HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

26 ફેબ્રુઆરી, 2015

 
 કેળવણીના કિનારે : -ડો. અશોક પટેલ
બોર્ડની પરીક્ષા દર વર્ષે આવે છે અને જાય છે. આ પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થી અને વાલી બંને પરીક્ષાર્થીઓ બની જતાં જોવા મળે છે. બંનેનાં તન અને મન અસ્વસ્થ થતાં જોવા મળે છે. નવા નવા મનોવિજ્ઞાાનીઓ પણ વ્યસ્તતા અનુભવે છે. આ અંગે ચર્ચા, ચિંતન અને ચિંતા સમાજને બાથ ભરી લે છે, સરકાર અને શાળાઓ પણ નવા નવા વ્યૂહ સાથે પરીક્ષા શાંતિથી પૂરી થાય તે માટેના પ્રત્યનોમાં મચી પડે છે. પરીક્ષા સાથે સંકળાયેલ તમામ બાબતોને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. પરિણામ સ્વરૂપ પરીક્ષા સાથે સંકળાયેલ તમામ માનવ પરિબળો પણ તનાવમાં જ દરેક ક્ષણ પસાર કરે છે, જેમાં મોટી ઉંમર ધરાવનાર અનુભવી વ્યક્તિઓ તો ક્યારેક અનુકૂલન સાધીને તનાવમાંથી બહાર આવી જાય છે પણ બાપડા-બિચારાં બની ગયેલાં, જીવનનાં લક્ષ્ય સુધી પહોંચવાના માર્ગ પરની પ્રથમ પગલી ભરતાં બાળકોની ચિંતા કંઈક જુદા જ પ્રકારની અને જુદા જ પ્રમાણમાં હોય છે. નબળા અને હોશિયાર વિદ્યાર્થીની સમસ્યા-ચિંતા પણ જુદા જ પ્રકારની હોય, માટે જ વાલી અને વિદ્યાર્થીએ ચિંતામાંથી કે સમસ્યામાંથી મુક્તિ મેળવવા યોગ્ય સલાહકારની પસંદગી કરવી જોઈએ.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ વિવિધ રીતે અને વિવિધ પ્રમાણમાં ચિંતાતુર જોવા મળે છે. પરીક્ષાના દિવસે સવારની ચિંતા પ્રશ્નપત્ર કેવું હશે તેની થાય છે. માનવ સહજ સ્વભાવ મોટાભાગે નકારાત્મક હોય છે તેમ મારી અંગત માન્યતા છે. આ માન્યતાનો આશરો લઈએ તો વિદ્યાર્થી મોટાભાગે એવું નથી વિચારતો કે પ્રશ્નપત્ર સરળ હશે, પરંતુ મોટાભાગે એવું જ વિચારે છે કે પ્રશ્નપત્ર અઘરું હશે તો? આ નકારાત્મક વિચારસરણી જ તેનાં આવડત અને આત્મવિશ્વાસને ડગાવી દે, જેનું પરિણામ નકારાત્મક આવે છે . ખરેખર પરીક્ષાના દિવસોમાં જ નહીં પણ જીવનના દરેક દિવસે હકારાત્મક વિચારસરણી રાખીને ક્ષણો પસાર કરવાથી દરેક ક્ષણ આનંદિત બને છે, જેમાં કરવામાં આવતું કામ પૂરી લગન, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે થાય છે, જેનું પરિણામ પણ હકારાત્મક જ મળે છે, તો પછી પરીક્ષાના દિવસો દરમિયાન નકારાત્મક વિચારો છોડો.
પરીક્ષા દરમિયાન ભૂલી જવાની જે ફરિયાદો સાંભળવા મળે છે તેની પાછળનું મુખ્ય કારણ વધુ પડતા નકારાત્મક વિચારો, જેને આપણે ચિંતા કે માનસિક દબાણ તરીકે પણ સાધારણ રીતે ઓળખી શકીએ, માટે જ વાલી અને કુટુંબના સભ્યોની મુખ્ય ફરજ વિદ્યાર્થીને શારીરિક અને માનસિક રીતે ખુશ રાખવાની હોવી જોઈએ. આ ખુશી તેને હકારાત્મક વિચારો અપાવશે અને પરિણામે ચિંતા, તનાવ વગેરે દૂર થશે.
આજના સ્પર્ધાત્મક યુગે દરેક માનવીને સ્પર્ધાત્મક બનાવી દીધો છે, જેની અસર હજુ તો ઊગીને સરખાં ઊભા રહેવાનું શીખતા અપરિપક્વ વિદ્યાર્થીને પણ સ્પર્ધાત્મક બનાવી દીધો છે. ઘણા વિદ્યાર્થીઓની અપેક્ષા પોતાના સાથી મિત્રો કરતાં વધુ પરિણામ મેળવવાની હોય છે, આવા સંજોગોમાં ક્યારેક પોતાનું પેપર ખરાબ ગયું હોય કે મિત્રનું પેપર વધુ સારું ગયું હોય તો પણ વિદ્યાર્થી પોતે ઇર્ષ્યાભાવને કારણે તનાવ અનુભવે છે. આવી પરિસ્થિતિમાં દરેક વિદ્યાર્થીએ પોતાનો જ વિચાર કરવાનો છે. બીજાનું પેપર સારું જાય કે ખરાબ તેની નોંધ લેવાની જરૂર નથી, આવા સંજોગોમાં વાલીઓ પણ બીજા વિદ્યાર્થીનાં ઉદાહરણ આપીને પોતાનાં બાળકને ખખડાવતાં હોય છે અથવા તો ઉશ્કેરતાં હોય છે. ધોરણ દસ નાપાસ મમ્મી-પપ્પા ધોરણ બારમા અભ્યાસ કરતા વિદ્યાર્થીને સલાહ આપતાં હોય છે કે કેવી રીતે વધારે પરિણામ મેળવી શકાય? મમ્મી-પપ્પાના ભય-ડર કે ગુસ્સાને કારણે ક્યારેક વિદ્યાર્થી ખોટું પણ બોલતા હોય છે. પેપર ખરાબ ગયું હોય કે અપેક્ષાથી વિરુદ્ધ કશુંક બન્યું હોય તો વિદ્યાર્થીઓ છુપાવતા હોય છે, પરિણામે તેઓ મનોમન અપરાધભાવ અનુભવતા હોય છે, આવી પરિસ્થિતિ પણ વિદ્યાર્થીને વધુ તનાવ-ભય દબાણમાં લાવી દે છે, માટે જ દરેક વાલીએ પોતાના બાળક પાસે શક્તિ જેટલી જ અપેક્ષા રાખવી જોઈએ અને અપેક્ષા ન સંતોષાય તો યોગ્ય ભાષા-શબ્દોની તેની સાથે ચર્ચા કરવી જોઈએ. અંધશ્રદ્ધામાં માનતાં મમ્મી-પપ્પાએ દબાણ કરીને પોતાનાં બાળકને તે તરફ વાળવો ન જોઈએ. દહીં-ગોળ ખવડાવીને મોકલવો કે ભગવાનનું નામ લઈને જ પ્રશ્નપત્ર હાથમાં પકડવું વગેરે.
પરીક્ષાખંડમાંથી બહાર નીકળતા વિદ્યાર્થીને વાલીનો પ્રથમ પ્રશ્ન એ જ હોય છે કે, પેપર કેવું ગયું? જો પેપર નબળું ગયું હોય અને વિદ્યાર્થી સાચું જણાવે તો વાલી ત્યાં જ તેને ખખડાવી નાખે છે. "જોયું અમે કહેતાં હતાં વાંચો,લખો પણ અમારું કોને માનવું છે. ના, ના, રખડી ખાધું આખું વર્ષ. પછી પેપર ખરાબ જ જાય ને? જોયું પેલા છોકરાનું પેપર કેટલું સરસ ગયું. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરા." ઘણીવાર કોઈ વિદ્યાર્થીએ ધાર્યા કરતાં સારું કામ કરી બતાવ્યું હોય કે પરિણામ સારું લાવવાની પૂરી સંભાવના હોય ત્યારે જો તેને વાલી કે મિત્રો તરફથી પ્રોત્સાહન ન મળે તો પણ તેનામાં ક્યારેક હતાશા આવી જાય છે. ઉપરોકત વાતનો સાર એટલો જ કે, વિદ્યાથી મિત્રો, ખોટા ભયથી પીડાશો નહીં અને વાલી મિત્રો પીડા આપશો નહીં. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. જીવનમાં હજારો પરીક્ષા આપવાની થશે, દરેક પરીક્ષાને ગંભીરતાથી લો પણ ગીતામાં જણાવ્યા મુજબ પરિણામની ચિંતા ન કરો.

Board Exams સંતાનોની પરીક્ષાઓનું પ્રેશર કેટલું લેવું?
બોર્ડની પરીક્ષાઓ માથે છે. સંતાનોના મનમાં બોર્ડની પરીક્ષાને લઈને બહુ જ સ્ટ્રેસ હશે, ત્યારે પેરેન્ટ્સને પણ તેમના ભવિષ્યની ચિંતા તથા આગળ એડમિશનની ફિકર, તણાવ, ડર, ચિંતા થવી યોગ્ય તથા સ્વાભાવિક છે. આ સમયે આવા વિચારની જરૂરી નથી, પરંતુ માતા-પિતાએ તેમના સંતાનને માત્ર એટલું જ કહેવાની જરૂર છે કે 'જસ્ટ ડૂ યોર બેસ્ટ એન્ડ લીવ ધ રેસ્ટ' એટલે કે પોતાના તરફથી મહેનત કરો, સરખી રીતે ભણો, પાઠ યાદ રાખવાની કોશિશ કરો તથા બાકી બધું જ સમય ઉપર છોડી દો, જેથી સંતાનોને ખોટું ટેન્શન અને સ્ટ્રેસ ન આવે.
સંતાનોની આવડત જાણો
માતા-પિતા ઘણી વખત એવું વિચારતાં હોય છે કે તેમનું સંતાન આખા ક્લાસમાં પ્રથમ આવે પછી તે પેઇન્ટિંગ હોય, ડાન્સિંગ હોય, ડિબેટ હોય કે પછી સ્પોર્ટ્સ પરંતુ તેઓ પોતાના સંતાનમાં ખરેખર આ તમામ ક્ષેત્રે ઉત્તમ પર્ફોર્મન્સ આપવાની ક્ષમતા છે કે નહીં તે વિશે અજાણ હોય છે. તેમને ખબર પણ નથી હોતી કે તેમનું સંતાન ભવિષ્યમાં શું કરવા માંગે છે? તેને શેમાં રસ છે? આ પ્રકારની કેટલીય મહત્ત્વની બાબતોને તેઓ નજરઅંદાજ કરી દેતાં હોય છે, જેને લીધે સંતાન ઉપર પ્રેશર વધતું જ જાય છે અને છેલ્લે તેઓ એટલાં કંટાળી જાય છે કે તેમને શું કરવું તે ખબર જ નથી પડતી. દરેક માતા-પિતા પોતાના સંતાનને બધાથી આગળ જ જોવા ઈચ્છતાં હોય છે, પરંતુ તેના માટે સંતાનની આવડત પણ જાણવી જરૂરી છે.
સરખામણી ન કરો
"અજયને જો, તે આખો દિવસ ભણવા ઉપર ધ્યાન આપે છે અને બાકીનાં બધાં જ ક્ષેત્રે પણ બહુ જ હોશિયાર છે. તું પણ કેમ તેની જેમ તારો બધો જ ટાઇમ મેનેજ નથી કરી શકતો." આ પ્રકારના કેટલાય શબ્દો મોટાભાગનાં માતા-પિતા પોતાનાં સંતાનોને કહેતાં જોવા મળે છે, જે યોગ્ય નથી. દરેક વ્યક્તિ એકબીજાથી જુદી હોય છે, તેમનામાં અલગ ક્ષમતાઓ હોય છે તેની કોઈ સાથે સરખામણી કરવી યોગ્ય નથી. જો તમે વારંવાર તમારા સંતાનની સરખામણી તેના કોઈ મિત્ર સાથે કરશો તો તેને એવું લાગશે કે તમને તેના ઉપર વિશ્વાસ નથી અને તે તમારી સાથે દૂરી પણ બનાવી લે એટલે જો તમારું સંતાન બહુ હોશિયાર ન હોય તો તેને પ્રોત્સાહિત કરો, પરંતુ ક્યારેય તેની સરખામણી કોઈની સાથે ન કરો.
અધર એક્ટિવિટીઝ પણ જરૂરી
સફળતાનું માત્ર એક જ રૂપ નથી હોતું. તેનાં અનેક રૂપ છે. એક સારો પેઇન્ટિંગ કરવાવાળો, રમત-ગમતમાં રસ ધરાવતો, ઉત્તમ ડાન્સ કરનાર, સારું સંગીત વગાડનાર અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિભા ધરાવનાર વ્યક્તિ પણ સફળ થઈ શકે છે. સંતાનોની ઉંમરની સાથે-સાથે તેમનાં સ્વપ્નો પણ બહુ મોટાં હોય છે. તેમનાં સ્વપ્નોને સમજવા તથા પૂરાં કરવા માટે માતા-પિતાએ તેમના માર્ગદર્શક બની તેમને રસ્તો બતાવવો જોઈએ, જેથી તેઓ સફળતાનું આકાશ આંબી શકે. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ખાસિયત તો હોય જ છે, જરૂર છે તો માત્ર તેને ઓળખવાની. તમારા સંતાનમાં પણ કંઈક ખાસ આવડત હશે જેમાં તેનો મુકાબલો કરવો અશક્ય હોય ત્યારે તેને એવા કોઈ માર્ગે આગળ વધવા પ્રોત્સાહિત કરો. ભણવું જરૂરી છે પરંતુ તેનો અર્થ એવો નથી કે ભણતર માટે તમે તમારા સંતાનને વારંવાર ટોકતા રહો. અન્ય એક્ટિવિટીઝમાં જો તમારું સંતાન હોશિયાર હોય તો તેને તેની તાલીમ આપી તેની પ્રતિભાને ઔર નિખારવાનું કામ કરો.
લાલચ બૂરી બલા હૈ!
પરીક્ષામાં પાસ થવા માટે સંતાનને કોઈ પણ પ્રકારની લાલચ આપવી કે "તું પાસ થઈ જઈશ તો તને ફોન લઈ આપીશું." અથવા "તું પાસ થઈ જઈશ તો તને તારી ગમતી વસ્તુ મળશે." જેવી કેટલીય લાલચ માતા-પિતા તેમનાં સંતાનોને આપતાં હોય છે. તમે તમારા સંતાનને લાલચ આપી પરીક્ષા તો પાસ કરાવી લેશો પણ જિંદગીમાં એવી કેટલીય મુશ્કેલીઓ આવશે જેનો સામનો તેને એકલા હાથે જ કરવાનો રહેશે ત્યારે તમારી લાલચ કામ નહીં આવે. એક પરીક્ષા પાસ કરાવવા લાલચ આપવી સારી વાત નથી. જો તમે પણ આવું કરતા હોવ તો આજથી જ બંધ કરી દો, કારણ કે તમારા સંતાનને ભણવામાં ઇચ્છા હશે તો તમારે લાલચ આપવાની જરૂર જ નહીં પડે.
પ્રોપર ફૂડ જરૂરી
પરીક્ષા દરમિયાન સંતાનોની ફૂડ હેબિટ બગડી જતી હોય છે. કોઈને વધુ પડતી ભૂખ લાગતી હોય છે તો કોઈ ટેન્શનને લીધે ખાવાનું મૂકી દેતાં હોય છે. તેમજ કેટલાક એવા પણ હોય છે જે વાંચતી વખતે વધુ પડતું ફેટી ફૂડ લઈ લેતા હોય છે, જેની પાછળથી હેલ્થ ઉપર નકારાત્મક અસર થતી હોય છે. વધુ પડતી કેલરીવાળો ખોરાક કોન્સન્ટ્રેશન પર અસર કરે છે. તેમજ ફૂડ કલર અથવા પ્રોસેસ્ડ ચીઝથી અકળામણ વધી જાય છે જે એકાગ્રતા ઓછી કરે છે. યાદશક્તિ વધારવા માટે બદામ, ડ્રાયફ્રૂટ્સ વગેરે ખાવા કરતાં વધુ ઉત્તમ છે કે સંતુલિત ડાયટ લો.
અંધશ્રદ્ધામાં ન પડો
"હું પાસ થઈ જઈશ તો ખાલી પગે તમારાં દર્શન માટે આવીશ.", "હું પાસ થઈ જઈશ તો હું મારી ગમતી વસ્તુ મૂકી દઈશ." વગેરે જેવી કેટલીય બાધા-આખડીમાં લોકો માનતા હોય છે. તેઓ પરીક્ષામાં પાસ થવા માટે જાત-જાતની માનતાઓ માની લેતા હોય છે, જે ખોટી વાત છે. પરીક્ષામાં પાસ થવા માટે માનતાઓ નહીં પરંતુ મહેનત જોઈએ. જેટલો સમય તમે આ પ્રકારની માનતાઓ માનવા પાછળ બરબાદ કરો છો તે સમયનો સદુપયોગ કરી ભણવામાં અને પરીક્ષામાં જે વિષય વધુ અઘરા લાગે છે તેને સમજવામાં લગાવશો તો પરિણામ તમારા હિતમાં જ આવશે. ઘણી વખત સંતાનો માનતા માની લે છે અને પછી ભણવા ઉપર ધ્યાન આપવાનું છોડી દેતાં હોય છે. જો તમે ખરેખર પરીક્ષામાં સફળ થવા ઇચ્છતા હોવ તો બાકી બધી જ વાતો છોડી એકાગ્ર ચિત્તે મહેનત કરો ને પછી જુઓ પરિણામ સો ટકા તમારા હિતમાં જ આવશે.
રિફ્રેશ થવાનો સમય આપો
આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે કે આપણા દેશનો મધ્યમવર્ગ કરિયર બાબતે ગાડરિયા પ્રવાહનો શિકાર છે. તેની આજુબાજુના માહોલથી પ્રભાવિત થઈ સંતાનો આગળ વધવાની હોડમાં બધું જ ભૂલી જાય છે. પરીક્ષામાં પાસ થવા માટે ઘણી વખત તેઓ ખાવા-પીવાનું પણ ભૂલી જતાં હોય છે. પોતાનો બધો જ સમય માત્ર ભણવામાં જ લગાવી દેતાં હોય છે. જ્યારે વાસ્તવિકતા એ છે કે ૧૦મા અને ૧૨મા ધોરણ બાદ સંતાનો માટે હજારો કરિયર ઓપ્શન્સ મોજૂદ છે. તમે તમારા સંતાનને પ્રેમથી સમજાવો કે તમને તેમની લાયકાત અને મહેનત ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને એ પણ સમજાવો કે ભણવાની સાથે સાથે મગજને થોડો સમય ફ્રેશ થવાનો મોકો પણ આપવો જરૂરી છે. ભણતી વખતે થોડી-થોડી વારે એક નાનકડો બ્રેક લઈ રિલેક્સ થવાથી તેમની યાદશક્તિ પણ વધશે અને તેઓ કંઈ ભૂલી પણ નહીં જાય.

NMMS 2014 RESULTS DECLARED

NMMS – 2014 નું પરીણામ જાહેર થયેલ છે. Result પર ક્લીક કર્યા બાદ તમારો કન્ફર્મેશન નંબર તથા જન્મ તારીખ નાખી તમારૂ પરીણામ (ગુણ) જાણી શકો છો. મેરીટમાં આવતા વિદ્યાર્થીઓની યાદી ટુંક સમયમા જાહેર થશે.

Click here for Results

CCC GTU Results new link

RESULT OF EXAM DATED 05-02-2015 to 20-02-2015 

Lnik - 1

Link - 2
 

Get Update Easy