HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

17 જાન્યુઆરી, 2015

http://38.media.tumblr.com/1c104e822d2fcd69ffdc371907b39ff0/tumblr_mrsjwox3jJ1r2geqjo1_500.gif 


ત્રણ પાડોશીની જાત્રા (બાળવાર્તા )
બાળ વાર્તા :
એક મહોલ્લામાં એક ઉંદર, એક બિલાડી અને એક કૂતરો રહે. ત્રણેનાં ઘર પાસેપાસે એટલે એકબીજાનાં પડોશી કહેવાય.
ત્રણે નવરાં પડે એટલે અલકમલકની વાતો કરે. એકબીજાને ઘરે જાય અને એકમેકને મદદ કરે.
એક વાર એક બાવો ગામમાં આવ્યો. તેની સાથે એક કૂતરો પણ હતો. તે બાવા સાથે ગામેગામ ફરતો હતો. ફરતો ફરતો તે આ શેરીમાં આવ્યો. ત્રણે જણને બાવાનો કૂતરો કહે, "અલ્યાઓ, તમે કદી ગામ બહાર ગયા છો ખરા?"
"ના ભૈ, ગામ બહાર કઈ રીતે જઈએ?" ગામના કૂતરાએ કહ્યું.
"દુનિયા કેવડી મોટી છે એ તમને શી ખબર? ગામ છોડીને બહાર જાવ તો ખબર પડેને? હું તો ડાકોર, મથુરા, વૃંદાવન, કાશી એવાં ઘણાં ધામ ફરી આવ્યો છું."
બિલ્લી કહે, "હેં! આ બધું શું છે? એ અમારા ગામ જેવડાં છે કે નાનાં?"
આ સાંભળી પેલો કૂતરો હસીને બોલ્યો, "તમે આમ જ મરી જવાનાં! આ બધાં જાત્રાનાં ધામ છે ને એમાં કાશી તો મોટું ધામ! જીવનમાં એક વાર જોવા જેવું ખરું."
"ત્યાં જવાય કેવી રીતે?" ચૂંચૂંભાઈએ પૂછયંુ. "પૂછતા પૂછતા જવાનું."
"પણ રસ્તામાં ખાવું શું? રહેવું ક્યાં?" બિલ્લીએ પૂછયું.
"ઘણી ધરમશાળાઓ આવે છે ને ધર્માદાનું ખાવાનુંય મળી રહે છે. લોકો સદાવ્રત ખોલીને બેઠા છે. મારું માનો તો કાશીએ આંટો મારી આવો. મજા પડશે."
ને બાવાનો કૂતરો તો ગયો, પણ આ ત્રણેને વિચાર કરતા કરી દીધા. સાંજે ત્રણે કૂતરાને ઘેર ભેગા થયા. ત્રણેએ છેવટે નક્કી કર્યું કે, કાશીની જાત્રાએ જવું. ત્રણે સાથે હોય તો એકબીજાને હૂંફ રહે. કંઈ મુશ્કેલી આવે તો સાથે હોય તો ઉકેલ જડે.
બે દિવસ પછી ત્રણે જણે ઘરને તાળાં માર્યાં ને નીકળી પડયાં કાશીએ જવા. ગામના નાકે થોડાં કૂતરાં મળ્યાં. પૂછયું, "ક્યાં ઉપડયાં?" ત્રણે સાથે મળી કહે, "કાશીએ દર્શન કરવા અને ગંગામાં સ્નાન કરવા." બધાં કૂતરાં મશ્કરી કરવા લાગ્યાં. "છાનાંમાનાં અહીં જ રહો. ક્યાંક ભૂલા પડશો તો ક્યાંયના નહીં રહો." પણ ત્રણે તો ચાલવા માંડયાં.
એક દિવસ પૂરો થયો. રાત પડતાં એક હોટલ પાસે રાત રોકાયાં. હોટલ વગડામાં હતી. તેણે આ ત્રણને ખાવાનું આપ્યું.
બીજે દિવસે પાછાં ચાલવા માંડયાં. કૂતરો કહે, "કાશી દર્શન કરી મથુરા પણ જઈશું, કેમ બિલ્લીબહેન?"
"હા, એ તો પછી જેવો સમય." પણ ચૂંચૂંમામાના હોશ ઊડી ગયા. તે કહે, "આ તમે ઝડપથી ચાલો પણ મારે કેટલી ઝડપ કરવી? હું તો આટલામાં થાકી ગયો."
કૂતરો બોલ્યો, "ચૂંચૂંભાઈ, અમે ધીમે ધીમે ચાલશું, પણ તમને લીધા વગર આગળ નહીં જઈએ હોં!"
બીજો દિવસ પૂરો થયો. ત્રીજા દિવસે રસ્તામાં એક પંડિત મળ્યા. ત્રણે કહે, "જે શ્રીકિષ્ન પંડિતજી!" પંડિત બોલ્યો, "જે શ્રીકિષ્ન..." કૂતરાએ પૂછયું, "પંડિતજી, કાશી હજી કેટલે રહ્યું?"
પંડિત હસીને કહે, "તમે કાશીએ જવા નીકળ્યા છો? પણ આમ તો તમે બે મહિને પહોંચશો. એટલું બધું દૂર છે." ને પંડિત તો ગયા, પણ ઉંદરભૈના હોશ ઊડી ગયાઃ "હજી બે મહિના! બાપ રે!"
ચૂંચૂં કહે, "કૂતરાભૈ, ઊભા રહો." "શું થયું?" બિલ્લીએ પૂછયું.
"તમે જાવ. હું તો પાછો જાઉં છું." ચૂંચૂં બોલ્યો.
બિલ્લી કહે, "ચૂંચૂંભાઈ, પગપાળા જાત્રા કરવાથી પુણ્ય મળે."
"મારે એવું પુણ્ય નથી કમાવું. મારા ટાંટિયા ટાંઉટાંઉ થઈ ગયા." ને ઉંદરભાઈ ત્યાંથી પોતાને ગામ પાછા વળી ગયા.
કૂતરો ને બિલ્લી આગળ ચાલ્યાં. તેઓ ઉંદરને કમનસીબ માનવા લાગ્યાં. "નસીબદાર હોય એ જ આવી જાત્રા કરી શકે!" બિલ્લી બોલી.
એક અઠવાડિયું પૂરું થયું. ધરમશાળામાં રાતે ઊંઘમાં બિલ્લીએ વિચાર કર્યોઃ "ચાલી ચાલીને હુંય થાકી. આમ તો બે મહિના શીદ ચલાશે?" ને સવારે બિલ્લી કૂતરાને કહે, "કૂતરાભાઈ, મારોય વિચાર પાછા જવાનો છે." કૂતરાએ પૂછયું, "કેમ? શું થયું?" બિલ્લી કહે, "આ તો કાશી બહુ દૂર છે. મારાથી નહીં ચલાય."
કૂતરાએ ઘણું સમજાવી, પણ બિલ્લી એકની બે ન થઈ તે ન થઈ. "બિલ્લીબહેન, તમને જાત્રાનું પુણ્ય મળશે." બિલ્લી કહે, "ઘેર બેઠાં ક્યાં ભજન નથી થતું? તમે જાવ." ને બિલ્લી ઘરના રસ્તે પડી.
કૂતરો એકલો આગળ ચાલ્યો. રસ્તામાં એ ઉંદર અને બિલ્લીની નિંદા કરતો રહ્યો, "આ બેય મૂરખા છે. એમના નસીબમાં કાશીની જાત્રા નહીં લખી હોય. હું તો કાશીએ જવાનો ને ગંગામાં ડૂબકી મારી, મહાદેવનાં દર્શન કરવાનો. ગામમાં પાછો આવીશ ત્યારે મારો વટ પડી જશે હા..."
એક બીજું અઠવાડિયું પસાર થઈ ગયું.
કૂતરો એકલો હતો એટલે એને બીજાં કૂતરાંય હેરાન કરતાં હતાં. ઘણું સમજાવે કે હું કાશીએ જાઉં છું, પણ એ માને ખરાં?
છેવટે કૂતરોય કંટાળ્યો. એને થયું કે બળી આ જાત્રા! આમ એકલા જાત્રાએ જવાની મજા શી? એના કરતાં તો ગામમાં શું ખોટા? સાંજ પડે ઓટલા પર બેસી નિરાંતે અડોશપડોશ જોડે વાતો તો થાય!
ને કૂતરાભાઈ પણ પોતાના ગામના રસ્તે પાછા ફર્યા.

વર્લ્ડ કપ 2015નો કાર્યક્રમ

વર્લ્ડ કપ ક્રિકેટ 2015નું આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડમાં 14 ફેબ્રુઆરીથી થઈ રહ્યુ છે. જાણો કંઈ ટીમ ક્યારે અને કોણી સાથે ટક્કર લેશે. વાંચો વર્લ્ડ કપ 2015નો સંપૂર્ણ કાર્યક્રમ.  

ગ્રુપ એ (Group A) : ગ્રુપ એ માં ઈગ્લેંડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યુઝીલેંડ, અફગાનિસ્તાન અને સ્કોટલેંડનો સમાવેશ છે. 
 
ગ્રુપ બી (Group B) : ગ્રુપ બી માં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઈંડિઝ, ઝિમ્બાબવે, આયરલેંડ અને યુએઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.  
world cup 2015



તારીખ  ગ્રુપ   ટીમ   સ્થાન 
14 ફેબ્રુઆરી 2015  શ્રીલંકા વિરુદ્ધ ઝિમ્બાબવે હેગલે ઓવલ, ક્રાઇસ્ટચર્ચ
14 ફેબ્રુઆરી 2015 ઈગ્લેંડ વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા  મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ, મેલબર્ન
15 ફેબ્રુઆરી 2015 બી દ.  અફ્રીકા વિરુદ્ધ ઝિમ્બાબવે ડૉન પાર્ક, હેમિલ્ટન
15 ફેબ્રુઆરી 2015 બી ભારત વિરુદ્ધ પાકિસ્તાન  એડીલેડ ઓવલ, એડીલેડ
16 ફેબ્રુઆરી 2015 બી વેસ્ટઈંડિઝ વિરુદ્ધ આયરલૈંડ   સૈક્સટન ઓવલ, નિલ્સન
17 ફેબ્રુઆરી 2015 ઝિમ્બાબવે વિરુદ્ધ સ્કૉટલૈંડ યૂનિવર્સિટી ઓવલ, ડુનેડિન
18 ફેબ્રુઆરી 2015 બાંગ્લાદેશ વિરુદ્ધ અફગાનિસ્તાન મનુકા ઓવલ, કૈનબરા
19 ફેબ્રુઆરી 2015 બી ઝિમ્બાબવે વિરુદ્ધ યૂએઈ  સૈક્સટન ઓવલ, નિલ્સન
20 ફેબ્રુઆરી 2015 ઈગ્લેંડ વિરુદ્ધ ઝિમ્બાબવે  રીઝનલ સ્ટેડિયમ, વેલિંગ્ટન
 21 ફેબ્રુઆરી 2015 બી પાકિસ્તાન વિરુદ્ધ વેસ્ટઈંડિઝ હેગલે ઓવલ, ક્રાઇસ્ટચર્ચ
21 ફેબ્રુઆરી 2015 ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બાંગ્લાદેશ ગાબા, બ્રિસ્બેન
22 ફેબ્રુઆરી 2015 શ્રીલંકા વિરુદ્ધ અફગાનિસ્તાન યૂનિવર્સિટી ઓવલ, ડુનેડિન
22 ફેબ્રુઆરી 2015 બી દક્ષિણ અફ્રીકા વિરુદ્ધ ભારત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ, મેલબર્ન
 23 ફેબ્રુઆરી 2015 ઈગ્લેંડ વિરુદ્ધ સ્કૉટલૈંડ હેગલે ઓવલ, ક્રાઇસ્ટચર્ચ
24 ફેબ્રુઆરી 2015 બી વેસ્ટઈંડિઝ વિરુદ્ધ ઝિમ્બાબવે મનુકા ઓવલ, કૈનબરા
25 ફેબ્રુઆરી 2015 બી આયરલૈંડ વિરુદ્ધ યૂએઈ  ગાબા, બ્રિસ્બેન
26 ફેબ્રુઆરી 2015 અફગાનિસ્તાન વિરુદ્ધ સ્કૉટલૈંડ યૂનિવર્સિટી ઓવલ, ડુનેડિન
26 ફેબ્રુઆરી 2015 શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ, મેલબર્ન
 27 ફેબ્રુઆરી 2015 બી  દક્ષિણ અફ્રીકા વિરુદ્ધ વેસ્ટઈંડિઝ સિડની ક્રિકેટ ગ્રાઉંડ, સિડની
28 ફેબ્રુઆરી 2015 ઑસ્ટ્રેલિયા  વિરુદ્ધ ઝિમ્બાબવે ઇડેન પાર્ક, ઑકલૈંડ
28 ફેબ્રુઆરી 2015    બી ભારત વિરુદ્ધ યૂએઈ   વાકા, પર્થ
એક માર્ચ 2015 ઈગ્લેંડ વિરુદ્ધ શ્રીલંકા  રીઝનલ સ્ટેડિયમ, વેલિંગ્ટન
એક માર્ચ 2015 બી પાકિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબવે ગાબા, બ્રિસ્બેન
ત્રણ માર્ચ 2015 બી  દક્ષિણ અફ્રીકા વિરુદ્ધ આયરલૈંડ મનુકા ઓવલ, કૈનબરા
ચાર માર્ચ 2015 બી પાકિસ્તાન વિરુદ્ધ યૂએઈ  મૈક્લીન પાર્ક નેપિયર
ચાર માર્ચ 2015 ઑસ્ટ્રેલિયા  વિરુદ્ધ અફગાનિસ્તાન વાકા, પર્થ
પાંચ માર્ચ 2015 બાંગ્લાદેશ વિરુદ્ધ સ્કૉટલૈંડ સૈક્સટન ઓવલ, નિલ્સન
 છ માર્ચ 2015 બી ભારત વિરુદ્ધ વેસ્ટઈંડિઝ વાકા, પર્થ
સાત માર્ચ 2015 બી દક્ષિણ અફ્રીકા વિરુદ્ધ પાકિસ્તાન ઇડેન પાર્ક, ઑકલૈંડ
સાત માર્ચ 2015 બી ઝિમ્બાબવે વિરુદ્ધ આયરલૈંડ બેલીરિવે ઓવલ, હોબાર્ટ
આઠ માર્ચ 2015 ઝિમ્બાબવે વિરુદ્ધ અફગાનિસ્તાન  મૈક્લીન પાર્ક, નેપિયર
આઠ માર્ચ 2015 ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા સિડની ક્રિકેટ ગ્રાઉંડ, સિડની
9 માર્ચ 2015  ઈગ્લેંડ વિરુદ્ધ બાંગ્લાદેશ એડીલેડ ઓવલ, એડીલેડ
10 માર્ચ 2015 બી ભારત વિરુદ્ધ આયરલૈંડ સેડૉન પાર્ક, હેમિલ્ટન
11 માર્ચ 2015 શ્રીલંકા વિરુદ્ધ સ્કૉટલૈંડ બેલીરિવે ઓવલ, હોબાર્ટ
12 માર્ચ 2015 બી દ.અફ્રીકા વિરુદ્ધ યૂએઈ    રીઝનલ સ્ટેડિયમ, વેલિંગ્ટન
13 માર્ચ 2015 બાંગ્લાદેશ વિરુદ્ધ ઝિમ્બાબવે સેડૉન પાર્ક, હેમિલ્ટન
 13 માર્ચ 2015 ઈગ્લેંડ વિરુદ્ધ અફગાનિસ્તાન સિડની ક્રિકેટ ગ્રાઉંડ, સિડની
14 માર્ચ 2015 બી ભારત વિરુદ્ધ ઝિમ્બાબવે ઇડેન પાર્ક, ઑકલૈંડ
14 માર્ચ 2015 ઑસ્ટ્રેલિયા  વિરુદ્ધ સ્કૉટલૈંડ બેલીરિવે ઓવલ, હોબાર્ટ
15 માર્ચ 2015 બી વેસ્ટઈંડિઝ વિરુદ્ધ યૂએઈ  મૈક્લીન પાર્ક, નેપિયર
15 માર્ચ 2015 બી પાકિસ્તાન વિરુદ્ધ આયરલૈંડ એડીલેડ ઓવલ, એડીલેડ
 

ક્વાર્ટર ફાઇનલની તમામ મેચો આ પ્રમાણે છે.. 
18 માર્ચ 2015 - ક્વાર્ટર ફાઇનલ 1, સિડની ક્રિકેટ ગ્રાઉંડ, સિડની
19 માર્ચ 2015 - ક્વાર્ટર ફાઇનલ 2, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ, મેલબર્ન
20 માર્ચ 2015 - ક્વાર્ટર ફાઇનલ 3, એડીલેડ ઓવલ, એડીલેડ
21 માર્ચ 2015 - ક્વાર્ટર ફાઇનલ 4, વેલિંગ્ટન રીઝનલ સ્ટેડિયમ, વેલિંગ્ટન


સેમીફાઇનલ અને ફાઈનલનો કાર્યક્રમ 
24 માર્ચ - સેમીફાઇનલ 1, ઇડેન પાર્ક, ઑકલૈંડ,
26 માર્ચ - સેમીફાઇનલ 2, સિડની ક્રિકેટ ગ્રાઉંડ, સિડની
29 માર્ચ - ફાઇનલ, મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડ, મેલબર્ન
 

Get Update Easy