' ॐ नमः शिवाय शुभं शुभं कुरू कुरू शिवाय नमः ॐ '
"ૐ નમ: શિવાય શુભં શુભં કુરુ કુરુ શિવાય નમ: ૐ"
શિવરાત્રી તો દર મહિને આવે છે, પણ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વાર આવે છે
શિવરાત્રી
તો પ્રતિમાસ આવે છે. પરંતુ મહા શિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે.
શિવજીના ભકતો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાના અખંડ પાઠ કરી શિવલીંગ પર
બીલીપત્રો ચઢાવી દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના
કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.
મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણીક માન્યતા જગપ્રસિધ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે.
શિવભકતોમાં અદકેરૂ મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઇએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વષા શ્રેષ્ઠતા અંગેનું વાકયુધ્ધ થતા તે યુધ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગિ્ન મહાલીંગ તરીકે ત્યાં સ્થાપીત થયા. જેનું મુળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહતો. ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા. પરંતુ લીંગનો તાગ મળ્યો નહી. જયારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહિ. આમ છતાં તેઓ ખોટુ બોલ્યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.
આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગિ્નસ્તંભ (લીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમાં મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખ કાપી નાંખ્યું. ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પુજન કર્યુ.
બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.
જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વીક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે.
દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વીકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભુતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે.
ભગવાન શ઼કરને અતિમાન કે અભિમાની મંજુર નથી. તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પુરી ન કરી હતી.
‘વૈરાગ્ય શતક'ના રચયીતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યો. સંત બન્યો, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા. પરંતુ વૈરાગ્યનું અભિમાન જયાં સુધી રહયું ત્યાં સુધી ભગવાન શંકર દુર જ રહયા.
ભકતને ભકિતનું જયાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પુજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.
આવતીકાલે પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર છે અને કાલે જ સાથે પ્રદોષ હોવાનો અનેરો સંયોગ પણ ઉભો થયો છે.
અગાઉ ર૦૦પના વર્ષમાં આવો સંયોગ આવ્યો હતો. આવા સંયોગને જોઇએ તો ૧૯૪૦ પછી ૧૯૪ર, ૧૯૮૪, ર૦૦પ અને હવે કાલે એટલે કે ર૦૧૪ના વર્ષમાં આ સંયોગ આવે છે. હવે પછી આવો સંયોગ છેક ર૦૪૩ના વર્ષમાં આવશે.
આવતીકાલે પ્રદોષની પુજાના સમાપન સાથે જ શિવરાત્રીની પ્રહર પુજાનો પ્રારંભ થશે. જેના કારણે પ્રદોષ, નિશિથવ્યાધિની અને ઉભયવ્યાધીની શિવરાત્રીની પુજાનો અનેરો લ્હાવો મળશે.
મહાશિવરાત્રી પર્વના આ દિને પૃથ્વી પરના આ તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્યની સાથે ઐヘર્ય પણ આપે છે.
જન્મના ગ્રહોના દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપુજનથી દુર થાય છે. આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે. આથી આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.
આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભકતો માટે અનેરૂ અને અદકેરૂ મહાત્મય ધરાવે છે. કાલે વહેલી સવારથી જ ભારતભરના શિવાલયોમાં ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ...
‘જય ભોલેનાથ.... જય હો પ્રભુ...
સબસે જગત મેં ઉંચા હૈ તું...'

નવી દિલ્હીઃ હવે તમારે તમારા જરૂરી દસ્તાવેજ સાથે લઇને ફરવાની
જરૂરત નથી. તેના માટે સરકારે ડિજીટલ લોકર લોંચ કર્યું છે. જ્યાં તમે
તમારું જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર જેવા
મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને
ઓનલાઇન સ્ટોર કરી શકો છે. આ સુવિધા મેળવવા માટે બસ તમારી
પાસે આધાર કાર્ડ
હોવું જરૂરી છે. આધાર નંબર ફીડ કરી તમે ડિજીટલ લોકર એકાઉન્ટ
ખોલાવી શકો છો.
આ સુવિધાની ખાસ વાત એ છે કે એક વખત લોકરમાં તમારા
દસ્તાવેજ અપલોડ કર્યા
બાદ તમારે ક્યાંય પણ તમારા સર્ટિફિકેટની અસલ કોપી બતાવવાની
જરૂરત નહીં રહે.
તેના માટે માટે તમારા ડિજીટલ લોકરની લિંક જ બસ છે. ડિજીટલ
લોકર, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા પ્રોગ્રામનો એક ભાગ છે. ડિપાર્ટમેન્ટ
ઓફ
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશ ટેક્નોલોજી (ડીઈઆઇટીવાઈ)એ ડિજીટલ
લોકરનું
બીટા વર્ઝન લોન્ચ કર્યું છે.
"કેવી રીતે મળશે ડિજીટલ લોકર
ડિજીટલ લોકર ખોલાવવા માટે તમારે http://digitallocker.gov.in/
વેપબાઇટ પર જઇને તમારો આઇડી બનાવવાનું રહેશે. આઇડી બનાવવા માટે તમારે
તમારો આધાર નંબરથી લોગઇન કરવાનું રહેશે. લોગઇન કર્યા બાદ તમારી પાસે જે
જામકારી માગવામાં આવે તે જાણકારી ભરવી. ત્યાર બાદ તમારું એકાઉન્ટ બની જસે.
એકાઉન્ટ ખુલી ગયા બાદ ગમે ત્યારે તમે તમારા પર્સનલ ડોક્યુમેન્ટ અપલોડ કરી
શકો છો.
"શું છે વિશેષતા"
ડિજિટલ લોકરની વિશેષતા એ છે કે તમે ગમે તે જગ્યાએથી ગમે ત્યારે તમારા
ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. ડિજીટલ લોકર સ્કીમમાં દરેક ભારતીય શૈક્ષણિક,
મેડિકલ પાસપોર્ટ અને પાન કાર્ડની વિગતને ડિજીટલ ફોર્મમાં રાખી શકે છે.
વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે, ડિજીટલ લોકર અધિકૃત ગ્રાહકો-એજન્સીઓને
કોઈપણ સમયે અને કોઈપણ જગ્યાએ પોતાના દસ્તાવેજ સુરક્ષિત રીતે અપલોડ કરવાની
સુવિધા આપશે.
"આધાર કાર્ડ શા માટે જરૂરી છે"
આધાર કાર્ડ દ્વારા ડિજીટલ લોકર ખોલાવવા માટે એ જરૂરી છે કે તમારા આધાર
કાર્ડમાં તમારું ઇ-મેલ આઇડી અને મોબાઇલ નંબર અપડેટ થયેલ હોવા જોઈએ. જો એવું
નહીં થયું હોય તો તમારા માટે ડિજીટલ લોકર ખોલાવવાનું સરળ નહીં હોય. જોકે
તમારો મોબાઇલ નંબર અને ઈ-મેલ અપડેટ ન હોય તો ડિજીટલ લોકરની વેબસાઇટ દ્વારા
તમે તેને અપડેટ કરી શકો છો. આ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ હશે. "
"શું થશે ફાયદો"
ડિટીચલ લોકરમાં દસ્તાવેજ રાખવાનો સૌથી મોટો ફાયદો એ હશે કે તમારે તમારા
દસ્તાવેજ લઇને આમ તેમ ફરવું નહીં પડે. જેનાથી તે ખોવાઈ જવાનો ડર પણ નહીં
રહે. તેના માટે ડિજીટલ લોકર દ્વારા દસ્તાવેજની લિંકની જ તમારી જરૂરત પૂડી
કરી દેશે. જેમ કે તમારે બેંકમાં ખાતું ખોલાવવું છે, તો તેના માટે જરૂરી
દસ્તાવેજ ડિજીટલ લોકરની લિંક દ્વારા બેંકને આપી શકાય છે. તેવી જ રીતે અન્ય
સરકારી વિભાગોની જરૂરતો માટે પણ આ લિંકનો ઉપયોગ કરી શકાય છે.