Though of the day
જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે.સાંભળવામાં મજા પડે તેવા સરસ મજાનાં ગીત- ઓરીજનલ અવાજમાં
- લગ્નગીત ડાઉનલોડ-મારી નખના પરવાડા જેવી...
- લગ્નગીત ડાઉનલોડ-મોર તારી સોનાની ચાંચ ...
- લગ્નગીત ડાઉનલોડ-નાણાવટી રે સાજણ...
- લગ્નગીત ડાઉનલોડ-પરથમ શ્રી ગણેશ...
સત્ય અને સાદગીના પ્રતીક લાલબહાદુર શાસ્ત્રી
લાલબહાદુર શાસ્ત્રી. આ નામ સાંભળતાં જ એક આદર્શ નેતા - આદર્શ વડાપ્રધાનની છબિનું પુણ્ય સ્મરણ આપણા દિલોદિમાગમાં છવાઈ જતું હોય છે. જવાહરલાલ નહેરુના નિધન પછી દેશના બીજા વડાપ્રધાન તરીકે નેતૃત્વ પૂરું પાડનારા શાસ્ત્રીજીએ શાસન તો માંડ ગણીને ૧૯ મહિના જ કર્યું હતું, પણ એ ગાળામાં તેમણે એક તરફ ફુલ જેવી કોમળતાનાં દર્શન પણ કરાવ્યા અને મેરુ પર્વત જેવા મક્કમ મનોબળના પણ પરચા પૂર્યા હતા. ભૂખ્યાજનો સુધી ભોજન પહોંચાડવા માટે તેમણે અથાગ પ્રયાસો કરવા ઉપરાંત સાર્વજનિક જાગૃતિ અને સંવેદના જગાવવા માટે સપ્તાહમાં એક ટંક ભોજનનો ત્યાગ કરવાનો નિયમ લીધો હતો અને દેશના લાખો દેશવાસીઓએ પણ એ વ્રત અપનાવ્યું હતું. શાસ્ત્રીજી પછી દેશમાં કમનસીબે એવો કોઈ નેતા પેદા થયા નથી, જે ગરીબો માટે, દેશની સમસ્યાઓ માટે આ હદે પ્રતિબદ્ધ હોય.શાસ્ત્રીજીએ માત્ર ૧૭ વર્ષની વયે જ આઝાદી આંદોલનમાં ઝંપલાવ્યું હતું. ગરીબ પરિવારના શાસ્ત્રીજી માટે ભણીગણીને અંગ્રેજી રાજમાં મળતી સરકારી નોકરી કરવી જરૂરી હતી, પણ તેમણે પરાધીન દેશ માટે લડવાનું પસંદ કર્યું હતું. અસહકારના આંદોલનમાં પહેલી વખત જેલમાં ગયા પછી તેમણે ટુકડે ટુકડે આશરે નવેક વર્ષનો તોતિંગ સમય જેલવાસમાં વીતાવ્યો હતો. જેલવાસ દરમિયાન મજબૂર કરનારી અનેક ઘટનાઓ બની પણ તેમણે ન સચ્ચાઈ છોડી, ન સ્વમાન. જેલમાં હતા તે વખતે તેમની દીકરી સખત રીતે બીમાર પડતાં તેમને રજાની જરૂર પડી. જેલના અધિકારીએ કહ્યું કે અમે રજા આપીએ પણ તમે લેખિતમાં આપો કે જેલની રજાઓમાં તમે આઝાદી આંદોલનમાં સામેલ થશો નહીં. શાસ્ત્રીજીએ એવું કશું લખી ન આપ્યું. તેમની ગેરહાજરીમાં જ દીકરી મૃત્યુ પામી હતી. તેમને સંતાપ અને સીતમ મંજૂર હતા, પણ સિદ્ધાંતો-સ્વમાન સાથે બાંધછોડ ન કરી.
સ્વાતંત્ર્ય સેનાની જ નહીં, શાસક તરીકે પણ તેમણે ભારતીય રાજકારણમાં અમીટ છાપ છોડી છે. યુપીના ગૃહપ્રધાન તરીકેની યશસ્વી કામગીરી ઉપરાંત રેલવે મંત્રી તરીકે તેમણે દેશની રેલવેને વધારે સુવિધાપૂર્ણ અને સુરક્ષિત જ નહીં સમતાપૂર્ણ કરવામાં મોટું યોગદાન આપ્યું હતું. ફર્સ્ટ ક્લાસના જાજરમાન-રાજવી ડબ્બા બંધ કરાવ્યા હતા તો સાથે સાથે ત્રીજા વર્ગના ડબ્બાઓમાં પંખા મુકાવવાનું કાર્ય કર્યું હતું. ઉપરા ઉપરી બે રેલ અકસ્માતો પછી રેલવે મંત્રી તરીકે પોતાની જવાબદારી સ્વીકારીને તેમણે રાજીનામું ધરી દઈને એક ઉમદા પરંપરા સ્થાપી હતી.
વડાપ્રધાન તરીકે પ્રજાલક્ષી કાર્યો અને ખેતીપ્રધાન દેશના ખેડૂતોની ઉન્નતિ માટેના પ્રયાસોને કારણે તેમણે લોકોના દિલ જીતી લીધા હતા અને એમાંય પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીને તેમણે આખી દુનિયાને દેખાડી દીધું હતું કે ભારત શાંતિપ્રિય દેશ છે, પણ તેની શક્તિ અને શૂરવીરતાને ઓછી આંકવાની ભૂલ કરવી ન જોઈએ. શાસ્ત્રીજીએ માત્ર 'જય જવાન, જય કિસાન'નો નારો માત્ર આપ્યો નહોતો, પણ ચરિતાર્થ કરી બતાવ્યો હતો.
બહુ ઓછા લોકો જાણતા હશે કે શાસ્ત્રી એ તેમની અટક નથી, પણ ઉપાધિ (ડિગ્રી) છે. તેમની અટક તો શ્રીવાસ્તવ હતી, પણ જાતિમાં ન માનનારા અને જાતિવાદને કારણે થતા ભેદભાવના સખત વિરોધી એવા લાલબહાદુરે પોતાની જાતિ પ્રગટ કરતી અટક નામમાંથી હટાવી લીધી હતી.
સાદગીમાં શાસ્ત્રીજીનો જોટો મળવો મુશ્કેલ છે. શાસ્ત્રીજી પાસે એક જ કોટ હતો અને એ પણ કાશ્મીરની મુલાકાત વખતે જવાહરલાલે ભેટમાં આપેલો!
૨ ઓક્ટોબર, ૧૯૦૪ના રોજ જન્મેલા શાસ્ત્રીજીની જન્મ જયંતી ગાંધી જયંતીને કારણે દબાઈ જાય છે, એવી ફરિયાદ થતી હોય છે, પણ ૧૧ જાન્યુઆરી, ૧૯૬૬ના રોજ તાશકંદમાં મૃત્યુ પામનારા શાસ્ત્રીજીની પુણ્ય તિથિએ પણ તેમને ભાગ્યે જ યાદ કરાતા હોય છે, કારણ એ છે કે હાલના વરણાગી, વિલાસી અને જુઠ્ઠાણાં પર રાજ ટકાવનારા નેતાઓ શાસ્ત્રીજીના આદર્શોનું પાલન કરવાની ઇચ્છા કે હેસિયત ધરાવતા નથી. અને એટલે જ તેઓ ઈચ્છે છે કે લોકો શાસ્ત્રીજી જેવા આદર્શ નેતાઓને ભૂલી જાય પણ તેમની ઇચ્છા ક્યારેય પૂર્ણ થવાની નથી. લોકનેતા શાસ્ત્રી કયારેય ભુલાશે નહીં.
હવે અમિતાભના અવાજમાં ગુંજશે 'જન ગણ મન...'
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અત્યાર સુધી પોતાના અવાજમાં અનેક ગીતો
ગાયા છે. હાલમાં જ તેણે પોતાની આગામી ફિલ્મ 'શમિતાભ'માં 'પિડલી' સોન્ગ પણ
ગાયું છે. જોકે હવે બિગ બી દેશભક્તિની ભાવનામાં ડૂબીને રાષ્ટ્રગીત ગાતા
જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે અમિતાભ રાષ્ટ્રગીત 'જન ગણ મન...' ગાતા
સાંભળવા મળશે અને આ ગીતને બહુ જલ્દી રિલીઝ કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે અમિતાભ મશહુર સંગીતકાર ઇલૈયા રાજા સાથે
રાષ્ટ્રગીતના આ વીડિયોમાં જોવા મળશે જેની ધુન ખુદ ઇલૈયા રાજાએ બનાવી છે. આ
વીડિયોને આર. બાલ્કી ડિરેક્ટર કરશે. આર. બાલ્કી આ પહેલાં 'ચીની કમ'માં
અમિતાભ સાથે કામ કરી ચૂક્યા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વીડિયોમાં
અનેક મોટામોટા કલાકારોએ પોતાની અવાજ અને ધુન આપ્યા છે.
આજે અમિતાભ ડિરેક્ટર આર. બાલ્કી સાથેની પોતાની ફિલ્મ 'શમિતાભ'ના પ્રમોશન
માટે ગુજરાત આવ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ સાથે ધનુષ અને અક્ષરા હસન પણ છે.
આ સિવાય અમિતાભ 'પીકુ'માં દીપિકા પદુકોણ અને ઇરફાન ખાન સાથે જોવા મળશે.