હવા અને આકાશ સાથેનો પ્રેમ (દૂરબીન)
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
પતંગ દરેક ઉંમરની વ્યક્તિને સ્પર્શે છે. માણસના મનને આજે
પાંખો લાગે છે. કોઈનો પતંગ કાપવાની મજા અને આપણો પતંગ કપાવવાની વ્યથા
ક્યાંક ને ક્યાંક જિંદગીની વાસ્તવિકતાને રજૂ કરે છે. પતંગનો ધર્મ ઊડવું છે
અને જિંદગીનો મર્મ ઝૂમવું છે. એક દિવસના ઉલ્લાસથી માણસ ધરાતો નથી એટલે બાકી
રહી ગયેલી કસર વાસી ઉત્તરાયણે પૂરી કરે છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસમાંથી
આજનો આ એક દિવસ આકાશને અર્પણ
અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા આવેલા એક વિદેશીને પૂછયું કે, પતંગ એટલે શું? તેણે
ફિલોસોફિકલ જવાબ આપ્યો કે પતંગ એટલે માણસની પોતાને પ્રેમ કરવાની કલા! હું
મને પ્રેમ કરું છું એટલે હું પતંગને પ્રેમ કરું છું. આ પ્રેમ જ મને સાત
સમંદર પારથી અહીં ખેંચી લાવ્યો છે. હું તો મારા દેશમાં મારી ધરતી ઉપર પણ
પતંગ ઉડાડી શકતો હતો. હું અહીં છેક પતંગ ઉડાડવા માટે શા માટે આવ્યો? પતંગને કોઈ ભેદ નડતા નથી. પતંગને સરહદ નડતી નથી. જમીન કોઈની હોઈ શકે, આકાશ બધાનું હોય છે.
તમે કોઈ દિવસ પતંગ બનાવ્યો છે? પતંગ બનાવવો એ આર્ટ
છે અને પતંગ ઉડાવવો એ આર્ટની સાર્થકતા છે. માણસ પાસે બધું છે પણ પાંખો નથી.
પતંગ માણસને પાંખો લગાવી દે છે. પતંગની સાથે માણસ ડોલતો હોય છે. માણસ
સ્થિર રહીને પતંગ ઉડાવી ન શકે. માણસે ઝૂમવું જ પડે. હાથ હલાવવા જ પડે. પતંગની સાથે નૃત્ય પણ છે. ડાન્સ અને પતંગ ઉડાવવાની ક્રિયાને સરખાવી જોજો, દરેક અંગ થીરકતું હોય છે. પતંગની એ જ તો મજા છે કે એ પોતાની સાથે તમને પણ નચાવે છે.
ઉત્તરાયણ એ આકાશનું પર્વ છે. આ પર્વ તમને માત્ર ઊંચે જોવાનો જ
મેસેજ આપે છે. પતંગથી હવાના હોવાની સાચી સાબિતી મળે છે. આપણે હવાની વચ્ચે
છીએ અને હવા આપણી અંદર છે. ઉત્તરાયણ એ એક જ એવો તહેવાર છે જે ખરા અર્થમાં
બિનસાંપ્રદાયિક છે. કોઈ ભેદભાવ આ પર્વને નડતો નથી. પતંગ કોઈ ધર્મનો નથી અને
આમ જોઈએ તો દરેક ધર્મનો છે. પતંગને લિંગભેદ પણ નડતો નથી. બાળક હોય કે
યુવાન, પ્રૌઢ હોય કે વૃદ્ધ, છોકરો હોય કે છોકરી, દરેક
ઉંમરની વ્યક્તિને એકસરખો આનંદ આપવાની ત્રેવડ માત્ર ને માત્ર પતંગમાં છે.
એક પણ માણસ એવો નહીં હોય જેની આજે એટલિસ્ટ એક વખત આકાશ તરફ નજર ન જતી હોય.
સામાન્ય દિવસમાં માણસ ક્યારે આકાશ તરફ મીટ માંડતો હોય છે? પંખીઓને આજે એની આઝાદી ઉપર અતિક્રમણ થતું હોય એવું લાગતું હશે. આ કોણ અમારા અસ્તિત્વ ઉપર ચડી આવે છે? ઊડે છે, કાપે છે અને કપાય છે. પંખીઓની પાંખને દોરો અડી જતો હશે ત્યારે તો એને વેદના થતી જ હશે, પણ કપાયેલા પતંગને જોઈને પંખીઓને કંઈ થતું હશે ખરું? પંખીઓને એવું થતું હશે કે આ પતંગનો શિકાર થઈ ગયો? માણસ પતંગ ઉડાવે એ તો સમજી શકાય, પણ પતંગ કાપવામાં જ કેમ માણસને મજા આવે છે? શું આ માણસની પ્રકૃતિને બયાન કરે છે? માણસ
એવું નથી વિચારતો! મજા તો કાપવાની જ છે. કોઈનો પતંગ કપાય ત્યારે ચિચિયારીઓ
પાડવામાં જ ખરી મજા છે. કાં કાપો અને કાં તો કપાઈ જાવ! આકાશમાં પણ માણસને
આધિપત્ય જમાવવું હોય છે. રાતે હિસાબ કરવાનો, કેટલા કાપ્યા અને કેટલા કપાયા? સરવાળે ફાયદો થયો કે નુકસાન એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ હોય છે કે કેટલી મજા આવી? એન્જોય કર્યું કે નહીં?
પતંગ ઉડાવવાની અને કાપવાની મજા સાથે એક બીજી મજા છે પતંગ લૂંટવાની. કપાયેલા પતંગ લૂંટનારાઓ તો ઠીક છે, અહીં
તો ઊડતા પતંગ લૂંટનારાઓની પણ કમી નથી. લંગર એ રેડીમેઇડ પડાવી લેવાની દાનત
છતી કરે છે. ઊડતા પતંગને લૂંટવો એને ગેરરીતિ કહેવાય કે નહીં? જોકે, મોજ
કરનારા કહેશે કે આવી વાતોમાં એથિક્સ વચ્ચે નહીં લાવો. એવરિથિંગ ઇઝ ફેર ઇન
ફેસ્ટિવલ. ધૂળેટીમાં રંગ ઉડાડતી વખતે કોઈ વિચાર કરે છે ખરું કે આ કૃત્ય
સારું છે કે ખરાબ? માણસને માત્ર નિર્ભેળ કે નિર્મળ આનંદ જ નથી જોઈતો હોતો, સેડેસ્ટિક પ્લેઝર પણ જોઈતું હોય છે. આમ તો તમારું દિલ, દિમાગ, સંસ્કાર અને પ્રકૃતિ કોઈનું કંઈ બૂરું કરતાં તમને રોકતી જ હોય છે, પણ આવા સમયે થોડોક સેડેસ્ટિક પ્લેઝર મેળવી લઈએ તો એમાં કયું મોટું પાપ કરી નાખીએ છીએ? આનંદની
વાતમાં વચ્ચે ગંભીર વાતો ન લાવો. મજા કરવા દો. આમ તો આખો દિવસ ઉપાધિઓ જ
કરતાં હોઈએ છીએ. સવારથી સાંજ સુધી દોડાદોડી જ કરતાં હોઈએ છીએ. આવા તહેવારો જ
તો રિલેક્સ કરતાં હોય છે.
ઉત્તરાયણનો તહેવાર ઝિંદાદિલો માટે છે. ઘણા લોકો પોતાને ચૂઝી કહે
છે પણ આમ તો એ બધા ચાંપલા હોય છે. અગાશીએ તડકામાં પતંગ ઉડાડીએ તો કાળા થઈ
જવાય, યુ સી માય સ્કિન ઈઝ વેરી સેન્સેટિવ! ઉત્તરાયણમાં આવાં નાટક ન ચાલે. હા, તમે
સીન મારવા ગોગલ્સ અને ટોપી પહેરો એનો વાંધો નહીં પણ તડકાથી બચવા માટે
છત્રી લઈને બેસો એ ઉત્તરાયણનું અપમાન છે! આજનો એક દિવસ જ એવો છે જ્યારે
માણસને પવનની ચિંતા થાય છે. હવાની ગતિ કેટલી રહેશે એ ન્યૂઝ બને છે. પતંગ ન
ઊડે અને ઠૂમકા મારી મારીને બાવડું દુખી જાય ત્યારે માણસ કહે છે કે, પવન પડી ગયો છે. પવન પણ પડી જાય? હા, પવન
પડી જાય અને એને આપણે બેઠો ન કરી શકીએ. માત્ર પ્રકૃતિ જ તેને બેઠો કરી શકે
અને ઉડાડી શકે! પવન પડી જાય ત્યારે માણસનો મૂડ મરી જાય છે. જો કે મજા
કરવાવાળા ઓપ્શન શોધી જ લેતા હોય છે. જોરદાર મ્યુઝિક રાખીને નાચવાનું! પતંગ ન
ઊડે તો પાર્ટી કરવાની. ખાવાનું અને પીવાનું. 'પીવા' માટે અલાયદી વ્યવસ્થાઓ હવે થવા લાગી છે. વેલ, આ વિશે વધુ વાત કરવા જેવું નથી, કારણ કે ગુજરાત 'ડ્રાય સ્ટેટ' છે, અલબત્ત, આ 'ડ્રાય' ખરેખર કેટલું ડ્રાય છે એની તરબતર રહેનારાઓને ખબર છે!
ઉત્તરાયણનું સ્પેશ્યિલ ફૂડ છે. ઊંધિયાથી માંડીને ચીકી સુધીની
વેરાઇટીઝ. દરેક વિસ્તારનો ટેસ્ટ અલગ અલગ છે. અમદાવાદીઓ ઊંધિયું-જલેબી ઝાપટે
છે. વડોદરામાં સિંગ પાક, તલના લાડુ, તલસાંકળી
ખવાય છે. મરાઠીઓમાં તિલગુડની પરંપરા છે. રાજકોટમાં ચીકીની ઢગલાબંધ વેરાઇટીઝ
છે. સુરતી લાલાઓની તો વાત જ નિરાળી છે. ઊંધિયું અને પોંક પાર્ટીની મજા
માણવી હોય તો સુરત જવું પડે. ઊંબાડિયાનો આનંદ માણનારાઓનો એક અલાયદો વર્ગ
છે. એક સમય હતો જ્યારે મકરસંક્રાંતિ મોટા ભાગે અમદાવાદ અને બરોડામાં સૌથી
સારી રીતે ઊજવાતી હતી. હવે પતંગની પાંખો વિસ્તરી છે. મકરસંક્રાંતિ આખા
રાજ્યમાં ઉજવાવા લાગી છે. જૂનાગઢમાં ભાદરવા મહિનામાં પતંગ ઉડાડવાની પરંપરા
ચાલી આવે છે. તો સિદ્ધપુરમાં દશેરાના દિવસે પતંગ ચગાવાય છે! કાઠિયાવાડીઓ આ
પર્વને 'ખીહર' કહે છે. દરેકની પાછળ જુદી જુદી સ્ટોરી છે, માન્યતાઓ
છે. ગુજરાતીઓ ઉત્સવઘેલા છે. હવે સંક્રાંતિ આખા સ્ટેટનો તહેવાર છે.
વાઈબ્રન્ટ પછી તો આ તહેવાર ગ્લોબલ બની ગયો છે. સરકારે આ પર્વને વિકાસ સાથે
જોડી દીધું છે.
આ તહેવારની વધુ એક ખૂબી એ છે કે એ તિથિ મુજબ નહીં પણ તારીખ મુજબ
આવે છે. ૧૪મી જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે તેથી આ પર્વને
મકરસંક્રાંતિ કહેવાય છે. આ દિવસથી સૂર્યના પરિભ્રમણમાં પરિવર્તન શરૂ થાય
છે. સૂર્ય ધીમે ધીમે ઉત્તર દિશા તરફ ખસતો જાય છે એટલે તેને ઉત્તરાયણ કહેવાય
છે. આ સિવાય તો બીજી અનેક કથાઓ આ પર્વ સાથે જોડાયેલી છે. પતંગનો પણ એક
આગવો ઇતિહાસ છે પણ પતંગની સાચી મજા તો આજના દિવસની એટલે કે વર્તમાનની જ છે.
જસ્ટ ફરગેટ એવરિથિંગ એન્ડ એન્જોય ધ ડે! હા, એટલું ધ્યાન રાખજો કે આપણી મજા નિર્દોષ પંખીઓ માટે સજા ન બની જાય. વહેલી સવારે અને મોડી સાંજે પંખીઓ ઘરે આવતાં-જતાં હોય છે, એ
સમયે પતંગ ન ઉડાડવા જીવદયાપ્રેમીઓ અપીલ કરે છે. એ લોકોને ખરેખર ધન્યવાદ છે
જે આજના દિવસે ઈજા પામતાં પક્ષીઓને બચાવવાનું અને તેની સારવારનું ઉમદા કામ
કરે છે.
આજે અગાશીઓ જીવંત થઈ જશે. ઘણી બધી અગાશીઓ પતંગ ઉડાવતાં ઉડાવતાં
પાંગરેલા પ્રેમની સાક્ષી હોય છે. પતંગ જો નમતી હોય તો એક તરફ નમન બાંધતા
હોય છે. અમુક યંગસ્ટર્સ તો કોઈ ચોક્કસ તરફ 'ઝૂકવા' માટે દિલ પર 'નમન' બાંધીને
બેઠાં હોય છે! એક પતંગ ઉડાડે અને એક ફીરકી ઝાલે ત્યારે પ્રેમ પણ સોળે કળાએ
ખીલતો હોય છે! બધા માટે પતંગની મજાનાં કારણો જુદાં જુદાં હોય છે પણ સરવાળે
તો બધા પતંગ સાથે થોડા થોડા ઊડતાં અને ઝૂમતાં હોય છે.
મકરસંક્રાંતિએ પ્રભાસ પાટણનું આકાશ રહે છે પતંગવિહોણું
મકરસંક્રાંતિએ પતંગ ન ઉડાડવાની ચાલી આવતી વણલીખી પરંપરા
મક્કર સંન્ક્રાન્તિએ સમગ્ર ગુજરાતના આભની અટારીઓ રંગબેરંગી પતંગોની રંગોળીઓથી છવાઈ જશે ત્યારે સોમનાથ મહાદેવનું નગર પ્રભાસપાટણનું આકાશ પતંગ વિહોણું હશે.
આ ભૂમિમાં પતંગો ઉડતા નથી એવું નથી ચોમાસાના શ્રાધ્ધ પક્ષોના દિવસોથી છે ક દેવ દિવાળી સુધી પતંગ રસિયાઓ પતંગો ઉડાડે છે. લૂંટે પણ છે. અને પતંગો વેંચાય પણ છે તેમજ ખરીદાય પણ છે. પરંતુ મકરસંક્રાન્તિમાં તો પતંગો ઉડાડાતી જ નથી કે વેંચામ પણ થતુ નથી. આ વરસો જૂની વણલીખી પરંપરા છે. પતંગો ઉડાડવાની મજા માણતા હોય ત્યારે અહીં પતંગને નો એન્ટ્રી હોઈ પતંગ વિહોણું હા, તલસાંકડી ખવાય છે. મમરાના લાડુ ખવાય છે. દાન - દક્ષિણા કરાય પણ પતંગ ઉડાડતી નથી.
સોમનાથ મહાદેવને મકર સંક્રાંતિએ દ્વિય તીલ અભિષેક તથા તીલ અર્ચન
પ્રભાસપાટણ તીર્થમાં એક સમયે ૧૬ સૂર્યમંદિરો હતા
મકર સંન્ક્રાન્તે સૂર્ય પૂજાનું મહત્વ છે. સોળે સૂર્ય મંદિરોના ઈતિહાસ ભોળાનાથની ભૂમિ સોમનાથ જોડાયેલી છે. સોમનાથ મહાદેવને સૂર્યપર્વ મકરસંક્રાંતિ તીલ અભિષેક તથા તીલ અર્ચનની દિવ્ય પૂજા થશે. એક સમયે પ્રભાસ ક્ષેત્રમાં ૧૬ સૂર્યમંદિરો હોવાનો ઉલ્લેખ છે.
મકરસંક્રાંતિ એ સૂર્યપૂજાનું મહાપર્વ છે. તે દિવસે ભગવાન શ્રી સોમનાથ મહાદેવને તલનો અભિષેક એટલે કે, તલને ગંગાજળ મિશ્રીત કરી તે જળથી સદાશિવને અભિષેક કાશે અને એ જળધારા સાથે તલના ઝીણા - ઝીણા સફેદ દાણાઓ જલ શિવલિંગ ઉપરથી ધીમે ધીમે સરકી ભોળાનાથના શિવલિંગમાં વિલય થતા હોય તે દિવ્ય દ્રશ્યનો અદભુત નજારો અનેરી અનુભૂતિ સમો હોય છે.
મકરસંન્ક્રાન્તે કૈલાસપતિ સોમનાથને શિવસહસ્ત્રનામ મંત્રોચ્ચારથી તીલ અર્ચન પણ થશે. એટલે કે તલ અર્પણ થશે અને સંધ્યા સમયે ઉત્સવ અનુરૃપ શણગાર દર્શન દિપમાળા અને જપયજ્ઞાનું પણ આયોજન થઈ રહ્યું છે.
પ્રાચીન માન્યતા પ્રમાણે સોમનાથ મંદિરમાં તે દિવસે કરાતા દાનનું ધાર્મિક આરોગ્ય અને પુણ્યપદ મહાત્મય છે.
સૂર્યપૂજા એ વેદકાળથી ભારતમાં ચાલતી પરંપરા છે જેના જીવંત સાક્ષીસમા સૂર્યમંદિરો ઈતિહાસ ધર્મગ્રંથોમાં સચવાયાં છે.
એક દંતકથા મુજબ સૂર્યવંશી આર્યો પ્રભાસને તીરે ઉતર્યા હતાં. તેઓએ આ તીર્થને ભાસ્કર તીર્થ પણ ગણ્યું હતું. તો સ્કંધપુરામમાં પ્રભાસખંડમાં ઉલ્લેખ મુજબ સોમનાથ તીર્થમાં સોળસૂર્યમંદિરો હતાં અને સૂર્યની સોળ કળાઓના પ્રથમ કિરણો સીધાં તેની ઉપર પડતા ંજો કે તેમાંના હાલ માત્ર ત્રણથી ચાર જ દ્રશ્યમાન થાય છે. પરંતુ સોમનાથના ઈતિહાસકાર સ્વ. શંભુપ્રસાદ દેસાઈએ તેના લખેલ ઈતિહાસમાં ભૂતકાળની તે વિગતો આ રીતે દર્શાવી છે.
સામ્બાદિત્ય સૂર્યમંદિર સોમનાથથી ઉતરે વર્તમાનમાં ત્યાં મ્યુઝમ છે. સાગરાદિત્ય સૂર્યમંદિર ત્રિવેણી માર્ગે - હાલ છે. ગોપાદિત્ય સૂર્યમંદિર રામપુષ્કરથી ઉત્તરે હાલ નથી ચિત્રાદિત્ય સૂર્યમંદિર - બ્રહ્મકુંડ પાસે હાલ નથી રાજભટ્ટાક સૂર્યમંદિર - સાવિત્રી પાસે શાહુના ટીંબા ઉપર કે પાસે હાલ નથી. નાગરાદિત્ય સૂર્યમંદિર નદી તટે વર્તમાન ટીંબા પાસે જૂનુ મંદિર નંદાદિત્ય સૂર્યમંદિર નગર ઉત્તરે કનકાઈ માર્ગે હોવા સંભાવના હાલ નથી. કંકોટકાક સૂર્યમંદિર સમુદ્રતટે શશીભૂષણ પૂર્વે હાલ નથી. દુર્વાઆદિત્ય સૂર્યમંદિર યાદવાસ્થળીમાં હાલ નથી. મુલ સુર્યમંદિર સુત્રાપાડામાં હાલ છે. પર્ણાદિત્ય સુર્યમંદિર ભીમ દેવળ હાલ છે. બાર્લાક સૂર્યમંદિર પ્રાચીના ગાંગેચા પાસે હાલ નથી. આદિત્ય સૂર્યમંદિર ઉંબા ગામે છે. મકલ સૂર્યમંદિર ખોરાસા ગામે હાલ નથી. ઉપરાંત બકુલાદિ સૂર્યમંદિર, નારદાદિત્ય સૂર્યમંદિર જે બંને ઉના પાસે હતાં પણ હાલ નથી.
એમ કહેવાય છે કે, યજુર્વેદાચાર્ય યોગેશ્વર યાજ્ઞાવલ્કય મહર્ષિએ સોમનાથ પ્રભાસ પાટણમાં તપસ્યા કરી યર્જુવેદ મેળવ્યો હતો અને અહીંના ત્રિવેણી સંગમમાં જે તે કાળમાં સૂર્યનારાયણની અર્ધ વર્તુળાકાર દ્વાદશમુર્તિ યાજ્ઞાવલ્કયે સ્થાપી હતી અને સૂર્યનારાયણની સ્તુતિ પણ તે કાળમાં અહીં કરી હતી.
ક્રિકેટ વર્લ્ડકપ 2015ની બધી 14 ટીમોના ક્રિકેટરો
દુનિયાભરમાં ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો
- આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ. 2015 - શરૂ થવામાં હવે એક મહિના જેટલો સમય જ
બચ્યો છે અને પ્રશંસકોમાં તેના ઉત્સાહનો જોશ જોવા મળવો શરૂ થઈ ગયો છે. અને
અત્યાર સુધી ટુર્નામેંટમાં રમવા જઈ રહેલ બધી 14 દેશોએ પોતપોતાની ટીમોની
જાહેરાત કરી દીધી છે. તો આવો એક નજર નાખીએ બધી ટીમોના 15-15 ખેલાડીઓ પર...
જેમાથી અંતિમ અગિયાર પસંદગ કરવામાં આવશે.
ભારત :
મહેંદ્ર સિંહ ધોની (કપ્તાન અને વિકેટકીપર), શિખર ધવન, રોહિત શર્મા,
અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, સુરેશ રૈના, અંબાતી રાયુડૂ, રવીંદ્ર જડેજા,
રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, મોહમ્મદ
શામી, સ્ટુઅર્ટ બિન્ની અને ઉમેશ યાદવ...
ઑસ્ટ્રેલિયા :
માઇકલ ક્લાર્ક (કપ્તાન), જૉર્જ બેલી, ડેવિડ વૉર્નર, એરૉન ફિંચ, મિશેલ
જૉનસન, મિશેલ સ્ટાર્ક, જોશ હેજલવુડ, પૈટ કમિન્સ, જેવિયર ડોહાર્ટી, શેન
વૉટસન, સ્ટીવન સ્મિથ, બ્રૈડ હૈડિન (વિકેટકીપર), ગ્લેન મૈક્સવેલ, મિશેલ
માર્શ અને જેમ્સ ફૉકનર...
દક્ષિણ આફ્રીકા
: એબી ડિવિલિયર્સ (કપ્તાન), હાશિમ આમલા, કાઇલ એબૉટ, ફરહાન બેહરદીન,
ક્વિંટન ડિ કૉક (વિકેટકીપર), જેપી ડ્યૂમિની, ફાફ ડૂ પ્લેસિ, ઇમરાન તાહિર,
ડેવિડ મિલર, મૉર્ની મૉર્કલ, વેન પાર્નેલ, એરૉન ફનગિસો, વરનૉન ફિલેંડર, રેલિ
રોસુઓ અને ડેલ સ્ટેન...
પાકિસ્તાન
: મિસ્બાહ ઉલ હક (કપ્તાન), મોહમ્મદ હફીજ઼, અહમદ શહજાદ, યૂનુસ ખાન, હૈરિસ
સોહેલ, ઉમર અકમલ, શોએબ મકસૂદ, સરફરાજ અહમદ, શાહિદ આફરીદી, જુનૈદ ખાન,
મોહમ્મદ ઇરફાન, સોહૈલ ખ઼ાન, વહાબ રિયાજ, એહસાલ આદિલ અને યાસિર શાહ...
ઇંગ્લૈંડ
: ઇયૉન મોર્ગન (કપ્તાન), ગૈરી બૈલેંસ, ઇયાન બેલ, રવિબોપારા, સ્ટુઅર્ટ
બ્રૉડ, જોસ બટલર (વિકેટકીપર), સ્ટીવન ફિન, એલેક્સ હેલ્સ, ક્રિસ જોર્ડન, જો
રૂટ, જેમ્સ ટેલર, જેમ્સ ટ્રેડવેલ, મોઇન અલી, જેમ્સ એંડરસન અને ક્રિસ
વોક્સ...
શ્રીલંકા
: એન્જેલો મૈથ્યૂજ઼ (કપ્તાન), તિલકરત્ને દિલશાન, કુમાર સંગકારા, મહેલા
જયવર્દ્ધને, લિહારૂ થિરિમાને, દિનેશ ચાંડીમલ, દિમુથ કરુણારત્ને, જીવન
મેંડિસ, તિસારા પરેરા, સુરંગા લકમલ, લસિથ મલિંગા, ધામિકા પ્રસાદ, નુવાન
કુલશેખરા, રંગના હેરાથ અને સચિત્ર સેનાનાયકે...
ન્યુઝીલૈંડ
: બ્રૈંડન મૈક્કુલમ (કપ્તાન), માર્ટિન ગુપ્ટિલ, કેન વિલિયમ્સન, રૉસ ટેલર,
મિશેલલ મૈકલેનઘન, ગ્રાંટ ઇલિએટ, ટૉમ લૈથમ, ટ્રેંટ બાઉલ, એડમ મિલન, ડેનિયલ
વિટોરી, કોરી એંડરસન, લ્યૂક રાઉંચી (વિકેટકીપર), નાથન મૈક્કુલમ અને કાઇલ
મિલ્સ...
વેસ્ટ ઇંડીઝ
: જેસન હોલ્ડર (કપ્તાન), માર્લોન સૈમુઅલ્સ, દિનેશ રામદીન (વિકેટકીપર),
કેમાર રૉચ, આંદ્રે રસેલ, ડૈરેન સૈમી, લિંડલ સિમંસ, ડ્વેન સ્મિથ, જેરૉમ
ટેલર, સુલેમાન બેન, ડૈરેન બ્રાવો, જોનાથન કાર્ટર, શેલ્ડન કાટ્રેલ, ક્રિસ
ગેલ અને સુનીલ નરેન...
બાંગ્લાદેશ :
મશરફે બિન મુર્તજા (કપ્તાન), સાકિબ અલ હસલ, તમીમ ઇકબાલ, અનામુલ હક બિજાય,
મોમિનુલ હક, મુશફિકુર રહમાન,મહમૂદુલ્લાહ, નાસિર હુસૈન, શબ્બીર રહમાન,
સોમ્યા સરકાર, રુબેલ હુસૈન, તસ્કીન અહમદ, અલ અમીન હુસૈન, તેજુલ ઇસ્લામ અને
અરાફાત સન્ની...
ઝિમ્બાબ્વે
: એલ્ટન ચિકુમ્બુરા (કપ્તાન), સિકંદર બટ્ટ, રેજિસ ચાકાબવા, તેંદાઈ છાતારા,
ચેમૂ ચિભાભા, ક્રેગ ઇરવિન, તાફાદજવા કેમુનગોજી, હૈમિલ્ટન માસ્કાદાજા,
સ્ટુઅર્ટ મૈટ્સિકેનયારી, સોલોમોન મેરી, તવાંદા મુપારિવા, તિનાશે પૈનયાંગરા,
બ્રૈંડન ટેલર, પ્રૉસ્પર ઉત્સેયા અને સીન વિલિયમ્સ...
આયરલૈંડ
: વિલિયમ પોર્ટફીલ્ડ (કપ્તાન), એંડ્રીય બેલબિરની, પીટર ચેજ, એલેક્સ કુસાક,
જાર્જ ડૉકરેલ, એડ જોએસ, એંડ્રૂય મૈકબ્રિન, જૉન મૂની, ટિમ મુર્તાગ, કેવિન
ઓ'બ્રાયન, નીલ ઓ'બ્રાયન, પૉલ સ્ટર્લિંગ, સ્ટુઅર્ટ થૉમ્પસન, ગૈરી વિલ્સન અને
ક્રેગ યંગ...
અફગાનિસ્તાન
: મોહમ્મદ નબી (કપ્તાન), નવરોજ મંગલ, અસગર સ્ટેનકાજી, સૈમીઉલ્લા શેનવારી,
અફર જહાજી (વિકેટકીપર), નજીબુલ્લા જાદરાન, નસીર જમાલ, મીરવાઇજ અશરફ,
ગુલબાદી નાઇબ, હામિદ હસન, શાપૂર જાદરાન, દવાલાત જાદરાન, અફતાવ આલમ, જાવેદ
અહમદી ઔર ઉસ્માન ગની...
સ્કૉટલૈંડ
: પ્રિસ્ટર મોમસેન (કપ્તાન), કાયલ કોએટેજર, રિચી બેરિંગટન, ફ્રેડી કોલમૈન,
માજિદ હક, માઇકલ લીસેક, મૈટ મૈકહન, કૈલમ મૈકલિયૉડ,સૈફયાન શરીફ, રૉર્બટ
ટેલર, ઇયાન વાર્ડલા, મૈથ્યૂ ક્રાસ (વિકેટકીપર), જોશ ડેવી, એલસદાર ઇવાંસ ઔર
હૈમિસ ગાર્ડેનિયર...
સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)
: મોહમ્મદ તાકિર (કપ્તાન), ખુર્રમ ખાન, સ્વપ્નિલ પાટિલ, સકલૈન હૈદર, અમજાદ
જાવેદ, મજુલા ગુરુજ, આંદ્રિ બેરેંગર, ફહાદ અલ હાશમી, મોહમ્મદ નાવેદ,
કામરાન શહજાદ, કે કારાતે, શહીમન અનવર, અમજદ અલી, નસીર અજીલ ઔર રોહન
મુસ્તફ઼ા...
જામફળ પણ અનેક રોગોની દવા છે જાણો કેવી રીતે
જામફળ દરેક
ઋતુમાં મળનારુ ફળ છે. તેના બીજમાં આયરનની માત્રા વધુ હોય છે. સાથે જ તેમા
પ્રોટીન. ખનિજ. લવણ. કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ પુષ્કળ
પ્રમાણમાં મળી જાય છે.
1. વિટામીન 'સી' નું પણ આ સારુ સ્ત્રોત્ર છે. તેના એક સો ગ્રામમાં લગભ્ગ 300 મિલીગ્રામ વિટામીન 'સી' જોવા મળે છે.
2. ભોજન પહેલા નિયમિત જામફળ ખાવાથી કબજીયાતથી છુટકારો મળે છે.
3. જામફળ કાપીને થોડીવાર પાણીમાં છોડી દો. આ પાણીને ગાળીને તેનુ સેવન કરુ. આ ડાયાબીટિસને નિયંત્રિત કરે છે.
4.સાંધા પર જામફળ કાપીને લગાવવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
5.જામફળના પાન ચાવવાથી દાંતનો દુખાવો દૂર
થાય છે. તેના પાનના કાઢામાં થોડી ફિટકરી મિક્સ કરી કોગળા કરવાથી દાંતોમાંથી
લોહી નીકળવુ બંધ થાય છે.
6. ખાંસી શરદીમાં જામફળ શેકીને તેમા મીઠુ મિક્સ કરીને ખાવાથી લાભ થાય છે.
7. માથાનો દુખાવો હોય તો જામફળનો લેપ સૂર્યોદયથી પહેલા માથા પર લગાવો. તરત જ રાહત મળશે.
8. પિત્તની ફરિયાદ હોય કે હાથ-પગમાં બળતરા રહેતી હોય તો ભોજન પછી નિયમિત રૂપે તેનુ સેવન કરો.
9. જામફળની જડના કાઢા દ્વારા જખમ ધોવાથી જખમ જલ્દી ભરાય જાય છે.