HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

13 ફેબ્રુઆરી, 2015

આજનો સુવિચાર:-
હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધો તે છે.
- નેપોલીયન બોનાપાટ


બોર્ડની પરીક્ષા બાળકો /માતાપિતા સાવધાન
આખરી 27 દિવસ માટે રાખવાની સાવધાનીઓ 

૧. દરરોજ તમારા બાળકો સાથે શાન્તિ-ખુશીથી રજુ થાવ.
૨. બાળકોના ખોરાક્ની કાળજી રાખો,સુપાચ્ય – હલકો ખોરાક આપો.
૩. ગાડી-વાહન ધીમે હંકારવાની સલાહ આપો.
૪. ટ્કાવારી બાબતે દરરોજ ટોક્-ટોક કરશો નહિ.
૫. ઝડપી પુનરાવર્તન થાય તેવું સમયપત્રક બનાવી અમલ કરાવો.
૬. પ્રશ્નપત્ર લખાવવાની ટેવ વધારો.
૭. જીવનમાં માત્ર ટકા જ મહત્વના નથી,પરંતુ આ દેશને સારા માણસની પણ જરુરત છે.
૮. બાળક હતાશા-નિરાશામાં ગરકાવ ન થાય તેની કાળજી રાખશો.
૯. અસામાન્ય સંજોગો ઉભા થાય તો તમારા શિક્ષકની સલાહ અવશ્ય લો.
૧૦. બોર્ડની પરીક્ષા હોય બાળકને એકલા-અટુલા પડવા દેશો નહિ.
૧૧. બાળક આનંદ પૂર્વક વાંચન કરે તેવા સંજોગો-અનૂકૂળતા કરી આપો.
૧૨. ઉત્તરો લખી લખીને તૈયાર કરાવો, વધુ યાદ રહેશે.
૧૩. ધોરણ- ૧૦ માં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે નહિ.
૧૪. ધોરણ- ૧૨ માં સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે.
૧૫. માતા-પિતાએ ઘરમાં ટી.વી., રેડિયો વગાડવાનું હાલ બિલકુલ બંધ રાખશો.
૧૬. માતા-પિતાએ ઘરમાં ક્રિકેટ મેચ જોવાનું બિલકુલ બંધ રાખશો, કારણકે બાળક્નું ધ્યાન વિચલિત થશે.
૧૭. બાળકને પરીક્ષા દરમિયાન લીબું-રસ,જ્યુશ આપતા રહેવું જેથી સ્વસ્થ રહે.
૧૮. બાળક્નું વર્તન તમને અસાધારણ લાગે તો તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી.
૧૯. જો બન્ને (કપલ)નોકરી કરતા હોય તો હવે કોઈપણ એક બાળક પાસે રજા મુકી હાજર રહો તો  પરીક્ષાના પરિણામમાં ચાર ચાન્દ લાગી જશે.
 
 વર્લ્ડ કપ 2015 ; ક્રિકેટના મહાકુંભનું ભવ્ય ઉદ્ધઘાટન

world cup
 આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2015ના ટુર્નામેંટનો  ઉદ્દઘાટન સમારંભ  ગુરૂવારે ન્યુઝીલેંડના શહેર ક્રાઈસ્ટચર્ચ અને ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં આયોજીત કરવામાં આવ્યો.  માહિતી મુજબ આ સમારંભ ખૂબ ભવ્ય રીતે આયોજીત કરવામાં આવી રહ્યો  છે.  આ સમારંભને લઈને બધી તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી. ક્રાઈસ્ટ ચર્ચમાં થનારા કાર્યક્રમમા પ્રવેશ નિ;શુલ્ક રહેશે. 
આ કાર્યક્રમમા વિશ્વ કપમાં ભાગ લઈ રહેલ બધા 14 દેશોની સાંસ્કૃતિક ઝલક પણ જોવા મળશે. સાથે જ ઓસ્ટ્રેલિયાના મનોરંજન જગતની કેટલીક પ્રસિદ્ધ હસ્તિયો પણ તેમા ભાગ લેશે.  ક્રાઈસ્ટચર્ચના કાર્યક્રમમાં નોર્થ હૈગ્લે પાર્કમાં જ્યારે કે મેલબર્નનો કાર્યક્રમ સિડની માર્યર મ્યુઝિક બોઉલમાં આયોજીત કરવામાં આવશે. 
આ સમારંભમાં ન્યુઝીલેંડના પ્રસિદ્ધ કલાકારોમાં સામિલ ગિની બ્લેકમોર. હેલે વેસ્ટેરા સહિત સોલો મિયો પોતાની પ્રસ્તુતિ આપશે.  સાથે જ ક્રિકેટ દિગ્ગજ રિચર્ડ હેડલી. સ્ટીફેન ફ્લેમિંગ અને ન્યુઝીલેંડના કપ્તાન બેડન મૈકલ્મ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે. બીજી બાજુ  મેલબર્નમાં થનારા કાર્યક્રમમાં વિશ્વના પૂર્વ અને વર્તમાન દિગ્ગજ ખેલાડીઓની હાજરીમાં સાંસ્કૃતિક અને સંગીતમય પ્રસ્તુતિ આપવામાં આવશે. સાથે આતિશબાજીના  સુંદર નજારો પણ રજુ કરવામાં આવશે.  
વિશ્વ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડમાં ચારે વેન્યુ પર આ  અઠવાડિયાના અંતમાં થનારી શરૂઆતી મેચોમાં સ્ટેડિયમ ગીચોગીચ ભરેલુ રહેવાની આશા છે. બે મેચોના ટિકિટ વેચાય ચુક્યા છે જ્યારે કે મેલબર્ન અને હૈમિલ્ટનમાં થનારી બાકી બે મેચોના સીમિત ટિકિટ બચ્યા છે. ટુર્નામેંટની સ્થાનીક આયોજીત સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી જાન હર્નડેને કહ્યુ કે તે ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહને જોઈને ખૂબ ખુશ છે. તેમને કહ્યુ કે  અમે ટુર્નામેંટની પ્રથમ બોલ ફેંકાતા પહેલા  થોડા જ દિવસમાં 825000 ટિકિટો વેચી ચુક્યા છે.  તેમણે કહ્યુ કે ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડ વચ્ચે શનિવારે થનારી પ્રથમ મેચમાં સ્ટેડિયમ પુર્ણ ભરેલુ રહેવાની આશા છે.  થોડાક જ હજાર ટિકિટ બચ્યા છે અને જે લેવા માંગે છે તેમને માટે ઉપલબ્ધ છે. એડીલેડ ઓવલ પર ભારતને પાકિસ્તાનની વચ્ચે રવિવારે થનારી મેચના ટિકિટ વેચાણ ખુલવાના 20 મિનિટની અંદર વેચાય ગયા હતા.

ગ્રામોફોનના શોધક
સૌથી પ્રથમ થોમસ આલ્વા એડિસને ફોનોગ્રાફની શોધ કરી હતી. એ પછી તરત જ ટેલિફોનની શોધ થઈ હતી.
એડિસનને ખાતરી થઈ ચૂકી હતી કે જ્યારે કોઈ માણસ ટેલિફોનના માઉથ-પીસના મધ્યપટ કે તંતુપટ (Diaphragm)માં બોલે, ત્યારે મધ્યપટ કે તંતુપટ (Diaphragm)માં કંપનો ઉત્પન્ન થાય છે. જો કોઈ પ્રકારની શલાકા (સોય Stylus) જોડવામાં આવે તો એ કોઈ નરમ પર પોતાની પ્રતિકૃતિ અથવા નમૂનો ઉત્પન્ન કરી શકે છે, જેથી ધ્વનિની નોંધણી (Recorded) થઈ શકે છે અને એ પણ કાયમને માટે. એ પછી એ નોંધણીની પુનઃ ક્રીડા (Play) શક્ય બને છે અને એ માટે સમાન શલાકા કે સોયનો ઉપયોગ કરવાનો રહે છે, આથી મૂળ ધ્વનિ પુનઃ ઉત્પન્ન થાય છે.
થોમસ આલ્વા એડિસનનો સર્વપ્રથમ ફોનોગ્રાફ એવો હતો કે જેમાં ડબ્બાની ર્પિણકાના સિલિન્ડરનો ઉપયોગ થયો હતો. એક સોય એક સ્ક્રૂ દ્વારા ત્યારે ગતિ ધારણ કરતી હતી જ્યારે સિલિન્ડર ઘૂમતો હોય અને માઇક્રોફોનમાંથી કપાયેલ ધ્વનિ ડબ્બાની ર્પિણકામાં પ્રવેશે ત્યારે ધ્વનિની નોંધણી શક્ય બની શકતી હતી. પછી જ્યારે એની પુનઃ ક્રીડા (Play) કરવામાં આવે ત્યારે શ્રવણ નળી માઇક્રોફોનના બદલે સોયની તીક્ષ્ણ અણી આ શ્રવણ નળી સાથે જોડાયેલી રહેતી. આ ઘટના ઈ.સ. ૧૮૭૭માં બની હતી અને ત્યારે એડિસને પોતે નર્સરી (ઉછેર કેન્દ્ર) ગીતની અંત્યાનુપ્રાસી, તુકાન્ત કવિતા ‘Mary had a little lamb’નું ધ્વનિ-મુદ્રણ એમાં કર્યું હતું.
એ પછી થોડાં વર્ષો બાદ એણે પોતાની શોધને સુધારી હતી. અંતે ડબ્બા ર્પિણકાના બદલે મીણયુક્ત સિલિન્ડર્સનો ઉપયોગ થયો હતો.
જેમ જેમ સોય ઉપર-નીચે ગતિ કરે તેમ તેમ ફોનોગ્રાફ પર ખાંચાઓ કપાઈ જાય અથવા એમ પણ સમજી શકાય કે ખાંચાઓ પડતા રહે.
આધુનિક ડિસ્ક (Disc) થાળી પર ધ્વનિ મુદ્રણમાં સોય બાજુ બાજુમાં જ ગતિમાન રહેતી હોય છે, જ્યારે એડિસનની સોય ઉપર-નીચે ગતિમાન રહેતી હતી. આવી શોધનું એક પ્રદર્શન સૌપ્રથમ એમિલે ર્બાિલનરે યુ.એસ.એ.ના ફિલા-ડેલ્ફિયામાં ઈ.સ. ૧૮૯૭માં કર્યું હતું અને આ જ વર્ષે 'ર્બાિલનર ગ્રામોફોન કંપની'નું ઉદ્ઘાટન થયું હતું.
એ પછી ૧૮૯૮માં બ્રિટનમાં ગ્રામોફોન કંપની ખૂલી અને આ કંપનીની પોતાની જ ફેક્ટરીમાં હેનોવર-જર્મનીમાં જથ્થાબંધ ઉત્પાદન થવા લાગ્યું હતું. અલબત્ત, ત્યારે સાત ઇંચની ડિસ્ક (Disc) થાળી-રિકોર્ડ્સનું ઉત્પાન થયું હતું.
રેકોર્ડ પર કાગળના લેબલ લગાડવાનું કાર્ય ૧૯૦૦માં થયું. નામાંકિત- ‘His Master’s Voice’ કે જે અત્યારે હવે ‘HMV’ તરીકે વિખ્યાત છે, એનું ચિત્ર-લેબલ ઈ.સ. ૧૯૦૦માં રેકોર્ડ પર ચોંટાડવામાં આવ્યું હતું.



Get Update Easy