આવે છે. ત્યારબાદ બીજો દિવસ એટલે કે ધુળેટી ધૂમધામથી મનાવવામાં આવે છે. અહીં રંગોત્સવ છેક રંગપંચમી સુધી મનાવવામાં આવે છે. આ દરમિયાન લોકો પકવાન બનાવીને ખાય છે તથા એકબીજાના ઘરે મળવા તથા હોળીની શુભકામનાઓ આપવા માટે જાય છે. રાજસ્થાનમાં પણ હોળીની ઉજવણી વિવિધ રીતે કરવામાં આવે છે. જેમ કે, ઉદેપુર, બાંસવાડા, ડુંગરપુર, પાલી વગેરે જગ્યાઓએ તલવારબાજી અને લાઠીમારનાં કરતબ કરવામાં આવે છે.
વૃંદાવનની હોળી
અહીં એકાદશીના દિવસથી હોળીના તહેવારની શરૃઆત થઈ જાય છે. એકાદશીના બીજા દિવસથી કૃષ્ણ અને રાધા સાથે જોડાયેલાં મંદિરોમાં હોળીનું આયોજન થાય છે. એકાદશીના બીજા દિવસે લઠ્ઠમાર અને ફૂલોની હોળી રમવામાં આવે છે. સાથે સાથે રાધે-રાધેની ગુંજ વચ્ચે આકાશમાંથી વરસતાં પુષ્પોનો નજારો દ્વાપર યુગનું સ્મરણ કરાવે છે. અહીંની હોળી સાત દિવસો સુધી ચાલે છે.
બરસાનાની લઠ્ઠમાર હોળી
બરસાનાની હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમિકા રાધા બરસાનાની હતી અને તેમની સાથે શ્રીકૃષ્ણનો સંબંધ બહુ જૂનો છે. અહીંની લઠમાર હોળીમાં સ્ત્રીઓ પુરુષો પર લાકડીના પ્રહાર કરે છે અને પુરુષો તેનાથી બચવાનો પ્રયત્ન કરે છે. લઠમાર હોળી જોવાનો લહાવો મળે તોપણ મન પુલકિત થઈ જાય છે, તેથી લઠમાર હોળી દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે.
મથુરાની હોળી
અહીં કપડામાંથી કોડો બનાવીને ગોપીઓ બાળગોપાળો પર પ્રહાર કરે છે. વ્રજધામની અસલી હોળીની મજા મથુરામાં લઈ શકાય. અહીં સ્થિત તમામ રાધા-કૃષ્ણનાં મંદિરોમાં અલગ-અલગ દિવસે હોળી સંપૂર્ણ ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે.
બનારસની હોળી
બનારસમાં એકાદશી તિથિના દિવસથી જ અબીલ-ગુલાલ હવામાં લહેરાવા લાગે છે. અહીંની પરંપરા અનુસાર વરઘોડો કાઢવામાં આવે છે. જેમાં વર રથ પર સવાર થઈને આવે છે. કન્યાને ત્યાં મંડપ સજાવવામાં આવે છે. જ્યારે વરઘોડો કન્યાને ત્યાં પહોંચે છે ત્યારે પરંપરાગત રીતે તેનું સ્વાગત કરવામાં આવે છે. શણગાર સજેલી કન્યા મંડપમાં આવે છે. મંડપમાં વર અને કન્યા વચ્ચે વિવાદ થાય છે અને છેવટે જાન કન્યા વગર જ પાછી ફરે છે. આ પરંપરામાં ભાગ લેનાર ખૂબ મજા માણે છે. સંગીતના તાલે નાચે છે અને ગુલાલ ઉડાડીને આનંદ વ્યક્ત કરે છે. આમ, બનારસમાં સૌથી અનોખી રીતે હોળી મનાવવામાં આવે છે.
કાનપુરની હોળી
આખા દેશમાં હોળીનો તહેવાર એક, ત્રણ કે પાંચ દિવસ મનાવવામાં આવતો હશે, પરંતુ કાનપુરમાં આ તહેવાર સાત દિવસ સુધી મનાવવામાં આવે છે. હોળીના દિવસથી લઈને અનસૂયા નક્ષત્ર દેખાય ત્યાં સુધી રોજ હોળી રમવામાં આવે છે. આ દરમિયાન શહેરનાં બધાં જ મોટાં બજારો બંધ રહે છે અને લોકો પોતાના ગામ કે વતનમાં તહેવાર મનાવવા ચાલ્યા જાય છે. એવી માન્યતા છે કે અનસૂયા નક્ષત્ર દેખાય નહીં ત્યાં સુધી વેપાર માટે મુહૂર્ત ઠીક હોતાં નથી, તેથી દુકાનો બંધ રાખવામાં આવે છે. જે દિવસે નક્ષત્ર દેખાય છે તેનો આગલો દિવસ અહીં ગંગામેળા તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ રંગોત્સવનો છેલ્લો દિવસ હોય છે. બીજા દિવસે લોકો વેપાર-વ્યવસાયની શરૃઆત કરી દે છે.
મહારાષ્ટ્રની રંગપંચમી અને ગોઆની શિમગો
મહારાષ્ટ્ર અને ગોઆ (કોંકણ)ના લગભગ દરેક ભાગોમાં હોળીથી લઈને રંગપંચમી સુધી હોળીનો ઉત્સવ ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રંગપંચમીએ સૂકા ગુલાલથી હોળી રમવામાં આવે છે અને પૂરણપોળીનું ભોજન કરવામાં આવે છે. કોંકણના ભાગોમાં હોળીને શિમગો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માછીમારો નાચગાનમાં મસ્ત બને છે. આ સમય લગ્ન નક્કી કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે, કારણ કે બધા જ માછીમારો એકબીજાના ઘરે જાય છે.
બિકાનેરની હોળી
બિકાનેરમાં અનોખી રીતે હોળી રમવામાં આવે છે. અહીં એક જગ્યાએ 'ડોલચી હોલી' રમવામાં આવે છે. આ પરંપરાનો ઇતિહાસ આશરે ચારસો વર્ષ પુરાણો છે. ડોલચી ચામડાના વાસણને કહે છે, જેમાં પાણી ભરીને પીઠ પર મૂકવામાં આવે છે. વજન ઊંચકી રહેલા પુરુષોની પીઠ પરથી પાણી ભરી લઈને સ્ત્રીઓ પુરુષની પીઠ પર જોરથી વાર કરે છે. જેની ગુંજ દૂર દૂર ફેલાઈ જાય છે. આ હોળી બિકાનેરના હર્શ ચોક પર આયોજિત થાય છે.
હરિયાણાની ધુલેંડી
ભારતીય સંસ્કૃતિમાં સંબંધો અને પ્રકૃતિ વચ્ચે સામંજસ્યનું અનોખું મિશ્રણ હરિયાણાની હોળીમાં જોવા મળે છે. અહીં હોળી ધુલેંડી તરીકે મનાવવામાં આવે છે. જેમાં અબીલ-ગુલાલથી સૂકી હોળી રમવામાં આવે છે. ભાભીઓને આ દિવસે પોતાને આખું વર્ષ સતાવનારા દિયરોને દંડ આપવાની છુટ્ટી હોય છે. સાંજે દિયર પોતાની ભાભી માટે ભેટ લાવે છે અને ભાભી તેને આશીર્વાદ આપે છે.
બંગાળની ડોલ ર્પૂિણમા
બંગાળમાં હોળીને ડોલ ર્પૂિણમા તરીકે મનાવવામાં આવે છે. આ દરમિયાન રંગોની સાથે સમગ્ર બંગાળની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે. આ દિવસે લોકો વાસંતી રંગોનાં કપડાં પહેરે છે અને ફૂલોથી શૃંગાર કરે છે. સવારથી જ નૃત્ય અને સંગીતનો કાર્યક્રમ ચાલે છે. ઘરોમાં મીઠાં પકવાન બને છે. આ પર્વને ડોલ જાત્રાના નામથી પણ ઓળખવામાં આવે છે.
તમિલનાડુની કામન પોડિગઈ
તમિલનાડુમાં હોળીનો દિવસ કામદેવને સર્મિપત હોય છે. તેની પાછળ એક કિંવદંતી જોડાયેલી છે. દેવી સતીના મૃત્યુ પછી ભગવાન શંકર વ્યથિત થઈને ધ્યાન મુદ્રામાં બેસી ગયા. બીજી તરફ પર્વતસમ્રાટની પુત્રી પાર્વતી ભગવાન શંકર સાથે વિવાહ કરવા માટે કઠોર તપસ્યા કરી રહ્યાં હતાં. દેવતાઓએ ભગવાન શંકરનું ધ્યાન તોડવા માટે કામદેવની મદદ લીધી. કામદેવે પોતાનાં કામબાણો ભગવાન શંકર પર છોડયાં. તેને લીધે શિવજીની તપસ્યામાં ખલેલ પહોંચી. તપસ્યામાં વિઘ્ન નાખવાને કારણે શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલીને કામદેવને ભસ્મ કરી દીધા. જોકે, કામદેવનાં તીરોએ કામ કર્યું અને પાર્વતીજીને ભગવાન શંકર પતિ રૃપમાં પ્રાપ્ત થયા. કામદેવની પત્ની રતિ વિલાપ કરવા લાગી અને શિવજીને પોતાના પતિ કામદેવને જીવિત કરવા આજીજી કરી. ત્યારબાદ શિવજીએ કામદેવને પુનર્જીવિત કર્યા. આ દિવસ હોળીનો હતો. આજે પણ રતિના વિલાપને લોકસંગીત તરીકે ગાવામાં આવે છે અને ચંદનનાં લાકડાંને અગ્નિદાહ આપવામાં આવે છે. જેથી કામદેવને ભસ્મ થવામાં પીડા ન થાય. બીજા દિવસે કામદેવના જીવિત થવાની ખુશીમાં એકબીજાને રંગોથી રંગીને ઉત્સવ મનાવવામાં આવે છે.
બિહારની ફાગુ ર્પૂિણમા
ફાગુનો અર્થ થાય છે લાલ રંગ અને ર્પૂિણમા એટલે પૂર્ણ ચંદ્ર. બિહારમાં તેને ફગુવાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસ બિહાર તથા ઉત્તરપ્રદેશના કેટલાક ભાગોમાં નવા વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. પહેલા દિવસે રાત્રે હોલિકાદહન થાય છે, જેને અહીં સંવત્સર દહનના નામથી ઓળખવામાં આવે છે. લોકો અગ્નિની ચારે તરફ ફરીને નૃત્ય કરે છે.
મણિપુરની યોસાંગ હોળી
મણિપુરમાં હોળી એક, બે નહીં, પરંતુ છ દિવસ સુધી ચાલે છે, જેને યોસાંગ કહે છે. હોળી દરમિયાન લોકો કૃષ્ણમંદિરમાં પીળા અને સફેદ રંગનાં પારંપરિક પરિધાન પહેરીને જાય છે તથા પારંપરિક સંગીત પર નૃત્ય કરે છે. આ દરમિયાન થાબલ ચોંગા નામનું વાદ્ય વગાડવામાં આવે છે, જેના તાલ પર યુવક-યુવતીઓ નાચે છે અને એકબીજાને ગુલાલ લગાવે છે.


Get Update Easy