મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો.
કેમેરાના શોધક- તો આવો જાણીએ
કેમેરા, Camera, આ અંગ્રેજી શબ્દનું ગુજરાતીકરણ થાય છે, 'બંધ ઓરડાની બેઠક.' આ એક એવું સાધન છે જે દૃશ્યનું ધૂંધળાપણું છેક ૧૭મી શતાબ્દીથી ઉપયોગમાં લેવાતું આવેલ છે.
Drawing instrument એટલે કે આરેખણ સાધનોની પેટી જેવું આ એક હેરવી-ફેરવી શકાય તેવું, પોર્ટેબલ બોક્સ છે. અલબત્ત, કેમેરાની
કરામત એના લેન્સીસ છે. શરૃઆતમાં જમીન પરની કાચની પ્લેટ પર જે
દૃષ્ટિક્ષેત્ર અથવા પ્રતિબિંબ કે પ્રતિરૃપ અવલોકી શકાય એના પર ઉપર જણાવ્યા
મુજબનો લેન્સ સમાયોજિત (adjusted) કરી શકાય છે, ત્યાર પછી એ ચિત્ર કે પ્રતિબિંબને કલાકાર ચિત્રાંકિત કરી શકે છે. એમ જાણવા મળ્યું છે કે, ઈ.સ. ૧૬૮૫માં કેમેરાનો આવિષ્કાર જોહન ઝાહન દ્વારા થયો હતો, પરંતુ આ વિશે કોઈ છાતી ઠોકીને કહી શકતું નથી.
ઈ.સ. ૧૮૧૬માં જોસેફ નીસફોર નિપ્સેએ ભૂમિગત કાચને ખસેડી એની જગાએ
સિલ્વર ક્લોરાઇડ પેપરને કેમેરા પર સ્થાન આપ્યું અને કોઈ પણ માણસ આશા રાખી
શકે એવી ધારણા પ્રમાણેનું પરિણામ મેળવ્યું. એણે આ સિલ્વર ક્લોરાઇડ પેપર પર
ચિત્ર મેળવ્યું, પણ આ ચિત્રાંકનમાંથી હૂબહૂ ચિત્ર મેળવવામાં એ નિષ્ફળ ગયો, કારણ કે એણે મેળવેલ ચિત્ર તો એવું ‘Negative’ હતું, બરાબર
એવી જ રીતે જે રીતે કે આધુનિક ફોટોગ્રાફિક નેગેટિવ્ઝ કે જેમાં શ્યામ ચકતીઓ
કે અંધારી ચકતીઓ પ્રકાશિત દેખાય છે ને પ્રકાશિત ટુકડાઓ શ્યામ કે અંધારા
દેખાય છે. બસ, એમ જ. ત્યાર પછી ૧૮૨૬માં જસતની પ્લેટ બનાવી. વળી, આસ્ફાલ્ટ (ડાયર) સાથે પ્રકાશને સંવેદનશીલ બનાવી નિપ્સેએ સૌથી પ્રથમ વખત સાચો, આબેહૂબ
ફોટોગ્રાફ રજૂ કર્યો. એક અન્ય ફ્રાન્સ નિવાસી લુઈસ જેક્યુસ માન્ડે
ડેગ્યુરેએ ૧૮૨૯માં નિપ્સે સાથે ભાગીદારી કેળવી અને ૧૮૩૯માં ડેગ્યુરિયોટાઇપ
પ્રક્રિયા પામેલ પ્રથમ ફોટોગ્રાફ ઉપલબ્ધ બન્યો. આ દસ વર્ષના સમયમાં એ બંનેએ
સાથે મળી સમયની લંબાઈ ઓછી કરવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે
વિગોપન અર્થાત્ અનાવરણતાને આ દસ વર્ષમાં આઠ કલાકથી ઘટાડીને આશરે પંદર
મિનિટ સુધી તેઓ લાવી શક્યા હતા અને આ જ વર્ષે (ઈ.સ. ૧૮૩૯)માં પ્રથમ
ફોટોગ્રાફિક કેમેરા બજારમાં વેચાણ માટે મુકાયો. પ્રત્યેક કેમેરા પર
આલ્ફોન્સે ગીરોઉક્સ અને ડેગ્યુરેના હસ્તાક્ષરો હતા.
સુનમ્ય, લચીલા, કમનીય કેમેરા ફિલ્મની શોધ ર્બિંમગહામના
આલ્ફ્રેડ પમ્ફી દ્વારા ૧૮૮૧માં થઈ હતી અને આવી ફિલ્મ ૧૨ નંગના એક પેકેટમાં
અનેક વિભાગની સાઇઝમાં ઉપલબ્ધ બની હતી. સૌથી પ્રથમ સેલ્યુલોઇડના બનેલ ફિલ્મ
રોલની શોધ ઇસ્ટમેન ડ્રાય પ્લેટ કંપની દ્વારા થઈ હતી અને આ શોધ યુ.એસ.એ.માં
ન્યૂયોર્ક ખાતે રોચેસ્ટરમાં થઈ હતી.
Microsoft Office Word ની
Shortcut Key
No
|
Shortcut Key
|
ઉપયોગ
|
1
|
Ctrl+A
|
ટાઈપ કરેલ
માહિતીને સિલેક્ટ કરવા.
|
2
|
Ctrl+B
|
ટાઈપ કરેલ
શબ્દને બોલ્ડ કરવા.
|
3
|
Ctrl+C
|
ટાઈપ કરેલ
શબ્દને કે વાક્યની કોપી કરવા.
|
4
|
Ctrl+D
|
ફૉન્ટ મેનુ
ઓપન કરવા.
|
5
|
Ctrl+E
|
શબ્દો કે
વાકયોને પેપરની વચ્ચે ટાઈપ કરવા.
|
6
|
Ctrl+F
|
ટાઈપ કરેલ
માહિતિ માથી શબ્દો શોધવા માટે.
|
7
|
Ctrl+G
|
GO TO
|
8
|
Ctrl+H
|
Replace ટાઈપ
કરેલ શબ્દને બદલે નવો શબ્દ ટાઈપ કરવા.
|
9
|
Ctrl+I
|
શબ્દો કે
વાકયોને ત્રાંસા લખવા માટે.
|
10
|
Ctrl+J
|
જસ્ટીફાઇ
એટલે કે ફકરાની તમામ લાઇનને વ્યવસ્થિત ગોઠવવી.
|
11
|
Ctrl+K
|
Insert Hyperlink
|
12
|
Ctrl+L
|
શબ્દો કે
વાકયોને ડાબી બાજુથી ટાઈપ કરવા માટે.
|
13
|
Ctrl+M
|
શબ્દો કે
વાકયોને ડાબી બાજુએ ખસેડવા માટે ( Left
માર્જિન )
|
14
|
Ctrl+N
|
નવી ફાઇલ
બનાવવા માટે.
|
15
|
Ctrl+O
|
અગાઉની
બનાવેલ ફાઇલ ખોલવા માટે.( Open )
|
16
|
Ctrl+P
|
ટાઈપ કરેલ
માહિતીને છાપવા માટે.( Print
કમાન્ડ )
|
17
|
Ctrl+Q
|
-
|
18
|
Ctrl+R
|
શબ્દો કે
વાકયોને જમણી બાજુથી ટાઈપ કરવા માટે.
|
19
|
Ctrl+S
|
ટાઈપ કરેલ
માહિતીને સેવ કરવા માટે.
|
20
|
Ctrl+T
|
ડાબી તરફની
લીટીમાં જગ્યા મૂકવા માટે.
|
21
|
Ctrl+U
|
શબ્દો કે
વાકયોની નીચે લીટી દોરવા માટે.( Under
Line )
|
22
|
Ctrl+V
|
પેસ્ટ કરવા
માટે.
|
23
|
Ctrl+W
|
ટાઈપ કરેલ
ફાઈલને બંધ કરવા માટે.( Close)
|
24
|
Ctrl+X
|
શબ્દો કે
વાકયોને કટ કરવા માટે.
|
25
|
Ctrl+Y
|
એક વાર
કરેલ કામ ફરી વખત કરવા. ( Repeat
Typing )
|
26
|
Ctrl+Z
|
ભૂલને
સુધારવા માટે.( Undo )
|