HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

18 ફેબ્રુઆરી, 2015

આજનો વિચાર

  • અસત્ય ઉચ્ચારનારને કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી.



દ્રાક્ષ ખાવ ,રોગ દૂર ભગાડો

એક શોધ પ્રમાણે દ્રાક્ષમાં માંના દૂધ સમાન પોષક તત્વ હોય છે.એમાં પૉલી ફેનોલિક ફાઈટોકેમિકલ કંપાઉંડ મળે છે. આ એંટીઅઓક્સીડેંટ શરીરને કેંસર અને ઘણા બીજા રોગોથી જેમ હાર્ટ ડિસિજ અલ્જાઈમર અને ફંગલ ઈંફેકશનથી પણ લડવાની ક્ષમતા પ્રદાન કરે છે. આવો જાણે એના બીજા ગુણો વિશે. 
હૃદય માટે- હાર્ટ અટૈકથી બચવા માટે કાળા  દ્રાક્ષનો રસ એસ્પ્રિનની ગોળી સમાન કારગર છે. કાળા  દ્રાક્ષના રસમાં ફ્લોવોનાઈડસ નામનો તત્વ હોય છે જે લોહીના  ગઠલા બનવાથી અટકાવે છે. શોધમાં સિદ્ધ થયું છે કે  દ્રાક્ષ હૃદય માટે ખૂબ લાભદાયક હોય છે.  દ્રાક્ષમાં એક એવું રસાયન હોય છે જે વૃદ્ધવ્સ્થાના પ્રભાવોથી બચાવે છે. 
ખીલમાં આપે લાભ - દ્રાક્ષ ખીલ-ફોડા સુકાવામાં સહાયતા કરે છે.  દ્રાક્ષના રસના કોગળા કરવાથી  મોંના ઘા અને ચાંદલામાં રાહત મળે છે.
દૂર કરે એનિમીયા-એને દૂર કરવા માટે  દ્રાક્ષથી વધારે કોઈ દવા નથી. રોજ એક ગલાસ જ્યુસ પીવાથી હીમોગ્લોબિન વધે છે. 
બળતરા દૂર કરે- પેટની  ગર્મી શાંત કરવામાં લૂના કારણે થતી પરેશાનીઓને દૂર કરે છે. 
ગઠિયામાં કારગર-  દ્રાક્ષ શરીરથી બીજા લવણને કાઢે છે જેના કારણે ગઠિયા શરીરમાં જાણવી રહે છે. ગઠિયાની પરિસ્થિતિઓને સાફ કરવા માટે નિયમિત રૂપથી સવારે  દ્રાક્ષ ખાવા જોઈએ. 
માઈગ્રેન - રોજ સવારે  દ્રાક્ષનો રસ પીવાથી માઈગ્રેનની સમસ્યા ઠીક થઈ જાય છે.

મનને કઇ રીતે કેળવવું? (કેલિડોસ્કોપ)
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
એક માણસને મોડા જાગવાની ટેવ હતી. એથી એને નુકસાન થતું હતું. જાગ્યા પછી બધાં જ કામોમાં ઉતાવળ કરવી પડતી હતી અને એથી ઘણી વાર બહુ મોટો ગોટાળો થઈ જતો હતો. વહેલા જાગવા માટે ઘણી જ કોશિશ કરતો, પણ કોણ જાણે કેમ થોડા દિવસ વહેલો જાગે ન જાગે ત્યાં ફરી પાછું મોડું થઈ જતું હતું. એને એક સાવસાદો નુસખો બતાવવામાં આવ્યો. એક જ મિનિટ વહેલા એલાર્મ મૂકીને સૂવું.
"માત્ર એક જ મિનિટ? એનાથી શું ફાયદો થાય?"
પણ નુસખો બતાવનારે એને કહ્યું કે, "માત્ર એક જ મિનિટ વહેલા જાગવું, પણ એલાર્મ બંધ કરીને સૂઈ ન જવું."
એ પ્રમાણે એણે થોડા દિવસ કર્યું. એલાર્મ વાગે કે તરત જ ઊઠી જવાની આદત પાકી થઈ ગઈ. પછી એને કહેવામાં આવ્યું કે હવે દરરોજ એક-એક મિનિટ એલાર્મ વહેલો મૂકતાં જવું અને જે દિવસે એ રીતે જાગવામાં આળસ થાય કે ગરબડ થાય એ દિવસ પાસે અટકી જવું અને થોડા દિવસ એ જ સમયે જાગ્યા પછી વળી એક-એક મિનિટ વહેલા જાગતા જવુું.
આમ કરવાથી એકાદ મહિનામાં એ માણસને અડધો કલાક અને બે મહિનામાં પૂરો એક કલાક વહેલા જાગવાની ટેવ પડી ગઈ. પછી તો એલાર્મ મૂકવાની પણ જરૂર ન રહી. આપોઆપ જ નિર્ધારિત સમયે જાગી જવાની ટેવ કેળવાઈ ગઈ.
યોગમાં પણ આ જ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ઉતાવળ ન કરો. શરીરને ઝટકા ન મારો. સ્વસ્થતા કેળવો. યોગનાં આસનો થરૂ કરતાં પહેલાં માત્ર ઊંડા શ્વાસોચ્છ્વાસની ટેવ પાડો. દરેક આસનમાં દરેક ક્રિયામાં ખૂબ જ ધીરજથી આગળ વધો.
યોગમાં શરીરને પોતાની ઇચ્છા પ્રમાણે કામ કરતું કરીને એ દ્વારા મન ઉપર કાબૂ પ્રાપ્ત કરવાનો હોય છે. યોગમાં શરીરને વ્યવસ્થિત કરીને મનને વ્યવસ્થિત કરવાની વાત છે. યોગ શરીરને આજ્ઞાાંકિત, ચપળ અને કુશળ બનાવીને મનને કુશળ ને આજ્ઞાાંકિત બનાવવાની ક્રિયા છે. યોગ શરીરને સ્વસ્થ રાખીને મનને સ્વસ્થ રાખવાની ક્રિયા છે. અને જેનું મન જેટલા પ્રમાણમાં સ્વસ્થ હોય તેટલા પ્રમાણમાં એના શારીરિક વ્યવહારો સ્વસ્થ રહે છે. સફળ જીવન માટે મનની સ્વસ્થતા અને શાંતિ બહુ જ અગત્યની છે. યોગમાં પણ સૌથી વધુ અગત્ય 'શવાસન'ને આપવામાં આવે છે. બીજી ક્રિયાઓ અને યોગાસનો કરતાં પણ શવાસનને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
બધા માણસો યોગાસનો ન કરી શકે, પરંતુ મનને સ્વસ્થ અને શાંત કરવા માટે કશુંક તો કરી જ શકે, કારણ કે મન શાંત અને સ્વસ્થ હોય તો જ તે હકારાત્મક સૂચનો ગ્રહણ કરી શકશે. અસ્વસ્થ અને હાલકડોલક મન કોઈ સૂચન કે વિચારને યોગ્ય રીતે ઝીલી શકશે નહીં. એવી સ્થિતિમાં ગમે તેવા ઉત્તમ વિચારો કે સૂચનો 'ફીડ' કરવામાં આવે તોપણ તે તૂટેલા અરીસામાં પડતા પ્રતિબિંબ જેમ કે ચોળાયેલા કાગળમાં છપાતી છબિ જેમ વિકૃત થઈ જશે. તેમાંથી કોઈ ધાર્યું પરિણામ નીપજી નહીં શકે. એટલે હકારાત્મક કે વિધેયક સૂચનો 'ફીડ' કરતાં પહેલાં દરેક વ્યક્તિએ પોતાના શરીરને આજ્ઞાાંકિત અને મનને સ્વસ્થ તેમજ શાંત બનાવતાં શીખવું જોઈએ. એ માટેની થોડી સાદી ક્રિયાઓ શીખી લેવી જોઈએ. રિલેક્સ થવા માટેની ઘણી રીતો છે, પરંતુ તેમાંની એક રીત ઘણી જ સહેલી છે. આપણે જાણીએ છીએ કે શરીરના અમુક સ્નાયુને ખેંચીને છોડી દેવાથી તે આપોઆપ વિરામની સ્થિતિમાં આવી જાય છે. માણસ ચાલે કે દોડે પછી અટકીને આરામ કરે ત્યારે આપોઆપ તે રિલેક્સ થવા માંડે છે અને શરીરમાં એક વિશિષ્ટ પ્રકારની હળવાશ અનુભવે છે. આ વસ્તુને આપણે ઉપયોગમાં લેવાની છે. રિલેક્સ થવા માટે શાંત જગ્યા પસંદ કરો. બહુ કડક ન હોય એવી શેતરંજી કે ગાદલું કે પથારીમાં લાંબા થાઓ. શરીરને બને એટલું ઢીલું કરો.
  •  હવે તમારા પગનાં આંગળાંને બહારની બાજુએ વાળો, થોડા ખેંચો અને થોડી વાર એ જ રીતે રહેવા દઈને ફરી ઢીલા કરી દો અને એ વખતે તમારી જાતને કહો (સૂચન કરો) કે પાંચેય આંગળાંઓ રિલેક્સ થઈ ગયાં!
  •  પછી પગના ફણાને બહારની બાજુએ વાળીને તંગ કરો અને ઢીલા કરો. એ જ રીતે અંદરની બાજુએ એટલે કે તમારા માથા તરફ પગની આંગળીઓ આવે એ રીતે ખેંચીને થોડી વાર રાખીને ઢીલા કરો. સૂચન કરો કે પગ રિલેક્સ થઈ ગયા!
  •  પછી પગની પિંડીઓ, ઘૂંટણો, સાથળના સ્નાયુઓને એક પછી એક ખેંચીને, તંગ કરીને, ઢીલા કરતા જાઓ અને દરેક વખતે તમારી જાતને કહેતા જાઓ કે હવે પિંડી, ઘૂંટણ, સાથળના સ્નાયુઓ આરામની સ્થિતિમાં આવી ગયા!
  •  એ જ રીતે ધીમે ધીમે શરીરના ઉપરના ભાગના સ્નાયુઓને તંગ કરીને ઢીલા મૂકતા જાઓ.
  •  એ જ રીતે હાથની આંગળીઓને મૂઠીઓ વાળીને અને બહારની બાજુએ બને એટલી વધારે વળવા દઈને તંગ કરો અને ઢીલી કરો પછી આખા હાથના સ્નાઓને ખેંચીને ઢીલા કરો.
  •  છેક તમારા ખભા સુખી પહોંચ્યા પછી તમારા માથાને જમણી તરફ ખભા સુધી લઈ જાઓ. થોડી વાર એ જ રીતે તંગ સ્થિતિમાં રહો. પછી સ્નાયુઓને ઢીલા કરો. પછી ફરી માથું સીધી સ્થિતિમાં ડાબી તરફ ખભા સુધી લઈ જઈને એ જ રીતે કરો.
  •  દરેક ક્રિયાને અંતે એ ભાગ રિલેક્સ થયો છે એવી લાગણી અનુભવો.
  •  આટલું કર્યા પછી આખાયે શરીરને એકસાથે જરા તંગ કરી ઢીલું થવા દો અને એવી સ્થિતિમાં લાંબો સમય પડયા રહો.
  •  એ વખતે માત્ર તમારા શ્વાસ અને ઉચ્છ્વાસ ઉપર જ મનને કેન્દ્રિત કરો. શરીરને ધીમે ધીમે ભૂલી જાઓ. શ્વાસમાં લીધેલી હવા ક્યાં પહોંચી, નાકમાં, પછી ગળામાં, પછી ફેફસાંમાં, પછી ત્યાંથી ધીમે ધીમે બહાર, એમ એની આવ-જા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. 
  • આ બધું જે રીતે કરવું જોઈએ એ રીતે માત્ર બે-ચાર દિવસમાં જ તમે કરી નહીં શકો, પરંતુ ધીમે ધીમે એની તમને ફાવટ આવી જશે અને એક વાર એ રીતે રિલેક્સ થવાની ટેવ પડશે તો એનાથી પ્રાપ્ત થતી હળવાશ પણ તમે અનુભવશો અને એવી હળવાશ અનુભવ્યા પછી માત્ર એેનાથી પ્રાપ્ત થતી શાંતિ કે આનંદ ખાતર પણ તમે તે કરવાનું ચાલુ રાખશો. એ છોડી દેવાનું તમને મન નહીં થાય. ઘણા માણસો આમાં તો ઘણો સમય બગડે એમ માનીને એ કરતા નથી, પરંતુ જે લોકોએ એના લાભ અનુભવ્યા છે એ લોકો જાણે છે કે એનાથી સમય બગડતો નથી, પરંતુ બાકીના સમયમાં વધુ ર્સ્ફૂિતથી કામ થતું હોવાથી સમય સુધરે છે.
અને એક વાર ટેવ પડયા પછી કેટલાક માણસો ખુરશીમાં બેઠા બેઠા પણ રિલેક્સ થઈ શકે.
દિવસના અંતે આ રીતે રિલેક્સ થનાર એક વ્યક્તિએ પોતાના અનુભવને બહુ સરસ શબ્દમાં વ્યક્ત કર્યો છે. એ કહે છેઃ એનાથી હું એવી હળવાશ અને ર્સ્ફૂિત અનુભવું છું કે, દિવસના અંતના બદલે દિવસની જાણે શરૂઆત થતી હોય એવું લાગે છે.
મનમાં નકારાત્મક વિચારોને સ્થાને હકારાત્મક વિચારો અને લાગણીઓ 'ફીડ' કરતાં પહેલાં મનને શાંત અને સ્વસ્થ કરવું જરૂરી છે. ઉપર જે પદ્ધતિ બતાવી છે તે પ્રમાણમાં વધુ સરળ છે. આ સિવાય પણ બીજી કેટલીક રીતો હોઈ શકે છે અને છે જ. શ્રદ્ધાળુ લોકો માટે પ્રાર્થના પણ એવી જ.
માણસનું મન જેનો પાર ન પામી શકાય એવી વસ્તુ છે. કોઈ પણ રીતે કોઈ પણ પદ્ધતિ દ્વારા મન સ્વસ્થ અને શાંત થાય, પછી જ તેને કેળવવાની બાબતમાં આગળ વધી શકાય છે.

મંડયા રહેશો તો સફળતા સામેથી મળવા આવશે!
સફળ થનાર વ્યક્તિએ સખત મહેનત અને સંઘર્ષ તો કર્યા જ હોય છે, પણ તેની સાથે સાથે તેમણે અનેક નિષ્ફળતાઓને ચાવી-પચાવી હોય છે
આમ આદમી પાર્ટીની સફળતા પાછળ અનેક કારણો અને પરિબળો જવાબદાર છે, પરંતુ સમજવા જેવી એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તેણે નિષ્ફળતાને હાર માની લીધી નહોતી અને તેના નેતા અને કાર્યકર્તાઓ વિજેતા બનવા માટે સતત મથતા રહ્યા હતા. નાની મોટી નિષ્ફળતાથી નિરાશ થઈને પ્રયાસ છોડનારને કશું હાંસલ થતું નથી, જ્યારે સતત મંડયા રહેનારને સફળતા સામેથી આવી મળતી હોય છે. અલબત્ત, નિષ્ફળતાનો ફટકો એવો હોય છે કે કળ વળતા વાર લાગતી હોય છે, પડી ગયા પછી ઊભા થવામાં સમય જતો હોય છે, પણ લક્ષ્ય માટે સભાન અને સતત સક્રિય વ્યક્તિ નિષ્ફળતાને આસાનીથી સફળતામાં પલટી શકે છે. નિષ્ફળતાથી ન ડરનાર અને નિષ્ફળતામાંથી જ કંઈક નવું શીખનાર જરૂર સફળ થાય છે. નિષ્ફળતા પછી કંઈ સળ સૂઝતી નથી ત્યારે કઈ રીતે સતત મથતા રહેવું, એ જાણી લેવું રહ્યું...
આશા અને આત્મવિશ્વાસ ન ગુમાવો : નિષ્ફળતા સૌથી મોટો આઘાત આપણા આત્મવિશ્વાસ પર કરતી હોય છે. નિષ્ફળતા નિરાશાવાદી બનાવે છે, પણ તેના જાસામાં આવ્યા વિના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ. સફળતાનો આશાવાદ, આત્મવિશ્વાસ અને અથાક મહેનતના સંગમે સફળતાએ આવવું જ પડે છે.
નિષ્ફળતાનાં કારણો જાણો અને દૂર કરો : નિષ્ફળતા માટે ચોક્કસ કારણો જવાબદાર હોય છે, એને જાણવા જોઈએ અને મૂળમાંથી દૂર કરવા જોઈએ. નિષ્ફળતા માટે સમય, સંજોગો કે સામેવાળી વ્યક્તિ (હરીફ) પર દોષારોપણ કરવાને બદલે સાચાં કારણોની શોધ કરવી જોઈએ અને તેને મૂળમાંથી દૂર કરવા માટે મથવું જોઈએ.
નબળાઈઓને સ્વીકારો અને સુધારો : નિષ્ફળતા માટે ખુદની નબળાઈઓ વધારે જવાબદાર હોય છે ત્યારે સૌથી પહેલાં આત્મમંથન થકી ખુદની નબળાઈઓને સ્વીકારવી જોઈએ અને તેમાં સત્વરે સુધારો કરીને નબળાઈઓને સબળાઈમાં ફેરવવાની દિશામાં આગળ વધવું જોઈએ.
વાસ્તવિકતાને સમજીને વ્યૂહરચના ઘડો : વાસ્તવિકતાને ધ્યાનમાં રાખ્યા વિના ઘડેલી વ્યૂહરચના નિષ્ફળતા જ અપાવે છે. વાસ્તવિકતાને જાણી-સમજીને તેને સુસંગત વ્યૂહરચના જ સફળતા અપાવી શકે છે.
સાથીઓને પ્રોત્સાહિત કરતા રહો : નિષ્ફળતા પછી નિરાશ થયેલા સાથીઓને પ્રોત્સાહનની, પોઝિટિવ વિચારની વધારે જરૂર હોય છે. પ્રોત્સાહન થકી સાથીઓમાં ઉત્સાહનો સંચાર કરો અને તેમને પણ સક્રિય કરો. સાથીઓ સાથેની સહિયારી મહેનત વધારે ફળદાયી નીવડી હોય છે.
ક્યારેય હથિયાર હેઠાં ન મૂકો : ગમે તેવા વિકટ સંજોગોમાં પણ હથિયાર હેઠાં મૂકવા ન જોઈએ. હથિયાર હેઠાં મૂકનાર ગુલામ બને છે, વિજેતા નહીં. છેલ્લા શ્વાસ સુધી લડી લેવાનું ઝૂનૂન પેદા થવું જોઈએ. હંમેશાં યાદ રાખો, નિષ્ફળતાથી ડરી જાય છે તે બાજી હારી જાય છે.

Get Update Easy