Though of the day
વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.GSSSB Office Assistant Question Paper (04-01-2015) : Click Here

અલવિદા અભિનય સમ્રાટ : ઉપેન્દ્ર ત્રિવેદી

શરમજનક 'સિક્રેટ' મેસેજ મોકલ્યા પછી ડિલીટ કરવા છે સામેવાળાના ફોનમાંથી? તો જાણો આ ખાસ એપ્લિકેશન વિશે

એક નવી iOS મોબાઈલ એપ Strings ની મદદથી તમે પ્રાપ્તકર્તાના મોબાઈલમાંથી
તમારા દ્વારા મોકલાયેલા મેસેજને ડિલીટ કરી શકો છો. જો સામેની વ્યક્તિએ
મેસેજ વાંચી કે જોઈ પણ લીધો હોય તેમ છતાં પણ તમે તેને ડિલીટ કરી શકશો.
Stringsની મદદથી તમે બે યુઝર્સની વચ્ચે શેર કરાયેલા દરેક પ્રકારના ડેટા પર
કંટ્રોલ રાખી શકો છો.
એપ્લિકેશનની ખાસિયત
- સામેની વ્યક્તિ સાથે થયેલી સમગ્ર વાતચીત એક સ્ટ્રિંગ (થ્રેડ મેસેજ) સ્વરૂપે હશે. જેને તમે ડીલીટ કરતાં સમગ્ર વાતચીત ડીલીટ થઈ જશે.
- તમારા તરફથી મોકલાયેલો ફોટો સામેની વ્યક્તિ જોઈ શકશે પરંતુ સેવ નહીં કરી શકે જ્યાં સુધી તમે મંજૂરી ન આપો.
- જો કે કેટલાંક યુઝર્સ સ્ક્રીનશોટ લઈને સેવ કરવાની ટ્રિક અપનાવાનું વિચારતા હશે જ. જો કે આવા ઓવરસ્માર્ટ યુઝર્સ માટે Strings દ્વારા એવું ફીચર સેટ કરાયું છે જેમાં ત્રણથી વધુ વખત સ્ક્રીનશોટ લીધા બાદ યુઝર્સનું એકાઉન્ટ બંધ થઈ જશે.
- આ ઉપરાંત Strings એ વાતની ગેરંટી આપે છે કે જે કન્ટેન્ટ યુઝરના ફોનથી ડીલીટ થઈ જશે તે કન્ટેન્ટ સ્ટ્રિંગ્સના સર્વરમાંથી પણ હંમેશા માટે ડીલીટ થઈ જશે. આ ફીચર એ લોકો માટે સારું છે જેઓ પોતાની પ્રાઈવસીને લઈને સજાગ હોય છે.
- જો કોઈ યુઝર્સ Strings પરથી પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી દે છે તો તેનો સમગ્ર ડેટા પણ ડીલીટ થઈ જશે. (Whatsappમાં એકાઉન્ટ ડીલીટ કરવા છતાં ડેટા ડીલીટ થતો નથી. તમે જોયું હશે કે જ્યારે તમે તમારું એકાઉન્ટ ફરી સેટ કરો છો તો તમને Backup Restore કરવાનું ઓપ્શન આપતું હોય છે જેનો અર્થ છે કે સર્વરમાં ડેટા હોય છે.)
- આ એપ્લિકેશન તદ્દન ફ્રી છે (હાલમાં માત્ર iTunes પર જ ઉપલબ્ધ છે.)