HTML Blog Setting -

ચાલતી પટ્ટી

શિક્ષક-શિષ્યનો સંબંધ ત્યારે જ શરુ થાય છે જ્યારે બાળકનુ નામ શિક્ષકના હ્રદયરુપી રજિસ્ટરમા નોંધાય છે.-કે.બી.પટેલ~ એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા.~ રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો મંજિલ બીજું કાઇ નથી,બસ પગલાનો સરવાળો.~ પુસ્તક કરતાં વધારે જીવે એવી કોઈ ઇમારત માનવી બાંધી શકતો નથી.~ ધીમા જવામાં વાંધો નથી,વાંધો ઊભા રહી જવામાં છે.~ લોંખંડ ભલે ગરમ થાય ,પરંતુ હથોડાએ તો ઠંડુ જ રહેવું જોઈએ.~ વર્તમાન જ સાચો સમય છે,બીજા બધા સમય તો માત્ર ભ્રમ છે.~ દરેક કામમાં જોખમ હોય છે,પરંતુ કશું નહીં કરવામાં મોટું જોખમ હોય છે.~ પ્રેરણા એ પ્રિપેઈડ રિચાર્જ કૂપન છે.~ આપનો દ્રષ્ટિકોણ જ પ્રેરણા બને છે.~ શબ્દો કોઈને મારી શકે છે,તો તારી પણ શકે છે.~ જીવન જીતવાની નહીં,પણ જીવવાની વસ્તુ છે.~ ગુસ્સો કરવો સહેલો છે,પણ શાંત રહેવું અઘરું છે.~ સૌથી ઓછું ખર્ચાળ મનોરંજન શ્રેષ્ઠ પુસ્તકોમાંથી મળે છે અને તે કાયમી હોય છે. "Arise,Awake and NOT To STOP Till The GOAL is Reached ”- Swami Vivekananda."

4 જાન્યુઆરી, 2015

http://images.hellokids.com/_uploads/_tiny_galerie/20090311/bouque-flowers-source_ca1.gif 

નવા સત્ર પહેલા શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરાશે.સંચાલક અને આચાર્યોના અધિવેશનમાં શિક્ષણમંત્રીની ખાતરી.
 રાજ્યની સ્કૂલોમાં શિક્ષકો અને વહીવટી સ્ટાફ સહિતની ઘણી જગ્યાઓ ખાલી પડી છે. આ જગ્યાઓ ભરવા માટે અમદાવાદ જિલ્લા શાળા સંચાલક મંડળ અને અમદાવાદ જિલ્લા આચાર્ય સંઘના શૈક્ષણિક અને વહીવટી અધિવેશનમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે આગામી શૈક્ષણિક સત્ર શરૂ થયા તે પહેલા રાજ્યમાં ૪ હજાર જેટલી જગ્યાઓ ભરવા માટેની તેમણે બાંહેધરી આપી હતી. અધિવેશનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમાજના દુષણોની ચર્ચા કરી તેને દૂર કરવાની કામગીરી શાળા થકી જ શક્ય છે તેમ જણાવી સ્કૂલોને સારા નાગરિક તૈયાર કરવાની હાકલ કરી હતી.
શુક્રવારે હિરામણી સ્કૂલ કેમ્પસમાં અમદાવાદ જિલ્લા શાળા સંચાલક મંડળ અને અમદાવાદ જિલ્લા આચાર્ય સંઘનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આયોજન પંચના અધ્યક્ષ નરહરી અમીન, શિક્ષણ બોર્ડના ચેરમેન આર.આર.વરસણી, અમદાવાદ ગ્રામ્યના નવા ડીઈઓ એમ.આઈ.જોષી તથા અગાઉના ડીઈઓ એમ.કે. રાવલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અધિવેશનમાં નરહરી અમીને જણાવ્યું હતું કે, સ્કૂલોના શિક્ષકોમાં ટ્યુશનનું દુષણ ઘુસી ગયું છે. ૮૦ ટકા સ્કૂલોના શિક્ષકો ટ્યુશન કરાવે છે અને વિદ્યાર્થીઓને ટ્યુશન રાખવા માટે મજબુર કરે છે. ટ્યુશનનું દુષણ દુર કરવાની જવાબદારી રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની છે. જેથી તેમણે આ મુદ્દે કડક કાયદો લાવી આ બદીને દૂર કરવાની જરૂર છે. હાલમાં લોકો દેવું કરીને પણ પોતાના બાળકોને ટ્યુશન કરાવે છે જે ખોટું છે. જેથી આ અંગે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરવી જોઈએ. શિક્ષણમંત્રીએ સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવાની ખાતરી આપી હતી તે અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
બોર્ડના ચેરમેન આર.આર.વરસાણીએ જણાવ્યું હતું કે, હવે શિક્ષણમાં સમાજ ઉપયોગી બાબતોને આવરી લેવામાં આવે છે, જે સારી બાબત છે. બોર્ડ દ્વારા હવે સ્કૂલોમાં પ્રાયોગિક પરીક્ષા વખતે ચકાસણી કરવામાં આવશે જેથી સ્કૂલો પ્રાયોગિક પરીક્ષાના માર્ક ગમે તેમ નહીં આપી શકે. ઉપરાંત ૧૦ હજાર શિક્ષકોને તાલીમ આપવાનું પણ અમારૂ આયોજન છે. અમે આગામી પરીક્ષામાં ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓની સીસીટીવીથી નજર રાખી પરીક્ષા લેવાના છીએ જે નાની વાત નથી.
 જિંદગીની આખી બાજી હારી ગયા છો, એવું કદી માનશો નહીં (કેલિડોસ્કોપ)
કેલિડોસ્કોપ : મોહમ્મદ માંકડ
નજર સામે કટોકટી ડારતી ઊભી હોય ત્યારે પણ ડર્યા વિના કે હિંમત હાર્યા વિના જે સામનો કરે છે તે આખરે તેમાંથી માર્ગ શોધી જ શકે છે, પરંતુ માણસ જ્યારે એવી સ્થિતિમાં મુકાય છે ત્યારે કર્ણ જેમ તેની બધી જ વિદ્યા, (બધું જ ડહાપણ) સરી પડે છે અને તેના રથને ધરતી ગળવા માંડે છે. તે હતાશ થઈ જાય છે. એને એમ લાગે છે કે, જિંદગીની આખી બાજી તે હારી ગયો છે. લડવા જેવું હવે કશું રહ્યું નથી. પરંતુ જીવતો માણસ જિંદગીની આખી બાજી ક્યારેય હારી શકતો જ નથી. જીવતા માણસ પાસે હંમેશાં કશુંક તો બચ્યું જ હોય છે. એને ખબર નથી હોતી, પરંતુ એનું જીવંત હોવું એ જ એની સાબિતી હોય છે. અને જો માત્ર થોડું પણ એની પાસે બચ્યું હોય, તો એ 'થોડું' પણ એને જીવ અપાવી શકે છે. એક વિખ્યાત ખેલાડીનું વાક્ય છે કે, Game is not lost till there is one. અર્થાત્ રમતમાં તમારી પાસે જો માત્ર એક ખેલાડી, એક જ ચાલ, એક જ પોઇન્ટ બાકી હોય તો એ રમત તમે હારી ગયા છો એમ ન કહેવાય.
આ બાબતમાં બોટાદની હાઈસ્કૂલમાં હું શિક્ષક હતો ત્યારે હાઈસ્કૂલના મેદાનમાં રમાયેલી વોલીબોલની એક મેચની વાત હું ક્યારેય ભૂલી શકું એમ નથી. એ વાતને આજે લગભગ ચાળીસેક વર્ષ થઈ ગયાં, છતાં હજી એવી ને એવી જ તાજી એ મારા મનમાં છે. આ ઘટના જિંદગીની ખૂબ જ કટોકટીની પળોમાં મને હિંમત આપતી રહી છે.
હાઈસ્કૂલના મેદાનમાં બે ટીમો વચ્ચે વોલીબોલની મેચ ગોઠવાઈ હતી. રમત ચાલુ હતી. થોડા સમય સુધી બંને ટીમો લગભગ સરખી રીતે આગળ વધતી રહી, પરંતુ પછી એકાએક જ એક ટીમ પાછળ પડવા લાગી. હરીફ ટીમ દરેક વખતે આગળ જતી હતી અને આ ટીમ પાછળ પડતી હતી. એમ કરતાં એક સમય એવો આવ્યો કે, રમતમાં બંને વચ્ચેનું પ્રમાણ ૧૨ : ૧ થઈ ગયું. મારી બાજુમાં એ વખતે, રમતગમતના રસિયા અમારા મિત્ર આઈ. એમ. શાહ બેઠા હતા. એમને મેં કહ્યું, "ઇન્દુભાઈ, હવે ઊઠો, હવે તો રમત પૂરી થઈ ગઈ છે!"
એમણે હસીને કહ્યું, "હજી રમત ક્યાં પૂરી થઈ છે? કોઈ પણ રમતમાં ગમે ત્યારે પલટો આવી શકે છે. એક વિખ્યાત ખેલાડીનું વાક્ય છે કે, ગેઇમ ઇઝ નોટ લોસ્ટ, ટિલ ધેર ઇઝ વન."
અને કોણ જાણે કેમ, જે રમત લગભગ પૂરી થઈ ગઈ હતી, એમાં અચાનક જ પલટો આવ્યો. જીતી રહેલી ટીમ ૧૩ : ૧થી પણ આગળ વધી. હવે શું બાકી હતું? માત્ર એક જ પોઇન્ટ અને બાજી ખતમ! પરંતુ વિજયથી માત્ર એક જ ડગલું દૂર રહેલી એ ટીમ, ફાઉલ થવાથી એક ડગલું દૂર જ અટકી પડી અને એ ડગલું એ ક્યારેય ભરી ન શકી!
જે ટીમ લગભગ હારી ગઈ હતી, મારા જેવા અનેક જોનારાઓને જેની હાર બાબતમાં કોઈ શંકા જ રહી નહોતી, એ ટીમ પોતાની હાર સ્વીકારવાના બદલે, જીતવાના નિશ્ચિય સાથે રમતને મક્કમપણે વળગી રહી અને જાણે ચમત્કાર થયો હોય એમ ધીમે ધીમે જીત તરફ એ આગળ વધવા લાગી અને કોઈ માની પણ ન શકે એવું પરિણામ આવ્યું. જેનો વિજય નિશ્ચિત દેખાતો હતો એ ટીમ હારી ગઈ અને જેનો પરાજય માત્ર એક જ પોઇન્ટ દૂર હતો એ ટીમ જીતી ગઈ!
મેં પોતે જો એ જોયું ન હોત અને રમતની એ ઉત્તેજનાભરી પળોમાં હાજર ન હોત, તો હું પોતે પણ એવું ખરેખર બને તેમ માની શક્યો ન હોત, પરંતુ હું હાજર હતો અને એવું બનતું મારી નજર સામે જ મેં જોયું હતું. ત્યારથી મને ખાતરી થઈ ગઈ છે કે, જે મહાન ખેલાડીએ કહ્યું છે કે, ગેઇમ ઇઝ નોટ લોસ્ટ. એ માણસની વાત તદ્દન સાચી છે. એની વાણી એક અનુભવીની વાણી છે અને દરેક વ્યક્તિએ પોતાના મનમાં એ કોતરી રાખવા જેવી છે. કારણ કે, એ વાત બીજી કોઈ પણ રમત કરતાં, જિંદગીની રમતને વધુ લાગુ પડે છે. કેટલીક વાર આપણને એમ લાગે છે કે, હવે તો જિંદગીની આખી બાજી આપણે હારી ગયા છીએ, પરંતુ ખરેખર એવું હોતું નથી, કારણ કે, જિંદગીની બાજીમાં હંમેશાં એકાદ પોઇન્ટ, એકાદ ચાલ, એકાદ રસ્તો, એકાદ મુદ્દો તો આપણી પાસે બાકી હોય જ છે. ઉતાવળા થઈને જ્યારે આપણે હાર સ્વીકારીલઈએ છીએ ત્યારે પણ જીતવાની એકાદ તક તો આપણી પાસે બચી જ હોય છે. 
જિંદગીની રમત એ કાંઈ વોલીબોલ, ક્રિકેટ, ફૂટબોલ કે શતરંજની રમત નથી. એમાં ખેલાડીઓ કે ચાલની કોઈ મર્યાદા નથી. એના ખજાનામાં તો અસંખ્ય ચાલ, વિવિધ રસ્તાઓ અને પાર વિનાની શક્યતાઓ સંઘરાયેલી હોય છે. એનો ઉપયોગ કરવાની હરકોઈને છૂટ હોય છે. માણસ પોતે જ આંખો બંધ કરી દે તો જુદી વાત છે. જિંદગી કોઈને ક્યારેય નિરાશ કરતી નથી. એટલે, કટોકટીની પળોમાં માણસ હિંમત ન હારે અને મેદાન છોડીને ભાગ્યા વિના ધીરજથી ઊભો રહે, તો આગળ વધવાનો માર્ગ ચોક્કસ મળી જ રહે છે.
હું પોતે જિંદગીમાં ઘણી વાર નિષ્ફળ ગયો છું, છતાં ભાગ્યે જ હારી ગયો છું. નિષ્ફળતા અને હારમાં ફેર છે. નિષ્ફળતા હારની બહારની વસ્તુ છે. હાર અંદરની બાબત છે. નિષ્ફળતા અને સફળતા એ તો જિંદગીના માર્ગ ઉપર આવતા ઉતાર-ચઢાવ છે. નિષ્ફળતા તો આવે ને જાય, પરંતુ જો તમે તેને આવકાર આપીને 'અંદર' નહીં બોલાવો તો તે તમને કશું જ નુકસાન નહીં કરી શકે. નિષ્ફળતાને જો તમે 'અંદર' બોલાવીને તેનું બહુમાન કરશો તો જ તે હારનું, પરાજયનું રૂપ ધારણ કરીને તમને બરબાદ કરી શકશે.
જો એવી રીતે બરબાદ થવું ન હોય, તો નિષ્ફળતાને માત્ર 'એક' નિષ્ફળતા તરીકે જ જોજો. માણસને જ્યારે પોતાના કોઈ સાહસમાં, ધંધામાં, પ્રેમમાં નિષ્ફળતા મળે છે ત્યારે નિરાશ થઈ જાય છે અને પોતાની જાતને નિષ્ફળ માનવા લાગે છે, પરંતુ કોઈ પણ નિષ્ફળતા હકીકતે માત્ર કોઈ એક ક્ષેત્રમાં જ એને મળેલી નિષ્ફળતા હોય છે. એને આખાને એ કાંઈ લાગુ પડી શકતી નથી. (એક્ટર તરીકે નિષ્ફળ ગયેલ મુકેશ કે તલત મહેમૂદ ગાયક તરીકે અત્યંત સફળ થઈ શકે છે). માણસ પોતે જો હાર સ્વીકારી ન લે તો સફળ થવા માટેનાં અનેક ક્ષેત્રો એના માટે ખુલ્લાં પડયાં છે. સફળતા માટેની અનેક તકો એની રાહ જોતી હોય છે.
જિંદગીની બાજી માણસ ઇચ્છે એટલી રીતે અને એટલી વિવિધતાથી રમી શકે છે. એ પોતે જ જો પોતાની નિષ્ફળતા સાથે બંધાઈ ન રહે તો સફળ થવા માટેની અગણિત શક્યતાઓ એની સામે પડી હોય છે. જિંદગીની રમત બીજી રમત જેવી સાંકડી કે જડ નથી.
સાચી રીતે જોઈએ તો જિંદગીની રમત આપણે સૌએ, માત્ર રમતના આનંદ ખાતર જ રમવાની હોય છે. આપણે જો એ સમજી લઈએ તો નિષ્ફળતા કે પછડાટથી હતાશ થયા વિના રમત રમવાનો આનંદ માણી શકીએ. છતાં, ધંધામાં જ્યારે આપણને નિષ્ફળતા મળે છે, બીમારીથી આપણે આજાર બની જઈએ છીએ કે કોઈ સ્વજન ગુમાવી બેસીએ છીએ ત્યારે જિંદગીની આખીય બાજી હારી ગયા હોઈએ એમ માનીને હતાશ થઈ જઈએ છીએ, રમવાનું જ માંડી વાળીએ છીએ. પરંતુ, આપણે યાદ રાખવું જોઈએ કે જિંદગીની બાજી કોઈ ક્યારેય હારી શકતું નથી. જે જીવે છે એની સામે પોતાનાં અગણિત રહસ્યો જિંદગી ખુલ્લાં કરતી જ રહે છે. અનેક નવા નવા રસ્તાઓ બતાવતી જ રહે છે. અને જો કોેઈ રમતમાં માત્ર એકાદ પોઇન્ટ, એકાદ ચાલ કે એકાદ રસ્તો જ બાકી હોય, છતાં એ રમતમાં જીતવાની શક્યતા રહેતી હોય તો જિંદગીની રમતને જરા જુદી ચાલથી, જુદા વિકલ્પથી, જુદા મિજાજથી રમીને જીત મેળવવાની સફળતા પ્રાપ્ત કરવાની કોશિશ શા માટે ન કરવી.



 

Get Update Easy